Vanprasthashram of Chandu books and stories free download online pdf in Gujarati

ચંદુ નું વાનપ્રસ્થાશ્રમ



જતીન ભટ્ટ' (નિજ)' સ્વરચિત એક નવીનતમ હાસ્ય રચના
(પ્રસ્તાવના લાંબી લખી છે એટલે શાંતિ થી વાંચજો)


ચંદુ નું વાનપ્રસ્થાશ્રમ


ગૃહસ્થાશ્રમ પતી ગયા પછી વાનપ્રસ્થાશ્રમ માં જવાનું હોય છે,
પણ હવે કોણ જાય, અને કેમ જાય,
પહેલી વાત તો એ છે કે હવે એવા વન જ રહ્યા નથી, કે જેમાં તમે શાંત ચિત્તે તપ કરી શકો, હવેના જંગલો મા પણ સફારી ના નામે ગાડીઓ ના અવાજો આવતા હોય છે, મનુષ્યો દ્વારા જંગલો મા અતિક્રમણ થતું હોય છે, એટલે જ તો જંગલ ના પ્રાણી ઓ રહેણાંક વિસ્તારમાં આવી જતાં હોય છે, કદાચ એમને માટે આપણો વિસ્તાર વાનપ્રસ્થાશ્રમ માટે યોગ્ય લાગતો હોય શકે...

બીજી વાત કે ત્યાં જવાનું જ કેમ ?
ગૃહસ્થાશ્રમ ના ફળ સ્વરૂપે સરસ મજા ના બાળકો ભગવાને પ્રસાદી રૂપે આપેલ હોય,
તો એમનો ગૃહસ્થાશ્રમ ના જોઈએ?, એમના બાળકો ને સારા સંસ્કાર ના આપીએ?...

ત્રીજું કે પહેલાના જમાનામાં લોકો મહેનતુ હતા, જાતે જ લાકડા કાપી ને ચૂલો સળગાવતાં, આખી રાત મશાલ રાખતા જેથી જંગલી પ્રાણીઓ પાસે ના આવે, વનસ્પતિઓ ની જાણકારી રાખતા જેથી દવા ના ઉપયોગ માં આવી શકે...
હવે તો આપણને ચૂલો સળગાવતાં પણ નઈ આવડે, અને આપણે ગૃહસ્થાશ્રમ માં એવા તો સુંવાળા થઈ ગયા હોય કે થોડા ડગલાં માં કોઈ કામ કરવાનું હોય તોય બાઇક કાઢીશું ...

હવે આપણે કરીએ આપણા ચંદુ ની વાત

હવે આ ચંદુ ને પડકાર વાળા કામ લેવાની આદત (પછી ભલે પાછીપાની કરવાની આવે),

તો આ ચંદુ ને એમ થયું કે મારી ઉમર પચાસ પૂરી ને એકાવન માં આવી ગયો છું મતલબ કે આપણે હવે વાનપ્રસ્થાશ્રમ માં આવી ગયા છીએ તો ખરેખર જંગલ માં કુદરતી વાતાવરણમાં રહીએ, ...

એમ તો પતિ પત્ની એ સાથે જવાનું હોય પણ પત્ની ને તકલીફ પડે તો, એના કરતાં હમણાં હું જ જઈ આવું ને અનુભવ લેતો આવું એમ વિચારી ને એ એકલો નજીકના જંગલ માં પહોંચી ગયો, એનો મિત્ર જંગલ ખાતા માં નોકરી કરતો હતો,તો એની સહાય તો મળી ગઈ પણ ખાલી રહેવા પૂરતું, બાકી બધું કામ તો જાતે જ કરવાનું ને...

હવે સવાર પડી એટલે પહેલાં તો બ્રશ યાદ આવ્યું, પણ પહેલાં ના જમાના માં ક્યાં બ્રશ હતા એટલે નજીક ના બાવળ ના ઝાડ માંથી ડાળી તોડી ને દાંતણ કરી નાખ્યું, કાંટો જોરદાર વાગ્યો પણ મોઢામાં આંગળી ચૂસી લીધી એટલે લોહી તો બંધ થઈ ગયું,
ઓકે ચાલો સવાર તો બરાબર થઈ, પછી વારો આવ્યો કુદરતી ક્રિયા નો, સગવડ તો હતી.
'પણ ના ' કરવાનું તો કુદરતી રીતે જ એવું એણે વિચાર્યું ,
એટલે ચંદુ તો ઉપડ્યો ડબલું લઈને, ચંદુ ડબલું લઈ ને હજુ તો બેઠો ને ઉપર થી કોઈ પક્ષી એ એનો કોઠો ચંદુ ના માથા પર ખાલી કર્યો,
મનમાં થયું સાલું ટોપી પહેરીને આવવાનું જેવું હતું,...
હવે ચંદુ ને કબજિયાત નો કોઠો પણ અહીં તો ખબર નઈ, કોઈ પ્રાણી નો ઘુરકાટ સાંભળી ને એનો બધો જ કોઠો ખાલી થઈ ગયો ને પછી બીક નો માર્યો એવો દોડ્યો, એવો દોડ્યો કે વહેલો આવે રૂમ,
હાંફતો હાંફતો સરસ મજા ના માટી ના ખાટ પર બેઠો, વિચાર્યું કે ભલે ડરીને તો ડરીને પણ સાલું કબજિયાત દૂર થઈ ગયું, બી પોઝીટીવ...

હવે આવ્યો ચા નો વારો, ચા વગર ચાલે જ નઈ,
ગેસ નો ચૂલો તો હતો પણ ના, અસલ ચૂલો જ જોઈએ, એટલે એણે ત્રણ પથ્થર લીધા ને ચૂલો બનાવ્યો, પછી પાછો જંગલ માં લાકડા કાપવા ગયો, હાથ માં કુહાડી લીધી ને મંડ્યો ઉત્સાહ માં ને ઉત્સાહ માં લાકડા કાપવા ને એટલા મા જંગલ ખાતાના અધિકારીઓ પ્રગટ થયા,
એ તો સારું હતું કે પેલા મિત્ર નું નામ દીધું, વસ્તુસ્થિતિ સમજાવી તો છૂટકારો થયો,
પાછો ઓરડી પર આવ્યો, માટી નો બાઉલ લીધો ને એમાં ચા નો સામાન નાખી ને ચા બનાવી ને પીધી (એટલી છૂટ તો એણે જાતે જ લીધેલી,બાકી પહેલાના જમાનામાં ક્યાં ચા હતી! )
પછી હાથ ચચર્યા ત્યારે ખબર પડી કે હાથ માં છાલા પડી ગયેલા, થોડી વાર પાણીમાં હાથ બોળી રાખ્યા ત્યારે સારું લાગ્યું,

હવે નાહવા નો વારો,
ઘરે તો ફુવારા (શાવર) ની આદત હતી,
પણ અહીં તો ના જ હોય ને,
એટલે એ તો કંતાન ના આડશની બનાવેલ ઘાસ ના બાથરૂમ માં ઘુસ્યો,
એણે પેલા મિત્ર ને કહી રાખેલું કે મારે પ્યોર વાનપ્રસ્થાશ્રમ નો જ અનુભવ લેવો છે,
એટલે પેલા મિત્ર એ બાથરૂમ માં ખુલ્લું અડધું તોડેલું માટલું રાખેલું, ને એમાં પાણી ભરી રાખેલું, પાછું નહાવા માટે ટમ્બ્લર નઈ પણ માટી નું મોટું કુલડું,
બાથરૂમ પાછું 60 _70 ફૂટ દૂર એટલે ચંદુ તો ધોતિયું પહેરી ને ગયો, ને ટુવાલ ના લીધો કારણ કે ત્યાંથી પાછા આવતા ધોતિયું સુકાઈ જ જાય ને,

મસ્ત મજા ના મૂડ માં આવી (કબજિયાત દૂર થઈ ગયું હતું ને)ને નહાવા નું ચાલુ કર્યું ને...
સરરરર.... અવાજ આવ્યો, ચંદુ એ આજુબાજુ જોયું, કઈ દેખાયું નઈ... પાછો ગીત ગણગણતો માથા પણ પાણી નાખ્યું,
પાછો સરરરર અવાજ આવ્યો... પાછું આંખ ખોલીને જોયું તો પણ કઈ દેખાયું નઈ,
ફરી પાછું માથા પર પાણી નાખ્યું ને
આંખો જરી વાર માટે બંધ થઈ ગઈ, ને પછી ખોલી ને સામે નજર પડી, તો બરાબર માટલા ની બાજુમાં 6 ફૂટ નો કોબરા ફેણ ઝુલાવતો ઝુલાવતો એની સામું જોતો હતો ને ચંદુ ના રુવાડા ઉભા થઈ ગયા, માથાના વાળ પણ ઉભા થઇ ગયા, આંખો ફાટી ગઈ, ને પછી જે રાડ પાડી, જે રાડ પાડી, ને જેમતેમ ધોતિયું સંભાળી ને જે નાઠો, જે નાઠો
કે વહેલું આવે ઘર,....

મને કહે 'જતલા' (ચંદુ મને પ્યાર થી જતલો કહીને બોલાવે છે) આપણે બહુ હોંશિયારી નઈ મારવાની
આપણ ને આવું બધું ના ફાવે,
બાકી અત્યારે તું જો આ દુનિયા મા, કેટલું સરસ સરસ બધું છે,
ગાડી, મસ્ત મજાની લાડી, આપણાં કહ્યાગરા સંસ્કારી બાળકો, સિનેમાઘરો, મોલ, દર સન્ડે શોર્ટ ટ્રીપ, વર્ષ માં તારા જેવા ભાઈબંધો સાથે લોંગ ટ્રીપ,
આટલી સરસ દુનિયા છે ને એન્જોય કરવાનું યાર એન્જોય, મસ્ત મસ્ત ખાવાનું અને મસ્ત મસ્ત જીવવાનું....ગાર્ડન માં જવાનું ને 'ગ્રીનરી' જોવાની,
અને આ તું જો, આપણે બધા અત્યારે પણ જંગલ માં જ રહીએ છીએ, ખાલી ઝાડ, વૃક્ષ નથી પણ સિમેન્ટ કોંક્રીટ ના ઊંચા ઊંચા ટાવરો તો છે ને?
તો જતલા,
ચીલ માર ને એન્જોય જ કર ને વાનપ્રસ્થાશ્રમ ભૂલી જા...
ઓકેકેકેકે.......
.


.
.
.
.
.
.



જતીન ભટ્ટ (નિજ)
Mobile : 94268 61995

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED