Understanding bus travel books and stories free download online pdf in Gujarati

સમજણ બસની મુસાફરીથી

આપણું જીવન અનેક પ્રકારની મુસાફરીઓ થી ભરેલું હોય છે. જીવન માં થતી દરેક પ્રકારની મુસાફરીઓ આપણને ઘણા બધા અને દરેક સમયે એક નવા અનુભવ તરફ લઈ જતી હોય છે. બસની મુસાફરી ની શુરુઆત ૧૮૩૧ માં બ્રિટેન નાં ગોર્ડન બ્રાંજ નામના વ્યક્તિ એ કરેલ હતી. અહીં હું મારા શિર્ષક તરફ ધ્યાન ખેંચું તો સામાન્ય રીતે જ્યારે વ્યકિત સામાન્ય રીતે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માં પ્રવેશ કરે તે સમય દરમિયાન ખાસ કરીને બસની મુસાફરીનો અનુભવ કરતા હોય જ છે.

બસની મુસાફરીનો અનુભવ પણ આપણને જીવન માં એક અનોખો અને અદ્ભુત આનંદ આપતો હોય છે. બસની મુસાફરી આપણને આપણા જીવન માં ઘણી બધી શીખો આપી જાય છે. જેમ કે નિયમિતતા, અજાણ્યા વ્યક્તિઓ સાથે કેવી રીતે જીવનમાં કેળવાવું જોઈએ, માન – સન્માન તેમજ તેઓ પ્રત્યે સારું વર્તન તેમજ બસની મુસાફરીઓ દરમિયાન ક્યારેક ખરાબ વર્તન જેવી ઘટનાઓ પણ બનતી હોય છે. આવી અનેક પરિસ્થિતિઓ બસની મુસાફરીઓ વખતે ઊભી થતી હોય છે.

બસની મુસાફરીનો અદ્ભુત આનંદ તો ખાસ કરીને બસની બારી પાસે બેસીને રસ્તાઓ પરનો સુંદર નજારો તેમજ કુદરતી સોંદર્ય ને જોવાનો આનંદ જ કંઇક અલગ હોય છે. આપણે સૌએ આપણા જીવન મા બસની મુસાફરી ઓ કરતા તો કેળવાવું જ જોઇએ કારણકે અહીં હું મારા મતે જો હું જણાવું તો બસની મુસાફરી એ આપણા જીવન નો એ અમૂલ્ય ભાગ છે જ્યાં આપણને જીવન જીવવાની ઘણી બધી વ્યાખ્યાઓ સમજવાનો મોકો મળતો હોય છે. જો આપણા જીવન માં આવા મોકા આપણને ના મળ્યા હોય તો આપણે પોતાને કમનસીબદાર સમજવું જોઇએ.

જયારે આપણી બસમાં પ્રથમ વાર મુસાફરી થતી હોય છે તે સમય દરમિયાન આપણા મનમાં ઘણી બધી અડચણો ઊભી થતી હોય છે. જેમ કે સૌ પ્રથમ તો બસમાં મારી સામેવાળી વ્યક્તિ મારાથી તકલીફ તો ના અનુભવતી હશે, મારો કોઈક વ્યકિત સાથે ઝઘડો કે પછી ખોટી ખટપટો તો ના થાય જાય, કંડકટર બસ આપણા સ્ટોપ પર ઉતાવળ માં ઊભી રાખવાનું ચૂકી તો ના જાય માટે સ્ટોપ આવવાના પાંચ મિનિટ પેહલા જ બસના દરવાજા પાસે પહોંચી જવું જેવી અનેક અડચણો મુસાફરી દરમિયાન મનને ઘેરી વડેલી હોય છે.

અહીં બસની મુસાફરી એટલે હું મારા શબ્દોમાં કહું તો… સમય નામની હરીફાઈમાં આપણે કેટલી ઝડપથી દોડી રહ્યા છે તે ઉદાહરણ ગણાવવું અહીં ખોટું નથી. જીવનમાં ક્યારેક બસનો સમય ચૂકી જવાય તો આપણા મનમાં અંદરથી એક અલગ જ હતાશા અને આશા જન્મતી હોય છે. મનમાં હતાશા એ વાતની થતી હોય છે કે.. “પાંચ મિનિટ ઘરેથી વહેલા નીકળ્યાં હોત તો બસ ના ચુકાતે” અને આશા એ વાતની જન્મતી હોય છે કે.. “હવે બીજી બસ આવશે જ!” પરંતુ એ બસ પણ જો ટૂંકું અંતર હોય તો અડધા સમયમાં આવી જતી હોય છે પણ જો મુસાફરીનો ગાળો લાંબો હોય તો કલાકો સુધી આપણે એજ આશામાં રાહો જોતા રહયિયે છીએ કે.. “હવે બસ આવી જ જશે!” બસની મુસાફરીમાં બસ ચૂકી જવાનો આપણો આ અનુભવ જ આપણા જીવનમાં સમય વિષય ની હરીફાઈ માં કેવી રીતે દોડવું જોઈએ તે શીખવી જાય છે.

બસની મુસાફરી દરમિયાન જો યાત્રા નો સફર નાનો હોય તો પરિસ્થિતિનો વધુ સામનો નથી કરવો પડતો પરંતુ જો યાત્રાનો સમયગાળો લાંબો હોય તો ક્યારેક બસમાં ઊભા રહીને યાત્રા કરવાના અનુભવ થી પણ કેળવવાનું જ પડે છે. જયારે બસની બ્રેક મરાતી હોય છે ત્યારે પોતાની જાતને બીજા પર ના જઈ પડાય તેમજ બ્રેક ના લીધે પોતાને કશે વાગી ના જાય તેવી રીતે પોતાના શરીરને stable બનાવીને આખી મુસાફરી દરમિયાન પોતાને જાળવી રાખવું પડે છે.

બસની મુસાફરી વખતે આદરભાવ વાળા વ્યક્તિઓ મળવા એ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે. બસની મુસાફરી દરમિયાન કોઈક વ્યકિતને પોતાની જગ્યા પર થોડી જગ્યા આપીને બેસાડવાનો આદરભાવ ઘણા જ ઓછા વ્યક્તિઓ માં જોવા મળતો હોય છે. સૌ પોત પોતાનાં સ્વાર્થ થી મતલબ રાખીને મુસાફરી કરતા હોય છે પરંતુ ભારતીય સમાજ ના સંસ્કારો મુજબ આ આદરભવો તો આપણી ભારતીયતા માં હોવા જ જોઇએ. આપણા દેશની રાષ્ટ્રીય પ્રતિજ્ઞા જે તેલુગુ ભાષામાં ૧૯૬૨ માં ઉલ્લેખનીય રચયિતા પી.વી.સુબ્બારાવ દ્વારા પણ પ્રતિજ્ઞાપત્ર માં પણ એક વાક્ય લખાયેલ છે કે..

” બાધા ભારતીયો મારા ભાઈ બહેનો છે. “

આ વાક્ય જ અહીં બસની મુસાફરી દરમિયાન આપણે આદરભાવ રાખીને આપણી જગ્યા ખાસ કરીને એવા વ્યક્તિઓ સાથે તો વહેંચવી જ જોઈએ કે જે વ્યક્તિઓ વૃદ્ધ હોય તેમજ સગર્ભા સ્ત્રી ઉપરાંત એવી સ્ત્રી કે જે પોતાનું નાનું બાળક ને લઇ ને મુસાફરી કરતી હોય જેવી અનેક વ્યક્તિઓ સાથે આપણી જગ્યા આપીને આપણે આપની ભારતીયતા નું માન તો જાળવવું જ જોઈએ. એ આપણા તમામ ભારતીયોની પ્રથમ ફરજ કહેવાય છે.

બસની મુસાફરી દરમિયાન ક્યારેક વ્યક્તિઓ વચ્ચે ખટપટો થતી હોય છે. જ્યારે બસોમાં આવી ખટપટો થતી હોય છે ત્યારે જોરમાં નીકળેલા શબ્દો તેમજ બોલાયેલા અપશબ્દો આપણી આસપાસ ના વ્યક્તિઓ, વડીલો અને તેમજ ખાસ કરીને નાના બાળકો પર ખરાબ અસરો થતી હોય છે. બસની મુસાફરી સમય દરમિયાન આવું નાં થાય તેની મર્યાદા દરેક વ્યક્તિ એ કેળવવી જ જોઈએ. મુસાફરી સમયે આપણે શાંતિ જાળવવી જ જોઈએ એજ આપણા સાચા વ્યક્તિત્વ ની ઓળખ હોય છે.

બસની મુસાફરી વખતે અડચણો તો અનેક ઊભી થશે, ક્યારેક બસ ચૂકી જવાના બનાવો પણ બનશે. આપણા જીવનની આજ બધી પરિસ્થિતિઓ આપણા એક સારા વ્યકિત્વ નું ઘડતર કરતી હોય છે. આથી આપણે જીવન માં બસની મુસાફરી એકલા કરતા તો કેળવવાનું જ જોઈએ. જે જીવન ની પરિસ્થતિ આપણે માતા પિતા ના સહારે સામનો કરતા હોઈએ તો એ આપણા જીવનનું ખરા અર્થ મા તો આપણું ઘડતર નથી જ કરતું.

અંતમાં, ખરેખર બસની મુસાફરી તરફ એક પહેલ તો તમામ વ્યક્તિઓએ કરવી જ જોઈએ. (પુર્ણ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED