લવ ની ભવાઈ - 45 Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 45

હવે આગળ ,
થોડીવારમાં સર પોતાનું કામ પતાવીને બધા વિધાર્થી આગળ ઉભા રહી ગયા . સર કઈ બોલતા નથી પણ બધા વાંચે છે તે સર જોવા લાગ્યા થોડીવાર એમ જ ત્યાં બોર્ડ પાસે ઉભા રહીને બધા તરફ જોતા હતા અને ફરીને તે પાછા બોર્ડ તરફ કંઈક લખવા લાગ્યા .સાવ શાંત વાતાવરણ હોવાથી બધા લખવાનો અવાજ આવવાથી બોર્ડ તરફ જોવા લાગ્યા દેવ હજી પણ તેની બુકમાં જ વાંચતો હતો થોડીવાર રહીને સર બોલ્યા ત્યારે બધા એકસાથે સર તરફ જોવા લાગ્યા .
સર : બધાની તૈયારી કેવી છે ?
વિધાર્થી : બધા એક સાથે સારી .
સર : વાહ એતો હમણાં હું બધાને સવાલ કરીશ એટલે ખબર પડી જશે કે કેવી તૈયારી છે .
વિધાર્થી : હા સર ફરી બધા એકસાથે.
સર : આ બોર્ડ ઉપર લખ્યું તે તમે ફરી એકવાર નજર કરી લો
વિધાર્થી : હા સર અને બધા વિધાર્થી ફરી બોર્ડ પર લખેલું બુકમાં લખવા લાગે છે સર ત્યાં સુધી બધા સામે જોવે છે અને પાંચ મિનિટ થતા જ ફરી સર પૂછે છે .
સર : લખાય ગયું બધાને ?
વિધાર્થી : હા સર લખાય ગયું .
સર : ચાલો તો હવે આપણે આજથી તમને કાલે કીધું હતું તેમ તમારી પરીક્ષા સારું કરું છું એક એક વિધાર્થી જેને હું પૂછું તેને જ જવાબ આપવાનો રહેશે અને ના આવડે તો પછી હું બીજા વિધાર્થીને પૂછીશ.
વિધાર્થી : બધા હા પાડે છે અને હકારમાં માથું હલાવે છે .
સર : એક પછી એક બધા વિધાર્થીને પ્રશ્ન પૂછવા લાગે છે દેવને પણ પ્રશ્ન પૂછે છે
દેવને જેટલો વિશ્વાસ હતો તેનાથી તે સારો દેખાવ કરે છે અને બધા પ્રશ્નોના સાચા જવાબ આપે છે દેવનો થોડો આત્મવિશ્વાસ વધે છે અને થોડીવાર પહેલા જ દેવે જે બધું વાંચ્યું તેમાંથી જ વધુ પૂછ્યું તો દેવને વધુ સરળ રહ્યું.આમ પ્રશ્નોત્તરીમાં બે કલાક ક્યાં નીકળી ગઈ કોઈને ખબર જ ના પડી ભાવેશ દેવ કરતા વધુ સારો દેખાવ હતો કેમ કે દેવ કરતા વધુ પ્રશ્ન ભાવેશને પૂછવામાં આવ્યા હતા તો બીજી તરફ બીજાને ના આવડતા પ્રશ્નના પણ ભાવેશ જવાબ આપતો .મિત્ર હતા બેય ખાસ તો એકબીજાથી જલન થતી ના હતી ઓણ બંને વચ્ચે રેસ જરૂર લાગી હતી કે કોણ વધુ આગળ વધે અને સૌથી વધુ પરીક્ષામાં માર્ક વધુ કોણ લાવશે.
બે કલાક બાદ ફરી બધા રીસેસ પડતા બહાર જવા લાગ્યા દેવ અને ભાવેશ એકસાથે બહાર નીકળ્યા ફ્રેશ થઈને તે કેન્ટીન તરફ આગળ વધ્યા ત્યાં જઈને ભાવેશ ફરી ચા નો ઓર્ડર આપીને દેવની બાજુમાં બેસી ગયો .
દેવ : આજે શુ વાત છે બધા પ્રશ્નો ના જવાબ આપી દીધા તે તો ?
ભાવેશ : કેમ જલન થાય છે તને ? દેવ ને ચીડવતા !
દેવ : ના મને પહેલા પણ ક્યારેય જલન થઈ ના હતી અને થશે પણ નહીં તું ક્યાં કોઈક છે છે તો મારા ભાઈ જેવો જ ને તો મને ક્યાંથી જલન થાય તારો પહેલો નંબર આવે કે મારો મને કોઈ ફેર પડતો નથી કેમ કે આપણે બે સાથે જ પ્લેસમેન્ટમાં પાસ થયા છીએ અને જોબ પણ સાથે જ કરવા જવાના છીએ તો મને કેમ જલન થાય .
ભાવેશ : ના આતો મને એમ થયું કે જલન થતી હોય તો પરીક્ષામાં ઓછું લખું ?
દેવ : ના તારે ઓછું લખવાની જરૂર નથી હો અને જો લખ્યું ને મને ખબર પડી તો તારી સાથે દોસ્તી તોડી દઈશ .
ભાવેશ : હા મારા બાપ નહીં લખું ઓછું તારા કરતા વધારે જ લખીશ જોઈ લેજે અને હું જ પહેલો આવીશ .
દેવ : હા હો બીજું કાંઈ આવને પહેલો પાર્ટી પહેલા હું જ માંગીશ એમ કરને એડવાન્સ જ પાર્ટી આપી દે મને ?
ભાવેશ : ના હો એમ ન આપું તું મારા કરતાં આગળ વધી જાય તો સુ કરું
આમ જ બેય મિત્રો જગડતા રહે છે અને રીસેસ પુરી થતા બંને ક્લાસ તરફ પાછા ફરે છે ફરીવાર સર ક્લાસમાં આવીને બધાને પ્રશ્નોતરી માટે તૈયાર રહેવા જણાવે છે .
શુ દેવ બીજા સેસનમાં પ્રશ્નોત્તરીમાં ભાવેશ કરતા આગળ વધી શકશે ? શુ દેવ બધા જવાબ આપી શકશે ? શુ દેવનો દેખાવ બીજા સેશનમાં કેવો રહેશે તે જાણવા માટે વાંચતા રહો લવની ભવાઈ