લવ યુ જીંદગી Mittal purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ જીંદગી

"" લવ યુ જીંદગી""


" અરે સાવ બકવાસ જીવન છે, ભગવાન યાદ જ્યારે ગુસ્સામાં હશે ત્યારે મારું નસીબ લખ્યું હશે..સાવ આવું તે કંઈ કોઈનું નસીબ હોય??" વિચારો ના વાવાઝોડા સાથે શીલા નું શરીર પણ વાવાઝોડા ની જેમ ફરી ફરી ને ઘરના કામ પતાવી રહ્યું હતું..
આમ તો લોકો ની નજરમાં તો એ સાવ સુખી હતી, સારું ઘર , સારો પ્રેમાળ પતિ,અને એથીય વધુ વ્હાલ ના ઝરણાં જેવાં બે બાળકો...હવે લોકો ની દ્રષ્ટિ એ સુખ ની વ્યાખ્યા માં કંઈ જ ખુટતુ ન હતું...પણ છતાંય શીલા તો પોતાની જાતને દુનિયા ની સૌથી દુઃખી અને બદનસીબ સ્ત્રી માનતી હતી..
થોડીવાર ચૂપચાપ એને તાકી રહ્યા બાદ એના મનનો ઉચાટ કૉલેજ થી હમણાં જ આવેલી એની દીકરી ખુશી સમજી ગઈ...આજ મૅડમે આ જ તો ટૉપિક ઉપર સમજાવ્યું હતું..મૅડમ જ્યારે સમજાવી રહ્યા હતા ત્યારે ખુશી ને પોતાની મમ્મી યાદ આવી ગઈ હતી...જે રીતે મૅડમ મૉનોપોઝ ના લક્ષણો કહી રહ્યા હતાં બસ, એ જ તમામ લક્ષણો એની મમ્મી માં એને ડોકાતા હતા.એને મૅડમ નઃ શબ્દો યાદ આવ્યાં..
'એક સ્ત્રી ના જીવન માં શારીરિક ની સાથે માનસિક બદલાવ ૩ વાર તો આવે જ છે... પહેલીવાર એ જ્યારે કિશોરી બંને અને માસિકસ્ત્રાવ શરૂ થાય... બીજી એ જ્યારે માતૃત્વ ધારણ કરે અને છેલ્લી વાર જ્યારે એનું માસિકચક્ર બંધ થાય... કિશોરાવસ્થામાં એને ઘરનાં સભ્યો તરફથી (માતા) પ્રેમ અને સમજણની હૂંફ મળે છે એટલે એ સમય એને માનસિક ભાર હળવો હોય...
ગર્ભાવસ્થા દરમિયાન પણ પતિ અને અન્ય સભ્યો ની સારી એવી સંભાળ અને પ્રેમ મળે છે એટલે ત્યારે પણ મોટા ભાગની સ્ત્રીઓ એ સમય ને સુખદ રીતે પસાર કરે છે....પણ સ્ત્રી ના જીવન ના આ અંતિમ બદલાવ માં એનું અસ્તિત્વ જાણે સાવ ઓગળી જાય છે.. કારણકે જેટલી જરૂર હૂંફ કે પ્રેમ ની માસિક ની શરૂઆત થાય ત્યારે હોય એનાથી પણ વધારે આ સમયે હોય છે.. સ્ત્રી નું અસ્તિત્વ જ લાગણી ઉપર ટકેલું હોય છે..એને સમગ્ર જીવન દરમિયાન બસ એક જ મુખ્ય વસ્તુ જોઈતી હોય છે અને એ છે પ્રેમ...બસ એના બદલામાં એ હસતા મોઢે કોઈ પણ તકલીફ સહન કરવા તૈયાર થઈ જાય છે..મૉનોપોજ એ એવો સમય એટલે સ્ત્રી ને ડીપ્રેસન માં લઇ જાય છે કે એ સમયે એને પ્રેમ અને હૂંફ આપવાના બદલે મોટાભાગના પરિવારો માં એને અવગણવામાં આવે છે.... પતિ પોતાના ધંધા કે વ્યવસાયમાં, બાળકો પોતાના અભ્યાસ અને દોસ્તો સાથે...જો વડીલો હોય ઘરમાં તો એ પ્રભુભક્તિ માં...બસ એટલું કોઈ રહી જાય તો એ છે એ ઘરની સ્ત્રી...અને પછી એને આખી જીંદગી ઘરના સભ્યો માટે પોતે કરેલા કામ, બલિદાન અને ફરજો યાદ આવે છે...આ બંધાય ના સ્થાને અત્યારે એ સાવ એકલી થતાં એને પોતાની જીંદગી થી નફરત થાય... સ્વભાવે ચિડિયાપણું આવે અને ઘરના લોકો એની આ સ્થિતિ ને સમજ્યા વિના જ એને જ ધુત્કારતા હોય છે...
બસ આ જ સમયે એને ઉડવા નવી પાંખો આપો...એના અધુરા શોખને આકાર આપો...એની ઘર માટે વહેલી જીંદગી ને એની નજર માં સાર્થક બનાવો..એને એક બાળકની જેમ પ્રેમ, હૂંફ અને સાથસહકાર આપો....'
આ બધા શબ્દો યાદ આવતાં જ ખુશી... સવારે મમ્મી ના સ્વભાવ ના લીધે , મમ્મી ઉપર ગુસ્સો કરીને નાસ્તો કર્યા વિના જ કૉલેજ ગઇ હતી, એ વાત ઉપર સૉરી કહીને વ્હાલ થી વીંટળાઈ ગઈ..
મમ્મી ને આશ્ચર્ય થયું પણ એના ચહેરા પર સ્મિત આવી ગયું...કેટલી સરસ લાગે છે મમ્મી હસતી હોય ત્યારે..એમ વિચારી ખુશી પણ ખુશ થઈ ગયી....
બીજા દિવસે પપ્પા ની મંજુરી લઈને ખુશી, મમ્મી માટે એની અધુરી ઇચ્છા કે સપનું જે ગણો એ ...એવા કથક નૃત્ય ના ક્લાસનું ફોર્મ ભરી આવી... જ્યારે એણે પપ્પા ને આપી ને ઈશારો કર્યો ત્યારે પપ્પા એ એની હાજરી માં મમ્મી ના હાથ માં આ આપ્યું અને કહ્યું"" આ આઈડિયા તારી દીકરી નો છે..""
ત્યારે આંખ માં આવેલ આંસુ ને વહેતાં કરીને શીલા દીકરી અને પતિને ભેટી પડી.. પોતે બધા માટે જીવી એ વાતે એને ગર્વ થયો... એટલામાં જ દિકરો બોલ્યો.."" બધો વ્હાલ આ બે ને જ... મેં તો મમ્મી માટે આ કામવાળી બાઈ શોધી..મને કંઈ નહીં""... કરતાં હસી પડ્યો..અને સાથે સૌ હસવા લાગ્યા.. ખુશી ને પણ લાગ્યું કે મૅડમની વાત બિલકુલ સાચી હતી....અને શીલા મનોમન ભગવાન ને કહી રહી હતી....

"" આવી સરસ જીંદગી માટે પ્રભુ તારો ખુબ ખુબ આભાર...અને આ પરિવાર એ મારી જીંદગી છે... LOVE YOU JINDAGI........""

મિત્તલ પુરોહિત