Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 18

દ્રશ્ય ૧૮ -
" અંતે સફળતા થી આવી ગયા. આ છે પૂર્વજો ની ગુફા અને આ ગુફા માં મળશે મારી તલવાર." નીલ ખુશ થયી ને બધા ને બોલી.
" સુંદર છે. શું આ ગુફા માં પણ કોય મુશ્કેલી છે કે પછી સાચવી ને આગળ વધવાનું છે." ગભરાઈ ને માહી બોલી.
" ના આ સંપૂર્ણ સુરક્ષિત છે. તમે અહી બધે ફરી શકો છો. હું ગુરુ ને શોધવા જવું છું એક સાથે રહીને ફરજો આ ખૂબ મોટી ગુફા છે અને વધુ દૂર ના જતા." નીલ સમજાવી ને ત્યાં થી ગુરુ ને શોધવા મટે જાય છે.
" આ ગુફા માં વિશાળકાય લંબગોળ જાણે મોર ના ઇંડા હોય તેવા પત્થર છે. જો એમની પર કઈક પ્રાચીન અક્ષરો માં લખેલું પણ છે." દેવ ને કેવિન ને પત્થરો બતાવતા કહ્યું.
" હા એમની આજુ બાજુ સોના ની લિલ વળી છે. સુંદર લાગે છે." કેવિન ને દેવ ને આંગળી બતાવતા કહ્યું.
" માહી તું શું જોઈ રહી છે." દેવ ને માહી ને નીચે જમીન સામે જોઈ રહી હતી માટે કહ્યું.
" દેવ જમીન માં નીચે પણ સોનાં ની ચમક દેખાય છે. તો ત્યાં આપડે જેને સોનાં ની લિલ સમજીએ છીએ તે વાસ્તવ માં બીજું કઈક છે. સુંદર છે ને." માહી જવાબ આપતા દેવ ને બોલી.
" અંજલિ ક્યાં ગઈ અને શ્રુતિ પણ દેખાતી નથી." કેવિન ને આજુ બાજુ જોઈ ને માહી અને દેવ ને પૂછ્યું.
જ્યારે માહી અને દેવ અને કેવિન ની વાતો ચાલતી હતી ત્યારે અંજલિ ને પાછળ થી કોય એમની પર નજર રાખતું હોય એવું લાગ્યું તે પાછળ વળી ને જોવે તો કઈક ઉડીને એકદમ ત્યાંથી ચાલ્યું ગયું. તે જોવા માટે એ દિશામાં આગળ વધવા લાગી અને ત્યારે શ્રુતિ ને તેને ત્યાંથી નીકળતા જોઈ ને પછી તે પણ એની પાછળ તેને રોકવા માટે ગઈ. અંજલિ ને જ્યારે તેને જોયું તો એક અનોખું ઊડતું પક્ષી એની સામે હતું જેનો જાંબલી રંગ હતો અને એની લાંબી અને પાતળી પાંખો પર નાના સફેદ ટપકાં હતા તે અંજલિ ને જોઈ ને ઉડવા લાગ્યું અને ગુફા માં આગળ ચાલ્યું ગયું. અંજલિ ને તેની પાછળ જવાનું ચાલુ રાખ્યું તે પક્ષી છેલ્લે એના જેવા જ પક્ષીઓ ના સાથે એક વિશાળ ઝાડ પર બેસી ગયું. ઝાડ વિશાળ કાય હતું સાથે વિસ્તૃત પણ હતું. તેની ડાળ પર હોલ હતા જે એમનું ઘર હતું ત્યાં પચાસ થી પણ વધારે પક્ષીઓ હતા. જેમની આછી વાદળી આંખો અને તેમાં નાની કાળી કીકી સફેદ ચાંચ અને સુંદર અવાજ હતો. ઝાડ ની નીચે એક નાના કદ નો ઓટલો હતો અને ત્યાં કોય નું બેસવા માટે નું આસન પણ પાથરેલી હતું. પક્ષીઓ ને જોવા માં અંજલિ ને તેને ધ્યાનમાં ના લીધું.
" અંજલિ તું બધાથી આમ અલગ આવી ને કેમ ઊભી છે. બધા તને અને મને શોધતા હસે." શ્રુતિ આવી ને અંજલિ ને થોડા ઊંચા અવાજે બોલી.
" મને લાગ્યું કે કોઈ આપડી પર નજર રાખી ને બેસ્યું છે પણ તે એક સુંદર પક્ષી હતું." જવાબ માં અંજલિ બોલી.
" હવે આપણને શોધવા માં બીજા ખોવાઈ જાય એની પેહલા આપડે બધા જોડે પાછા જવા ની જરૂર છે." શ્રુતિ ને અંજલિ ને કહ્યું.
શ્રુતિ અને અંજલિ પાછા આવે છે અને બધા એક બીજા ને જોઈ ને નિરાંતે શ્વાસ લઈ ને ખુશ થાય છે. અંજલિ એ સુંદર પક્ષી નું વર્ણન કરતી હતી. એટલામાં તે પક્ષીઓનું આખું ઝૂંડ આવી ને એમની આજુબાજુ ઉડવાનું ચાલુ કરે છે અને પાંખો ખંખેરતા એમની પાંખો માંથી સોનેરી ધૂળ એ એમની પર પડે છે અને એમનું શરીર પણ સોનાની જેમ ચમકવા લાગે છે.
" શું સોનાનો વરસાદ થાય છે. આથી વધુ સુંદર દૃશ્ય મે ક્યાંય જોયું નથી." માહી દેવ ને જોઈ ને બોલી.
માહી ને આમ સુંદર સ્વર્ણ શરીર માં જોઈ ને દેવ એની ચમક ને. નિહાળ્યા જ કરે છે. ધીમેથી એની નજીક જઈ ને એની ગાલ પર પોતાના હોઠ અડાડી ને ત્યાં નિશાન છોડી દે છે. બધા આમ બંને ને જોઈ ને સરમ ના કારણે નજર આમ તેમ ફેરવી ને પોતાનું સ્મિત છુપાવવા નો પ્રયત્ન કરે છે. દેવ ને પણ પોતાના થી શરમ આવે છે અને કેવિન ની પાછળ જઇ ને પોતાને બધાની નજર થી બચાવવાનો પ્રયત્ન કરે છે.
" શ્રુતિ હજુ સુધી નીલ આવી નથી એને તમારા ગુરા મળ્યા નઈ તો શું કરી શું અને આપડે કેટલી વાર રાહ જોવી પડશે શું એને શોધવા જયીએ." અંજલિ વાત બદલવા બોલે છે.
" ગુફા મોટી હોવાના કારણે કદાચ એને શોધવામાં મોડું થયું હોય. આપડે એની રાહ જોવી પડશે નહીતો એને શોધવામાં આપડે ખોવાઈ જાયિશું. અને નીલ આ ગુફા થી પરિચિત છે માટે એની ચિંતા કરવાની જરૂર નથી." શ્રુતિ ને અંજલિ ને સમજાવતા બોલી.
નીલ ગુરુ ની શોધમાં આખી ગુફા માં શોધે છે પણ તેને ગુરુ મળતા નથી અને ક્યાંય એમની હાજરી ની પણ નિશાની મળતી નથી. નીલ નિરાશ થયી ને પાછી આવે છે અને તેના ચેહરા થી બધા સમજી જાય છે કે નીલ ને ગુરુ મળ્યા નથી.