રાખડીનો હકદાર Mittal purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

રાખડીનો હકદાર

રાખડીનો હકદાર

અલી પ્રિયલ, આપણી કૉલેજમાં રક્ષાબંધન ઊજવાય તો તું કોને રાખડી બાંધે??-- સુરભીએ પોતાની સખી ને ટીખળ કરતાં પુછ્યું..
પ્રિયલ : આ તો કંઈ શાળા થોડી છે? આપણે તો કૉલેજમાં છે આંહીં રક્ષાબંધન નહીં વેલેન્ટાઇન ઊજવાય .. કહીને જોરથી હસવા લાગી..સામે ઉભેલા છોકરાઓનાં ટોળાને પણ એની આ વાત ગમી એટલે એમાં સૂર પુરાવા લાગ્યા
મિહિર : અરે પણ પ્રિયલ, ચલ કદાચ ઉજવાય તો બોલ તું કોને બાંધવાની ગણતરી કરે?? જેથી અમે સેફઝોન માં છે કે નહીં તે ખબર પડે??
પ્રિયલ કૉલેજની સુંદર, સંસ્કારી અને ખુબજ હોશિયાર છોકરી બધા એની મિત્રતા ઈચ્છે...
પ્રિયલ : અરે, મારે સગો ભાઈ છે જ એટલે ડોન્ટ વરી...

થોડા દિવસ પછી પ્રિયલ કૉલેજ થી ઘરે જાય ત્યારે રોજ કોઈ મવાલી જેવો છોકરો એનો પીછો કરતો, પહેલાં તો એ ડરી ગઈ પણ બે ત્રણ દિવસ પછી એણે અનુભવ્યું કે એ મવાલી ની અને પ્રિયલની વચ્ચે એની જ કૉલેજ નો એક રાજ ચુપચાપ આવતો...એ રાજ ની બીકના કારણે પેલો મવાલી આવતો બંધ થઈ ગયો પણ પ્રિયલને આ વાત સમજાઈ નહીં, પેલા અજાણ્યા મવાલી થી ડરી ગયેલી એણે બધો ગુસ્સો અને ડર નો ઉભરો રાજ ઉપર ખંખેરી નાખ્યો બિચારો રાજ કંઈ પણ બોલ્યા વિના જ જતો રહ્યો...
બીજા દિવસે સખીઓ ને રાજનો કિસ્સો સંભળાવી એની હિંમત ના વખાણ કરી રહી હતી ત્યાં જ રાજ આવ્યો અને એક ચિઠ્ઠી પ્રિયલ ને ધરી, પ્રિયલ તો કંઈ સમજી ન શકી ગઈ કાલે આટલો ખખડાવ્યો છતાં એની આટલી હિંમત?..
રાજ ત્યાં થી જતો રહ્યો પ્રિયલ ચિઠ્ઠી ખોલ્યા વિના જ ફેંકવા જતી હતી ત્યાં એને સુરભીએ રોકી,
' જો તો ખરી શું લખ્યું છે, કદાચ માંફી માંગી હોય'...
' તને શોખ હોય તો તું વાંચ કહી ચિઠ્ઠી નાંખી ને આગળ ચાલવા લાગી, સુરભીએ ચિઠ્ઠી વાંચી અને એની આંખમાં આંસું આવી ગયાં, પ્રિયલ આ જોઈ ચિઠ્ઠી વાંચવા લાગી અને એની આંખમાં પણ આંસુ આવી ગયાં, એમાં લખ્યું હતું.......

" પ્રિય બહેન,
હું તમને પહેલાં દિવસથી જ મારી નાની બહેન ની જેમ જોતો આવ્યો છું, એટલે તમારી રક્ષા એ મારી ફરજ છે, હું વિચારતો હતો કે તમારા હાથે રાખડી બંધાવીશ પણ તમારે સગો ભાઈ છે એવું તમે કહ્યું એટલે હું કંઈ બોલ્યો નહિ, મારે પણ સગી બહેન છે જ પણ શું અન્ય કોઈ સાથે એવો પવિત્ર સંબંધ ન બંધાય??? હશે, મેં તમને કંઈ કહ્યું નહીં પણ ૨-૩ દિવસ તમારો ઉદાસ ચહેરો જોઈને સમજી ગયો કે બહેનને કોઇ તકલીફ છે, એટલે તમારી પાછળ આવવા લાગ્યો, હવે એ મવાલી તમને હેરાન નહીં કરે, તમારી સામે બોલાયું નહિ એટલે લખીને એક વાત પુંછું છું...
Will you be my best sister?
લિ.. રાજ.

બીજા દિવસે પ્રિયલ રાખડી સાથે કૉલેજમાં રક્ષાબંધન પર્વ ઉજવવા ગઈ બધાં ની વચ્ચે એણે રાજ નાં વખાણ કર્યા આને માંફી પણ માંગી...જે રક્ષણ કરે એજ બંધનમાં બંધાઈ શકે, એમાં સગાં હોવું મહત્વનું નથી પણ એકબીજા પ્રત્યેની ભાઈ-બહેન ની લાગણી મહત્વ ની છે, સંબંધ લોહીનો નહીં હોય તો પણ ચાલશે પણ એમાં રહેલ એકબીજા પ્રત્યેની સાચી લાગણી અને માન નો હોવો જોઈએ.. જ્યાં વાત સ્ત્રી ના સન્માન ની આને આબરુની હોય ત્યાં જે ખડેપગે સાથ આપે એ જ રાખડીનો હકદાર હોય છે અને એ વાત પ્રિયલ સમજી ગઈ અને આજીવન આ રક્ષાબંધન ભાઈ-બહેન પ્રેમ થી નીભાવશે એ વચન આપ્યું....
મિત્તલ પુરોહિત મુસ્કાન..