સ્ત્રી સંઘર્ષ...ભાગ 22 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ...ભાગ 22

હવે રુચા નું કામ વધ્યું હતું. જોબ તો મળી ગઈ પણ ત્યાં કામ કરવું અને તે પણ પેલા ગુસ્સેલ હર્ષ સાથે ઘણું અઘરું હતું. પરંતુ રુચા ની આર્થિક કટોકટી ઓછી ત્યારે જ થશે જો તે આં કામ ચાલુ રાખશે. આથી ગમાં અણગમા નો કોઈ પ્રશ્ન અત્યારે તો શક્ય જ ન હતો. હવે રુચા પેલા કરતાં પણ વધુ વ્યસ્ત રહેવા લાગી હતી સવારે કોલેજ પતાવ્યા પછી તેને માત્ર એક કલાકનો સમય મળતો જેમાં પોતાના કોલેજના ગાર્ડનમાં બેસીને થોડું રીડિંગ કરતી અને પછી ત્યાંથી જ હોસ્પિટલની જવા માટે નીકળી જતી રાત્રે કામ પતાવીને જ્યારે તે હોસ્ટેલ પરત આવતી ત્યારે મોટાભાગના બધા ફ્રી થઈને હળવાશ માણતા હોય પરંતુ રુચા માટે હજી કામ અધૂરું રહેતું તેની ખાસ પ્રિયા આમ તો તેણે ઘણી મદદ કરતી હતી. તેના રૂમ ની સાફ-સફાઈમાં અને જમવામાં પણ રાહ જોતી હતી જેના કારણે રુચા ને ઘણો સહારો હતો.

જ્યારે આં બાજુ હોસ્પિટલમાં રોજ ને રોજ હર્ષ સાથે અણબનાવ ચાલ્યા કરતો તે પણ તે જ સમયમાં ત્યાં કામ કરતો હતો. આથી બંને સાથે જ થઈ જતા પરંતુ ધીરેધીરે રુંચા ને એક વાત સમજાવવા લાગી હતી કે કોલેજમાં ભણતો હર્ષ એક બગડેલો પરંતુ શિક્ષકોની નજરમાં આદર્શ વિદ્યાર્થી હતો જ્યારે દવાખાના મા પોતાના કામ માટે ઘણો કોઠાસૂઝ હતો પોતે પણ ધ્યાન લગાવી મહેનત કરતો હતો તેણે પણ રુચાની જેમ જ કોલેજના પ્રથમ વર્ષથી જ જો ગોતવાનું શરૂ કરી દીધું હતું. અને અહીં તે કામ કરતો કરતો આસિસ્ટન્ટ ની પોસ્ટ સુધી પહોંચ્યો હતો .તે પોતે પણ જાણતો હતો કે તેના પિતા ભલે કોલેજના ટ્રસ્ટી હોય પરંતુ આ નામ અને રૂઆબ તેને જોતું ન હતું. પોતાની જ અલગ ઓળખાણ બનાવવા માટે એ ગુપ્ત રીતે આં જોબ કરતો હતો.

જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ ધીરે-ધીરે રુંચા ને પણ હવે તેના પ્રત્યેનો ગુસ્સો ઓછો થયો હતો કારણ કે બંને હવે રોજ મળતા મોટાભાગે બંનેનું કામ સાથે જ થતું તેથી ઝઘડો કરીને પણ સાથે રહેવું અને તે પણ દરરોજ આં તો શક્ય બનતુ ન હતું .જોકે હર્ષને પણ દરરોજ રુચા ના કંઈક નવા જ ગુણનાં દર્શન થતાં ધીરે-ધીરે હર્ષ ને પણ પ્રોજેક્ટ સમયે પોતાની થયેલી ભૂલ વિશે ભાન થયું હતું તે સમજી ગયો હતો કે ક્યાંકને ક્યાંક રુચા ને તેને મુશ્કેલી માં નાખી દીધી હતી. અને રુચા ને પણ એ વાતનું ભાન થયું હતું કે તે અહીં જોબ કરે છે આથી તે પ્રોજેક્ટ સમયે તેને સમય આપી શક્યો ન હતો. પરંતુ બંને વચ્ચે આ માટે કોઈ સંવાદ થતો ન હતો બંને એકબીજાની સ્વભાવ સહજ આદત તો સમજતા હતા પરંતુ હજી બંને વચ્ચે ખામોશી હતી કારણકે ઝઘડા થી શરૂ થયેલો આ સંબંધ હજી દોસ્તી સુધી પહોંચ્યો ન હતો. જો કે કોલેજમાં બંને એકબીજાથી અજાણ્યા જ રહેતા કારણ કે બંને પોતાની જોબ વિશેની વાત બધા થી છુપાવવા માંગતા હતા જોકે આ વાત વિશે બંને એ એકબીજાને કશું કહ્યું ન હતું પરંતુ બંને અજાણે જ કોલેજમાં આ બાબતે મૌન હતા.

આમ જ સમય પસાર થતો ગયો. અને એક મહિનો ક્યાં વીતી ગયો તે રુચાને ખબર જ ન રહીં . જ્યારે રુચા ના હાથ માં પેહલી સેલેરિ આવી ત્યારે તે ખૂબ જ ખુશ હતી .આં તેની મેહનત હતી. જે માટે તેણે અથાગ પરિશ્રમ કર્યો હતો. કેટલીએ તકલીફો સહન કરી હતી. તેની આંખો માં છલકતી લાગણીઓ હર્ષ થી છુપી રહી ન શકી. કારણકે પોતે પણ આજ સમયમાંથી પસાર થયો હતો . આજે પ્રથમ વખત હર્ષ તેની માટે કામ પૂરું કરીને ઊભો રહ્યો જ્યારે રુચા સડક ઉપર આવી ત્યારે હર્ષ ને ત્યાં ઊભો જોઈને તે અવાક બની ગઈ.તેને આશ્ચર્ય પણ થયું પરંતુ હવે ધીમે ધીમે બંને વચ્ચે એટલી તો દોસ્તી થઈ હતી કે બંને કામ સાથે થોડી વાતો પણ કરી લેતા .હર્ષ હંમેશા સ્કુટી ઉપર ત્યાં આવતો જ્યારે રુચા તો બસ સ્ટેન્ડ સુધી ચાલીને જતી ત્યાંથી બસમાં હોસ્ટેલ સુધી પહોંચતી. આમ તેને વધુ ખેંચતાણ રહેતી હતી. જોકે હર્ષ પણ હોસ્ટેલમાં જ રહેતો હતો પરંતુ પોતે વાહન રાખતો હોવાથી કોલેજથી તરત દવાખાને પહોંચી જતો આથી તે રુચા કરતા પ્રથમ નીકળી જતો . હોસ્પિટલની એક ખાસિયત હતી કે તેના માટે કામના કલાકો સરખા જતા આથી ત્યાં જે પણ સ્ટાફ આવતો તે મોટે ભાગે તો ટકી જ જતો.

હર્ષે રુંચા ને ઈશારો કરીને પાછળ બેસવા કહ્યું રુંચા પણ તેની વાત સમજી ગઈ અને તેની પાછળ ગોઠવાઇ આજે અચાનક હર્ષ ને તેની માટે પોતાની એક કલાક બગાડી હતી જે પોતે સમય માટે ખૂબ જ પાબંદ હતી આથી તે પોતાને પૂછતા રોકી ન શકી કે આજે આ ખાસ મહેરબાની નું શું કારણ છે ? આ એક મહિનો બંને માટે ઘણા વળાંક લઈને આવ્યો હતો બંને વચ્ચે એકંદરે તો મૌન જ રહેતું બંને ઓછું બોલતા પરંતુ ધીરે ધીરે ઊભા થયેલા તણાવો દૂર થઈ ગયા હતા. અને આજે હર્ષનું આ રીતે તેની માટે એક કલાક બગાડવું રુચા માટે એક અલગ જ ભાવ હતો હર્ષે તેને હજી સુધી કોઈ જવાબ આપ્યો નહીં. અને તેણે સ્કુટી ચલાવતા ચલાવતા માત્ર તેની વાતો સાંભળ્યા કરી , જ્યારે રૂચા પોતાની જ વાતો માં મગ્ન નિરંતર બોલ્યા કરતી હતી ત્યાં અચાનક જ ગાડીને બ્રેક લાગી અને રૂચા એક ધક્કા સાથે હર્ષની પીઠ સાથે અથડાય હર્ષે પણ ઝીણી આંખો સાથે મોઢું ફેરવી તેની સામે જોયું થોડી વાર બંને જાણે એકબીજા માં જ ખોવાઈ ગયા આંખોથી ચાલેલો આ સંવાદ બંનેમાંથી એક પણ સમજતા ન હતા પરંતુ ઘણો ગેહરો ભાવ રજૂ થઇ જતો હતો. હર્ષે ગાડી એક ચાની ટપરી ઉપર ઊભી રાખી હતી રુચા કેટલા એ ભાવ સાથે હર્ષની સામુ જોઇ રહી કારણ કે તેને સમજાતું ન હતું કે આજે અચાનક આ શું થઈ રહ્યું છે તે ચાલતા સમય સાથે માત્ર જાણે ચાલી રહી હોય એમ વેહતી રહી જોકે આટલા દિવસમાં હર્ષ એટલું તો જાણી ગયો હતો કે રુંચા ને ચા ઘણી પ્રિય છે

આથી તે તેની પ્રથમ સેલેરી આવવાની ખુશીમાં અહીં એક ચા સાથે સેલિબ્રેટ કરવા માંગતો હતો. જોકે તે આવું શું કામ કરી રહ્યો હતો તે પોતે પણ જાણતો ન હતો સ્કુટી ના ટેકો દઈને રુંચા ત્યાં જ ઉભી રહી જ્યારે હર્ષ ચાનો ઓર્ડર આપવા આગળ વધ્યો અને બે ચા અને એક વેફર નું પેકેટ લઇ ને તે ફરી રુચા પાસે આવ્યો અને ચા નો બીજો કપ તેને રુંચા ના હાથમાં પકડાવ્યો. બંને જણા સડકના કિનારે ઉભા ચા નો આનંદ માણવા લાગ્યા, દરેક ચૂસકી કઈક નવો રંગ ચડાવી રહી હતી. જોકે રુચા ને ચા ઘણી પ્રિય હતી. આખા દિવસનો થાક અને અથાગ મહેનત પછી ચા ની મહેક ઘણી આનંદ આપે પરંતુ ચા એકલા પીવા કરતાં જો કોઈ સંગાથ હોય તો તેનો સ્વાદ અને અનેરો જ થઈ જાય છે અને આજે હર્ષ સાથેનો આ ચા મોમેન્ટ તેને એક સપના જેવો લાગી રહ્યો હતો. સડક ઉપર જાખી લાઈટના પ્રકાશ માં દોડતા વાહનો, હળવી ઠંડક, રાતનો ઘૂમટો એકંદરે કોઈ સપનાથી ઓછું પણ ન હતું. થોડીવાર માટે તો રુંચાપણ પોતાની સ્વપ્નનગરી માં ખોવાઈ ગઈ. ચા પાર્ટી પછી હર્ષે એક ચોકલેટ આપતા રુચા ને પાર્ટી આપવાનું કારણ જણાવ્યું રુંચા પણ હર્ષના વિચારો જાણી સ્તબ્ધ થઇ ગઈ. તેની માટે આ મુવમેન્ટ ઘણું જ ખાસ બની ગયું, કારણ કે આજે પ્રથમ વખત કોઈએ તેની માટે આ રીતે વિચાર્યું હતું અને તે પણ વગર કીધે. તે પણ પોતાની પ્રથમ સેલેરી માટે ખૂબ જ ખુશ હતી પરંતુ આ ખુશી કોની સાથે શેર કરવી તે સમજતી ન હતી જ્યારે હર્ષે તેને વગર કીધે તેની પળોને ખાસ બનાવી દીધી હતી રુંચાએ આંખોના ઇશારાથી તેને આભાર વ્યક્ત કર્યો પછી બંને જણા ઘર તરફ વળ્યા. તેને હોસ્ટેલ છોડીને હર્ષ પોતાના રૂમ તરફ આગળ વધ્યો..

રુચા રૂમ આવ્યા પછી પણ હર્ષ નો વિચાર તેના મગજમાંથી કેમેય કરીને નીકળતો નહોતો. વારેવારે તેના ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી જતી હતી અને તેની આંખો સામે કેટલાય ચલચિત્ર ગોઠવાઈ જતા હતા.