દ્રશ્ય પાંચ -
બીજી બાજુ પ્રવીણ એટલે પવલો પણ એ કળા છાયાની વશ માં આવી ગયો. તેને દાતરડી લીધી રેત પર બેસી ને ઘાસ કાપવાનુ ચાલુ કર્યું. ત્યાં કોય ઘાસ હતું નઈ પણ તે એની કલ્પનામાં ઘાસ ને કાપવાં લાગ્યો હતો. એ પાગલ ની જેમ દાતરડી ને પકડી ને નીચે જોઈ ને એક ના એક જગ્યા પર ઘાસ કાપવાં ની કલ્પના માં ખોવાયેલો હતો. જુનુની અને બેઠંગી એની રીત માં કોય સ્પષ્ટતા નહતી જેના કારણે એના હાથ પર તેને ઘણી વાર વાગ્યું હતું. અંતે તે પોતાનું ભાન એટલા હદ સુધી ખોયી બેસ્યો કે પોતાની આંગળીઓ ને ઘાસ સમજી ને કાપવાં લાગ્યો. પવલાનો અને વીઠા નો ડાભો હાથ એમને ગંભીર રીતે કાપી નાખ્યો હતો.
સવાર સુધી એમની સ્થિતિ એવી જ હતી. સવાર પડતાં પડતાં તો એમના હાથ માંથી લોહી ની ધાર વેહતી હતી બંને ના મગજ પર પોતાને મારવાની ભાવના આવી ગઈ હતી. એ સ્થિતિ માં તે ચલતા ચલતા ગામ માં આવી ગયા. એમને બબળવાનુ ચાલુ કર્યું " મગન ને બદલો લીધો.....મગન ને બદલો લીધો....". આ સમાચાર ગામ માં ફેલાઈ ગયા. તેમને જોવા માટે આખું ગામ ત્યાં ભેગુ થયું અને કાળુ પણ ત્યાં આવી ને ઉભો રહ્યો. " વિઠા...પવલા...કોને તમને માર્યા...શું થયું છે." સામે બબડતા બંને ના અસ્પષ્ટ શબ્દો ને કાળુ એ ધ્યાન થી સાંભળ્યા. તે એમની વાત ને સમજે એની પેહલા વિઠા ને પોતાના હાથ પર જોરથી ચપ્પા નો વાર કરી ને હાથ ને કાપી નાખ્યો. કાળુ ને તેને ઉઠાવ્યો અને દોડતો ગામ ના ડોક્ટર પાસે ગયો પણ જ્યાં સુધી તે ત્યાં પોહચે તેની પેહલા તો વિઠો મૃત્યુ પામ્યો. પવલાં ને કઈ થાય એની પેહલા તેને પણ સરપંચ ની બાજુ માં બાંધી દેવામાં આવ્યો.
" આ શું થયું છે....બધા પોતાને કેમ મારવા લાગ્યા છે." એટલા માં તેને યાદ આવી ગયું કે મગન નું નામ લીધું હતું. એ દોડતો ગામ ની બહાર જાય છે અને મગન કબ્રસ્તાન માં તૂટેલી કબર ની બાજુ માં બેસી ને બબડતો જોઈ ને સમજી જાય છે. તે પોતાના પર કાબૂ ગુમાવે છે અને મગન ને ઉભો કરી ને મારવાનુ શરૂ કરે છે. " તે કબર તોડી અને મારા બાપા અને મિત્રો ને મારવા માટે આ ક્રૂર આત્માનો સહારો લીધો....તને તો હું મારી નાખીશ." એ સ્થિતિમાં મગન એની વાત સાંભળ્યા વિના બોલવાનુ ચાલુ રાખ્યું " મારા દીકરાની મોતનો બદલો લીધો.....મારા દીકરાની મોત નો બદલો લીધો " કાળુ તેને ત્યાં બે થપ્પડ મારી ને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે પણ મગન હવે પોતાની માનસિક સ્થિતિ માંથી આટલી સરળ રીતે બહાર આવી શકે એમ ના હતો. " મે તારા છોકરા ને નથી માર્યો હું તો એને મારા માટે કામ કરવાનુ કહેતો હતો પણ તેને મને ના પાડી તો ક્રોધમાં આવી ને તેને ત્યાંથી પકડી ને મારી સાથે લાવ્યો હતો. એને થોડો માર્યો અને થોડો ધમકાવ્યો અને પછી પાછો ઘરે જવા માટે છોડી મૂક્યો હતો. એના પછી તેની સાથે શું થયું એ મને નથી ખબર...મને માફ કરજે પણ તું મારી વાત પર વિશ્વાસ નઈ કરે એટલે મેં આ વાત બધાથી સંતાડી હતી.'
મગન ને કાળુ ની વાત સાંભળી ને શાંત થયી ગયો અને પછી એની સામે જોવા લાગ્યો. " તે જ મારા દીકરા મારી નાખ્યો અને હવે તું બચાવા માટે આવું બોલે છે. હું તારી વાત પર વિશ્વાસ નથી કરતો." " કોણ કહે છે તું મારી વાત પર વિશ્વાસ કર તું પચતાવાનો તારી આ ભૂલ તને બહુ મોગી પડવાની છે હું નાલાયક છું એક નંબર નો ગુંડો છું અને મારા માં દયા નથી પણ એ વાત ની ખાત્રી આપુ છું કે હું તારા દીકરા નો હત્યારો નથી. જો મે એને માર્યો હોય તો હું તને પણ જીવતો ગામ માંથી બહાર ના નીકળવા દવું સમજ્યો."
" ચાલ્યો જા અહીંયાથી હું તારા પર વિશ્વાસ નથી કરતો....જુઠ્ઠો છે મારા દીકરા નો હત્યારો છે....." મગન ફરી થી પોતાના દીકરા ને યાદ કરી ને બોલવાનુ ચાલુ રાખે છે હજુ તેને કાળુ ની વાત પર વિશ્વાસ નથી આવતો અને તે કાળુ ને ધક્કા મારી ને ત્યાં થી કાઢી મૂકે છે. કાળુ ગામ માં જઈ ને બધા ને મગન ને કબર તોડી છે તે સમાચાર આપે છે અને તેને કારણે સરપંચ અને પવલો અને વિઠો પોતાના મન પર કાબૂ ગુમાવી પોતાને જ મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે. ગામ માં આ સમાચાર થી એક ડર નું વાતાવરણ છવાઈ જાય છે.
ગામ માં વૃદ્ધ એકઠા થાય છે જેમાં સરોજ બા તેમને એમના બાળપણ માં બનેલા એ બનાવ ની વાત કરે છે જેમ તે પણ હાજર હતા. તે બધા ને એ કબરો નો ઇતિહાસ કેહવાનુ ચાલુ કરે છે લોકો ના મન પર ભાર આવી જાય છે એ વાતો એમને બાળપણ થી સાંભળી હોય છે પણ હજુ તે એમના માટે અધૂરી વાર્તા ના ટુકડાઓ છે.