જીવન સાથી - 3 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સાથી - 3

આપણે પ્રકરણ-2 માં જોયું કે, આન્યાને સંયમ પોતાની કારમાં તેના ઘર સુધી ડ્રોપ કરવા આવે છે અને તેને પોતાની સાથે પોતાના અંકલને ત્યાં લઈ જવા માટે રીક્વેસ્ટ કરતાં કહે છે કે "મારી સાથે આવતીકાલે બરોડા મારા અંકલના ત્યાં ચલને" અને આન્યા પોતાના મોમ-ડેડને પૂછીને તેને જવાબ આપવા કહે છે.

આન્યા પોતાના ડેડને આખા દિવસની બધીજ વાતો કરે છે અને પછી પોતાને ખૂબ થાક લાગ્યો હોય છે તેથી પોતાના રૂમમાં ચાલી જાય છે.

આન્યા: (કેદીને કેદમાંથી મુક્તિ મળે અને તેને જે આનંદ અને સુકૂન મળે તેવો આનંદ અને સુકૂન અત્યારે આન્યા, બાર સાયન્સની ઍક્ઝામ આપ્યા પછી અનુભવી રહી હતી. અને ગીત ગણગણતાં ગણગણતાં પોતાના આલિશાન બેડરૂમમાં પ્રવેશી પર્સ બેડ ઉપર એક બાજુ ફેંક્યું અને બેડ ઉપર લાંબી તાણીને એક માસૂમ બાળકની જેમ નિશ્ચિંત થઈને સૂઈ ગઈ.)

મોનિકા બેન: તમે તો આન્યાને કંઈજ ન બોલ્યા..!!

વિરેન મહેતા: હજી ગઈકાલે તો એની ઍક્ઝામ પૂરી થઈ છે. અને આજે ને આજે તેની ઉપર તૂટી પડવું મને યોગ્ય લાગતું નથી.

ડૉ. વિરેન મહેતા: (થોડા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા અને પછી બોલ્યા) મોના, હું જે ખુશી નથી મેળવી શક્યો ને તે હું આપણી આન્યાને આપવા ઈચ્છું છું અને મને જે સુખ નથી મળ્યું તે બધું જ સુખ હું આન્યાની ઝોળીમાં નાંખવા ઈચ્છું છું.

ડૉ.વિરેન મહેતાની આ વાત સાંભળીને મોનિકા બેન પણ એકદમ ઠંડા પડી ગયા અને પોતાના ભૂતકાળના દિવસો યાદ કરવા લાગ્યા અને મનોમન પોતાની જાતને કહેવા લાગ્યા કે, " સાચી વાત છે વિરેનની અમે પણ ચાર બહેનો હતી અને પપ્પાનો પગાર સાવ સામાન્ય તો અમે પણ ભણવાની સાથે સાથે કામ કરતાં હતાં અને ઘર ચલાવતાં હતાં અને પોતાના ભણવાનો ખર્ચ પણ પોતે જાતે જ ઉઠાવી લેતાં હતાં. "

અને એકદમ વિરેન મહેતાએ પોતાના ચશ્મા માંગ્યા અને મોનિકા બેન ભૂતકાળમાંથી પાછા વર્તમાનમાં આવી ગયાં.

આન્યાના સેલફોનમાં રીંગ વાગી રહી હતી અને આન્યા આજે ઘણાંબધાં દિવસ પછી આવું શાંતિથી સૂઈ ગઈ હોય તેમ ઉઠવાનું કે ફોન ઉઠાવવાનું નામ જ લેતી ન હતી.

અને મમ્મી બૂમો પાડી રહી હતી કે, "આન્યા ઉઠ બેટા, તારો ફોન વાગી રહ્યો છે. "

આળસ મરડતાં મરડતાં આન્યા ઉઠી અને ફોન ઉઠાવ્યો તો ફોન ઉઠાવ્યો તો સંયમનો જ ફોન હતો.

સંયમ: અરે શું કરે છે યાર, ફોન તો ઉપાડ...!!

આન્યા: બોલને ભઈ, સૂતી હતી એટલે.

સંયમ: અરે કેટલાં વાગ્યા..?? દશ વાગ્યા તને ખબર છે..?? કુંભકર્ણની જેમ શું ઉંઘ્યા કરે છે..??

આન્યા: હા ભાઈ, બોલને તારે કામ શું છે..??

સંયમ: ભૂલી ગઈ, કમાલ છે હોં

આન્યા: શું ભૂલી ગઈ..??

સંયમ: તારે આજે મારી સાથે બરોડા મારા અંકલને ત્યાં આવવાનું છે.

આન્યા: ના ભાઈ, મારાથી નહિ અવાય હોં કાલે રાત્રે મોડું થયું હતું તો મમ્મી બહુ બોલતી હતી. પપ્પાને લીધે માંડ માંડ બચી ગઈ અને આજે પાછું આમ જવાનું..?? પોસીબલ જ નથી.

સંયમ: તો કાલે જ "ના" પાડી દીધી હોત તો..!!

આન્યા: મને શું ખબર કે મમ્મી રાત્રે મારી ઉપર ગુસ્સો કરશે.

સંયમ: ઑહ, એવું છે. ઓકે, ચલ બાય મળીએ પછી.
આન્યા: ઓકે, બાય.

આન્યા જેટલી ભણવામાં હોંશિયાર હતી તેટલી જ ચેસ રમવામાં પણ પાવરધી હતી.

વેકેશન પડે એટલે બાપ-બેટીની ચેસની રમત ચાલુ જ થઈ જાય અને આન્યા સાથે ચેસ રમવા માટે ડૉ.વિરેન પોતાના ક્લિનિક ઉપરથી વહેલા જ ઘરે આવી જતાં.

આજે ચેસ રમતાં રમતાં બાર સાયન્સ પછી શેમાં અને કઈ જગ્યાએ ઍડમિશન લેવું તેની ચર્ચા બાપ-બેટી વચ્ચે ચાલી રહી હતી.

ડૉ.વિરેન મહેતા દીકરીને એમ.બી.બી.એસ. ન કરવા અને આઈ.ટી. એન્જીનિયરીંગ કરી ફોરેઈન જવા માટે સમજાવી રહ્યા હતાં. પરંતુ આન્યા પોતાની વાત ઉપર અડીખમ જ હતી કે તે પોતાના પપ્પા જેવી કાબેલ ડૉક્ટર જ બનશે.

હવે બાપ-બેટીના મીઠાં ઝઘડા પછી શું નક્કી થાય છે...?? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....


~ જસ્મીના શાહ 'જસ્મીન'

દહેગામ

8/5/2021