કૃપા - 1 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃપા - 1

અવંતિકા ના આપના પ્રતિભાવ થી મને નવી નવલિકા લખવાની પ્રેરણા મળી,તો આપ સૌની સમક્ષ મારી નવી નવલિકા અહીં રજૂ કરું છું,આશા છે આપ સૌને પસંદ આવશે.

કૃપા ઉપર એના નામ સિવાય કોઈની પણ કોઈપણ જાતની ક્યારેય કૃપા નહોતી.એક તો માં બાપની પાંચમી દીકરી, એટલે તેમની કૃપા તો ક્યાંથી હોય,પાછું ભણવામાં નબળી એટલે શિક્ષકો ની પણ ક્યાય કૃપા નહિ,અને થોડી અંતર્મુખી એટલે કોઈ સહેલી ની કૃપા પણ નહીં.અને ઉપર થી માવતર ગરીબ,પાંચ દીકરીઓ નો કરિયાવર કેમ ભેગો કરવો ?એ જ મુખ્ય પ્રશ્ન.એમા બીજા શોખ તો ક્યાંથી પુરા થાય.

કૃપા પર ભગવાનની એકજ કૃપા કે તે થોડી દેખાવડી,
શરીરે ભરાવદાર,અને નમણી, અને થોડી ચાલાક એટલે પોતાનું કરવામાં જબરી,અને એ ઉપરાંત એ સ્વપનીલ પણ ખરી.પણ એક રીતે જોવો તો આ કૃપા પણ ધીમે ધીમે શ્રાપમાં બદલી ગઈ.

ગરીબ માં બાપે માંડ માંડ કરી ને બધી દીકરીઓ ને સાત ચોપડી ભણાવી.અને એ પછી બધા ને એક પછી એક પરણાવી પણ ખરી,મોટી સાસરે જાય એટલે એનાથી નાની ને ઘર નું કામ કરવાનું અને એનાથી નાની મજૂરી એ જાય.
મોટી ત્રણ બહેનો તો સાસરે ચાલી ગઈ,હવે ચોથી ઘરકામ કરે ને બાર વર્ષ ની કૃપા મજૂરી કરવા એની મા ભેગી જાય.

કૃપા થોડું કાઠું કાઢી ગયેલી,એટલે ખેતરમાં રહેતા નરેશ ના ધ્યાન માં તરત આવી ગઈ.તેને એ પણ જોયું કે કૃપા બીજી બહેનો કરતા વધુ આશાવાદી છે.દુનિયા ના રંગ તેને બહુ આકર્ષે છે.એ જ વાત નો તેને લાભ લીધો,અને પોતાની મીઠી મીઠી વાતો માં તેને ફસાવી દીધી.

નરેશ વિસ વર્ષ નો પુખ્ત યુવાન, તે રોજ કૃપા માટે કાઈ ને કાઈ વસ્તુ લાવે.કોક દી કાચ ની બંગડી,તો કોક દી નવીન ચાંદલા.અને કૃપા તો રાજી રાજી થઈ જાય.બસ કૃપા ના આજ રાજીપા નો લાભ લઇ એક દિવસ કૃપા ને મોટી ભેટ ના બહાને એક સુમસાન જગ્યા એ લઈ જઈ ને પિંખી નાખી.કૃપા તો ડઘાઈ ગઈ.તેના ઘર ના તેને શોધતા શોધતા આવ્યા,ત્યારે બધા ને અને કૃપા ને,નરેશ ની નફટાઈ ની જાણ થઈ.પણ હવે શું થાય??

તેના મા બાપ બિચારા સમજ્યા કે જો બોલ્યા તો આપડી જ બદનામી થશે,કેમ કે સમાજ અને ગામ દીકરી નો જ વાંક કાઢશે,અને પછી કૃપા નો હાથ કોણ ઝાલશે!એ વિચારે ના કોઈ ને કાઈ વાત ના કરી અને ન તો કોઈ ફરિયાદ,અને કૃપા ને લઈ ને ઘરે આવી ગયા.હવે કૃપા મજૂરીએ બહાર ના આવતી.પણ એને શુ ખબર કે આટલે થી તેની જિંદગી માં શાંતિ નથી વાળવાની.

આ કિસ્સા પછી એકવાર તેની બીજી બહેન પિયરે આવી હતી,તેની સાથે તેને મુકવા તેનો દિયર પણ આવેલો. નામ એનું રામુ,રામુ દેખાવે થોડો ચડિયાતો અને થોડો સ્ટાઈલિશ.કૃપા તો તેના દેખાવ અને તેની વાત કરવાની રીતભાતથી અંજાઈ ગઈ.રામુ ને પણ કૃપા પર આંખ ઠરી.બંને ઘર માં એકબીજા સાથે મજાક મસ્તી કરતા તેની બહેને તેને ચેતવી કે ભલે મારો દિયર છે, પણ ધ્યાન રાખજે.એને હીરો બનવાના અભરખા છે,અને બીજું ઘરે કોઈ ના કીધા માં છે નહીં,નથી કમવાના ઠેકાણા,આખો દીવાસ આમ જ આખા ગામ માં આંટા મારે છે.એના ચક્કર માં આવતી નહીં.પણ કૃપા ને તો રામુ ની મીઠી મીઠી વાતો ગમતી,અને એ ઉપરાંત તે થોડો પૈસા વાળો પણ ખરો, એટલે કૃપા ને થયું કે આપડા દુઃખ ના દિવસો પુરા થાય.એટલે એક દિવસ મોકો જોઈને બંને ભાગી ગયા..

કૃપા ના માં બાપે અને તેની બહેન ના સાસરિયા એ તેમને શોધવા ઘણા પ્રયાસો કર્યા.બધા ને ખબર જ હતી કે રામુ એના સપના પુરા કરવા મુંબઇ ગયો હશે,પણ આવડી મોટી નગરી માં ગોતવા ક્યાંથી,વળી સમાજ નો ડર.એટલે કૃપા ને તેની બહેન ના દિયર સાથે પરણાવી દીધી,એવું સમાજ માં જાહેર કરી દીધું.

કૃપા નરેશ કાંડ પછી ઘર માં કેદ હતી,અને રામુ ને કૃપા ને પોતાની સીડી બનાવવી હતી.કૃપા તો રાજી રાજી હતી,કે હવે સુખ ના દિવસો આવશે,પણ કિસ્મત એમ થોડી પીછો મુકવાની કૃપા પંદરની ને રામુ બાવિસ નો.શરૂઆત માં તો આખો દિવસ એકબીજા ના પ્રેમ માં અને હરવા ફરવા માં જતો રહ્યો. પછી ધીમે ધીમે પૈસા ખૂટયા,અને ઘર યાદ આવ્યું,હવે ?હવે શું કરવું!


( શુ રામુ કૃપા ને છોડી દેશે?કે બંને ઘરે પાછા ચાલ્યા જશે?જોઈસુ આવતા અંક માં.)


આરતી ગેરીયા....