કબ્રસ્તાન - 11 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કબ્રસ્તાન - 11

દ્રશ્ય ૧૧ -
મગન અને કાળુ એ જાણી ગયા હતા કે મોટી વહુ જીવતા હતા પણ પછી એમનું શું થયું તેના વિશે એમને કોય જાણકારી ના હતી. મગન અને કાળુ દવાખાનાની બહાર આવે છે અને જોવે છે તો સાંજ પડી ગઈ હતી તે બચવા માટે પાછા નાના મંદિર ની અંદર જઈ ને બેસી જાય છે.
" કાળુ તને ખાત્રી છે કે આપણને અહીંયા કઈ નઈ થાય." " હા ગઈ કાલે જયારે કાળો છાયો મારી પાછળ આવ્યો હતો ત્યારે એનાથી બચાવા હું આ મંદિર ની અંદર છૂપાઇ ગયો હતો." મગન કાળુ ના પર વિશ્વાસ કરે છે. સાંજ હવે રાત થયી ગઈ છે ગામ આખું સુમ શમ છે ને એકાએક ગામ ના ઘાયલ લોકો ફરી થી તોફાન મચાવવાનું નું શરુ કરે છે અને જે ઘર ના રૂમ માં બંદ કર્યા હોય છે ત્યાંના દરવાજા તોડી ને બહાર આવવાનો પ્રયત્ન કરે છે કાળુ અને મગન એમની બૂમો સાંભળી ને ચિંતા માં આવી જાય છે. કાળો છાયો તેમના માટે રૂમ ના દરવાજા ખોલી ને એમને બહાર આવા દે છે. તે બધા પોતાનું ભાન ભૂલી ને કાળા છાયા ની પાછળ ચાલવાનું શરૂ કરે છે
મંદિર માંથી કાળુ અને મગન લોકો ને કાળા છાયા ની પાછળ આવતા જોઈ ને ડરવા લાગે છે તે સમજી ગયા હતા કે કાળો છાયો હવે કઈક કરવાનો છે. કાળુ અને મગન ની સામે ના સુકાયેલા ઘાસ અને લાકડા થી બનેલા ઘર ને તે આગ લગાવી ને લોકો ને તેમાં જવાનું કહે છે. મગન અને કાળુ લોકો ના જીવ ને બચાવા માટે તે કાળા છાયા ની ચિંતા કર્યા વિના ત્યાંથી બહાર આવે છે અને ધક્કો મારી ને બધા ને તે ઘર થી દુર લઇ જવાનો પ્રયત્ન કરે છે મગન અને કાળુ બધા ને રોકવા માટે પુરે પૂરી શક્તિ વાપરે છે પણ એક ને પકડે તો બીજું આગળ જવા લાગે આમ કલાક સુધી તે બંને લોકો ને રોકવા જાય છે. ભાન ભૂલેલા લોકો સતત આગની સામે જવા નો પ્રયત્ન કર્યા કરતા હતા. થાકી ને કાળુ તેમના બચાવ માટે બાજુ માં પડેલી પાણી ની ચકલી તોડી નાખી અને એમાંથી આવતા પાણી થી ધીમે ધીમે તેને ઘર ની આગ ઓલવી. આગ ઓલવવા એમને ઘણી વાર વાગ્યું અને ઘણા લોકો ને ધક્કા થી દૂર ફેક્વા પડ્યા. પણ લોકો ને બચાવા માટે તે બંને પૂરતા ના હતા. ઘણા એ આગની નજીક જઈ ને પોતાને જ ઘાયલ કર્યા.
કાળુ અને મગન મંદિર ની બહાર આવી ગયા હતા એ મગન અને કાળુ ને આમ મુશ્કેલી માં જોઈ ને ખુશ હતો. જ્યારે આગ ઓલવાઈ ત્યારે કાળો છાયો એમની સામે ઉભો હતો તે એમની નજીક આવી ને એમના હાથ પકડવા ગયો પણ એમના હાથ ને પકડતા ની સાથેજ મગન અને કાળુ હસી ને કાળા છાયા થી પોતાનો હાથ છોડાવી બાજુ માં થયી ને પાછા મંદિર માં ગયા. મગન અને કાળુ ના ખીસામાં ભગવાન ના ચરણ ચડાવેલી કંકુ હતી જે જાણી ને એમની રક્ષા માટે એમને મૂકી હતી. કાળો છાયો એમની પાછળ મંદિર માં ગયો પણ તે મંદિર ની અંદર આવી શક્યો નઈ. મગન ને આમ પોતાની વિરુદ્ધ જોઈ ને કાળો છાયો ક્રોધ માં આવી ને ગામ ના લોકો ને પોતાની શક્તિ થી વધુ હેરાન કરવા લાગ્યો લોકો ફરી થી પોતાને મારવા લાગ્યા.
મંદિર માં પડેલા ભગવાન ન પવિત્ર કંકુ ને હાથ માં લઇ ને તે ફરી થી બહાર આવ્યા અને પાગલ થયેલા લોકો ની વચ્ચે જઈ ને કંકુ ઉડાડી ને બધા પર નાખ્યું જેનાથી તે બધા ઠીક તો ના થાય પણ બેભાન થયી ને નીચે પડી ગયા. " ફરી થી ગામ ના લોકો ભાનમાં આવે તેની પેહલા આપડે કઈક કરવું પડશે." " હા પણ હવે શું કરવું તે હું જાણતો નથી કે તું પણ જાણતો નથી આ કળા છાયા ને રોકવાના બધા પ્રયત્નો વ્યર્થ છે જ્યાં સુધી આપણને મોટી વહુ ની માહિતી નઈ મળે." ભગવાન આપડી રક્ષા કરે છે મને એમની પર પૂરો વિશ્વાસ છે એ આપડી મદદ જરૂર કરશે." મગન ને કાળુ ના સામે જોઈ ને કહ્યું. હા બંને ને મંદિર માં બેસી ને રાત વિતાવી અને સવાર પડવાની રાહ જોવા લાગ્યા. સવાર ની સાથે જ કાળો છાયો ફરી થી પોતાની કબર માં પોહચી ગયો અને તે બંને મંદિર ની બહાર આવ્યા.
" કાળુ શરૂવાત ક્યાંથી કરવી એજ સમજાતું નથી કાલે કબ્રસ્તાન આખું ફેડી લીધું પણ કઈ જાણવા જેવું નથી." " હું જાણું છું ક્યાં જવાની જરૂરત છે." એવું બોલી ને મંદિર માંથી થોડી ભગવાન ન ચરણ માં ચડાવેલી કંકુ લઈ ને કાળુ કૂવાની પાસે આવ્યો. " તે કહ્યું હતું કે નાની વહુ ની આત્મા કૂવા માં છે તો એ જરૂર કઈક જાણતી હસે." " નાની વહુ પણ કાળા છાયા ની જેમ ભયાનક છે તેને સામે થી પૂછવું થોડું મુશ્કેલ છે એ આપણને જવાબ આપશે નઈ." " હા હું જાણું છું મારી પાસે કંકુ છે એને કૂવા માં નાખી એ ને જોઈશું પછી શું થાય છે."