ભાગ - ૧૩
આગળના ભાગમાં જોયું કે,
દિવ્યાએ પ્રમોદના રખડેલ દીકરા વિનોદ પાસે થોડા પૈસાની લાલચ આપી, એ કામ કરાવી લીધું, જે કામ પ્રમોદ કરવા માંગતો ન હતો.
તેમજ, પ્રમોદનો દીકરો વિનોદ જ્યારે, હોસ્પીટલમાં કોમામાં ગયેલ દિવ્યાના પતિને જે દવા આપી રહ્યો હતો, ખરેખર એ બોટલમાં દવાને બદલે પોઈઝન હતું, જે દિવ્યાએ વિનોદને આપેલ, કે જેની જાણ વિનોદને પણ ન હતી, અને જ્યારે વિનોદ હોસ્પીટલમાં દિવ્યાના પતિને આ દવા આપી રહ્યો હતો, ત્યારે દિવ્યાએ તેનો વીડિયો પણ બનાવી લીધો હતો.
બસ, અત્યારે આ જ વિડિયો જોઈ, પ્રમોદ ટેન્શનમાં આવી ગયો હતો.
પ્રમોદ થોડું વિચારી, દિવ્યાને ફોન લગાવે છે.
ત્યારે,
દિવ્યા પ્રમોદને એકજ વાક્યમાં જવાબ આપે છે કે,
શક્ય એટલું જલદી, મે તને પહેલા જણાવ્યું હતું તે પ્રમાણે,
ને
વિનોદની જિંદગી બગાડવા ના માંગતો હોય તો, તારી પત્ની સાથે છૂટાછેડાના કાગળ પર સહી લઇ, બને તેટલો વહેલો મારી પાસે આવી જા,
બાકી મને આ વીડિયો પોલીસને આપતા વાર નહિ લાગે.
દિવ્યાની જાળમાં બરાબરના ભરાયેલ પ્રમોદ પાસે,
હવે આમાંથી નીકળવાનો કોઈજ રસ્તો નહીં બચતા,
છેલ્લે ના-છૂટકે પ્રમોદ, પોતાના દીકરા વિનોદને દિવ્યાની જાળમાંથી બચાવવા માટે, દિવ્યાની શર્ત પ્રમાણે, પત્ની વીણા પાસે, છૂટાછેડાના કાગળ પર, વીણાબહેનની સહી કરાવી, પોતાના ઘરેથી દિવ્યા પાસે જવા નીકળી જાય છે.
પ્રમોદના ઘરેથી નીકળી ગયા બાદ,
અત્યારે વીણાબહેન એકલાજ ઘરે છે, પૂજા હજી જોબ પરથી આવીનથી.
પ્રમોદનું વીણાબહેન સાથેનું આજનું કૃત્ય અને વર્તન, વીણાબહેન માટે અસહ્ય અને આત્મઘાતીથી પણ વિશેષ સાબિત થઈ રહ્યું છે.
જે વીણાબહેન, આજ સુધી સતત પ્રમોદને અને એના રંગીન સ્વભાવને કારણે, રોજબરોજ કડવા ઘૂંટ પીને પણ ઘરની આબરૂ જાળવી રહ્યા હતા, દીકરી પૂજા અને દીકરા વિનોદની જીંદગી ના બગડે માટે, પોતાનું નીજી જીવન કે ભવિષ્ય ભૂલીને પણ સમય પસાર કરી રહ્યા હતા, ને આજે ?
આજે અચાનક, કોઈપણ કારણ જણાવ્યા સિવાય,
પ્રમોદે વીણાબહેન સાથેના બધાજ સબંધો કાપી, અચાનક છૂટાછેડાના કાગળ પર વીણાબહેનની સહી કરાવી પ્રમોદ નીકળી ગયો હતો.
વીણાબહેન અત્યારે શૂન્યમનસ્ક થઈ ગયા છે, ઘરની આબરૂ જાળવવા આજ સુધી વીણાબહેને જે સહન કર્યું હતું, એ બધા પર, એક ઝાટકે પાણી ફરી વળ્યુ હતુ.
પ્રમોદ ગયો ત્યારે વીણાબહેન જે જગ્યા પર બેઠા હતા,
ત્યાંથી
એક ઈંચ પણ તેઓ ખસ્યા નથી, ઘણો સમય વિતી ગયો છે, છતા, બસ એતો ચોધાર આંસુડે એકધારું રડી રહ્યાં છે.
ત્યાજ, દીકરી પૂજા એની જોબ પરથી આવે છે.
પૂજા પોતાની મમ્મીને આ કન્ડીશનમાં જુએ છે, પૂજા માટે તેની મમ્મીની અત્યારે જે કન્ડીશન છે, તે નવી નથી, આજે પણ પૂજા મનમાજ સમજી લે છે કે, આજે ફરી પપ્પાએ મમ્મી સાથે કોઈ વાતને લઇને ઝગડો કર્યો હશે.
એટલે પૂજા એમજ સહજતાથી મમ્મીને રડવાનું કારણ પૂછે છે,
ને...અચાનક
મમ્મીનું આજનું રડવાનું કારણ જાણતાજ, પૂજાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ.
મમ્મીએ આજે પૂજાને આપેલ રડવાના કારણવાળા શબ્દો, પૂજાને તેના દિલપર તીરની જેમ વાગે છે.
પૂજા પોતાના પરનો કાબૂ ગુમાવી દે છે, ને એક રણચંડીનું રૂપ ધારણ કરી લે છે, ગુસ્સામાં પૂજા મુઠ્ઠી વાળી દે છે, અત્યારે પૂજાની આંખોમાં પપ્પા પ્રત્યે બરાબરનો ગુસ્સો ઉતરી આવ્યો છે, ને એજ ગુસ્સાથી પૂજાની આંખો લાલ થઈ ગઈ છે, પૂજાએ આજે જાણે એક વીજળીનું રૂપ ધારણ કરી લીધું છે, ને બસ ત્રાટકવાની તૈયારીમાં છે.
આજ સુધી પૂજા, મમ્મીની વાત સાંભળી/સમજી ચૂપચાપ બધું સહન કરે જતી હતી, પરંતુ આજે
આજે પપ્પા તરફથી મમ્મીને રોજેરોજ મળતી તકલીફો અને પરેશાનીઓની હદ આવી ગઈ હતી, એટલે આજે...
આજે પૂજાને રોકવી મુશ્કેલ નહી, પરંતુ અશક્ય હતી.
પૂજાની મમ્મી વીણાબહેનતો હજી નીચું જોઈ એકધારું રડી રહ્યાં હતાં, પરંતુ પૂજા, પૂજા આજે
" રડવાના નહી, પરંતુ છેક સુધી
લડવાના મૂડમાં આવી ગઈ હતી "
વધુ આગળ ભાગ ૧૪ માં