લેણું Paras Vanodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

લેણું

આપણે લેણું આવો શબ્દ તો ઘણી વાર સાંભળ્યો હશે. આપણી આજુબાજુ માં અથવા તો ઘર ના કોઈ સભ્યો પણ કહેતા હશે કે મારી માથે એટલું લેણું છે. ઘણા કહેતા હોય કે મારી માથે એટલા બધા પૈસા છે.

લેણું મતલબ કે" વ્યાજવા પૈસા", કોઈ ની જરૂરિયાત ના સમય માં તેનો લાભ ઉઠાવી ને તેને 3/4 ટકા માં પૈસા દેવા તેને વ્યજવા પૈસા કહેવાય છે. આપના માં મોટા ભાગે વ્યજવાં પૈસા દેવા માં આવે છે. જેની પાસે વધારે પૈસા વધી ગયા હોય તેવા માણસો ગરીબો ને જરૂરિયાત ના સમય માં વ્યાજવા પૈસા દે.

મોટા ભાગના ગરીબ માણસો આ વ્યાજવા પૈસા ના વ્યાજ ભરી નથી શકતા અંતે તેના માથે લેણું થય જાય છે.

એક માણસ વ્યાજવા પૈસા ક્યારે લેછે

૧) એક બાપ પોતાના છોકરા અથવા તો છોકરી ના લગન ના પૈસા ભરવા માટે બીજા પાસે વ્યાજવા પૈસા લે છે. તમને ખબર જ હસે આપણી આજુ બાજુ ના લગન માં પણ દહેજ ની લેવડ દેવડ થાય છે છતાં પણ આપને કઈ કરી શકતા નથી. જો તમે સાચા હોય તો ક્યો તમે પણ કોઈ માં લગ્ન માં ગયા હસો ત્યાં પણ કરિયાવર ના નામે અથવા તો ઘણી બધી બાબતે દહેજ લેવા દેવા માં આવે છે.હાલ માં સમય માં એક ગરીબ ઘર ના બાપ ને તેના છોકરા છોકરી ના લગન સારી રીતે કરવી શકતો નથી. તેના માટે તેને કાયદે સર થી વ્યજવા પૈસા લેવા પડે છે અંતે તેની માથે ઘણું એવું લેણું થય જાય છે.
એક વાર હું મારા સગા વાળા ના કોઈ છોકરા ના લગન હતા. આમ તો તેને લગન 2 વર્ષ પછી કરવાના હતા પણ તેમનો છોકરો જીદે ચાડિયો હતો હવે મને પરણાવી જ દયો. છેલ્લે તેના બાપે 5 ટકા વ્યાજવા પૈસા લીધા અને ભાઈ ને પરણાવિયો. બોલો આમાં બિચારા બાપ નો શું વાંક તેના નસીબ માજ લેણું લખ્યું હતું નસીબ તો શું એમાં તેના છોકરા ને j લેણું કરાવવું હસે તેવું પણ કહી શકાય.
તમે પણ એવું સાંભળ્યું હસે ક્યાંક ને ક્યાંક કે ફલાણા ભાઈ માં છોકરા એ એટલા પૈસા નું લેણું કરીયુ તેના બાપ માથે.

૨) ઘણા લોકો તો એવા હોય છે કે દેખાડો કરવા માટે માથે વ્યાજવા પૈસા લેતા હોય છે.બાજુ વાળા એ કોઈ કે કાર લીધી હોય તો આપણ પણ કાર લેવી પડે. હું અમારા પડોસી ની વાત કરું તો તેને પણ એવું જ કર્યું. તેના કારણે ઘણા માથે લેણાં કરી નાખતા હોય છે.

તમે પણ ઘણા એવા જોયા હશે કે આપના ઘર માં કઈ k એવું સારી વસ્તુ લાવિયા હોય તો બાજુ વાળા પણ તેની કરતા વધારે સારું લાવવાનું કરતા હોય છે. માત્ર ને માત્ર દેખાડો કરવા માટે


૩) મોસ્ટ ઓફ માણસો પોતાના છોકરા અથવા તો છોકરીયું ના અભ્યાસ માટે તેને ભણાવા માટે માથે પૈસા કરતા હોય છે. તેના છોકરા ને કે છોકરી ને બહાર ભણવા મોકલવા માટે ગામ ના કોઈ માણસ પાસે વ્યાજવા પૈસા લેતા હોય છે. કારણે કે બધા એટલા પૈસા વાળા નથી હોતા કે તેના બાળકો ને ઉચ અભ્યાસ માટે બહાર મોકલી શકે એટલા માટે તે તેના છોકરા ને બહાર મોકલવા માટે બીજા પાસે વ્યાજવા પૈસા લે છે.


___ એમાંના ઘણા લોકો એવા છે જે પોતાનું લેણું ભરી નથી શકતા અને લેણદારો ના દબાણ ને કારણે આત્મહત્યા કરી બેચે છે.

આપણે એવા જ એક માણસ ની વાત કરીએ.

હરિયાળી ગામ માં રહેતા મનસુખ ભાઈ ને ગામ ના માણસો ખૂબ સારો અને દયાળુ માણસ ગણતા. ગામ માં ગમે તે કાર્યક્રમ અથવા તો ભવાઈ કે નાટકો યોજવમાં આવતા તો મનસુખ ભાઈ નો તેમાં મોટો ફાળો હોતો. મનસુખ ભાઈ ને 3 છોકરા હતા પણ કેવા માં આવે ને જ્યાં માણસ સારો હોય તેનો વસતાર સારો નથી હોતો. ટૂંક માં કહું તો તેના 3y છોકરા ખીલા ઉપાડ થયા સાદી ભાષા માં કહું તો. સૌથી મોટા દીકરા ના લગન થય ગયા અને 2 છોકરા બાકી હતા. તેને દહેજ માં વધારે પ્રમાણ માં પૈસા આપી ને મોટા દીકરા ના લગન કરાવિયા આ જોઈ ને 2 છોકરા ને એમ થયું કે ભાઈ પાછલ જ એટલો ખર્ચો થયો છે તો અમને નથી લાગતું અમારા લગ્ન થશે. એટલા માટે બીજા છોકરા એ તેના સગા ફઈ ની છોકરી ને સાથે ભાગી ને પ્રેમ લગ્ન કર્યા. આ વાત ગામ જાણો ને ખબર પડતાં જ બધા તેની ઉપર થું થું કરવા લાગીયા. ગામ માં જે મનસુખ નું નામ હતું તેની ઉપર તેના એક છોકરા એ પાણી ફેરવી દીધું. આ સાંભળી ને મનસુખ તેને ગમે તેમ કરી ને પકડવાનું વિચાર્યું. અંતે બને પકડાઈ પણ ગયા. છોકરી વાળા સ્વાભાવિક રીતે પોલીસ કેસ તો કરીયો જ હોય તેમાં તેને સમાધાન ના પૈસા કરવા માટે ઘણા પૈસા લેણાં ના લેવા પડિયા. આમ જોતા મનસુખ ભાઈ ઉપર ઘણું ખરું લેણું થય શુક્યું હતું.


સૌથી નાનો છોકરા એ ભલે આવું નો કરિયું પણ તેને જુગાર અને દારૂ માં મોટો પૈસો બરબાદ કરી નાખ્યો હતો અને ગામના બધા માણસો તેની પાસે પૈસા ની ઉઘરાણી કરવા આવીયા તેને ધમકાવવા લગિયા. તેની જમીન જાયદાદ બધુ એમાં વેચાય ગયુ એક દિવસ મનસુખ બધા થી કંટાળી ને બધુ મૂકી ને કોઈ ખબર નો રહે તેમ ચાલવા મડીયો તે કોઈ ના હવે લેણાં ભરી શકે એમ હતો નથી. આજે 5 વર્ષ ઉપર થય ગયું કોઈ ને ખબર નથી મનસુખ ક્યાં છે તેમ ઘણા લોકો એમ કહે છે તેને આત્મહત્યા કરી લીધી.


તમારા મત પ્રમાણે શું વ્યાજવા પૈસા લેવા જોઈ એ કે નહિ તમારો અભિપ્રાય જરૂર જણાવજો💯✌️