" પરંતુ યસ પોતાના પરિવારને ખુબ જ પ્રેમ કરતા હતા અને સૌથી વધુ તો તેમની દાદી સુમિત્રા દેવી અને નાની બહેન અન્વેશા માલિકને. ખુબજ નાની ઉંમરે યશે પોતાના પરિવારની જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી મલિક એમ્પાયરને પોતાના ખૂન અને પસીનાથી સફળતાની ટોચે પહોંચડ્યો હતો જો યસ આ બધું જ મૂકી દે તો તેમની પોતાની અને તેમના દાદી સુમિત્રા દેવી એ કરેલી બધી જ મહેનત નિષ્ફળ જાય. કારણ કે દેવ મલિક તો પોતાના જ નશા અને અય્યાશી માં ડૂબેલો હતો જો તેના હાથમાં આટલો મોટો કારોબાર આવે તો બધું જ બરબાદ થઈ જાય. ઝાકીર મૌન ઉભો આં બધું સાંભળી રહ્યો હતો અને સ્વરાએ પોતાની વાત આગળ વધારી.
".યશના દાદી પણ યસ ને ખુબ જ પ્રેમ કરતા હતા અને આજે પણ કરે છે આથી જ તેમને હું પહેલા તો સ્વીકારય હતી પરંતુ યશના ભાઈ બહેન અને માતાની ચડામણી ના કારણે તેઓ પણ યશ અને મારી સાથે ખોટું કરી બેસ્યા.... તેમની સાથે મળીને કેટલા એ કાવતરા ઘડવા લાગ્યા જ્યારે આ વાત ની યસ ને જાણ થઈ ત્યારે સૌથી વધુ તો તેમને દુખ પોતાની બહેન અને દાદી ના જ વર્તન પ્રત્યે થયું પોતાના સ્વાર્થ અને મિલકત માટે તેમનો પરિવાર તેની જ જિંદગીના એક અભિન્ન અંગ ને તેનાથી જુદો કરી શકે.... યશ ગુસ્સામાં આવીને મારા માટે આ બધું છોડી રહ્યા હતા પરંતુ યસની પોતાના પરિવાર માટે આ વધતી નફરત મને સ્વીકાર્ય ન હતી . આથી જ અમે બંનેએ આ રીતે જુદા રહેવાનો નિર્ણય કર્યો. યશ ઈચ્છતા હતા કે હું મારો અધુરો મુકેલો અભ્યાસ પૂર્ણ કરું અને એક સફળ ડોક્ટર બનું જેથી કરીને તેમના સાથે હું તેમના લેવલ પર ઊભી રહી શકું તેમના પરિવારે કરેલો મારી સાથેનો અન્યાય તેઓ હજી પણ ભૂલ્યા નથી પરંતુ દાદી નો આમાં કોઈ વાંક નથી તેઓ પોતે પણ ગેરસમજણના શિકાર બન્યા છે જ્યાં સુધી દાદી કોઈ સદમો બરદાસ્ત કરી શકે તે હાલત માં ન આવે ત્યાં સુધી યશ અને હું ઈચ્છતા નથી કે દેવ, અન્વેશા અને તેમની માતાની કોઈ સચ્ચાઈ તેમની સામે આવે આથી પરિવાર અને દુનિયાની નજરોમાં અમે બંને એ તલાક લઈ લીધા છે પરંતુ અમે હજી પણ પતિ પત્ની છે અને સાથે પણ...
આ બધું જ સાંભળતા ઝાકીરની આંખોમાં આશું આવી ગયા તેને અત્યાર સુધી જે પણ યશ માટે વિચાર્યું હતું તેના પર તેને પસ્તાવો થવા લાગ્યો તે હવે સમજી ગયો હતો કે સ્વરા આજે સફળતાની જે ટોચ ઉપર છે તેમાં યશ નો જ હાથ છે યસ થી વધુ સ્વરા ને કોઈ પ્રેમ કરી શકે નહીં. યસ્વ માટે પણ તેણે તેના માતા અને પિતા બન્ને બનીને ખૂબ જ પ્રેમ આપ્યો છે તેને સ્વરા ની ગેરહાજરી માં મોટો કર્યો છે. આજે પોતાની દુનિયા સામે એક અલગ છાપ ઊભી કરીને તેણે સ્વરા માટે પણ એક કાબીલ પતિ બનવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે.
"તો હવે આગળ શું સ્વરા આગળ શું કરવાનો વિચાર કરેલો છે"??
" તું બસ જોતો જા યસ એ બધું જ વિચારેલું છે કાલે વહેલી સવારના ન્યુઝ ફક્ત તારી માટે જ છે . તે અને આપણા મિત્રો એ કરેલ મહેનતનો ફળ કાલે આપણને મળવાનું છે જે આપણને જોતું હતું
"મતલબ હું કંઈ સમજ્યો નહીં";
સ્વરા એક મીઠી મુસ્કાન આપે છે.ઝાકીર ને પણ સ્વરા ના આ મુસ્કાન પરથી કાલે કંઈક સારું થશે તેવી આશા જાગે છે પણ શું ....?? તે એ વિચારી શકતો નથી.
અંતે બંને હોટેલ તરફ પાછા વળે છે સ્વરા પણ જાકિર ને નિદા પ્રત્યે પોતાની ફરજનું ભાન કરાવતા ઠપકો આપે છે અને ઝાકીર પણ હવે થોડું નિશ્ચિત થઈ ગયો હોય છે જે કંઈ ચિંતા અને અકળામણ તેને સ્વરા અને યશ ના સંબંધો પ્રત્યે હતી તે હવે દુર થઇ ગઇ હતી હવે તો તેને યશ આગળ શું ન્યાય કરશે તેનો ઇંતજાર હતો. જોકે બીજા દિવસે ઝાકીર અને નિદા ની રિસેપ્શન પાર્ટી પણ હતી પરંતુ ઝાકીર ને તો કાલની ન્યૂઝ નો ઇંતજાર હતો. સ્વરા અને ઝાકીર બંને પોત પોતાના રૂમ તરફ જતા રહે છે પરંતુ અંવેશા malik ક્યાંય દૂર ઊભી આ બંનેને મોડી રાત્રે ઘરે આવતા જોઇને કંઈક ખતરનાક વિચારે છે અને તેની આંખમાં કંઈક ચમકારો આવે છે. આ બાજુ ઝાકીર જ્યારે પોતાના રૂમમાં પાછો આવે છે ત્યારે નિદા હજી પણ તેનો ઇંતજાર કરતી રૂમની બારી પાસે ઊભી હોય છે ઝાકીર ને તેને જોઈને થોડો ગિલ્ટ થાય છે કારણકે શાદી ની પ્રથમ રાત્રિએ પોતાની પત્નીને આ રીતે મૂકીને જવું યોગ્ય તો ન જ હતું કદાચ ક્યાંક ને ક્યાંક તેને નિદા ની સાથે અન્યાય કર્યો હોય તેવું તેને લાગ્યું. પરંતુ તે અત્યારે નિદાને સાચું જણાવી શકતો પણ ન હતો અને ખોટું બોલવું તેની મજબૂરી થઈ ગઈ હતી. ઝાકીર એ નિદા ને પાછળ થી એક પ્રેમ ભર્યો હગ કર્યો અને તેની ખૂબસૂરતી માં મગ્ન થઇ ગયો.
થોડી વાર ની શાંતિ પછી બંને એ વાતો શરૂ કરી કેટલીયે વાતો કરવાની હતી પરંતુ શાદી ના થાક ના લીધે ઝાકીર ક્યારે ગાઢ ઉંઘમાં જતો રહ્યો તેની તે ને ખબર રહી નહિ પરંતુ અન્વેષણ એ નિદા ને બતાવેલા ઝાકીર અને સ્વરા ના ફોટો નિદા ની આંખ બંધ થવા દેતા ન હતા. ક્યાંકને ક્યાંક અંવેશા મલિક સ્વરા સાથે રમત રમી ગઈ હતી અને નિદાના મગજ માં શંકાનો બીજ તેને આજ મતલબ થી રોપ્યો હતો. પરંતુ ઝાકીરના જૂઠના કારણે તે વધુ અંદર સુધી ખુંચી ગયો.