હમદર્દ..... તારા પ્રેમ થકી... - 15 - પરિણામ Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 15 - પરિણામ

        રવિરાજ પોતાના જ બંગલામાં હાથમાં ગ્લાસ લઈને નાચી રહ્યો હતો સાંસદ સભ્ય બનવું કોઈ નાહની વાત તો ન હતી . આખરે કેટલાય સમયથી તે આ જીત માટે મહેનત કરી રહ્યો હતો. પરિણામ આવતા જ તેણે પોતાના તરફથી તરત ને તરત  દાવત ની જાહેરાત કરી દીધી.  કેટકેટલી રેલીઓ , સભાઓ અને હાથ જોડણી પછી એક ખુરશી મળી હતી જેથી જીતની ખુશી મનાવી તો વ્યાજબી જ હતી . તેની સાથે જોડાયેલા તેના ચેલાઓ પણ નશામાં  ઝૂમી રહ્યા હતા,  પરંતુ ક્યાંક દૂર ઊભેલી સારિકા આ બધું શાંતિથી નિહાળી રહેલી હતી તેના ચહેરા ઉપર કોઈ જ ભાવ ન હતો.  ન તો ખુશી ન તો ઉલ્લાસ... સારિકા રવિરાજ ના ભાઈની પત્ની હતી પરંતુ એક સમયની તે ઇન્દોર શહેરની નામાંકિત બિઝનેસ ટાયકૂન હતી.  પરંતુ ઉમંગ સાથે લગ્ન પછી તેને રવિરાજ ની રાજનીતિ ની ખબર પડી . 

         તેની સાથે ધોકો થયો છે તે તેને લગ્ન પછી ખબર પડી અને ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હતું . પોતે આટલી હોશિયાર હોવા છતાં આંધળા પ્રેમમાં પડી ને મૂર્ખામી કરી નાખી છે તેનો તેને  ખૂબ જ પસ્તાવો હતો. જોકે તેણે તો ઉમંગને સાચા દિલથી પ્રેમ કર્યો હતો આથી આ જ પોતાની કિસ્મત માનીને તેને બધો સ્વીકાર કરી લીધો. તેના અને ઉમંગના લગ્ન પછી તેનો બધો બિઝનેસ સારિકાએ ઉમંગ ને જ શોપી દીધો પરંતુ જ્યારે ઉમંગ અને રવિરાજ પોતાના બિઝનેસ ની આડ માં ગેરકાનૂની ધંધો કરવા લાગ્યા ત્યારે સારીકા ને આ  વાત ખૂચવા  લાગી. પરંતુ હવે તે કશું કરી શકતી ન હતી. તે જ્યારે પણ ઊમંગને સમજાવતી ત્યારે ઉમંગ તેને પોતાના પ્રેમનો વાસ્તો આંપીને ચૂપ કરી દેતો.પરંતુ જ્યારે આશ્રમના 17 બાળકો ના મૃત્યુની ખબર આવી અને સારીકા ના બિઝનેસ વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે પણ ક્યાંક ને ક્યાંક સારિકા અંદરથી તડપી રહી હતી તે જાણતી હતી કે આમાં નક્કી રવિરાજ  નો પણ  હાથ હોય શકે. 

     જોકે આ વખતે તો તેણે રવિરાજ ની  સામે સવાલ પણ ઉઠાવ્યો પરંતુ રવિરાજ સામે તેની દલીલો ચાલી નહીં કેટલા એ સબૂતો તેની પાસે હોવા છતાં તે આં આશ્રમ ના લોકો અને સ્વરા ની  મદદ કરી શકી નહીં. પરંતુ સ્વરા હાર માંને એવી ક્યાં હતી તેણે અને તેના મિત્રોએ સબૂતો ગોતવામાં ઘણી મહેનત કરી અને જ્યારે કેસ જીતવાની અણી પર હતો ત્યારે રવિરાજ એ અંવેશા મલિક સાથે મળીને તેની ઈજ્જત પર સવાલો ઉભા  કરીને તેને  બદનામ કરી મૂકી અને અંતે તેણે આં શહેર જ મૂકવું પડ્યું.. આ બધું થતું સારિકા ચૂપચાપ જોતી રહી પરંતુ અંદરથી એક નારીત્વયે હિંમત હારી ન હતી. એક માતા આજે અંદરથી પોતાના બાળકોના ભવિષ્ય માટે લડાઈ લડી રહી હતી. આશ્રમના બાળકોના મૃતદેહ તેની નજર સામે તરવળી રહ્યા હતા. હવે તેને તેના  પરિવારની ખોટી ઇજજતની પણ પરવા રહી ન હતી

    રવિરાજ ની નજર દૂર ખૂણામાં ઊભેલી સારિકા ઉપર પડી પોતે તેને તીખી નજર એથી અપમાનિત કરી રહ્યો હતો ડ્રીંક ના ગ્લાસ બતાવીને તેને પોતાની જીતનો અને પોતાની મર્દાનગી નો રૂઆબ બતાવી રહ્યો હતો પરંતુ કોણ જાણે આ વખતે સારિકાએ પણ તેનો જવાબ તીખી નજરે જ આપ્યો તેના ચહેરા પર આવેલું સ્મિત એટલું કડવું હતું કે થોડીવાર માટે તો રવિરાજ પણ વિચારવા પર મજબૂર થઈ ગયો પરંતુ આજ સુધી સારિકાએ કરેલા તમામ પ્રયત્નો નિષ્ફળ જ ગયેલા હતા આથી તે કઈ કરી શકશે નહીં તેમ વિચારીને રવિરાજ પોતાના જશ્ન માં જામ પીતો રહ્યો.  તે એ તો સારી રીતે જાણતો હતો કે સારિકા ને તેની આ જીત બિલકુલ ગવારા નહી હોય પરંતુ હવે તો જીત તેને મળી ગઈ હતી અને  કાલે તે દિલ્હી પણ જતો રહેવાનો હતો  તેમ વિચારી તેણે એક પછી એક એવા કેટલાએ જામ ના ગ્લાસ  ખાલી કરી નાખ્યા.

" ભાઈ થોડો કંટ્રોલ કરો તમારે કાલે દિલ્હી માટે રવાના થવાનું છે અને તમે અત્યારે આ રીતે જામ પીને તમારી જાત પર થી કંટ્રોલ ગુમાવી રહ્યા છો" ઉમંગ પોતાના ભાઈને એક હાથેથી પકડીને સંભાળતો સંભાળતો બોલી રહ્યો પરંતુ રવિરાજ આજે કોઈ ની વાત સાંભળવા તૈયાર જ ન હતો. 

🟠🟠🟠🟠🟠🟠🟠🟠🟠🟠🟠🟠🟠🟠🟠🟠🟠

યસ્વ મેન્શન

"આનો શું અર્થ છે સ્વરા...??"

"આનો અર્થ એ છે કે યસ્વ મારો અને યશ નો દીકરો  છે.... સગો દીકરો..... મે જ તેને જન્મ આપેલો છે તે આ ડોક્યુમેન્ટ પ્રૂફ કરે છે પરંતુ કમનસીબે હું મારા દીકરાની પરવરિશ તેની સાથે રહીને કરી શકી નહીં .અને બાર વર્ષ પહેલા મારે અને યશ ને હૃદય પર પથ્થર રાખી ને જુદા થવાનો નિર્ણય લેવો પડ્યો."

જો તું અને યશ ખરેખરમાં એકબીજાને પ્રેમ કરતા હોય અને પતિ પત્ની હોઈ  તો આં રીતે જીવન જીવવાનો શું અર્થ છે...? અને યસ્વ તમારો પોતાનો જ દીકરો હોય તો એવી શું જરૂર પડી કે તમે બંને આ રીતે જુદા રહો છો.?  તમે બંનેએ કેમ તમારા સંબંધો દુનિયાથી છુપાવીને રાખેલા છે અને યશ માલિક કેમ સામે આવીને જ પોતાના પરિવારને તારી સાથે ખોટું કરતા રોકી શકતો નથી. શું આ બધું તેના પરિવારથી પણ છુપાયેલું છે શું તે નથી જાણતા કે તું અને યશ બંને પતિ પત્ની છો ? શું તમે બંનેએ ગુપ્ત લગ્ન કરેલા છે"....?

"ના....14 વર્ષ પહેલા મારા અને યશના પ્રેમ લગ્ન ખૂબ ધમ ધૂમ થી થયા હતા અમે બંને એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે અમારા બંને વચ્ચે હવાને પણ આવવા માટે પરવાનગી લેવી પડતી અને અમારા આ પ્રેમની નિશાની  અમારો આ દીકરો યસ્વ છે"

"તો એવું તો શું બન્યું કે તમારા લગ્ન થયા હોવા છતાં તમે બંને  શહેર થી આટલા કિલોમીટર દૂર ગુપ્ત જીવન જીવી રહ્યા છો અને આંની માટે કોણ જવાબદાર છે? "

"યશ નો પરિવાર".... અમારા બન્નેના લગ્ન તેના પરિવાર ને સ્વીકાર્ય ન હતા પરંતુ યશ ના હાથમાં જ પરિવારની બકડોળ હતી આથી પરિવારે મને સ્વીકારી તો ખરી પરંતુ અપનાવી શક્યા નહીં અને જેનું પરિણામ એ આવ્યું કે લગ્નના બે જ વર્ષ માં યસ્વ ના જન્મ સાથે અમારા બંનેને અલગ થવું પડ્યું વાત તલાક સુધી આવી ગઈ પરંતુ અંતે યશ ને  મારી સચ્ચાઈ ખબર પડી ગઈ કે હું પરિવાર સાથે કોઈ ખોટા અડપલા કરી શકું નહીં અને તેમને પણ દગો દઈ શકું નહીં . મારો પ્રેમ ખરેખર તેમની સાથે જ છે તેમની મિલકત સાથે નહીં. આથી જ અમે બંનેએ પરિવારથી જુદા થવાનો નિર્ણય લીધો યશ  પોતાનું  બધું જ મૂકીને મારી સાથે નવી જિંદગી શરૂ કરવા તૈયાર હતા પરંતુ...

"પરંતુ સું સ્વરા....."