Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 23

દ્રશ્ય ૨૩ -
દેવ અને માહી પણ ઉતાવળ માં છૂટા પાડી ગયા દેવ પત્થર પર ચડી ગયો અને ત્યાં ઉડાનની ગુફા ની માછલીઓ જે વહામાં ઊડતી હતી તેમની સાથે તે પણ હવા માં ઉડવા લાગ્યો એ બધી રંગબે રંગી આલગ અલગ પ્રજાતિ ની માછલીઓ એની આજુબાજુ ઉડવા લાગી તેને સાથે લઈ ને તે એ ગુફામાંથી ગાયબ થયી ગયી. માહી શ્રુતિ નો અવાજ સાંભળી ને એની મદદ ના ઇરાદાથી પત્થર પાછળ સંતાઈ હતી અને જ્યારે બધાનું ધ્યાન કેવિન પર ગયું હતું ત્યારે તે શ્રુતિ ની પાસે ગઈ પણ ત્યાં શ્રુતિ ને તેને બચાવવા માટે ના પાડી અને સંજય નું ધ્યાન એનાથી હટાવી ને તેને રોશની ની ગુફા માં જવા માટે ઈશારો કર્યો.
માહી ચમકતા પત્થર પર હાથ મૂક્યો અને પછી ત્યાં નીચે ડરી ને બેસી ગઈ એ રડવા લાગી એને થયું કે કોય હવે નઈ બચે. તે ક્ષણે ચમકતા પત્થર ની અંદર તે ખેંચાઈ ગઈ અને ગાયબ થયી ગયી. અંજલિ સપનાની ગુફા માં સંતાઈ ને બેસી હતી એની આજુ બાજુ નો ધુમાડો એની નજીક આવ્યો તે ધુમાડા ની જેમ ત્યાં ગાયબ થઈ ગઈ. ગોપી, સૂરજ, સુર્ભ, રિયાંશા તેમને ત્યાં શોધતા હતા. તેમને કોય મળ્યું નઈ તે સંજય પાસે ખાલી હાથ ગયા. જેમને જોઈ ને સંજય ગુસ્સા માં આવી ગયો ગુફામાં ઉધમ મચાવા લાગ્યો. શ્રુતિ ને જાણી ને ખુશી થયી કે કોય એમને મળ્યું નથી. એટલામાં તો તે બધા એક બૂમ સાથે પાછા એજ જગ્યા પર આવી ગયા જ્યાં થી ગાયબ થાય હતા. દેવ હવા માંથી નીચે ધડામ સાથે પડ્યો અને તે નીચે પડતાની સાથે બૂમ પાડી એ અવાજ ના કારણે ત્યાં જોવા માટે સૂરજ આવી ગયો દેવ ને જોઈ ને સૂરજ તેને પકડવા માટે આગળ વધ્યો દેવ ને પોતાના હાથ ની હથેળી તેની બાજુ કરી અને જોરથી પવન ફૂંકાયો જેની શક્તિ ના કારણે સૂરજ પાછળ પત્થર ની દીવાલ ને જઈ ને અથડાયો અને નીચે પડ્યો. દેવ પોતાની હાથ માંથી આવેલા પવન ને જોઈ ને ચોંકી ગયો અને પોતાના હાથ સામે જોવા લાગ્યો. સૂરજ ઉભો થયી ને દેવ પર હસવા લાગ્યો. " હું પત્થર નો બનેલો છું ગમે તેવા વાર થાય મારા શરીર ને કઈ થવાનું નથી." આમ બોલી ફરી થી દેવ તરફ વધ્યો એની સામે દેવ ને ફરી થી પવન નાખી તેને દિવાલ પર ફેકી દિધો. દિવાલ સાથે અથડાવા નો અવાજ સાંભળી ને સંજય સાથે બધા ત્યાં આવ્યા. નીચે પડેલા સૂરજ ને જોઈ ને બધા એક સાથે દેવ બાજુ વધ્યા પણ એમની ચારે બાજુ રેત ની દીવાલ આવી ગઈ અને નીચે રેત માંથી કેવિન બહાર આવ્યો. તે રેત ની દીવાલ જોઈ ને થોડી વાર બધા ત્યાજ ઊભા થયી ગયા પણ પછી તેને તોડી ને જોવે છે તો ત્યાં કોય હતું નઈ. દેવ નો હાથ પકડી ને કેવિન તેને શ્રુતિ પાસે લઈ ને આવે છે અને તેને પત્થર માંથી છોડવાનો પ્રયત્ન કરે છે. પણ બંને કઈ પણ કરે તેની પેહલા ત્યાં બધા ફરીથી આવી જાય છે. દેવ અને કેવિન એમને જોઈ ને મન થી લડવા માટે તૈયાર થયી જાય છે. દેવ જે પણ તેની સામે મારવા માટે આવે તેને પવન થી ઉડાડી ને દૂર ફેકિદે છે. કેવિન માટી ની દિવાલ ચારે બાજુ બનાવે છે અને સંજય અને ગોપી તેને તોડે છે તો ફરી થી કેવીન દિવાલ બનાવે છે. આમ સતત આવું કર્યા કરે છે.
કંટાળી ને સંજય પોતાના શરીર માંથી પત્થર બનાવી ને હાથ માં લઇ ને દિવાલ તોડી કેવિન પર નાખે છે જે જઈ ને સીધી કેવિન ના માથા માં વાગે છે અને તે એને ગળા થી પકડી ને દિવાલ માં શ્રુતિ ની સાથે પત્થર વચે પૂરી દે છે. દેવ એકલો બધાની સામે પોતાની શક્તિ થી લડી ને થાકી જાય છે અને અંતે તે પણ હર માની ને થાકી ને નીચે પડી જાય છે. તેને સંજય પકડી ને કેવિન ની સાથે દીવાલમાં પૂરી દે છે. " બીજા બધા પણ આજુ બાજુ હસે...શોધી ને મારી પાસે લઈ ને આવો." રોશની ની ગુફામાં શુર્ભ આવે છે તે બેભાન પડેલી માહી નો હાથ પકડી ને તેને ઉઠાવવા જાય છે એટલા માં તો માહી ને ભાન આવે છે તે સર્ભ થી હાથ છોડાવી પોતાના હાથ ની આંગળી વાળી મુઠ્ઠી બનાવી ને હાથ થી શૂર્ભ ને મારે છે. એનો હાથ લીલાં રંગ નો હતો અને કોય દ્રવ્ય સતત ફરતું હતું તેના વાર થી શૂર્ભ ને કઈ થતું નથી. તે હસી ને ફરી થી માહી નો હાથ પકડે છે અને માહી પોતાનો હાથ છોડાવવા માટે પ્રયત્ન કરતી હોય છે. તેને પકડી ને દેવ અને કેવિન સાથે શ્રુતિ ની બાજુ માં પત્થર માં પૂરી દેવામાં આવે છે. તે ચારે જનો પોતાને છોડાવા માટે તડફડિયા મારતા હોય છે જ્યારે એમની પાસે શક્તિઓ આવિગઈ હોવા છતાં તે પોતાની રક્ષા કરી શકતા નથી.