The scourge of nature books and stories free download online pdf in Gujarati

કુદરત નો કહર


"મમ્મી, જો તો, આ શોકેસ હલી રહ્યો છે, કે પછી મારો વહેમ છે?"
મમ્મી હાથમાં વેલણ લઈ, રોટલી કરતા કરતા, રસોડામાંથી મારી પાસે આવીને ઉભા રહ્યા. થોડીક વાર શોકેસ સામે જોયું અને બોલ્યા,
"કાંઈ નથી, બધું બરાબર છે."
મને આશ્ચર્ય થયું.
"પણ અમુક સેકન્ડ્સ પહેલા હલી રહ્યો હતો."
"રાજેશ, આ ટાઇમ પાસ કરવાનું મુક અને જલ્દી જઈને દૂધ અને બ્રેડ લઈ આવ. તારા પપ્પા અને ભાઈઓને ઓફીસે જવાનું મોડું થાય છે."

હું અંદર જતા જતા બોલ્યો,
"હાં, રાશીને લઈને જાઉં છું."
મમ્મીએ બુંમ પાડી,
"શું બધી બાજુ રાશીને ખેંચતો હોય છે! એકલો નથી જઈ શકતો?"
હું કાંઈ પણ જવાબ આપ્યા વગર રાશીને બોલાવા ગયો. હું અઢાર વર્ષનો છું અને ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં છું. રાશી, મારી બહેન, ચુલબુલી અને નટખટ, અમારા ચાર ભાઈઓ વચ્ચે એક જ લાડકી બહેન છે. મારા કરતાં દસ વર્ષ નાની છે, અને મને અતિશય વ્હાલી લાગે છે. એ પણ, બીજા બધા કરતા, મારી વધારે હેવાયેલી છે.

રાશી એના રૂમમાં કાંઈક ચિત્ર બનાવી રહી હતી.
"રાશી, ચાલ મારી સાથે. દૂધ અને બ્રેડ લેવા જાઉં છું. તને ફાઈવ સ્ટાર અપાવીશ."
એના મોઢે સ્મિત આવ્યું, અને એણે પોતાની બુક બંધ કરીને મારી સાથે આવી.
"ઝડપથી આવજો. રખડવા ન નીકળી જતા."
ઘરની બહાર જતી વખતે મમ્મીએ ટકોર કરી.

અમારી પોતાની બિલ્ડીંગ હતી અને દાદરો ઉતરતી વખતે, રાશીનું સંતુલન ખસ્યું. મેં તેને ટેકો આપ્યો અને તે પડતા પડતા બચી. મને પોતાને પણ એક ધ્રુજારી જેવું લાગ્યું.
"ભાઈ, આ શું થઈ રહ્યું છે? કાંઈક વિચિત્ર લાગે છે."
"હાં રાશી. મને પણ સવારથી બધું હલતું હલતું દેખાઈ રહ્યું છે."

રાશીને મારી સાથે બાઇક પર બેસવું ખૂબ ગમતું. અમે ત્રણ ગલી મૂકીને, નાસ્તાનો સામાન લેવા ગયા. જ્યારે હું દુકાનદારને પૈસા આપી રહ્યો હતો, ત્યારે રાશી એ ફરમાઈશ કરી.
"ભાઈ મને બદામ મિલ્ક પીવું છે. પ્લીઝ."
"રાશી, એની ડેરી દૂર છે. મોડું થશે અને પછી મમ્મી વઢશે."
પણ એણે આગ્રહ કરતા કહ્યું,
"બાઇક ઉપર વાર નહીં લાગે. પ્લીઝ, ચાલોને."
હું ભાગ્યે જ એને કોઈ વસ્તુ માટે ના પાડતો.
"ચાલ. ફટાફટ પી લેજે. ઓકે?"

અમને પાછા આવતા લગભગ અડધો કલાક લાગ્યો.
જેમ જેમ અમે નજીક પહોંચ્યા, એક વિચિત્ર દૃષ્ટિ અમારી રાહ જોઈ રહી હતી. હવામાં ધૂળ અને ધુમાડો વહી રહ્યો હતો અને અમારી બિલ્ડિંગની આજુબાજુ એક વિશાળ ટોળું જમા થઈ ગયું હતું. લોકોમાં હાહાકાર મચી ગયો હતો. અમારી બિલ્ડીંગ તો દેખાઈ જ નહોતી રહી.

રાશી મને વળગી પડી અને અમેં બન્ને હેબતાઈ ગયા. ભીડની બીજી બાજુ શું જોવા મળવાનું હતું, એ વિચારીને હું ડરના મારે ધ્રુજી ઉઠ્યો. રાશીને બાથમાં રાખી, અને જેમતેમ લોકોને હટાવતા હટાવતા આગળ વધ્યો.

આંખની સામે અંધારું છવાઈ ગયું અને દિલની ધડકન બંધ પડી ગઈ. એટલું મોટું ભુકૂંપ આવ્યું, કે
અમારી બિલ્ડીંગ ગાયબ થઈ ગઈ હતી, અને એની જગ્યાએ એક મોટો કાટમાળનો ઢેર પડ્યો હતો.

મારા સંયુક્ત કુટુંબના આઠ સદસ્યોના શબ માટીના ઢેર નીચે દબાયલા પડ્યા હતા. પપ્પા, મમ્મી, ત્રણ ભાઈઓ, બે ભાભીઓ અને બે વર્ષનો નાનો ભત્રીજો. એક પળમાં, ક્ષણ ભરમાં, જિંદગી તહેસ નહેસ થઈ ગઈ. અમારા ઉપર કુદરત નો એવો કહર તુટી પડ્યો, કે એક ઝટકામાં રાશી અને હું, ઘર પરિવારથી, બેઘર અને અનાથ થઈ ગયા.....

શમીમ મર્ચન્ટ, મુંબઈ
__________________________________

Shades of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on my blog

https://shamimscorner.wordpress.com/


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED