અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૪ Shailesh Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૪

ભાગ ૧૪
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
પૂજા જોબ પરથી ઘરે આવી, ઘરમાં એકલી રડી રહેલ મમ્મી પાસેથી મમ્મીનાં રડવાનું સાચું કારણ જાણી, તેના પપ્પા પ્રત્યે ક્રોધિત થઈ પુરેપુરી આવેશમાં આવી ગઈ છે.
પરંતુ,
હવે આગળ પૂજા કોઈ આડુંઅવળું પગલું ભરે, એ પહેલાજ પૂજાને મમ્મીનો વિચાર આવે છે કે,
જો અત્યારે મમ્મીને મારો ગુસ્સો, કે હું જે કરવા જઈ રહી છું, એનો જરા સરખો પણ, શક કે ખ્યાલ આવશે, 
તો મારી મમ્મી, એ જરાય સહન નહિ કરી શકે, અને ઉપરથી એના દુઃખમાં વધારો થશે.
પપ્પાને તો એ ભલે સાથે હતા, છતાં બધું ભૂલીને, કે સમય સાથે સમાધાન કરી, માત્ર અમારી જીંદગી ના બગડે માટે, 
એ સુખે-દુઃખે જીવે જતી હતી, બાકી,
જો હું અત્યારે પપ્પા સામે આરપારની લડાઇ લડવા જઈ રહી છું, એવું જાણશે, ને મારો અત્યારનો ગુસ્સો પારખી જશે, તો એ મને ગમે તેમ કરીને પણ આગળ કંઈપણ કરતાં રોકી લેશે. 
એના કરતા અત્યાર સુધી મે જે ના-મનની શાંતિ રાખી હતી, તો અત્યારે પણ હવે મમ્મીને કોઈ વધારાની તકલીફ કે દુઃખ ન થાય એ મારે પહેલા જોવું પડશે. 
એટલે પૂજા થોડીવાર માટે પોતાના રૂમમાં જાય છે. 
પલંગ પર બેસે છે, ને વિચારે છે કે, 
પપ્પા આજ સુધી સાથે હતા તો પણ, આજસુધી એકવાર પણ મમ્મીએ મને પપ્પા સામે ઊંચા અવાજે, કે એમનેમ પણ બોલવા દીધી નથી.   
તો હવે મારે પણ, 
આગળ પપ્પાને સીધા કરવા, કે સમજાવવા માટે, મારે જે પગલું ભરવું પડે તેમ હોય, તે બધાજ પગલાં હું કોઈપણ કાળે, ને કોઈપણ ભોગે એ બધા પગલાં ભરીશ, મારા મોતની પણ પરવા કર્યા વગર, મારા છેલ્લા શ્વાસ સુધી હું લડીશ, બાકી આ બધું મારે મમ્મીથી અજાણ રાખી કરવું પડશે.
આ બાબતને લઈ પૂજા, ઊંડો વિચાર કરે છે. 
પૂજા મનમાંજ થોડી ક્ષણો કંઈક વિચારી, અચાનક યોગ્ય રસ્તો મળી જતા, તુરંત, બિલકુલ સ્વસ્થ થઈ જાય છે, ને પોતાના રૂમમાંથી બહાર આવે છે.
બહાર આવી પૂજા તેની મમ્મીને...
પૂજા :- જો મમ્મી, એકવાર તુ બધી ચિંતા છોડીને સ્વસ્થ થઈ જા.
તુ જાણે છે કે, આજ સુધી પપ્પા તારી કે, આપણી સાથે રહેતા  હતા, તો પણ, 
તેમનું વર્તન તો એમના ના-હોવા બરાબરનુંજ હતુંને ?
એ ઘરમાં કે આપણી સાથે, હોય કે ના હોય, 
તને કે મને, ક્યાં કોઈ ફેર પડતો હતો ? 
હું જાણું છું કે, આજે પપ્પાએ તારી સાથે છુટાછેડાનું જે પગલું ભર્યું, એ તારા માટે ખૂબ દુઃખદ છે. 
આજ સુધી તે ઘર ને સબંધ સાચવવા ને ઘરની આબરૂ જાળવવા જેટલું સહન કર્યું, તેના પર પાણી ફરી વળ્યુ.
છતાં હું તને જાણું છું, તે પ્રમાણે...
પપ્પાને કે પપ્પાના સ્વભાવને ભૂલીને જીવતા તુ સિખી ગઈ હતી, ને મને પણ એ પ્રમાણે જીવતા તેજ શિખવાડ્યું હતુંને ?
હશે મમ્મી, આપણા નશીબમાં આમજ લખ્યું હશે, પહેલા તુ થોડી સ્વસ્થ થઈ જા.
આગળ આપણે શું કરવું ? 
કે પછી, પપ્પાએ તારી સાથે છૂટાછેડાનું પગલું કેમ ભર્યું ?
એ વાત જાણવા, હું એકવાર ઈશ્વરકાકાને મળીને બધું જાણી આવું, એમની પાસે પપ્પા વિશે કંઈક તો માહિતી હશે.
પપ્પાના આ છૂટાછેડાવાળા પગલાં વિશે પણ ઈશ્વરકાકા કંઈક તો જાણતાજ હશે.
કેમકે,
આજસુધી નોકરીમાં એક દિવસની રજા નહી પાડતા પપ્પા, છેલ્લા ચાર દિવસથી એ નોકરી ગયા ન હતા.
એટલે મને લાગે છે કે, આના વિશે ઈશ્વરકાકાથી આપણને કોઈક માહિતી તો મળી રહેશે.
એટલે એકવાર તુ રોવાનું બંધ કરી, બિલકુલ સ્વસ્થ થઈ જા.
હું ઈશ્વરકાકાને મળીને આવું, પછી આપણે આગળ વાત કરીએ.
આટલું કહી, મમ્મીને શાંત પાડી, પૂજા ઈશ્વરભાઈને ત્યાં જવા નીકળે છે.
બાકી પૂજાએ તો આજે, મક્કમ પણે નક્કી કરીજ લીધું છે કે, કોઈપણ ભોગે, આજે તો એ પપ્પાના તળિયા ને તાંદરા જુદા કરીનેજ રહેશે.
બસ આમ વિચારતા-વિચારતા એક્શનમાં આવી ગયેલ પૂજા, ઈશ્વરભાઈના ઘરે પહોંચે છે. 
ઈશ્વરભાઈને ત્યાં પહોંચી, ઈશ્વરભાઈને આજે તેના ઘરે તેની મમ્મી સાથે બનેલ બનાવ અંગેની પૂરી વાત જણાવે છે. 
ત્યારે ઈશ્વરભાઈ પણ, આજે પ્રમોદ અંગે ઓફિસથી થોડી ઘણી વાત જાણીને આવ્યા હોવાથી, તે પૂજાને જણાવે છે કે...
આગળ વધુ ભાગ ૧૫માં 

રેટ કરો અને રિવ્યુ આપો

Jkm

Jkm 2 માસ પહેલા

SHEETAL SANGHVI

SHEETAL SANGHVI 4 માસ પહેલા

komal mehta

komal mehta 4 માસ પહેલા

Zeal Gori

Zeal Gori 4 માસ પહેલા

sonal

sonal 4 માસ પહેલા

શેયર કરો