Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 16 - રોમેન્ટિક ડિનર

દિલ્હી માં આવતા જ રવિરાજ એ એક લાંબી સભા યોજી જેમાં અનવેશા મલિક પણ પોતે તેની સાથે આં પાર્ટી માં જોડાવાની છે તેનું એકમોટું સ્વમાન ભેર સ્વાગત થવાનું હતું. આ સાથે કેટલાય મોટા નેતાઓ અને તેની પાર્ટીના સદસ્ય તેની સાથે હાજર હતા. ઘણા એવા બિઝનેસમેન પણ રવિરાજ સાથે મુલાકાત કરવા આ જાહેર સભામાં આવ્યા હતા. સૌથી વધુ ખુશ રવિરાજ ની ખાસ મિત્ર અન્વેષા મલીક હતી .જોકે રવિરાજ ની જીત માં અન્વેષા મલિકનો પણ મોટો હાથ હતો અને અત્યારે બંને જાહેરમાં મળીને પોતાના સંબંધોને જાહેર કરી રહ્યા હતા રવિરાજ થકી જ અન્વેષા ને સ્વરા ની જાણ થઈ હતી બંને એ પોતાના માર્ગમાં આવતી કાંટા રૂપી સ્વરા ને હટાવવા દાદી સુમિત્રા દેવી ના નામની જાળ બિછાવી હતી જેથી કરીને રવિરાજ માટે આશ્રમ નો કેસ જીતવો સરળ થઈ જાય અને અન્વેષા માટે યસ ને નીતા કપૂર સાથે લગ્ન માટે સમજાવો.... અને મહદંશે બંને સફળ પણ રહ્યા સ્વરા ની બદનામી બંને માટે જીત સાબિત થઈ કેસ જીતતા જ રવિરાજ માટે ચૂંટણી નું પરિણામ પણ નક્કી થઈ ગયું પરંતુ અન્વેષા મલિકનું હજી કામ અધૂરું હતું કારણ કે આ બધામાં યશ ક્યાંય પણ હાજર હતો નહીં . જોકે આ માટે પણ અન્વેષા મલિકે ઝાકીર અને સ્વરા ના ગેર સંબંધોનો પાસો ફેંકી દીધો હતો અને ઝાકીર ની શાદી માં સ્વરા ની હાજરી તેના પ્લેનને વધુ કામ્યાબ બનાવતી હતી જોકે આ નવ મહિના સુધી સ્વરા ક્યાં હતી અને આગળ તે શું કરવાનું વિચારી રહી છે તે વિશે તેને કઈ ખબર ન હતી .

સભામાં મીડિયાની સાથે મોટા પ્રમાણમાં લોકમેળો પણ હતો. કારણકે રવિરાજ હવે લોકપ્રિય નેતા બની ગયો હતો થોડી ભીડ તેણે પોતાની લોકપ્રિયતા ના હિસાબે મળી હતી અને બાકીની તેણે મોટા પબ્લિસિટી અને નેતાઓ ને બોલાવી ઉભી કરી હતી જોકે એક વાત તો માનવી પડે તેમ હતી કે રવિરાજ ઘણી બહુમતીથી ચૂંટાયો હતો લોકો માટે તે એક માનીતો બની ગયો હતો પરંતુ તેની અંદરના રાવણને કોઈ જાણતું ન હતું મહેમાનોના પ્રવચન પછી રવિરાજ ને પોતાના શબ્દોમાં વ્યક્ત કરવા અને સભાને સંબોધવાનું કહેવામાં આવ્યું રવિરાજ પોતાની તૈયાર કરેલી સ્પીચ પ્રમાણે બોલવા માટે ઊભો થયો તેણે લોકોના નેતા તરીકે ઉભી કરેલી છબી, ભોળપણ અને સાદગી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી . સભા તેને સાંભળવા તૈયાર હતી ત્યાં જ અચાનક દિલ્હીના પોલીસ કમિશનર રૂબરૂ ત્યાં આવ્યા અને રવિ રાજ ને બોલતા અટકાવ્યા આ અપમાન બદલ તો રવિરાજ ભડક્યો હતો પરંતુ સભામાં હાજરી હોવાને લીધે તેણે પોતાની નમ્રતા જાળવી રાખી પોલીસે તેને તેના નામનો અરેસ્ટ વોરંટ દેખાડયો આ જોઈને તો રવિરાજ ધુઆ પુઆ થઈ ગયો તેની સાથે ઉભેલા અને જોડાયેલા મહેમાનો પણ આ સાંભળીને પોલીસ સાથે હુસતુસી કરવા લાગ્યા સભા પણ આં સાંભળી જાણે કંટ્રોલ ગુમાવી રહી હતી પરંતુ રવિરાજ ને સમજાતું ન હતું કે આ અરેસ્ટ વોરંટ શેનો છે પોલીસ કમિશનરે વધુ કશી વાત ન કરતા તેને પોતાની સાથે આવવા કહ્યું જોકે લોકો દ્વારા ચૂંટાયેલા લોકનેતા માટેનો અરેસ્ટ વોરંટ અને એ પણ જાહેર સભા દરમિયાન ...

મીડિયા માટે તો મોટો કવરેજ હતો લાઈવ જોવાથી આ સભાનું આખા દેશમાં જગજાહેર ફજેતો થતો હતો. રવિરાજ ના પી .એ એ પોલીસને આનું કારણ પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે રવિ રાજ ચૂંટણી દરમિયાન પોતાની પાસે ની રહેલી મિલકતોની જે હકીકત દર્શાવી છે અને આજે તેના ઘરે પડેલી રેડ દરમિયાન જે મિલકતોની સચ્ચાઈ સામે આવી છે તે બંને જુદી છે આથી તમારે અમારી સાથે આવવું પડશે .રેડ નું નામ સાંભળતા જ રવિરાજ થોડો ઝાંખો પડી ગયો.

ઇન્દોર થી દિલ્હી આવ્યા માત્ર અડધો દિવસ વિતાવ્યો હતો અને આ અડધા દિવસમાં તો જાણે આખી બાજી જ પલટી ગઈ હતી એક લોકપ્રીય રાજનેતાના ઘરે રેડ પડવી અને તેમાં પણ કાળુ નાણું નીકળવું અત્યાર સુધી કરેલું બધું જ પાણીઢોળ હતું તેને શું કરવું તેની માટે વિચારવાનો પણ સમય રહ્યો ન હતો તેની બાજુમાં ઉભેલા તેની પાર્ટીના અન્ય નેતાઓ પણ રેડ નું નામ સાંભળી તેનાથી દૂર ખસવા લાગ્યા સાથ આપવાને બદલે પોતે આ બધાથી ઘણાં અજાણ છે તેમ વિચારી ખસકવા લાગ્યા આ બધું સાંભળતા જ ત્યાં બેઠેલી અન્વેષા માલિક પણ શું કરવું તેની તેને સમજ પડતિ બંધ થવા લાગી આ બધા પોલીસ ચક્કરમાં પડવું એટલે પોતાની જ બદનામી અને પોતાના જ હાથે પોતાના પગ ઉપર કુહાડી મારવી જોકે કીચડ ઉપર મારેલો પથ્થર તેના મોઢે પણ લાગવા નો જ હતો. કારણકે તે પણ અહીં તેના એક રેસ્ટોરન્ટ ઓપનિંગની જાહેરાત માટે અને તેની સાથે પાર્ટી માં જોડાવવા આવી હતી. જાહેર સભામાં રવિરાજ જેવા લોકપ્રિય નેતા સાથે હાથ મિલાવીને તેની સાથે પાર્ટનરશિપ ની વાત કરવી અને પાર્ટી માં જોડાવાની તાલાવેલી હજી થોડીવાર પહેલા જ જગજાહેર થઈ હતી અને ત્યાં જ અચાનક પોલીસ વોરંટ અને ગિરફ્તારી ની વાત આવતા તે પણ ફસાવવાની જ હતી. હવે કોઈને પણ તેની ગિરફ્તારી સાથે વાંધો ન હતો જાહેર પ્રજા પણ હવે આ બધા સવાલોના જવાબ ઈચ્છતી હતી આથી ચૂપચાપ તેની ગિરફ્તારી જોતી રહી.