Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 17. સ્વરા નો નશો

રવિરાજ ની અરેસ્તિંગ પછી તેણે યોજેલી સભા વિરોધ સભામાં પરિણમી, તેની સાથે ના નેતાઓ અને તેના મિત્રો પણ જાણે ક્યાંક ગાયબ જ થઈ ગયા અન્વેષણ મલિક પણ પોતાનું મોઢું છુપાવીને ત્યાંથી ભાગી નીકળી પરંતુ તે અને રવિરાજ સાથે દિલ્હીમાં રેસ્ટોરેન્ટ ખોલી પાર્ટનરશીપ કરી રહ્યા હતા આથી રવિરાજ નું નામ આવતા જ ત્યાં પણ ઈનકમ ટેક્સ અધિકારીઓની રેડ પડી આ બધામાં અન્વેષા માલિકનું નામ પણ ચર્ચામાં આવી ગયું .પોલીસે આ સાથે જ રવિરાજ ની બધી જ મિલ્કતો જપ્ત કરી લીધી અને આં સાથે તેનો ભાઈ ઉમંગ પણ પોલીસ કાર્યવાહીમાં ફસાઈ ગયો કાળા નાણાના હિસાબ દરમિયાન તેમણે કરેલા કેટલાક અન્ય દુષ્કર્મો પણ પોલીસ અને જાહેર જનતાના સામે આવ્યા લાગ્યા, હવે તો એક પછી એક એમ તેના બધા ખોટા કાર્યો પરથી પરદો ફાસ થઈ રહ્યો હતો રવિરાજ નું આ બધામાંથી આસાનીથી બચવું શક્ય ન હતું અને અન્વેષા મલિકનું પણ નહીં. ધીરે-ધીરે તેનું નામ એ રીતે આ બધા મામલાઓમાં ફસાઈ ગયું કે તે પણ રવિરાજ ના કામ માં તેની સાથી છે એવું ચર્ચિત થવા લાગ્યું. જોકે આ બધામાં અનવેશા મલિકનો પણ વાંક ઓછો ન હતો કારણકે પોતાના મિત્રને જાહેરમાં પાર્ટનર કહીને તેણે પોતાના જ પગ કાદવમાં મુક્યાં હતા તેની સામે પણ કડક કાર્યવાહી થઈ.

ધીરે ધીરે અન્વેષા માલિકનું નામ એટલી અંદર સુધી પહોંચી ગયું કે પોતાને આ બધામાંથી બહાર નીકળવા માટે યસ ની મદદ માંગવી પડી પરંતુ યશ તો આ બધામાં ક્યાંય હાજર ન હતો પોતાના ભાઈનો રુવાબ દેખાડીને તેણે પોલીસ અધિકારીઓ ઉપર આક્ષેપો પણ ઢળ્યા પરંતુ ભધુ જ નિષ્ફળ ગયું આ બાજુ આ ન્યૂઝ સાંભળતા જ ઝાકીર અને સ્વરાના અન્ય મિત્રોને ખુશીનો પાર ન રહ્યો .ઝાકીર તો મનોમન યશ ને વખાણી રહ્યો કારણ કે તે જાણતો હતો કે આ બધામાં યશ નો જ હાથ છે જ્યારે એક પછી એક એમ બધા કિસ્સા ખુલી રહ્યા છે ત્યારે આશ્રમ નો કેસ પણ ચોક્કસ પણે હવે આખા દેશમાં બધાની સામે આવશે તેમ જાકીર જાણી ગયો .

પોતાના ઘરે સ્વરા પણ રવિરાજ સાથે ના થયેલા કીસ્સાની ખુશી મનાવવા માટે ખૂબ જ સુંદર એવા પોતાના ઘરના ડાઇનિંગ ટેબલ ઉપર યસ ની રાહ જોઈને બેઠી હતી અને યસ કિચનમાં કંઈક બનાવી રહ્યો હતો જો કે ઘરમાં હંમેશા યસ જ સ્વરા માટે કંઈક જમવાનું બનાવતો જેણે દુનિયા સામે એક ફૂડ બ્લોગરની ઈમેજ ઊભી કરી હતી તે ઘરમાં યશ સાથે પોતાના જ પતિના હાથે બનાવેલું ભોજન જમતી હતી ચર્ચિત ખબર તો બંનેને મળ્યા હતા અને સ્વરા તો પહેલેથી જ યશની કાબેલિયત થી વાકેફ હતી પરંતુ બંનેને આનાથી કોઈ ફરક પડતો ન હતો યશ ને પણ અનવેશા ની મદદ થી જવામાટે કોઈ ઉતાવળ ન હતી તે તો આં જ ઈચ્છતો હતો કે જેટલી બદનામી સ્વરાની ઈન્દોરમાં થઈ છે તેટલી જ બદનામી નો સ્વાદ રવિરાજ અને અન્વેષા પણ માણે...

બંને જણા યસ એ બનાવેલી રસોઈ જમવા માટે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા. ઘણા સમય પછી આજે યશ અને સ્વરા પોતાના ઘર દિલ્હીમાં એક સાથે હતા ઘરનો માહોલ પણ એક રોમેન્ટિક ડિનર ને આધીન લાઇટિંગ વાળો હતો સ્વરા એ પણ ઘરના કપડા નહી પરંતુ યશના પસંદીદા બ્લુ કલરના લોંગ ફ્રોક વિથ ઓપન હેર રાખ્યા હતા યસ હંમેશની જેમ જ તેને જોઈને જ મોહી ગયો. પરંતુ જામ ન દેખાતા સ્વરા એ યશ ને એ પૂછ્યું જો કે મોટેભાગે સ્વરા ને પીવાની આદત ન હતી પરંતુરવિરાજ ની ગિરફ્તારી થી સ્વરા એટલી ખુશ હતી કે તે પોતે પણ આજે યશ સાથે જામ લેવા માટે શામેલ થઈ ગઈ આ સાંભળીને થોડીવાર માટે તો યશ એ પોતાનું માથું પકડી લીધું પરંતુ સ્વરા ને ના પાડવાની તેનામાં હિંમત ન થઈ

જોકે તે જાણતો હતો કે સ્વરાથી નશો હેન્ડલ નહીં થાય પરંતુ બંને અત્યારે ઘરે એકલા જ હતા અને ઘણા સમય પછી સ્વરા આવી રીતે મસ્તીના મુડમાં આવી હતી આંથી યશ પણ તેની સાથે થોડી શરારત કરવા ઈચ્છતો હતો તે જાણવા માગતો હતો કે અત્યારે સ્વરા ના મગજમાં શું ચાલી રહ્યું છે કારણકે નશામાં આવ્યા પછી વ્યક્તિ હંમેશા સાચું જ બોલે છે.

યસ એ બનાવેલાભોજનનો સ્વાદ સ્વરા માટે હંમેશા જ નવીન રહેતો. અને સાથે ભોજન કરવાથી તેનો સ્વાદ વધુ સ્વાદિષ્ટ બની જતો યશ હંમેશની જેમ જ વધુ શાંત અને ગંભીર હતો પરંતુ તેના મગજમાં શરારત કરવાનો વિચાર ચાલી રહ્યો હતો. તે ધીરે ધીરે સ્વરા ને એક પછી એક એમ કેટલા એ ઝામ નોશ ફરમાવતો રહ્યો જો કે પોતે પણ આજે ઘણાએ ગ્લાસ ખાલી કરી ચુક્યો હતો પરંતુ પોતાની બિઝનેસ પાર્ટીઓમાં તે આ આદતથી ટેવાયેલો હતો પોતાની જાત ઉપર કંટ્રોલ કરવો તે સારી રીતે જાણતો હતો પરંતુ ક્યારેય તેણે સ્વરા સાથે આ રીતે ગ્લાસ ખાલી કર્યા ન હતા.