The Author Hemangi અનુસરો Current Read કબ્રસ્તાન - 3 By Hemangi ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books Dear Love - 1 પ્રેમ એટલે શું?યાદ કર્યા વગર કોઈ યાદ આવી જાય એ પ્રેમ.સામે ન... યાદગાર દિવસ વત્સલ અને અર્પિતા પોતાના બેડરૂમમાં સુતા હતા. અને સવારે 8... ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ આજના જમાનામાં ટેકનિકલ અને... જીવન વ્યર્થ વહી જતું લાગે ત્યારે જીવન વ્યર્થ વહી જતું લાગે ત્યારે આપણે જીવનની ટ્રેનમાં... જીવન પ્રેરક વાતો - ભાગ 15 - 16 બરફ - ભાગ ૧૫ હા હું બરફ છુ. તે પણ પાછો કશ્યપની ખેડેલી જમીન... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Hemangi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 16 શેયર કરો કબ્રસ્તાન - 3 (12) 2k 4.2k દ્રશ્ય ત્રણ - હથોડી ના ઘા થી કબર પર એક તિરાડ પડી અને તે ધીમે ધીમે આપમેળે તિરાડ મોટી થવા લાગી અને એક ધમાકા સાથે કબર ઉપર થી તૂટી ગયી. તે ધમાકા થી ઊડી ને એક પત્થર મગન ના માથા પર વાગ્યો અને તેના માથા માંથી લોહી નીકળવા લાગ્યુ. કબર માંથી કાળા રંગ નો ધુમાડો નીકળ્યો અને તેમાં એક પુરુષ ની ઝાંખી છબી બહાર આવી. મગન ના માથા માંથી નીકળતું લોહી તેને પોતાના હાથ વડે રોકી રાખ્યું હતું તેજ હાલત માં તેને તે ઝાંખી છબી સામે જોયું. મગન સમજી ગયો કે આજે તેને પણ કબર તોડવાની સજા મળશે પણ તે દીકરા ના પ્રેમ મા કોઈ પણ સજા ભોગવવા તૈયાર હતો. કાળી ઝાંખી છબી ને કાળા રંગ નો ધુમાડો મગન ના આગળ છોડ્યો તે એની નાક વડે તેના શરીર માં પ્રવેશ કર્યો અને એની આંખો કાળા રંગ માં ડૂબી ગઈ. એનું ભાન ધીમે ધીમે ખોવા લાગ્યું અને પોતાના પરથી કાબૂ ખોવા લાગ્યો. ને કાળી છબી એ મગન ને પોતાના વશ માં કરી લીધો. મગન ને નીચે પડેલી હથોડી પર નજર ગઈ અને આપ મેળે એના હાથ ને તે હથોડી ઉઠાવી એનું મન તેને લાખ વાર ના પાડતું હતું પણ તેના શરીર પર એની મરજી ચાલી નઈ. તે હથોડી લઈ ને ઉભો થયી ગયો. હથોડી ને જોરથી પોતાના જમણા પગ પર મારી. આજ રીતે વારમ વાર બે થી ત્રણ હથોડી ના ઘા પોતાના જમણા પગ પર મારી ને મગન બૂમો પાડતો ગયો અને રિબાઈ ને બેભાન થઈ ગયો. જમણો પગ નામ માત્ર પગ રહ્યો તેને ઘા થી છુંદાઈ ગયો હતો અને ત્યાં થી લોહી નિકવાનુ ચાલુ જ હતું. તે ઝાંખો કાળો છાયો ત્યાં થી સરપંચ ના ઘર તરફ જાય છે અને સરપંચ ના ઘર માં એની ખાટલા આગળ આવી ને ઉભો થયી જાય છે. સરપંચ ના ખાટલા ને હવા માં ઉપર ઉડાડે છે અને એક જટકા સાથે નીચે ફેંકી દે છે. આમ એકદમ નીચે ફેકાવા થી સરપંચ ની આંખ ખૂલે છે " કોણ છે.....સેની મશ્કરી ચાલે છે....ઉભો થયી ને લાકડી ના માર મારીશ...." સરપંચ પોતાની વાત પૂરી કરે એની પેહલા તેની સામે કાળો છાયો આવી ને ઉભો થયી જાય છે. તેનો ભયંકર દેખાવ અને બિહામણી હસી જોઈ ને સરપંચ "મારીશ....લાકડી....લા...લા..." બીક ના કારણે એમનો અવાજ બંદ થયી જાય છે. એ કાળો છાયો કાળો ધુમાડો સરપંચ ના આગળ ફેલાવે છે. તે નાક થી એના શરીર માં જાય છે એની આંખો મગન ની જેમ કાળી થયી જાય છે. પછી સરપંચ પણ તેની વશ માં આવી જાય છે તે પોતાની લાકડી ઉઠાવી થોડી વાર પકડી રાખે છે ને એક દમ પોતાની પીઠ પર જોર થી લાકડી ને એક પછી એક પ્રહાર કરી ને પોતાને જ સજા આપવાનુ ચાલુ કરે છે. આમ જ સરપંચ પોતાને સવાર સુધી મારી મારી ને પીઠ માંથી લોહી નીકળે તેટલી બધી ગંભીર ઈજા કરે છે. સવારે સરપંચ ને આમ પોતાને મારતા જોઈ ને ઘર નો નોકર રોકવા નો ખુબ પ્રયત્ન કરે છે " હે ભગવાન મુખી શું કરો છો.....લાકડી મુકિદો હું કહું છું....કોય છે બહાર કાળુ ભાઈ ને બોલાવો મુખી ને કઈક થયું છે." નોકર સરપંચ ને આમ જોઈ ને હોશ ભૂલી ગયો. આમતેમ દોડી ને બધાને ભેગા કરવા લાગ્યો. આ સમાચાર આખા ગામ માં ફેલાઈ ગયા અને ગામ આખું સરપંચ ની સ્થિતિ જોવા તેની ઘર ની બહાર આવી ને ઉભુ થયી ગયું. " શું થયું છે સરપંચ ને." " કર્મો ના ફડ ભગવાન આજ જન્મ માં આપે....આખી જિંદગી ગરીબો ની હાય લીધી છે." ગામ ના મુખી ની આવી સ્થિતિ એના કર્મો ના કારણે થયી એ વાત લોકો માં ચાલવા લાગી. કાળુ સમાચાર મળતા સાથે એના દારૂ બનવાના અડ્ડા થી પોતાના બાઇક પર ઘર તરફ આવ્યો. કાળુ ને બાઇક નું સ્ટેન્ડ પણ પડ્યું નઈ ને એમની એમ બાઇક નીચે નાખી ને સીધો એના પિતા પાસે ગયો. " એ રામા શું થયું છે મારા બાપા ને.....કેમ બાંધી ને રાખ્યા છે.....ખોલી દે આ દોરડી." "કાળુ સાહેબ એમને જોવો એમને પોતાને મારી ને કેટલી ઈજા આપી છે...માંડ મુખી ને પોતાને લાકડી થી મારતા રોક્યા છે...." " રામા શું તને હું મુરખો લાગુ છું મારા બાપા ને કોય મારી ભાગી ગયું લાગે છે તું એને બચાવવાનો પ્રયત્ન કરે છે." એવું બોલી ને કાળુ એના નોકર રામા નો કોલર પકડી ને નીચે નાખી દે છે. અને સરપંચ ના હાથ પર બાંધેલી દોરડી ખોલી ને સરપંચ ની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. ‹ પાછળનું પ્રકરણકબ્રસ્તાન - 2 › આગળનું પ્રકરણ કબ્રસ્તાન - 4 Download Our App