ફૂલની આત્મકથા Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

શ્રેણી
શેયર કરો

ફૂલની આત્મકથા

કરમાતા રડી ગયેલા ફૂલને કોઈ માનવે પૂછ્યું; અરે તું આટલું કોમળ અને સુંદર છે અને તારી સુવાસ ચારે બાજુ ફેલાઈ રહી છે તો શા માટે રડે છે?

ફૂલને પોતાના આંસુ લૂછી ને કહ્યું કે; મને દુઃખ એ વાતનું થાય છે કે સાંજ પડે અને મારું અસ્તિત્વ નષ્ટ થઈ જશે! અને મારા છોડ પરના ફૂલ હજુ સુધી કોઈ આવીને મહેક પણ માણીને નથી ગયું., જો મારુ ફૂલ આમ છોડ ઉપર કરમાઈ જશે તો મારા અસ્તિત્વનું શું??

માનવ એ કહ્યું કે; જે ખીલે છે એ ફુલ તો કરમાવાનું છે ,પછી તું નકામો અફસોસ કરે છે!

ફુલે કહ્યુ ;એ જીવન શું કામનું કે; આપણો ઉપયોગ ન થાય. ખીલી ને મુરજાવું એ મારો ઉદ્દેશ્ય કે લક્ષ્ય નથી!

માનવે કહ્યું ;તું કહે તારું ઉપયોગ ક્યાં કરવો છે?

ફુલે કહ્યું; મારે કોઈની ઉપકાર નથી જોઈતો.હું મારા પોતાના ગુણથી પ્રભુના ચરણ ને પામી શકું તેવું મહેકદાર બનીશ.એ નહિ બને તો કોઈ કુંવારીકા કે નવોઢાના માથાની વેણી બનીશ,અને ત્યાં સ્થાન નહિ મળેતો કોઈની કબર પર હું અભિવાદન કરીશ પણ હું મારા ગુણો અને મારા મહેનતથી જ લોકોના હદયમાં સ્થાન પામીશ

માનવે કહ્યું: પણ છતાં તું સાંજ પડે એટલે કરમાઈશ અને બધાના હદયમાંથી અલગ થવાનું તો છે જ.

ફુલે કહ્યું; મને બિલકુલ અફસોસ નહિ થાય કારણકે ,મારા અસ્તિત્વને ક્ષણભર માટે કોઈના ઉપયોગમાં આવીશ ત્યારે મારું જીવન સફળ બનશે.ભલે પછી એક સેકન્ડ માટે હોય.

ફૂલની આત્મવિશ્વાસ ભરી વાત સાંભળીને મનુષ્યને થયું કે જે ફૂલ નું આયુષ્ય એક ક્ષણ છે છતાં પણ તેને જીવવા માટે કોઈની મદદની જરૂર નથી ,એ પોતાની સુવાસથી પોતાની મહેનતથી પોતાના અસ્તિત્વને ફેલાવવા માગે છે .

ખરેખર ફૂલનો આત્મવિશ્વાસ જોઇને મને થાય છે કે ખરેખર હું એક સાચો માનવ બની જાઓ તો પણ ખરું કારણ કે માનવ બનીને હું કોઈના કામમાં ન આવી શકું તો મારું જીવતર પણ નકામું બની શકે છે.

આ ફૂલ ના વિચાર કેટલા મોટા છે દિલ માં કેટલી કરુણા છે છતાં પોતાના અંદરના ઉર્મીઓને ખીલવે છે, તે માટે તે એક પ્રયત્નશીલ બની રહ્યું છે .એના મુખમાં બિલકુલ નિરાશા જેવા શબ્દ નથી એ તારી ક્ષણમાં પોતાની ખુશી વાંચી ઊઠે છે! ખરેખરમાં ફૂલ જેવું વિચારતું થઈ જાય તો સંસારના દરેક પ્રશ્નનો ઉકેલ આવી જાય .

ફૂલને સાંભળીને કીધું ;અરે ..માનવ તારા વિચાર બદલવા એ તો આસમાનમાંથી તારા ને નીચે આવે એવી વાત થઈ! કારણ કે આજનો માનવ અમારા ફૂલ ની વેદના પણ સમજી શકતો નથી તો વિચારતો કેવી રીતે બદલી શકે.

માનવ કહે ;અરે! ફૂલ માં હવે તારું શું બગાડયું છે કે તું માનવ ની પાછળ જ પડી ગયું છે.!

ફૂલ એ કહ્યું ;તો સાંભળ સવાર પડતાંની સાથે છે માનવ મારા છોડની નજીક આવે છે અને મારા સારા ,સારા ફૂલો એ વીણીને લઈ જાય છે

પછી એનો હાર બનાવે છે અને કોઈ વધારા નું ફુલ રહી જાય તો એ ભગવાનના ચરણમાં ધરાવી દે છે .મારે તો એક સુંદર હાર બનીને પ્રથમ ચરણમાં જ જવું હોય છે, પરંતુ માનવ પોતાના પૈસા ખાતર મારા ફૂલની કિંમત બમણી લઈને મને એટલું બધુ મોંઘુ બનાવી દીધું છે કે લોકો મને પ્રભુ ચરણમાં લઈ જતા પહેલા ઘણો જ વિચાર કરે છે.. તુજ વિચાર મારે પ્રભુના ચરણમાં જ જગ્યા મળી જાય તો મારું તો બેડો પાર થઈ જાય ને!!

માનવ એ કહ્યું :તને એ સવારે પાણી આપે છે અને તારી માવજત કરે છે તો પછી એ માનવનો કેમ હક નથી?

ફૂલ એ કહ્યું; મનુષ્ય જાત એટલી બધી સ્વાર્થી બની ગઈ છે કે જ્યાં સુધી હું ફૂલોની ફોરમ ફેલાવતી રહુ.ત્યાં સુધી એ મારી માવજત કરે છે પછી તો એ મને ભૂલી જાય છે અને હું ફૂલો આપવાનું બંધ કરું ત્યારે પાણી વિના તરસે મરી ને તડપી મરું છું . ગરમીમાં તો મારી એટલી બધી હાલત ખરાબ બની જાય છે પરંતુ મારી એટલી શક્તિ નથી હોતી કે હું માનવને ફૂલ આપી શકું !એટલે એ મારી માવજત લેવાનું ઓછું કરી નાખે છે શું આ સ્વાર્થી માનવ ન ગણાય!!!

માનવ એ કહ્યું ;સાચી વાત છે તારી હું પણ કબૂલ કરું છું કે, તારી વેદના કેટલી અસહ્ય છે .તું તો માણસ, પ્રભુના ચરણ અને નાના બાળકથી માંડીને, નાની કુંવારી બાળથી માંડીને નવોઢા સુધીનું એક શણગાર બની અતિશય મહેક બનીને ખીલતું રહ્યું છે. પરંતુ અમે આજના માનવ તને અતિ સંવેદના પહોંચાડી રહ્યા છે.દુઃખ તો ઘણું થાય છે પરંતુ હે... ફૂલબ, હું દરેક માનવને તો સુધારી શકું એટલો સક્ષમ નથી .પરંતુ હું મારી જાત થી તને વચન આપું છું કે જ્યાં સુધી હું આ પૃથ્વી પર હોઈશ , ત્યાં સુધી કોઈ પણ ફૂલને ઈજા પહોંચાડીશ નહિ, કોઈ છોડના પાનને તોડીશ નહિ અને બગીચામાં બીજા ફૂલ અને છોડ ઉછેરવાનો પ્રયત્ન કરીશ ,કારણ કે કુદરતી સૌંદર્ય તમારા જેવા ફૂલોથી જ વધે છે .એટલે હું ઘરે બગીચામાં મારાથી બને એટલા છોડને ઉછેરવાનો પર્યન્ત કરીશ ,અને તારા વિચાર પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીશ. એમ કરીને માનવ અને ફૂલનો વાર્તાલાપ પૂરો થતાં અને જણ છૂટા પડે છે..