જીવન સાથી - 5 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સાથી - 5

આપણે પ્રકરણ-4 માં જોયું કે,

બાપ-બેટીની ચેસની રમત ચાલી રહી હતી અને એટલામાં સંયમ આવ્યો અને આન્યાની સામે એક ઓફર મૂકી કે, " હું, કંદર્પ અને સીમોલી હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરમાં જઈ રહ્યા છીએ તો તારી આવવાની ઈચ્છા છે..?? "

આન્યા મનમાં વિચારી રહી હતી કે, ઓફર તો સરસ છે ઈચ્છા પણ ગળા સુધીની છે પણ મમ્મી-પપ્પાની સંમતિ લેવી એ અઘરું કામ છે. અને આન્યાએ આશાભરી નજરે તરત જ મમ્મી-પપ્પાની સામે જોયું.

આન્યાએ અને ડૉ.વિરેન મહેતાએ બંનેએ તરત જ પછી મોનિકા બેનની સામે જોયું.

પણ આન્યાને અત્યારે જ જવાબ આપી દેવો યોગ્ય ન લાગ્યો એટલે તેણે સંયમને કહ્યું કે, " મને વિચારવાનો સમય તો આપ "
સંયમ: હા હા, સ્યોર‌ મોડામાં મોડા તું મને બે દિવસમાં જવાબ આપી શકે છે.
આન્યા: ઓકે.

અને મમ્મી-પપ્પાને હવે કેવી રીતે મનાવવા અને તૈયાર કરવા તેમ તે વિચારી રહી હતી.

બીજે દિવસે સવારે ફરીથી હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરની વાત ડાઈનીગ ટેબલ ઉપર ચા-નાસ્તો કરતાં કરતાં નીકળી ત્યારે આન્યા પોતાના ફ્રેન્ડસ સાથે જવા માટે ખૂબજ એક્સાઈટેડ હતી પરંતુ એ જેટલી એક્સાઈટેડ હતી તેટલા જ મોનિકા બેન અકળાયેલા હતા અને બોલી રહ્યા હતા કે, " આટલે બધે દૂર અને એ પણ છોકરાઓ સાથે આટલા બધા દિવસ માટે એવી શું જરૂર છે..?? તારે જ્યાં જવું હશે ત્યાં અમે જ તને લઈ જઈશું તારે આ રીતે એકલા જવાની જરૂર નથી."

આન્યા: મમ્મા, તને છોકરાઓની શું એલર્જી છે.. તે મને નથી ખબર પડતી અને તમારી સાથે ફરવા જવામાં અને મારા ફ્રેન્ડસ સાથે ફરવા જવામાં આસમાન જમીનનો ફરક છે.

મા-દીકરીની મીઠી નોક-જોક ચાલી રહી હતી જે ડો.વિરેન મહેતા સાંભળી રહ્યા હતા અને બંનેને કઈરીતે સમજાવવા તે જ વિચારી રહ્યા હતા.

ડૉ.વિરેન મહેતા: આન્યા તું સ્યોર છે જવા બાબતે..??
મોનિકા બેન: અરે પણ...
અને ડૉ. વિરેન મહેતા મોનિકા બેનને વચમાં જ ટોકે છે અને પોતે બોલે છે કે, " આન્યા, બેટા હજી તું અનમેચ્યોર્ડ છે. અમુક બાબતો જેની તારામાં સમજ નથી તે તારે તારી મમ્મીની પાસેથી શીખવી પડશે અને અમારી અમૂક શરતો છે જેને તારે સ્વિકારવી પડશે પછી તું જઈ શકે છે. "
આન્યા: ખૂબજ ખુશ થઈ જાય છે અને ઉભી થઈને પોતાના ડેડને વળગી પડે છે અને થેન્ક યુ ડેડ, તમે વર્લ્ડના સૌથી બેસ્ટ ડેડ છો કહી પોતાના પપ્પાને ખૂબ વ્હાલ કરે છે.

ડૉ. વિરેન મહેતા પોતાની દીકરીને સમજાવવતા કહે છે કે, " અનુ બેટા, હું તને બધી જ વાતોના સારાંશ રૂપે ટૂંકમાં એક જ વાત કહેવા માંગુ છું કે, "અમે તને ખૂબજ લાડ પ્યારથી ઉછેરીને મોટી કરી છે. દિકરો ગણું કે દીકરી તું અમારું એક જ સંતાન છે.અમે તારી દરેક ઈચ્છા પૂરી કરી છે. તો તારી પણ ફરજ થાય છે કે મમ્મી-પપ્પાને દરેક વાત જણાવવી અને સાચે સાચું તારી સાથે જે કંઈ પણ બને તે બધું જ કહી દેવું. અમારી અને આપણાં આ ઘરની લાજ તારા હાથમાં છે તો તેને ઉણી આંચ પણ ન આવવી જોઈએ તેટલી પ્રોમિસ તારે મને અને તારી મોમને આપવી પડશે. "

અને વિરેન મહેતા થોડા ઈમોશનલ અને દુઃખી થઈ ગયા તેમજ મોનિકા બેનની આંખમાં પણ આંસુ આવી ગયાં. વાતાવરણ થોડું શાંત અને ગંભીર થઈ ગયું પણ આન્યા તેમ ચૂપ રહે તેમ ન હતી એટલે હસતાં હસતાં તરત જ બોલી કે, " પપ્પા, આઈ એમ મેચ્યોર્ડ નાઉ, નોટ અનમેચ્યોર્ડ અને કોની સાથે કઈ રીતે રહેવાય, કઈ રીતે બોલાય, શું કરાય.. શું ન કરાય..આ બધી જ મને ખબર પડે છે.. તમે એ બાબતે બેફિકર રહો અને આપણાં ઘરની કે મારી ઈજ્જત જાય તેવું પગલું હું મારા જીવનમાં ક્યારેય નહીં ભરું હું તમને અને મોમને પ્રોમિસ આપું છું." અને આન્યાની આંખમાં પણ આંસુ આવી ગયાં.

ડૉ. વિરેન મહેતા તો દીકરીને ફ્રેન્ડસ સાથે મોકલવા માટે તૈયાર થઈ ગયા પણ આન્યાની મમ્મી મોનિકા બેનનું મન હજી માનતું ન હતું અને તે "ના" જ પાડી રહ્યા હતા.

મોનિકા બેનની "ના" માંથી "હા" કરાવવામાં આન્યા સફળ થાય છે કે નહિ જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
23/5/2021