સ્ત્રી સંઘર્ષ...ભાગ 19 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ...ભાગ 19

રાજીવ અને મીરા ઘરે આવી ગયા બધુ સકુશળ છે તે જોઈને રેખા અને બાપુજી ને શાંતિ થઈ ગઈ, પરંતુ રુચા અકળ વકળ થઈ ઉઠી કારણકે તે જાણતી હતી કે જો મીરા મળી ગઈ છે તો તે તેનું નામ લઇ લેશે અને હવે તો રાજીવ તેને મુકશે નહીં કદાચ પહેલા કરતા પણ વધુ દંડ આપશે પરંતુ કશું બન્યું જ નથી રાજીવે તેઓ ડોળ કર્યો આથી રુચા નિશ્ચિંત થઈ ગઈ કે મીરા કશું બોલી નથી અથવા તો તેણે તેનું નામ લીધું નથી પરંતુ કેમ ...??

રાજીવ તે રાત ઊંઘી શક્યો નહીં પોતાની દીકરી આવી જીવલેણ હરકતો કરી શકે તેના પર તેને વિશ્વાસ ન હતો. બાર વરસની દીકરી જો વધુ સોબત બગડતી રહે તો ગેરમાર્ગે પણ દોરી શકે એમ છે. આથી રાજીવે નવા સત્ર શરૂ થતા જ રુચા ને હોસ્ટેલમાં મૂકવાનો નિર્ણય કરી લીધો તેણે આ વાત રેખા અને બાપુજી ને પણ જણાવી તે બન્ને પણ ઋચાની બગડતી સોબતથી પરેશાન થઈ ગયા પરંતુ જો તે ફરી તેને માર મારે તો તે આનાથી વધુ કોઇ ગંભીર હરકત કરી શકે

થોડીવાર માટે તો રેખાને આંચકો લાગ્યો પરંતુ પોતાની દીકરીના ભવિષ્ય માટે આ કડવા ઘૂંટ પીવા જ પડશે આ મક્કમપણે તે સ્વીકારી રહી બાપુજી પણ રાજીવ અને રેખાને દિલાસો આપી રહ્યા પરંતુ અંદરખાને પોતે પણ રૂચા માટે ચિંતિત હતા વેકેશન શરૂ થઈ ગયું અને રાજીવે રુંચા માટે ચુસ્ત નિયમો અને સ્વસ્થ વાતાવરણ માં ભણતર હોય તેવું હોસ્ટેલ શોધવાનું શરૂ કરી દીધું તેણે નક્કી કરી લીધું કે તે રુંચાને ઘરથી એટલી દૂર મોકલી દેશે કે તેનો પરિવાર માટે અને ઘરના લોકો માટે ખોઈ બેસેલો આદર ફરી ઊભો થાય. પરિવાર સાથે રહેવાની અને પરિવારનું શું કિંમત છે તે તેને ખબર પડે આથી પોતાના ઘરથી પાંચ છ કલાકના અંતરે રહેલા શહેરમાં તેણે હોસ્ટેલ શોધી કાઢી જેથી તે કોઈ વીકેન્ડમાં ઘરે આવી શકે નહીં એકલતા વાળું જીવન તેને કોરી ખાઈ અને પોતે કરેલી ભૂલોનો પસ્તાવો થાઇ.
જોકે રાજીવ તેને એકલો મુકેત પણ નહિ , અહીં દૂર બેસીને પણ તે તેના પર કડકાઈ થી નજર રાખશે જેથી એકલા પડી તે ખોટા માર્ગે ન જાય

એક દિવસ તેણે રુચા ને સમય જોઈને ભણતર માટે હોસ્ટેલમાં મૂકવાના તેના નિર્ણય વિશે જણાવ્યું પરંતુ સારા ભણતર ના હેતુથી જ તેને હોસ્ટેલ મૂકી રહ્યા છે માત્ર એટલું જ કહ્યું રુચા આં સાંભળી થોડીવાર માટે સ્તબ્ધ થઇ ગઈ. તેણે તરત મીરા સામું જોયું જે શાંત ખૂણામાં ઉભી હતી. આ જોઈ તેણે શાળાની પેલી ઘટના યાદ આવી ગઈ.

પોતાની શાળા મિત્રો અને ઘર મૂકીને કોઈને દૂર જવું કોને ગમે પરંતુ તેને આં કરતા પણ વધુ મીરા પર ગુસ્સો આવ્યો કારણ કે તેને એ તો સમજી લીધું કે મીરા માટે તેના માતાપિતા પોતાને તેમનાથી દૂર કરે છે મીરા ને લીધે જ તે પહેલા તેના માતા-પિતા છેટી થઇ અરે તેને વડીયા પણ ખરા અને હવે તેને પોતાના થી દુર ઘરથી દૂર એકલી રહેવા માટે મોકલી દે છે . પિતાના નિર્ણય આગળ રુચાની જીત તો ચાલી જ નહીં અને અંતે હોસ્ટેલ જવાનું પાક્કું થયું .

ક્યારેક કોઈ દિવસ જાતે પોતાનું કામ જાતે ન કરતી રુચા માથે સ્વયંશિસ્ત અઘરી લાગવા લાગી. ભારે હદયે શાળા અને હોસ્ટેલ નું જીવન તો સ્વીકાર્યો પરંતુ ત્યાં નું વાતાવરણ રાજ આવતાં ઘણો સમય લાગે એમ હતો આ બાજુ રાજીવ પણ પોતાની દીકરીને દરરોજ યાદ કરતો પરંતુ તેના જીવન માટે આ શિષ્ટ જરૂરી હતી કડક નિયમો અને સિસ્ટમ બંધ જીવન તકલીફ તો આપે જ પરંતુ બાળક આવનારી મુસીબતોથી પ્રથમ જ ઘડાય જાય.

શરૂઆતમાં તો સમય વિતાવવા માટે રુચા બારી પાસે બેસી રહેતી. તેને ઘર અને બધાની બોવ જ યાદ આવતી પણ શું કરે?? પછી ધીરે ધીરે પુસ્તકાલય ,રમતનું મેદાન અને રૂમના સહપાઠીઓ સાથે મેળાપ શરૂ થયો એક સારા અને સ્વચ્છ વાતાવરણમાં તે ઘડાવા મજબૂર થઈ ગઈ . ધીરે ધીરે વર્તન અને વાણીમાં પણ પરિવર્તન આવ્યું તુચ્છ વાણી અને પોતે કરેલી ભૂલો તેને દેખાવા લાગી પરંતુ મીરા પ્રત્યે જાગેલો અણ બનાવ વધુ દ્રઢ બની ગયો. માતા-પિતાએ તેને મીરા ને લીધેજ પોતાનાથી દૂર કરી છે આ ભાવ તેના મનમાં ખસી ગયો પરંતુ પરિવારથી દૂર રહીને પરિવાર ની કદર વધુ થવા લાગી ઘર, ઘરનું આંગણું , મા ના હાથનું ભોજન ,દાદાની વાર્તાઓ, પપ્પાનું દર રવિવારે ફરવા લઈ જવું .વગેરે .. રું ચાને વધુ ને વધુ યાદ આવવા લાગ્યું રોજિંદા દિવસો તો કેમે કરીને વીતી જતા પરંતુ શનિ-રવિની રજામાં સમય પસાર થતો નહીં. કારણકે ઘરથી 300 400 કિલોમીટર દૂર તે દર અઠવાડિયે ઘરે જઈ શકતી નહીં આથી તેને હોસ્ટેલમાં સમય વિતાવવો પડતો ગૃહકાર્ય કરી તે પોતાની એક મિત્ર સાથે સમય વિતાવતી. પરંતુ તે પણ ક્યારેક જ હાજર હોય.

એકલતા તેને કોરી ખાતી એક સંયુક્ત કુટુંબમાં રહેલી રુચા ખૂબ જ અકળાઇ જતી ક્યારેક તો ડૂસકે ડૂસકે રડી પડતી પરંતુ હવે સમય વીતી ચૂક્યો હતો . અંતે સમય વિતાવવા તે હવે ભણતરમાં રસ લેવા લાગી વધેલા સમય મા તે પુસ્તકાલયમાં પણ જતી હવે ધીરે ધીરે તે ભણતર જીવન મૂલ્ય અને શિસ્તમાં સમજણ કેળવવા લાગી હતી

આમ કરતાં છ મહિનાનો સમય વીતી ગયો દિવાળી વેકેશન પહેલા પ્રથમ સત્ર ની પરીક્ષા પૂર્ણ કરી અને પછી મનમાં હરખ છવાઈ ગયો આખરે છ મહિના પછી તે પોતાના પરિવારને મળવાની હતી રાજીવ તેને લેવા આવ્યો હતો. પિતા ને જોતા જ તે રડી પડી . રાજીવ પણ તેની આંખમાં પસ્તાવો અને પરિવર્તન નો ભાવ જોઈ શકતો હતો જોકે તે દર મહિને રુચા નો પ્રગતિ રીપોર્ટ તેની જાણ બહાર જાણી લેતો પરંતુ પોતાની દીકરીને મળવા આવ્યો ન હતો .રુચા ઘરે આવી આજે તો તેની જ પસન્દ ની બધી વાનગીઓ માં એ બનાવી હતી બાપુજીએ પણ એને હેતથી વધાવી લીધી તેનો ખિલખિલાટ કરતો હસતો ચહેરો ઘરમાં ફરી ગુંજવા લાગ્યો પરંતુ મીરા સાથે તેનો અણબનાવ ચાલુ જ રહ્યો જોકે તેને હવે આ વસ્તુ કોઈને દેખાવા દીધી ન હતી ધીરે-ધીરે સમય પસાર થવા લાગ્યો રુચા હોસ્ટેલમાં અને મીરા ગૃહસ્થ જીવનમાં રચી પચી લેવા લાગી બંને બહેનો વર્ષમાં તહેવારે મળતી રાજીવ અને રેખાએ પોતાની બન્ને દીકરીઓના ભણતર અને યોગ્ય કેળવણી માંકોઈ કચાશ રાખી ન હતી, પરંતુ મીરા રુચા નો પોતાના પ્રત્યેનો ઉદ્ધતાઈ ભર્યુ વર્તન જોઈ શકતી હતી તેને કારણે આજે પોતે પોતાના પરિવારથી દૂર છે તે રુચા થી ભૂલાતું ન હતું તે જાણી ગઈ હતી કે મીરા એ તેની સાથે રમત રમી છે શાળા વાળી ઘટના ને કારણે જ આજે પોતે પરિવારથી દૂર એકલી છે

હોસ્ટેલ માં રેહવાને કારણે ધીરે ધીરે રુચા પારિવારિક મૂલ્યની ભાવવતમક લાગણી સમજી ગઇ પરંતુ પરિવાર સાથેનો લગાવ અને નિકટતા ઓછી થતી ગઈ પોતાના પિતાએ પોતાના કરતા મીરા ને વધુ મહત્વ આપ્યું છે તે એક દીકરી કેમ સહન કરી શકે જેમ જેમ રુંચા ની ઉંમર વધવા લાગી તેમ બાળ સહજ બુદ્ધિ હવે સમજદારી માં ફેરવવા લાગી હતી આંથી રજાઓ દરમિયાન ઘર માં આવેલા પરિવર્તનો તે બારીકાઇથી જોઈ શકતી હતી. મીરા કઈ રીતે ઘરમાં સૌ કોઈની લાડલી બની ગઈ છે જેને કારણે માતા-પિતા ને હવે તેની ખોટ દેખાતી નથી માતાના કહેલા શબ્દો કે ."
તું રહેવા દે .....
એ તો મીરા કરી લેશે .....
મિરા જ વધુ સારું કરે છે .....
આતો મીરા નું કામ છે " ......

આવા શબ્દો તેને કાંટાની માફક ખૂંચવા લાગ્યા તેણે નક્કી જ કરી લીધું કે આવતી રજાએ તે ઘરે આવશે નહીં અને આ મ જ સમય પસાર થઈ રહ્યો. ઋચાએ હવે ઘરનું બારણું જોવાનું બંધ કરી દીધું. રજા દરમિયાન પોતે શાળામાંથી થતા પ્રવાસ આયોજન માં ભાગ લઇ લેતી અને પછી પાછી આવી બીજા કોઈ ક્લાસ નું બહાનું કરી પોતાની મિત્રને ઘરે જતી પરંતુ ઘરે આવવાનું ટાળતી રહેતી આમને આમ તેનું બોર્ડ પણ વીતી ગયું છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન રુચા ઘરે આવી ન હતી રાજીવ અને રેખા વચ્ચે વચ્ચે તેને મળવા આવતા રહેતા ઘરે આવવાનું પણ કહેતા પરંતુ તેનું ભણતર અને ક્લાસ બગડશે આવા બહાના કાઢી રુચા આ બધું ટાળતી પોતાની દીકરી માં આવેલી આ રીતની મેચ્યોરિટી જોઈને રાજીવ અને રેખાને તો ગર્વ થતો દર વર્ષે સૌથી હોશિયાર સ્ટુડન્ટ નો મેડલ લઈને જ્યારે રુચા માતા-પિતાને બતાવતી તો તેઓ હરખથી ફુલાઈ જતા આમાં દિવસ અને સમય વર્ષો માં પરિવર્તિત થઈ ગયા. અને ઋચાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ થઈ ગયો....