કબ્રસ્તાન - 10 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કબ્રસ્તાન - 10

દ્રશ્ય દસ -
મગન કાળુ ની વાત ને સાંભળી ને વિચારે છે. " જો કાળા છાયાની કબર અલગ બનાવી હોય તો મોટી બહુ ની કબર પણ અલગ બનાવી હસે કે પછી કોય નિશાની કરી હસે તો ચલ રાત પડે એની પેહલા આપડે એની કબર શોધી ને એને આઝાદ કરીએ જેથી આ મુસીબત થી જલ્દી નીકળી શકીએ." " હું શું કરવા આવું મે કઈ કર્યું નથી તું જાણે આગળ શું કરવાનુ છે..... હું ગામ ના લોકો ને દોરડાથી બાધવા જવું છું જેટલા લોકો ને બચાવી શકું એટલા ને બચાવું. સૌથી પેહલા બાળકો ને બચાવા ના છે." કાળુ મગન ને ત્યાં એકલો મૂકી ને ગામ માં ઘાયલ થયી ને ફરતા બાળકો ને પકડી ને દોરડાથી બાંધવા લાગ્યો જેથી તે પોતાને નુકશાન ના કરે.
મગન કાળુ ની બીજી બાજુ જોઈ ને નવાઈ પામ્યો જે મગન ને ક્યારે કોય માખી મારી નહતી તેને ગામ આખું વેર વિખેર કરી નાખ્યુ અને જે કાળુ એ ગામ માં કોય દિવસ શાંતિ થી લોકો ને જીવવા દીધા નથી તે કાળુ આજે ગામ ના લોકો ની મદદ કરે છે. મગન ત્યાંથી કબ્રસ્તાન તરફ જાય છે જેથી તે મોટી વહુ ની કબર ને સોધી ને તેને આઝાદ કરી શકે. મગન જેવો કબ્રસ્તાન ના બહાર ઉભો રહે છે તેવા પવનના સૂસવાટા...અને સુકાયેલા પત્તા તેને અંદર આવાની ના પડે છે. મગન તેજ ક્ષણે પાછો પગ કરે છે તે બીક ના કારણે આગળ વધી શકતો નથી....જેવો તે થોડી હિંમત કરે છે તેની નજર એના પગ પર જાય છે અને બીજી બાજુ તે હથોડી પર જેનાથી તેને એ કબર તોડી હતી...છતાં પણ તે હિંમત થી કબ્રસ્તાન ની અંદર આવી જાય છે. એને પેહલી વાર અહી બીક લાગતી હતી. મગન કાળી કબર ની બાજુ માંથી નીકળી ને આગળ જાય છે ત્યાં બાકી ની કબર ને ધ્યાન થી જોવાનું શરૂ કરે છે. કોય કબર પર એને કોય ખાસ નિશાન જોવા મળતું નથી....તે નિરાશ થયી ને ઉભો હોય છે પાછળ કોય ઉભુ હોય એવું તેને લાગે છે. તે વળી ને પાછળ જોવે છે પણ કોય હતું નઈ. થાકી ને તે જ્યારે કબ્રસ્તાન ની બહાર નીકળવા જાય છે અને પાછળ થી તે હથોડી એની જાતેજ મગન ની માથા પર વાગે છે અને મગન ત્યાં બેભાન થઈ જાય છે.
બીજી બાજુ કાળુ ને અડધા લોકો ને ખાલી રૂમ માં પૂરી દીધા તો અમુકના જોડે થી હથિયાર પડાવી લીધા બાળકો ના હાથ ને કપડાથી સાવચેતી બધી ને એમને પણ ખાલી રૂમ માં બેસાડી ને તે મગન ના વિશે વિચારવા લાગ્યો. મગન ને કબ્રસ્તાન માં લગભગ ચાર કલાક થયી ગયા હતા. કાળુ તે ને શોધવા મટે કબ્રસ્તાન આવે છે. મગન ને નીચે બેભાન જોઈ ને કાળુ ડરી જાય છે તેની માથા પરથી લોહી નીકળતું હોય છે તે મગન ને ઉઠાવી ને કબ્રસ્તાન ની બહાર લઈ ને આવે છે. ત્યાંથી તે એને દવાખાને લઈ ને જાય છે. મગન સિવાય બીજું કોઈ પણ વ્યક્તિ પોતાની ભાનમાં નહતું માટે કાળુ મગન ને બચાવા નો પૂરો પ્રયત્ન કરે છે. દવાખાને થી દવા અને પટ્ટી લઈ ને કાળુ જાતેજ મગન ની માથા પર દવા લાગવાનું ચાલુ કરે છે. થોડા પ્રયત્નો પછી તે મગન ને દવા લગાવી ને મોઢા પર પાણી નાખી ને જગાડે છે. મગન ધીમે થી આંખો ખોલી કાળુ ને કહે છે. " નાની વહુ ને ક્યારે પણ દફનાવવા માં આવી નથી તેને મોટી વહુ મારવા ગઈ એની પેહલા તેને એના પતિ ને આગળ કરી દીધો અને ત્યાં થી ભાગી ગયી. પછી તેની પાછળ મોટી વહુ પણ ભાગવા લાગી અને જ્યારે તેને એવું લાગ્યું કે એને કોય બચાવી નઈ શકે ત્યારે તે જઈ ને કૂવામાં પડી અને મરી ગયી. મોટી વહુ તેને ત્યાંથી બહાર ના નીકાળી અને ત્યાજ એના સબ ને સડવા છોડી દીધું એજ છે જે નાના બાળકો ને ત્યાં કૂવામાં ડુબાડી ને મારી નાખે છે." કાળુ ને મગન ની આવી વાતો સાંભળી ને કઈ સમજાયું નઈ અને બોલ્યો " નાની વહુ નું શું કરવું આપડે તો મોટી વહુ ની કબર શોધવાની છે." મગન ને કાળુ ને કહ્યું " પણ મોટી વહુ ને તો સમાધિ લીધી નથી તો એની કબર ક્યાંથી મળે ." મગન
ની વાત સાંભળી ને કાળુ ચોંકી ગયો " પણ દસ કબર છે તો પછી આ શક્ય કેવી રીતે હોય. બધા પરિવાર ના એક જ કબ્રસ્તાન માં દફન છે." " ના આમા બે કબર ખાલી છે એક નાની વહુ ની અને બીજી મોટી વહુ ની." " તું કેવી રીતે કહી શકે તું ક્યાં જોવા ગયો હતો." મગન જ્યારે હથોડી થી ઘાયલ થયો ત્યારે તેની પાસે જીગો આવ્યો એને તે મગન ને છેલ્લી ઘડી માં લઈ ગયો જ્યારે મોટી બહુ બહાર ગામ થી ઘરે પાછી આવી હતી.