દ્રશ્ય ૧૨ -
" શું કરવાનુ વિચારે છે. આમ કૂવાના પાણી માં કંકુ નાખવાથી આપણને કોય ફાયદો નઈ થાય. હા પણ કૂવામાં થી નાની વહુ ની આત્મા ને બહાર નીકાળી ને આ સમસ્યા માંથી બહાર નીકળવાનો રસ્તો પૂછવો પડશે." મગન ને કાળુ ને કહ્યું." " જો નાની વહુ ના શરીર ને વિધિ સાથે દફનાવી હતી નઈ તો આપડે એના સબ ને શોધી ને દફનાવવા ની બીક બતાવી ને મદદ માગી શકીએ." કાળુ ની આ વાત મગન ને યોગ્ય લાગી માટે બંને જણા જરૂરી સામાન લઈને કૂવા વાળી જગ્યા પર ગયા સામે કૂવાને જોઈ ને બંને ફફડતા હતા. એ કૂવાની નજીક જવું મુશ્કેલ હતું અને પાછું એમાંથી એજ કૂવાની આત્માના શરીર ને નીકાળવા માટે તે આવ્યા હતા. " કાળુ હું દોરડું બધી ને કૂવા માં જવું છું અને તું જરૂરત પડે ત્યારે દોરડાને ખેચી ને મને બહાર નીકાળી લેજે." મગન બોલ્યો. " જો તું કૂવામાં જવા થી ડરતો હોય તો હું જવા માટે તૈયાર છું." " ના બધાની શરૂવાત મારાથી થયી છે માટે હું આ જોખમ વાળુ કામ કરીશ...મારો જીવ ગામ ના લોકો ના કામ માં તો આવશે."
મગન કૂવા માં દોરડું બધી ને જવાનો અને કાળુ તે દોરડાને બહાર ઝાડ થી બાંધી ને એની બહાર આવાની રાહ જોવાનો હતો પોતાની સુરક્ષા માટે બંને ની પાસે પવિત્ર કંકુ હતી અને બંને એક બીજા પર વિશ્વાસ મૂકી ને આગળ વધવા લાગ્યા મગન ધીમે થી કૂવાની દીવાલ પર ચડ્યો અને એક એક કરી ને પગ ને આગળ વધારવા લાગ્યો ને છેલ્લે પાણી માં ગયો અને ગોથા મારી ને ત્યાં નાની બહુ નું સબ શોધવા લાગ્યો પણ પાણી ના કારણે એની પાસે ની કંકુ કૂવા ના પાણી માં ભળી ગયી અને એક ભયાનક સ્ત્રીની બૂમો કાળુ ને સંભળાવા લાગી. એ અવાજ મગન ની આજુ બાજુ થી જ આવતો હતો. મગનની કંકુ પાણી માં હોવાથી નાની બહુ ની આત્મા પવિત્રતા ને સહન ના કરી શકી અને ગુસ્સા માં આવી ને મગન ને ખેચી ને પાણી મા લઇ ગઈ. મગન ને નીચે પાણી માં ડૂબતો જોઈ ને કાળુ દોરડું ખેચવા લાગ્યો અને એ દોરડું પણ એક જાટકા માં તે કૂવા ની નાની વહુ ની આત્મા ને તોડી નાખ્યુ. મગન પાણી માં શ્વાસ લઈ શકતો ન હતો અને ધીમે ધીમે એની આંખો બંધ થવા લાગી હતી અને કૂવાના તળિયા માં એનો હાથ કોઈ વસ્તુ પર પડ્યો. જેને એ પોતાના હાથ થી પકડી લીધી. થોડી વાર પછી મગન અચાનક પાણી ના ઉપર આવી ગયો. પણ ત્યાં સુધી તે બેભાન થયી ગયો હતો. મગન ને આમ બેભાન જોઈ ને કાળુ દોરડા ની મદદ થી પાણી માંથી મગન ને બહાર લઈ ને આવ્યો એને ભાન માં લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મગન ના પગ અને માથા માં વાગેલા ઘા પર થી લોહી નીકળવા લાગ્યુ. જ્યારે કાળુ ને મગન ના સાથે એના હાથમાં હાડપિંજર જોયું ત્યારે તે ખુશ થઈ ગયો તે હાડપિંજર અને મગન ને લઈ ને પોતાના ઘરે આવ્યો અને ત્યાં મગન ને એના પલંગ પર સુવાડી ને એની સેવા માં લાગી ગયો. મગન ને આખી રાત તાવ આવ્યો કૂવા ની અંદર પાણી માં ભીંજાઈ ને તેનું શરીર ઠંડું પાડી ગયું હતું. તે બીમાર પડી ગયો હતો પણ કાળુ ના કારણે તેનો જીવ બચી ગયો.
કાળુ મગન ની સાથે રહી ને આખ્ખી રાત તેને સજો કરવા માં લાગી ગયો. કાળો છાયો હવે તેમને પવિત્ર કંકુ ના કારણે પોતાની વશમાં કરી શકતો નહતો અને ગામ ના લોકો ને કંકુ ના કારણે બેભાન હતા જેના કારણે તે શાંતિ થી આખી રાત પસાર કરી શક્યા. બીજા દિવસે મગન ને ભાન આવ્યું ત્યારે તેને કાળુ ને પૂછ્યું કે હું કેવી રીતે બચ્યો. કાળુ ને તેને બધી વાત સમજવી ને હાડપિંજર બતાવ્યું જે જોઈ ને મગન ને કહ્યું કે " આ હાડપિંજર ને લેવા માટે જરૂર કૂવા વળી આત્મા આવશે આપડે આપડી ચિંતા કરવાની જરૂરત છે." મગન આટલું બોલી ને ઊંડા વિચાર માં પડી ગઈ. " શું થયું શું વિચાર માં પડ્યો છે." " જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી હું લગભગ પાણી ના તળિયા સુધી ડૂબી ગયો હતો અને બેભાન થઇ ગયો હતો. હું પાણી ની સપાટી પર કેવી રીતે આવ્યો મને એ સમજાતું નથી...શું ફરી થી મારી મદદ માટે મારો દીકરો આવ્યો હસે." " શું જીગો તારી મદદ માટે આવે છે કેવી રીતે શું...." " હું કાળા છાયા ના વશમાં ગામ માં સૌથી પેહલા થયો હતો અને મે મારા પગ ને એ સમયેજ ઘાયલ કર્યો હતો. હું મારા વશ માં જીગા ના કારણે આવ્યો મારા દીકરા ને મને બચાવ્યો."