Premni Kshitij - 15 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 15

વિચારોના સુકા રણમા ભીનાશની સાથે મોખરે તરી આવતું સ્પંદન એટલે પ્રેમ.......
પ્રેમ એટલે જીવવાનું કારણ....
પ્રેમ એટલે હૃદય નો આનંદ....
પ્રેમ એટલે અજાણ્યાને જાણવાની તાલાવેલી....
પ્રેમ એટલે કોઈક માટે ખુશ રહેવાની મથામણ.....
અને આવો જ પ્રેમ જ્યારે સમજણ સાથનો હોય તો પૂછવું જ શું?

આલય ઉર્વીશભાઈ સાથે વાત કરીને જાણે હળવો થઈ ગયો. મૌસમના સ્વીકાર માટે હ્રદયની સાથે જાણે મનની સમંતી પણ મળી ગઈ.પ્રેમાળ હૃદય અને ઉત્સાહી મનની સાથે આલય જાણે આજે મૌસમની સાથે સમય ગાળવા જ કોલેજ જવા નીકળ્યો.

ગઈ કાલે જ્યાં મૌસમ બેઠી હતી ત્યાં જ આલય આવીને બેસી ગયો પ્રિયતમની રાહમાં....... અને મૌસમની નજર પણ આવીને જાણે આલયને જ શોધવા લાગી. પરંતુ તેને આલય દેખાયો નહીં અને તરત ક્લાસમાં જોવા માટે નીકળી ગઈ. ક્લાસમાં પણ આલયને નહીં જોતા ઉદાસ થઈ ગઈ. ક્લાસમાંથી બહાર નીકળી ગેલેરીમાં જ એકલી ઊભી રહી. કદાચ આલય આવતો દેખાઈ જાય....!
પ્રતિક્ષાનો આનંદ હંમેશા અનહદ હોય છે.મૌસમ પણ જાણે આ ખુશી ને રોકી ન શકી અને સીધો લેખાને ફોન લગાડ્યો.

મૌસમ :-"લેખી પ્લીઝ પીક અપ ધ ફોન યાર."

લેખા :-"યસ બોલો મેડમ."

મૌસમ :-"શું કરતી હતી?"

લેખા :"બસ કઈ નહિ કોલેજ જવાની તૈયારી."

મૌસમ:-"હું તો કોલેજે આવી પણ ગઈ."

લેખા :-"આજે તો શું કહેવાય કઈ બાજુ ઉગ્યો છે?"

મૌસમ:-"હંમેશા બીજાને રાહ જોવડાવતી મૌસમ આજે તો કોઈની રાહ જોઈ રહી છે."

લેખા:-"ફટાફટ બોલ કોની?"

મૌસમ :-"હવે મોસમ કંઈ ફટાફટ નહીં કરે અને હું પૂરેપૂરું બધું જાણી ન લવું ત્યાં સુધી તારા માટે પણ સરપ્રાઈઝ."

લેખા:-"પ્લીઝ.... મૌસમી આઈ એમ સો એક્સાઇટેડ પ્લીઝ ક્યારે? કોણ છે?"

મૌસમ :-"છે એક મસ્ત ડાર્ક.... હેન્ડસમ..... માય ડ્રીમ બોય.... ખાલી કલ્પના કરું એ તો કિસ કરવાનું મન થઈ જાય."

લેખા:- "ઓહો આટલે સુધી વાત પહોંચી ગઈ. હવે તો કહે કોણ છે?"

મૌસમ :-"નહીં એટલે નહીં..... આ વખતે મારે કાંઈ રિસ્ક નથી લેવું તારું પણ નહીં અને તારા પ્રિય અંકલ કે. ટી.નું પણ નહિ....

લેખા :-"ઓકે હવે તું સામેથી મને કહીશ ને ત્યારે જ હું પૂછીશ..... ત્યારે જ હું સાંભળીશ.....તું અત્યારે કોલેજમાં બેઠી છે અને મારે જવાનું મોડું થાય છે ઓકે બાય.....

મૌસમ:-" હવે તો આ મૌસમના મિસ્ટર પરફેક્ટ પણ આવી ગયા હશે મિસ લેખા..... ચલ બાય....

દૂર ઊભીને આમ ખડખડાટ હસતી મૌસમને જોઈ આલયને જાણે એક નવી જ મૌસમ જોવા મળી ખૂબ જ ખુશ, મુક્ત અને આનંદિત....આલયનો સ્વભાવ આમ અંતર્મુખી અને તે અત્યાર સુધીમાં સૌથી વધારે પ્રભાવિત તેના મમ્મીના વ્યક્તિત્વથી થયો હતો,પણ મૌસમ સાવ અલગ નિરાળી હતી. આ બધાથી અલગ તરી આવતી મુક્તતા આલયને ફરી ફરીને મૌસમ તરફ ખેંચતી હતી.

કલાસમાં મૌસમથી પહેલા પહોંચી પહેલી બેન્ચે મૌસમની રાહ જોવા લાગ્યો. આલયને પહેલી બેન્ચે બેઠેલો જોઈ મૌસમ ખુશ થઈ ગઈ. તેની પાસે જ બેસવાની ઈચ્છા થઇ ગઈ .પરંતુ આલયનો સ્પ્રે યાદ આવી જતા તેની પાછળની બેંચ પર બેસી ગઈ.

મૌસમ :-"hii...આલય ગુડ મોર્નિંગ...."

આલય:-"મોર્નિંગ મૌસમ સોરી કાલે મારા કારણે તને તકલીફ થઈ.

મૌસમ :-"અરે નો પ્રોબ્લેમ એમાં તકલીફ શું? એવું થોડું જરુરી છે કે બધાની પસંદ સરખી જ હોય."

આલય:-"હા પરંતુ મિત્રતા કે ગમતી વસ્તુ તે બંનેમાંથી એકની પસંદગી જરૂર કરી શકાય."

મૌસમ:-"તો તે શું પસંદ કર્યું?"

આલય:-"ઓફકોર્સ મિત્ર. અને તું જો મને મિત્ર માનતી હોય તો કાલે મારી પાસે બેસી શકે છે."

મૌસમ :-"મને લાગ્યું કે તે નિલ માટે જગ્યા રાખી છે."

આલય :-"હું તને પણ મિત્ર જ માનું છું અને સાચું કહું ને તો તારા માટે જગ્યા રાખી હતી."

આ સાંભળી મૌસમને લાગ્યું જાણે આલય ને વર્ષો થી ઓળખે છે અને આ નજર માટે જ જાણે તેનું હૃદય રાહ જોઈ રહ્યું હતું. અદમ્ય ઈચ્છા થઈ ગઈ આલયના શ્વાસોમાં રહેવાની....

વાતો તારી ને વિચારો પણ તારા,
તો પછી શા માટે આનંદિત મારું હૈયું?...

સપના તારા ને તેમાં રંગો પણ તારા,
તો પછી શા માટે ગુલાબી મારા ગાલ?....

ગીતો તારા ને લહેકો પણ તારો,
તો પછી શા માટે નાચે છે મારું જીવન?

પ્રશ્નો પણ તારા અને ઉત્તર પણ તારા,
તો પછી શા માટે થતી મને મીઠી મૂંઝવણ?....

ઈચ્છાઓ તારી અદકેરી ને સાથે અદકેરું છે મન,
તો શા માટે તમન્ના તારા જેવા થવાની?.....

નિલ :-"તમે બંને એક કામ કરો ને. બહાર મસ્ત ગાર્ડન છે ત્યાં જઈને બેસવું?"

નીલની મસ્તી સાંભળીને બંને જણા છોભીલા પડી ગયા. અને વાતો બંધ કરી દીધી. અને ત્યાં જ પ્રોફેસર આવી જતા બધાએ ભણવામાં ધ્યાન પરોવ્યું. પરંતુ પ્રેમ જેનું નામ તે ક્યાં બધું જ સ્થિર રહેવા દે છે? ફરી ફરીને તેના તે જ વિચારો, બધુ આવી ને એક જ જગ્યાએ અટકી જાય..... આલયને નજીકથી ઓળખવાના વિચારમાં મૌસમ જાણે બધું જ ભૂલી ગઈ કે. ટી. ને આપેલું પ્રોમિસ....બંધનમાં જાતને ન બાંધવાનો નિર્ણય...અને ઘણુંબધું..... યાદ રહ્યુ ફકત એક નમણું સ્મિત, બ્લુ ચમકતી આંખ અને વાતોમાં છલકાતો સ્નેહ......

અને આવતા ભાગ સુધી આપણે તરબતર રહેશું મૌસમ અને આલયના આવા સ્નેહ નીતરતા પ્રણયમાં....
રહીશું ને?

(ક્રમશ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED