ગામડું Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગામડું

પહેલા વાત કરીશ ,ગામડાની------------------------------------------------ગામડામાં લોકો ખૂબ ભોળા હોય છે.ગામડાનો માણસ રીતભાત નથી જાણતો,ગામડાનો માણસ અભણ હોય છે.ગામડાની છોકરી ને બોલવાની રીતભાતના હોય.ગામડામાં કંઈ સગવડ ના હોય.ગામડામાં છોકરીના જોડે લગ્ન તો ના કરાય!ગામડામાં લોકો ખૂબ કરકસર વાળાહોય.વગેરે.....વગેરે...*****************************હવે, શહેરની વાત કરી----------------------------------------------શહેરના લોકો ખૂબ હોશિયાર હોય છે.શહેર ના લોકો ખૂબ શિક્ષિત હોય છે શહેરમાં રહેવાની ખૂબ જ મજા આવે.શહેર માં છોકરીના લગ્ન કરવા જોઈએ.શહેરમાં રહેતા લોકો ની રહેવાની રીતભાત ખૂબ સરસ હોય .છે .તેવો બિન્દાસ હોય છે. અને બિન્દાસ વાપરે અને ફરે છે.શહેરમાં તો ઊંચી ઈમારત હોય છે.શહેરમાં લોકો ખૂબ એન્જોય કરે છે શહેરના લોકો હોટલમાં . થીયેટર માં પિક્ચર જોવા જાય છે.કપડા ખૂબ સુંદર પહેરે છે.....;વગેરે...વગેરે..
********************************
ઉપર ની તમામ વાત તમને સાચી છે...ને...?હવે , તમને સાચી હકીકત કહું; તો દરેક ની ધારણા ખોટી પણ ઠરે છે.ગામડા ની છબી જે પહેલા કદાચ તમે ધારો તેવી હશે.પણ આજની હકીકત જુદી છે.ગામડાનો માણસ જાતે કરી ને ભોળો બને છે.કારણ કે તેના સ્વભાવ માં કોઈ ઈર્ષા હોતી નથી એનું જીવન સાદું હોય છે.એ પોતે ખેતમજૂર હોય કે જમીનમાલિક હોય,કે પછી પશુપાલક હોય, દુકાનદાર હોય.કેજુદા જુદા વ્યવસાય. કરતા હોય.પણ ગામડા ના ઉછેર માં તફાવત હોય છે.લોકો. હળી મળી ને રહે છે. તહેવારોમાં પણ સંપીને રહે છે.લોકો ભોળા એટલે હોય છે કે તેમનેજાણી જોઈને કોઈ બનાવી જાય છે.બીજું કે હવે ગામડાનો છોકરો કે છોકરી પહેલા જમાનાથી અલગ જીવે છે.તેમને હવે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે.ગામડાનો બાળક અત્યારે ડોક્ટર છે, એન્જિનિયર છે, શિક્ષક છે, ફોજી છે.છોકરા, અને છોકરીઓ બંને હવે ગામડાની છબી ને એક વિકાસ નીતરફ લઈ રહ્યા છે.ગામડામાં લોકો કંજૂસ નથી.અને કરકસર કરવી એ ખોટી બાબત નથી.! લોકો ને સાદું રહેવું ગમે,સાદું જમવું ગમે,અને કપડાં પણ માપના ખરીદે.એટલે એ કંજૂસ ના કહેવાય.ગામડાનો ખેડૂત કેટલો દિલદાર હોય છે,ખબર છે.? એ લોકો ખેતી કરે ત્યારે પંખી ખાય, ઢોર ખાય, પ્રાણી ઓ પણ બગાડે.તોયે એનું પેટ એટલું મોટું કે વધે એ પાકે.તો પણ સંતોષ મેળવે ગામડામાં હાલ કોઈ મહેમાન આવે તો ઓળખતા ના હોય,તો. પણ ચા અને જમવાના ટાઈમે જમાડી પણ દે.બીજું કે તેવો બિન્દાસ બનવા નથી માગતા.તેઓ બંધાયેલા છે.તેમની પ્રકૃતિથી, એટલે. એ એમની મરજી ના માલિક છે.બીજું કે ગામડાં ના લોકો માતા અને પિતા ની ખૂબ સેવા કરે છે.તમે જલ્દી નહિ સાંભળ્યું હોય કે ગામડાનો કોઈ ડોશો કે ડોશી ઘરડા ઘરમાં હશે.કદાચ જોવા મળે યો ભાગ્યેજ મળે.બીજું ખાસ કે લોકો કહે : અને વિચારે છે,કે ગામડામાં દીકરી ના લગ્ન ના કરાય.એને તો સિટી માં રહેતો હોય તેવો છોકરો જોઈએહવે તો આ વિચારસરણી ગામડાની દીકરીઓમાં આવી ગયી.તેમને પણ શહેર માં લગ્ન કરવા છે.સાચી હકીકત કહું તો અત્યારે ગામડાના લોકો સુખી છે. અત્યારે ગામડાના કેટલાકના ઘર જુવો.તો ખબર પડે,કે હવેલી જેવા છે.બધા ના નહિ,પણ સુખી લોકો પણ ગામડામાં રહે છે તો તેમની ત્યાં દીકરી ના લગ્ન કેમ ના કરાય? થોડીક વિચારસરણી બદલી ને આગળ વધવું પડે.ગામડાંમાં હવે તો ફ્રીઝ , ટી,વી, એ.સી.,અને ગાડી બધીજ સુવિધા હોય છે.તમે એવું વિચારતા હોય તો ભૂલી જાજો કે ગામડાના લોકો ખાવાનો સ્વાદ શું જાણે? પણ હવે એ લોકો ની છોકરીઓ અને વહુઓ ભણેલી છે.એટલે યુ ટ્યુબ માં જોઈને બધીજ રસોઈ શીખી ગઈ છે.કદાચ લો માં ઘણા લોકો કોરોના ની બીક માં ઘણો સમય નીકાળી આવ્યા છે.એટલે તમે જાણ્યું હસે કે ગામડું કેટલું વિકસિત બન્યું છે.લોકો બદલાયા છે.લોકો ની રીતભાત બદલાઈ છે.લોકો ના વિચાર બદલાયા છે.હવે તો ગામડું સ્માર્ટ અને ડિજિટલ બની રહ્યું છે.એટલે ગામડાની જે વિચારસરણી હોય તે ને દૂર કરવી.અને ગામડામાં રહેતા લોકોને સન્માન ની નજરે જોવા.શહેર માં તમને ગામડા જેવો આવકારો નહિ મળે.ત્યાં ગમે તેના ઘરે જો જાણ કર્યા વિના ગયા તો કહેશે ફોન કરવો હતોને, આયોજન ની ખબર પડે, જોકે બધા એવા હોય છે ,એવું પણ નથી કહેતી,પણ કોઈક ને તો અનુભવ થયોજ હશે.અને તમે કોઈના ઘરે ગયા તો પૂછશે,કે તમે ચા પી ...છો? ત્યારે તરત પૂછશે ,નાસ્તો લાવું.! જ્યારે ગામડે એનો કોઈ હિસાબ હાલ પણ નથી,જોકે વાત પણ સાચી છે કે પૂછવું પડે,આજકાલ લોકો ને કોઈ બીમારી હોય, સુગર હોય. ઓઈલી ખાતા ના પણ હોય...એટલે એમની પણ મજબૂરી કે કીધા વિના આપીને ખોટો બગાડ કરવો!શહેર માં લોકો ગણિત થી જીવે છે.અને ગામડામાં ગણતર થી,બસ ફર્ક એટલો છે કે ગામડામાં કોઈ પાને હિસાબ નથી હોતો,તો પણ કહેવાય ગામડાના ગમાર..
મિત્રો હવે ગામડા અને સિટી નો તફાવત રહ્યો નથી.બધા જ લોકો મરજી થી મસ્ત જીવી રહ્યા છે.ગામડામાં હવા ખૂબ સુદ્ધ હોય છે.અને ગામડાનું વાતાવરણ માણવું હોય તો એકવાર ચોક્કસ. ગામડાની મુલાકાત તો લેજો.બધાજ તફાવત દૂર કરી ને ફરી ગામડાના વિકાસ માં યોગદાન આપીએ અને વિકાસ ને આગળ વધારીએ.... "આભાર"