ઘર - (ભાગ-5) Pooja Bhindi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર - (ભાગ-5)

રાત્રીનાં ત્રણ વાગ્યાં હતાં. અનુભવે મીલી સામે જોયું. એ ઘસઘસાટ ઉંઘતી હતી. તે અવાજ ન આવે એ રીતે પોતાનાં રૂમની બહાર નીકળ્યો. તેણે ઉંડો શ્વાસ લીધો અને સ્ટોરરૂમ તરફ આગળ વધ્યો.

અનુભવ સ્ટોરરૂમનું બારણું ખોલી અંદર પ્રવેશ્યો અને બારણું બંધ કરી દીધું.તેણે ટેબલ પર નજર કરી. મીલીના કહ્યાં પ્રમાણે પેલો ફોટો નીચે પડી ગયો હતો પણ અત્યારે તે ફોટો ટેબલ ઉપર જ હતો. અનુભવે પોતાની આંખો બંધ કરી અને બોલ્યો, “અનુભવ ,તારે એ ફોટો જોવો જ પડશે.”

તે ધીમે ધીમે ટેબલની બાજુમાં ગયો અને તે ફોટો જોયો. અનુભવનું હ્દય એક ધબકારો ચુકી ગયું. એ પ્રીતિ જ હતી. અનુભવની પ્રીત.

નહીં….કહેતો અનુભવ નીચે બેસી પડ્યો. તેનાં આંખમાંથી આંસુ ફોટા પર પડ્યાં. અનુભવે ફોટા પર હાથ ફેરવ્યો.એક પવનની લહેર તેનાં મોઢાને સ્પર્શી ગઇ.

કેમ પ્રીતિ કેમ? તે શા માટે આવું કર્યું?એવી તે શી મજબૂરી હતી? “કાશ મેં તે દિવસે તને જવા જ ન દીધી હોત.કાશ તું મારી વાત માની હોત.” તેણે ફરીથી એ ફોટા સામે જોયું અને બોલ્યો,
“પ્રીતિ,તું એવી તે કઇ નિરાશામાં સરી પડી હતી કે તારે આ નિર્ણય લેવો પડ્યો.શું તે મારી સાથે વાત કરવી પણ જરરી ન સમજી?.માન્યું કે આપણો સંપર્ક કપાઇ ગયો હતો,સબંધ પુરો થઇ ગયો હતો પણ એની જડ એટલી પણ કમજોર નહતી કે તારા જીવનમાંથી નિરાશાનાં વાદળો દુર કરવાં કઇ કરી ન શકે.”

પ્રીતિ, મેં તને કહ્યું હતુંને કે તું લાલચમાં ઘણું ગુમાવી દઇશ.

અનુભવ જેવું આ વાક્ય બોલ્યો કે તરત જ સ્ટોરરૂમનું બારણું ઝટકા સાથે ખુલી ગયું જાણે આ વાત સાંભળીને કોઇકને દુઃખ થયું હોય.

અનુભવે એ તરફ નજર કરી પરંતુ ઉભા થવાને બદલે ત્યાં જ બેસી રહ્યો અને બોલ્યો, “પ્રી..તિ.. નારાજ તો મારે થવું જોઇએ એને બદલે તું થાસ.”

સ્ટોરરૂમની લાઇટો અચાનક ચાલુ બંધ થવાં લાગી જાણે અનુભવને ડરાવીને બહાર કાઢવાનો પ્રયત્ન કરતી હોય.

પ્રીતિ તું છો અહીં?અનુભવે પૂછયું.ત્યાં જ સ્ટોરરૂમનું બારણું બંધ થયું અને ફરીથી ખુલ્યું. અનુભવને લાગ્યું કે અવાજનાં લીધે મીલી જાગી જશે તેથી તે ઉભો થયો અને સ્ટોરરૂમની બહાર નીકળ્યો. તે થોડી વાર બારણાં પાસે ઉભો રહ્યો અને બોલ્યો, “હું તારા સુસાઇડ પાછળનું કારણ શોધીને જ રહીશ.”સ્ટોરરૂમનો દરવાજો આપમેળે બંધ થઇ ગયો. અનુભવે વિચાર્યું, “એવું તે શું રહસ્ય છુપાયેલું છે આ ઘરમાં?”


બીજે દિવસે સવારે અનુભવે પોતાના પપ્પાને ફોન કરી પ્રીતિનાં ભાઇ મિહિરનાં નંબર લીધા કારણકે પોતે તો વર્ષો પહેલાં જ પ્રીતિ સાથે જોડાયેલ બધી વસ્તુ દુર કરી ચુક્યો હતો પરંતુ હા, હજી પણ એની યાદો પોતાનાં મનમાંથી કાઢી શક્યો નહતો.

તેણે ઓફિસે જઇને મિહિરને ફોન લગાડ્યો.

હેલો…ડો. મિહિર?

જી હા.તમે કોણ?

હું અનુભવ.તમારો જુનો પાડોશી.

અરે હા. કેમ છે અનુભવભાઈ?

બસ,સારું. તું?

હું પણ મઝામાં.

મિહિર, મને કાલે જ પ્રીતિ વિશે ખબર પડી. શું સાચે જ…અનુભવે વાક્ય અધૂરું મુક્યું.

અ.. હા. અમે હજી પણ માની શકતાં નથી કે તે અમારી સાથે નથી રહી. મિહિરે હતાશાભર્યાં અવાજે કહ્યું.

મિહિર, તું ક્યારે ફ્રી હોઇશ?મારે તને મળવું છે.

કાલે સન્ડે છે. હું સવારે સાડા દસ વાગ્યાં પછી ફ્રિ હોઇશ. ત્યારે ચાલશે?

હા.

ક્યાં મળીશું?મિહિરે પૂછ્યું.

અનુભવને અચાનક કંઇક યાદ આવતાં કહ્યું,આપણે ગ્રીન પાર્કમાં મળીએ?

હા. કાલે મળ્યાં. બાય.

બાય. અનુભવે ફોન કટ કર્યો અને બોલ્યો, "પ્રીતિ, હું તારી જીવન જીવવાની આશા છોડી દેવાનાં કારણને શોધીને જ રહીશ."


( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)

અન્ય રચનાઓ : ૧) અભય (a bereavement story)