જતીન ભટ્ટ(નિજ) સ્વરચિત એક ખડખડાટ હસાવે તેવી અલગ જ હાસ્યરચના :
horn ok please
આપણા પ્રિય વાહન વ્યવહાર મંત્રી શ્રી એ જાહેર કર્યું છે કે હવે ગાડી ઓના હોર્ન કર્કશ નઈ આવે, પણ કર્ણમંજુલ સંગીત વાળા આવશે,
એટલે હોર્ન બનાવવાવાળી કંપનીઓએ
મલ્ટિપલ વન લાઇનર ગીતસંગીત આવે એવા પેનડ્રાઈવવાળા હોર્ન બનાવવા ના ચાલુ કર્યા,...
તો હવે જુઓ કે ભવિષ્ય માં કેવો સીનારીઓ થશે:
ચંદુ ને TRB જવાન તરીકે નોકરી મળી ,સરકારે એને ટ્રાફીક પોઇન્ટ પર જે છત્રીકેબિન આવે એમાં રહીને ટ્રાફિક કંટ્રોલ કરવાનું કીધું અને એના હાથમાં દેશી સિસોટી ને બદલે મલ્ટિપલ મ્યુઝીક વાળું ઇન્સ્ટ્રુમેન્ટ પકડાવી દીધું,...
એટલે ચંદુ તો કેબિન માં ઉભો રહી ગયો, અને ટ્રાફિક કંટ્રોલ કરવા માંડ્યો, એની સ્ટાઈલ પણ જોરદાર ...
ડાંસ કરતો જાય અને ટ્રાફિક કંટ્રોલ કરતો જાય ,...
અચાનક ટ્રાફિક વચ્ચે પશુધન આવી ગયું અને ટ્રાફિક જામ થઈ ગયો, હવે મજ્જા જુઓ...
ચારે બાજુ વાહનો ખડકાઈ ગયા અને અલગ અલગ વનલાઇનર મ્યુઝીકલ હોર્ન વાગવા માંડ્યા...
જમણી બાજુએ થી રીક્ષા ધસી આવી: જૉ વાદા કિયા હે નિભાના પડેગા...
એની બાજુ માં રેતી વાળું ડમ્પર: સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હે...
એટલા માં સામેની સાઈડે પિકનિક ગાડી તરીકે એક ટેમ્પો ટ્રાવેલર આવી: હેય મનુ ભાઈ કી મોટર ચાલી પમ પમ પમ, ચોપાટી જાયેંગે, ને ભેળપૂરી ખાયેંગે,....
જમણી બાજુ સ્કૂલ વાન અટવાઈ ગઇ: લકડી કી કાઠી, કાઠી પે ઘોડા, ઘોડે કી દુમ પર જો મારા હથોડા, દોડા દોડા ઘોડા દોડા દુમ ઉઠાકે દોડા...
જગ્યા ન હતી તો પણ સાઇડ થી એક કાર ફટાફટ ભાગી ને ચંદુ એ મ્યુઝિકલ હોર્ન માર્યો: રુક રૂક રૂક અરે બાબા રૂક...
એક નેનો કાર વાળી છોકરી આજુ બાજુ જોયા કરતી હતી ને એની નજર ડીવાઈડર ની સામેની બાજુ એ ઊભેલી હોન્ડા સીટી વાળા છોકરા પર ગઈ ને છોકરાએ હોર્ન માર્યો: તુમસે મિલી નજર તો મેરે હોશ ઊડ ગયે,.,.. એસા હુઆ અસર, એસા હુઆ અસર કી મેરે......
એટલે નેનો એ સામે ડોળા કાઢ્યા ( એટલે કે પેલી છોકરી એ ડોળા કાઢ્યા ભાઈ)...
એટલે પેલા એ પાછો હોર્નમાર્યો: દિલ કો દેખો, ચેહરા ન દેખો, ચેહરોને લાખો કો લૂટા, હાય દિલ સચ્ચા ઓર ચેહરા જૂઠા...
એટલા માં વાતાવરણ ગરમ થવા માંડ્યું, લોકો ઝગડવાના મૂડ માં આવી ગયા, એટલે એક કોઈ ડાહ્યા એ હોર્ન માર્યો:
નફરત કી લાઠી તોડો, લાલચ કા ખંજર ફેંકો, જીદ કે પીછે મત દોડો , ઓ દેશપ્રેમી ઓ આપસ મેં પ્રેમ કરો દેશ પ્રેમીઓ, મેરે દેશપ્રેમી ઓ આપસ મેં....
આ બાજુ બે રિસાઈ ને અલગ થઇ ગયેલા ભતપૂર્વ પ્રેમી પ્રેમિકા મળી જાય છે
બંને એ સાથે હોર્ન માર્યા: નફરત કી દુનિયા કો છોડ કે પ્યાર કી દુનિયામેં ખુશ રહે ના મેરે યાર ...
વચ્ચે એક દારૂડિયો અટવાઈ ગયો, એના હાથ માં પણ કોઇ નુ મારી લાવેલો હોર્ન હતો: ઇધર ચલા મેં ઉધર ચલા, જાને કહાં મેં કિધર ગયા, અરે ફીસલ ગયા ....અને ગયો સીધો હોર્ન સાથે ગટર માં...
એટલામાં એક એમ્બ્યુલન્સ સાયરન વગાડતી ધસી આવી : જાને દો જાને દો મુજે જાના હે, પર વાદા જો કિયા હે વો નિભાના હે,...
આ બાજુ JCB વાળા એ આગળ નો ભાગ ઊંચો કરીને હોર્ન માર્યો: ના મુહ છુપા કે જીઓ ઓર ના સર ઝૂકા કે જીઓ...
દૂર થી ધીમે ધીમે એક સ્કૂટર આવ્યું, ચંદુ એ જોયુ તો એની ગર્લ ફ્રેન્ડ જ હતી, ચંદુ ને જોઈ એણે પણ હોર્ન વગાડ્યો,: છૈલાબાબુ તુ બડા દિલદાર નિકલા ,..ચોર સમજી થી મેં થાનેદાર નિકલા ....
આખરે TRB જવાન ચંદુએ ટ્રાફિક ક્લિયર કરવા PCR વાન મંગાવી, પણ વાન જલ્દી આવતી નથી એટલે ચંદુએ એનું પીપુડુ વગાડ્યું:
તુ છુપી હે કહાં, મેં તડપતા રહા,...
આખરે PCR વાન આવી ગઈ,
હવે વાને હોર્ન માર્યો: હોંશિયાર,હોંશિયાર,ઓ જાનેવાલે , જરા હોશિયાર, યહા કે હમ હે રાજકુમાર, આગે પીછે હમારી સરકાર યહા કે હમ હે રાજકુમાર હોય હોય...
અને વાન માં આવેલા બીજા જવાનો ફટાફટ ટ્રાફિક ક્લીઅર કરવા માંડ્યા....
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
Mob.94268 61995