લવ ની ભવાઈ - 44 Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 44

હવે આગળ ,
દેવ ઘર તરફ ચાલતા ચાલતા હજી પણ તેના વિચારો કાલની વાત પર જ અટકેલા હતા આજે દેવ કાલથી શરૂ થતી સર દ્વારા લેવામાં આવનાર રિવિઝન વિશે જ વિચારી રહ્યો હતો. થોડીવાર માં ઘર આવતા ઘરમાં બેગ મૂકી ને રસોડા તરફ આગળ વધે છે ત્યાં પાણીઆરે પાણી પીને રસોડામાં અંદર દાખલ થઈને જમવાનું લઈને જમવા બેસી ગયો જમીને તે દુકાન તરફ આગળ વધ્યો પણ આજે તેનું મન દુકાનમાં ઓછું અને વાંચવામાં વધુ હતું પણ તે વાંચી શક્યો નહીં દુકાન પર કામ કરવા લાગ્યો આજે જ દુકાન પર ગ્રાહક જાજા હતા તો તેને આજે સાંજ સુધી સમય જ ના મળ્યો થાકીને ઘરે આવીને જમીને સુઈ ગયો . થાક ના લીધે દેવ ને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી સવારે તેના મમ્મી 5 વાગ્યે જગાડવા આવ્યા ત્યારે દેવ આજે જાગ્યો . થાક હતો કે શું હતું દેવને પણ ખબર ના હતી . નાહી ધોઈને દેવ તૈયાર થવા લાગ્યો અને નાસ્તા માટે રસોડા તરફ આગળ વધ્યો નાસ્તો કરીને પોતાની કાલે આવીને જેમ બેગ મૂકી હતી તે જ સ્થિતિમાંથી બેગ લઈને બસ સ્ટોપ તરફ રવાના થયો.
આજે દેવ સમય કરતાં થોડો વહેલો હતો એટલે આરામથી ચાલતો જતો હતો અને અંધારામાં પણ તે આજના રિવિઝન વિશે જ વિચારતો હતો. એક પણ બુક વાંચ્યા વગર હું કેવી રીતે જવાબ આપીશ તે જ વિચારતો વિચારતો ક્યારે બસ સ્ટોપ પર પહોંચી ગયો ખબર જ ના પડી. થોડીવાર ત્યાં બધા મિત્રો સાથે હાથ મિલાવીને બસની રાહ જોવા લાગ્યો હજી પાંચ મિનિટ જ થઈ હતી ત્યાં બસ આવી ગઈ . બસમાં રોજ ની જેમ તે પોતાની જગ્યા પર જઈને બેસી ગયો અને થોડી બારી ખોલીને બહારના અંધકારને જોવા લાગ્યો . જ્યાં સુધી નજર પહોંચતી હતી ત્યાં સુધી બસ અંધકાર જ દેખાતો હતો હા પણ ક્યાંક ક્યાંક વાડીમાં બળતા બલ્બ તેને જોવા મળતા હતા . થોડીવાર એમ જ જોયા પછી માથું ટેકવીને આંખો બંધ કરીને વિચારવા લાગ્યો અને સર જે ભણાવતા હતા તે બધું યાદ કરવા લાગ્યો . એક બાજુ બસ પોતાની ગતિ થી આગળ વધતી હતી તો બીજી તરફ દેવના વિચારો પણ ભૂતકાળમાં વહેવા લાગ્યા . બેય એક સાથે જડપથી દોડતા હતા બસ પોતાના રસ્તા પર અને દેવ પોતાના ભૂતકાળમાં. આમને આમ અમરેલી ક્યારે આવી ગયું દેવ ને ખબર જ ના પડી .જેસિંગપરા આવતા જ ફરી આજે દેવે ભાવેશને કોલ કર્યો અને કીધું કે તું તૈયાર થઈને આવી જજે હું જેસિંગપરા પહોંચ્યો છું . સામે છેડેથી ફક્ત હા કહી ભાવેશે ફોન કટ કરી નાખ્યો .દેવ ફરી બારી બહાર જોવા લાગ્યો . થોડી જ વારમાં એક પછી એક સ્ટોપ આવતા બસ ખાલી થવા લાગી અને આખરે દેવ પોતાની મંજિલ તરફ આગળ વધતો ગયો .બસ સ્ટોપ આવતા દેવ ઉભો થઇ દરવાજામાં આવી ગયો . બસ ઉભી રહેતા જ દેવ દરવાજો ખોલી ઉતરી ચાલવા લાગ્યો .થોડો આગળ ચાલ્યો ત્યાં ભાવેશ મળી ગયો દેવ ભાવેશની બાઇકમાં બેસીને આઈટીઆઈ તરફ આગળ વધ્યા . થોડી જ વારમાં દેવ અને ભાવેશ પોતાની જગ્યા એટલે કે ગાડી પાર્ક કરે ત્યાં પહોંચીને કલાસ તરફ આગળ વધ્યા.
શુ દેવ આજે ક્લાસમાં રિવિઝનમાં સરખા જવાબ આપી શકશે ? શુ દેવ વાંચી ના શકવાના લીધે રિવિઝન સરખું કરી શકશે ? શુ દેવ જોબ પર પોતાનું હુન્નર બતાવી શકશે ? શુ દેવ એક મહિના પછી શરૂ થતી પરીક્ષામાં અવ્વલ આવી શકશે ? શુ દેવ પોતાની જોબ પર ઘર ને યાદ કર્યા વગર રહી શકશે ? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ