પ્રેમની ક્ષિતિજ - 17 Khyati Thanki નિશબ્દા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની ક્ષિતિજ - 17

પ્રેમ, સ્નેહ, લાગણી આ બધા જ ભાવોને ઉગવા, વિકસવા અને પરિપૂર્ણ થવા ઈશ્વર જાણે જરૂરી હુંફ અને વાતાવરણ સર્જી આપે છે. નસીબદાર લોકો તે ભાવાવરણ ને ઓળખી તેમાં પોતાનું અસ્તિત્વ એકાકાર કરી દે છે અને પછી પ્રકૃતિ અને પ્રેમ જાણે એકબીજાને ઓગાળી દે છે.

કેન્ટીનમાંથી નિલ જરા વહેલો નીકળી ગયો અને આલય અને મોસમ તો જાણે ઈચ્છતા જ હતા કે થોડો સમય ફક્ત એકલા જ આંખો થી શરૂ થયેલી રોમાંચક પળોને માણે.

આલય :-"મૌસમ જવું? લેક્ચર શરૂ થઈ જશે."

મૌસમ:-"આજે ઈચ્છા નથી થતી."

આલય :-"તને તો ભણવામાં કંટાળો જ આવે છે મને ખબર."

મૌસમ :-"એવું નહીં બસ આજે નહીં ભણવાનું મન. પાછું એ વાતાવરણ કેવું સરસ છે."

આલય :-"એવું લાગે વરસાદ આવશે એક બે દિવસમાં."

મૌસમ :-"મને તો થાય કે અત્યારે જ આવે તો કેવી મજા આવે."

આલય :-"વરસાદ તો સતત વરસી રહ્યો છે મૌસમ...."

મૌસમ :-"ચાલ આલય આજે આ દેખાતા વરસાદની પ્રતીક્ષામાં ન દેખાતા વરસાદને અનુભવીએ."

આલય ;-"શું કરવું તારે તું આવું બોલે ને મને તારી બીક લાગવા માંડે (હસતા હસતા)"

મૌસમ ::"કંઈ નથી કરવું બસ થોડી વાર ગાર્ડનમાં બેસીને પછી જઈએ તો ક્લાસમાં?"

આલય:-"નિલ રાહ જોતો હશે."

મૌસમ:-"હું પણ રાહ જોઉં છું એ ક્ષણથી જ્યારથી મેં મારી જાતને તારી નજરથી જોઈ."

આલય :-"હું કંઈ સમજ્યો નહીં."

મૌસમ:-"સાચે?"

આલય:-તને કેમ ખબર? તારી આંખો તો બંધ હતી."

મૌસમ:-"પણ અત્યારે ખુલી ગઈ છે આલય."

આલય:-"શું દેખાયું?"

મૌસમ :-"એક નખશીખ પારદર્શક પ્રેમ નું પ્રતિબિંબ..."

આલય :-"હું તને કહેવાનો જ હતો પણ મને એમ થયું કે કદાચ તારી મિત્રતા પણ ગુમાવી દઈશ તો?"

મૌસમ :-"જે વિશ્વાસભરી નજર થી મારી સામે જોયું હતું તે જ વિશ્વાસથી એક વાર કહ્યું હોત તો?"

આલય:-"હું તારી જેમ ખુલીને જીવી નથી શકતો."

મૌસમ :-"હવે ગમશે મારી સાથે ખુલી ને જીવવું?"

આલય : "તને ખબર કેમ પડી?"

મૌસમ :-"વાત બદલાવી નાખી તે આલય... બહુ શરમાળ! જ્યારે આપણે કોલેજમાં પહેલે દિવસે મળ્યા તે દિવસે જ્યારે તે મારું ફોર્મ ફિલઅપ કર્યું ત્યારથી જ હું અક્ષરોને ઓળખી ગયેલી પણ બસ ખાલી તારી આંખો અને હૃદયના ભાવ એક જ છે કે નહીં તે જોવા માંગતી હતી."

આલય:-"શું લાગ્યું?"

મૌસમ:-"પહેલા તું કહે હવે મને બધું સાચેસાચું."

આલય :-"સાચું કહું ને તો મેં હોટેલ પેરેડાઇઝમાં જ્યારે તને પહેલી વાર કારની નીચે ઉતરતા જોઇ ત્યારથી તું ગમી ગઈ મૌસમ...... અને પહેલીવાર આ આલયને થયું કે તને ફરી એક વાર જોઈ લવું."

મૌસમ :-"પછી?"

આલય:-"મન ક્યાંય સ્થિર થતું નહોતું .બસ એક જ આરઝું કે તારા ચહેરા ને મન ભરી ને આંખોમાં સમાવી લઉં, જેથી જ્યારે પણ આંખ બંધ કરું ને તો મને લાગે તો આસપાસ જ છે."

મૌસમ: "પછી?"

આલય:-"પછી બધું ન કહેવાનું હોય."

મૌસમ :-"પ્લીઝ આલય આ સાંભળવા જ જાણે મારું હૃદય ઝંખતું હતું તલસતું હતું એમ થાય કે સાંભળ્યા જ કરૂં અવિરત.... તને ખબર છે? દરેક છોકરીને એક સપનું હોય છે કે તેનું પ્રિયજન તેને પહેલા સ્પંદિત પ્રેમના એકરારથી ભીંજવી દે..... તારા દ્વારા થયેલી મારી સ્વીકૃતિ જ સ્મરણમાં રહેશે જે મને હંમેશા પ્રેરણા આપશે કે મારી જાતને પ્રેમ કરવાનો છે.

આલય:-"હું પણ મારી જાતને પ્રેમ કરવા લાગ્યો તે દિવસે જ્યારે તને આંખો બંધ કરીને સંગીત સાંભળતી જોઈ તો મારું મન ઝૂમી ઉઠ્યું. અને ખબર નહીં કેમ થયું કે કદાચ તું મને પાછી નહીં મળે તો અને એટલે જ તારી સુંદરતાને વખણવાથી મારી જાતને રોકી શક્યો નહિ."

મૌસમ:-"આજે પણ રોકતો નહીં આલય વહેવા દે વિચારોને, ઝંખનાઓને ,સપનાઓને મારા તરફ લહેરાતા પ્રેમના સાગર ને..... મૌસમ ફક્ત તારી જ મૌસમ છે આલય અને રહેશે..."

આલય:-"મારી જાતથી પણ તું વ્હાલી છો."

મૌસમ:-"તું પણ."

આલય:-"તે શું વિચાર્યું હતું? મારો પત્ર વાંચીને?"

મૌસમ :-"તારા પત્રમાં નિખાલસતા હતી આલય. ફરી મળવાની લાલસા કે અપેક્ષા ન હતી ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમ જ હતો અને જેમાં હું ભીંજાઈ ને તરબતર થઈ ગઈ."

આંખોથી થઈ શરૂઆત....
સુંદર હોવાની થઈ કબૂલાત....

સ્વપ્નને પામવાની શરૂઆત...
સુખની કલ્પના ની કબુલાત......

આનંદ અનુભવવાની શરૂઆત....
વ્યક્ત થઈ પ્રેમની કબૂલાત.....

અનંત સમય સુધી સાથે રહેવાની શરૂઆત....
આપણા એક હોવાની કબૂલાત.....

ચિત્તથી આત્મા સુધી જવાની શરૂઆત....
એકબીજામાં શ્વસવાની કબૂલાત......

અને ત્યાં તો વર્ષારાણીની જાણે તેમના પ્રેમ ને વધાવવા માટે ઝરમર રૂપે આવી પહોંચ્યા. આલય જાણે દેખાતો અને ન દેખાતો વરસાદ થંભી જાય તેમ ઈચ્છી રહ્યો,પણ મૌસમ જાણે આજે પૂરબહારમાં ખીલી હતી.

આલય:-"ચાલ મોસમ ભીંજાય જસુ."

મૌસમ:-"નહી આલય આજે તું મને રોકમાં આજે ભીંજાય જવા દે, આજે પહેલીવાર મૌસમ પ્રેમમાં ભીંજાણી છે."

. આલય પણ જાણે મોસમની મસ્તીમાં ખેંચાતો ગયો.મોસમના લાંબા ખુલ્લા સોનેરી વાળ આલયની આંખોમાં એક નવું જ તોફાન મચાવી રહ્યા હતા.આલય અને મૌસમ એકબીજાને જાણે એક નવા જ અહેસાસ થી ભીંજવી રહ્યા. આલય મૌસમની સાવ નજીક આવી ગયો, મૌસમે આંખો બંધ કરી દીધી. તેનું સમગ્ર અસ્તિત્વ જાણે આલયને ઝીલવા જ તરસતું હતું. આલયને સપનામાં રોજ દેખાતું સોનેરી વાળ વચ્ચેનું નમણું મુખ આજે તેની બે હથેળીઓમાં હતું.

આલય આજે પહેલા પ્રેમ ની સ્વીકૃતિ અને મૌસમને પામ્યાની ખુશી..... બંનેને યાદગાર બનાવવા માંગતો હતો. તેણે મૌસમના કપાળને ચૂમીને જાણે જન્મોજન્મ આમ જ સાથે રહેવાનું વચન આપી દીધું.તેના આ પ્રેમભર્યા વ્હાલમાં મૌસમ જાણે પરિતૃપ્ત થઈ ગઈ.અને આ ખુશી પોતાના પ્રથમ પ્રેમને આલિંગન આપી વ્યકત કરી.

આલય અને મૌસમને લાગ્યું જાણે સમય થંભી જાય અને આમ જ એકબીજાને હુંફ આપતા રહીએ શ્વાસોની પ્રેરણાની ઊર્જાની.....

મૌસમ:-" ચાલ આજે તે પ્રપોઝ કર્યું તેની ખુશીમાં કોફી પીવા જઇએ.

આલય:-"."બાઈક માં જઈએ?"

મૌસમ:-"તારી આ મોસમ ખાલી આલયની સામે ખુલીને જીવે છે તેની બહારની દુનિયામાં ફરવાની પરવાનગી નથી."

આલય :-"હું કંઈ સમજ્યો નહીં."

મૌસમ :-"તારે બધું આજે જ જાણી લેવું મારા વિશે?"
આજે તો ફક્ત આપણે પ્રેમ પ્રેમ ને પ્રેમ જ કરીએ જેથી જિંદગીની છેલ્લી ક્ષણ સુધી આ સંભારણા આપણને ખુશ રાખે."

અને આલય તથા મૌસમ, મૌસમની ગાડી માં થોડે દૂર આવેલા એક કોફી શોપમાં ગયા.....

આપણે પણ આવતા ભાગમાં જોઈશું કે પ્રેમની દુનિયામાં વાસ્તવિક દુનિયા ના કેવા પડછાયા પડે છે.....

(ક્રમશ)