Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 20

દ્રશ્ય ૨૦ -
"નસીબ તમને આ ગુફા શક્તિ માં લાવી ને મૂકશે એ પણ અશક્ય હતું. તમારું નસીબ તમને જાણી જોઈ ને અહી લઈને આવ્યું છે તમે કોય સામાન્ય માણસ નથી કુદરતે પસંદ કરેલા એ માણસ છો જે પૂર્થ્વી ના રક્ષક બનવાના છે જેમની માટે બધું શક્ય થવાનું છે સમય તમને તમારી શક્તિ થી ઓળખ આપવા ની છે જેની તમે તૈયારી રાખજો." ગુરુ ને કેવિન ની સામે જોયું ને કહ્યું.
" હું અને માહી એક સામાન્ય કૉલેજ કરતા વિદ્યાર્થી કેવિન નો પરિવાર છે જે એની ઘરે રાહ જોવે છે અને અંજલિ પોતાના પરિવાર ને સમય સાથે ખોઈ બેસી છે. અમારું પોતાનું શું થવાનું છે એજ અમે જાણતા નથી તો અમને આટલી મોટી જવાબદારી કેમ આપી." દેવ ને ગુરુ ની સામે જોઈ ને પૂછ્યું.
" હું કોય નથી....આ જવાબદારી મે તમારા માટે પસંદ કરી નથી. જે કુદરત ને તમને ને મને બનાવ્યા અને આ સંસાર નું સર્જન કર્યું તે જ કુદરતને તમારા માટે આ જવાબદારી રૂપી બહાદુરી નું કામ પસંદ કર્યું છે." ગુરુ ને સમજાવી ને દેવ ને કહ્યું.
" જે માણસ પાણી માં શ્વાસ પણ લઈ શકાતો નથી તેજ માણસ પાણી ની અંદર કોય દાનવ ને કેવી રીતે મારી શકે. જે માણસ આગ થી બડી ને રાખ થયી જાય તે અગ્નિ જેવી શક્તિશાળી ગુફા દુત ને કેવી રીતે સમજાવી ને દાનવ ને હરાવવા માટે તૈયાર કરે." કેવિન ને ગુરુ ને સવાલ કર્યો.
" હજુ હું કહું છું કે જે માણસ એવી ગુફા માં આવે છે જેને હજારો વરસ થી માણસ ને જોઈ નથી કેં જેની શક્તિ આપર છે અને ત્યાં ઉભો રહી ને પોતાને સામાન્ય ગણાવે છે તે અસમન્યા વાત મને સમજાતી નથી." ગુરુ પોતાની વાત ને સમજાવા નો પ્રયત્ન કરે છે.
" ગુરુ શું છે અમારી પાસે અમે તો આ ગુફા સુધી માત્ર ને માત્ર નીલ અને શ્રુતિ ને મદદ થી આવ્યા ને જો એ અમારી સાથે ના હોય તો અમે અત્યાર સુધી તો બાકી ના મિત્રો ની જેમ પત્થર ના બની ને અગ્નિ ના ગુલામ હોત." માહી ને ગુરુ ને કહ્યું.
" નીલ નું મન જળ ની જેમ શાંત છે તે તમારી મદદ માટે આગળ આવી તે સામાન્ય છે પણ શ્રુતિ જે આત્યર સુધી મનુષ્ય પર માત્ર ક્રોધ કરતી હતી તેને પણ તમે નીલ ના જેમ શાંત અને દયાળુ બનાવી છે આ માત્ર તમારી હાજરી ના કારણે થયું છે." ગુરુ ને માહી ને જવાબ આપતા કહ્યું.
" હું તમારી મદદ માટે તૈયાર છું પણ મારા પતિ સંજય ને પાછો સામાન્ય માણસ માં બદલવાની જવાબદારી તમારી છે. જો આટલી મદદ મળશે તો હું તરત જ તમારી સાથે બધા સામે લડવા તૈયાર છું." અંજલિ ને ગુરુ ને કહ્યું.
" અંજલિ એ તમારું કામ છે જો અગ્નિ ના મનને બદલી ને તમે તેને સારા માણસ માં પરિવર્તન કરી દો તો તે આપમેળે બાકી ના લોકો ને સામાન્ય માણસ માં બદલી દેશે." ગુરુ મે અંજલિ ને કહ્યું.
" શું તેના પછી અમારા મિત્રો પણ પાછા સામાન્ય માણસ માં બદલાઈ જશે." દેવ ને ગુરુ ને પૂછ્યું.
" હા બધા સામાન્ય માણસ બની જસે." ગુરુ ને જવાબ માં કહ્યું.
ઠીક છે હું અને દેવ પણ તમારી મદદ માટે તૈયાર છીએ." માહી દેવ ના બોલ્યા પેહલા બોલી ગઈ. અને દેવ તેની વાત સાંભળી ને માથું હલાવી ને હા કહે છે.
" ના હું તૈયાર નથી જો હું આવી કોય જવાબદારી માં બંધાઇ ને કામ કરી શકું નઈ મને કઈ થાય તો મારી પત્ની અને બાળક ની શું થાય. હું આ વાત સાથે સંમત નથી." કેવિન ના પાડી ને ગુફા છોડી ને ચાલ્યો ગયો.
કેવિન ચલતા ચલતા ગુફાઓ માં ખોવાઈ ગયો તે આમ તેમ બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યો. માત્ર થોડી જ વાર માં તે મોટા પત્થરો થી ભરેલી ગુફા માં ખોવાઈ ગયો. તેને ગણો સમય થઈ ગયો હતો પણ તે પાછો ના આવ્યો તેની ગેરહાજરી ના કારણે નીલ સાથે બધાને તેની ખોવાઈ જવાની ચિંતા હતી. નીલ વ્યાકૂળ થઈ ને બોલી " ગુરુ હું તમારી રજા લેવા માગું છું મને લાગે છે કેવિન ગુફા માં ખોવાઈ ગયો છે હું તેને શોધવા જવા માગું છું. તો બાકી ના બધા નું ધ્યાન તમે રાખો તેની વિનંતી કરું છું."
" નીલ તારે ક્યાંય જવાની જરૂર નથી કેવિન આ ગુફા માં સુરક્ષિત છે અને હું તેને પૂર્વજો ની ગુફા માંથી બહાર નીકળવા નઈ દઉં તો તું ચિંતા કર્યા વિના તારી આધ્યાત્મિક શકાતી ને મારા વૃક્ષ ની નીચે બેસી ને વધારી શકે છે અને શ્રુતિ પણ પોતાની શક્તિ ને વધારી શકે છે." ગુરુ ને પક્ષી વાળા વૃક્ષ સામે હાથ બતાવી ને કહ્યું. નીલ ગુરુ પર વિશ્વાસ રાખી ને વૃક્ષ ની નીચે ઊભી થયી જાય છે તેની સાથે શ્રુતિ પણ જાય છે. તે વૃક્ષ ગુરુ નું વૃક્ષ હતું તે પ્રાચીન અને પવિત્ર વૃક્ષ હતું. તેની નીચે બેસી ને નીલ અને શ્રુતિ પોતાની શક્તિ ને વધારવા માટે ધ્યાન ધરે છે.