સમય વર્ષ 2019 ની વાત આ છે. હાલ જ હું ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા માં સારા ગુણો મેળવીને પાસ થઈ હતી અને મેં સાયન્સ ફિલ્ડ પસંદ કરી હતી.
શરૂઆતના સાયન્સ ફિલ્ડ પસંદ કર્યા ના આજ ગાળામાં મન રમૂજી અવસ્થામાં ખૂબ જ ફરતું હતું અને તેથી જ શાળામાં બાયોલોજીના લેક્ચર દરમિયાન મારા શિક્ષક જયશ્રીબેન એ કામ સોંપેલું હતું કે જ્યારે પણ તમે બાયોલોજીના પ્રેક્ટીકલ માં આવો ત્યારે તમારે લેબ જર્નલ માં આટલું ઘરકામનું કાર્ય સમાપ્ત કરીને લાવવાનું છે.
વર્ગખંડમાં આ અનાઉન્સમેન્ટ થઈને એક અઠવાડિયું વીતી ગયું હતું અને બીજા અઠવાડિયાના સોમવારના દિને મારી બાયોલોજી ની લેબ હતી. મારુ ઘર કામ પૂર્ણ થયેલ જ ન હતું. અને મજાની વાત તો એ છે કે મને લેબમાં પ્રવેશ કર્યા પછી ખબર પડે છે કે બાયોલોજીના શિક્ષક જયશ્રીબેન એ લેબ જર્નલ માં ઘરકામ કરવા માટે અઠવાડિયા પેહલા આપ્યું હતું. જેની આજે જયશ્રીબેન દ્વારા તપાસ થશે.
પછી થવાનું શું રહ્યું..? મારો જીવ ગભરાયો કે સાયન્સ ફિલ્ડ પસંદ કર્યા પછી આજે સૌ પ્રથમવાર બાયોલોજી ની લેબમાં પ્રેક્ટીકલ રખાવ્યો હતો. કેવું શરમજનક હશે કે આટલા ઘણા વિદ્યાર્થીઓ આગળ મારે નીચું નમવું પડશે મારા ઘરકામ ન થયા ના બદલે.
અને મુખ્ય વાતનો ડર તો એ હતો કે બાયોલોજીના પ્રેક્ટીકલ લેબ દરમિયાન જયશ્રીબેન દ્વારા ઉચા અવાજે બધા વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું જે ઘર કામ અઠવાડિયા પહેલા તમને સંપૂર્ણ કરવા આપેલ હતું તે સૌ વિદ્યાર્થીઓ સંપૂર્ણ કરીને લાવ્યા છો ને? અને નહિ લાવ્યા હોય તો તે વિદ્યાર્થીઓ પોતાની જગ્યા પર ઊભા થાય.
શિક્ષક જયશ્રીબેન ને તો કડક અવાજમાં બધાને બોલી દીધું હતું પણ બધાના મનમાં ડર હતો. આથી બધા વિદ્યાર્થીઓ ધીમે ધીમે વારાફરતી વારે એક એક કરીને ઊભા થાય છે. અને એ જ ઉભેલા વિદ્યાર્થીઓમાં હું પણ હતી.
જયશ્રીબેન ખૂબ જ ગુસ્સે હતા કારણ કે તેઓ શિક્ષક તરીકે એમ માનતા હતા કે સાયન્સ ફિલ્ડમાં "રેગ્યુલારીટી ઈઝ ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ". અને મારા મતે પણ આ ખરી વાત તો છે. પણ હવે શું ફાયદો? ભૂલ તો આપણી થઈ જ ગઈ હતી. અઠવાડિયા નો સમય વીતી ગયો હતો. સોમવાર થઈ ગયો હતો અને અત્યારે હું બાયોલોજી પ્રેક્ટીકલ લેબમાં પ્રવેશી ચૂકી હતી. કશું થઈ શકે એમ ન હતું.
જયશ્રીબેન ને વારાફરથી વારે દરેક વિદ્યાર્થીને ઘરકામ ન કર્યાનું કારણ પૂછવાનું શરૂ કર્યું અને જે પણ વિદ્યાર્થીઓ આળસના લીધે ઘરકામ કરતા નથી તેવા વિદ્યાર્થીઓને આજે બાયોલોજીના પ્રેક્ટીકલ લેબમાં પ્રેક્ટીકલ કરવાની અનુમતિ ન હતી.
ઘરકામ ન કર્યાના કારણ જણાવવામાં કોક વિદ્યાર્થીએ એમ કહ્યું કે હું માંદો હતો અને તાવ આવ્યો હતો. ત્યારે જયશ્રીબેન કહે છે કે અઠવાડિયું તો ભલે કોઈ તાવ આવે..? ખોટા બહાના કાઢો છે તમે ઘરકામ ન લાવ્યા ના.
બીજો વિદ્યાર્થી કોઈ એમ બોલે કે બહારગામ જવાનું થયું હતું. તેથી ઘરકામના પૂર્ણ કરી શક્યા. ત્યારે પણ જયશ્રીબેન બોલ્યા જો સાયન્સ ફિલ્ડ ભણવી હોય અને સાથે બહારગામ પણ જવું હોય તો તમારી સાયન્સ ફિલ્ડ છોડીને કોઈ આર્ટસ્ ફિલ્ડ પકડી લેવી શ્રેષ્ઠ છે.
બીજા કોઈક વિદ્યાર્થીએ કહ્યું કે વર્ગખંડમાં એવી કોઈ જાણે જ કરવામાં ન આવી હતી કે ઘરકામ તમારે પ્રેક્ટીકલ લેબ જર્નલ માં કરવાનું છે. વિદ્યાર્થીના આ કથન સાંભળી તો જયશ્રીબેન નો ગુસ્સો અલગ જ સ્તર પર પહોચ્યો હતો એ કહેવું ખોટું ન હતું. તેમણે વર્ગખંડમાં સાક્ષી બધા જ વિદ્યાર્થીઓને પૂછ્યું કે- હું એ ઘરકામ આપ્યા ની જાણ ન કરી હતી.? ત્યારે બધા જ વિદ્યાર્થીઓ જયશ્રીબેન ના કથનને સાક્ષી પૂરે છે.
જયશ્રીબેનના આ જ બધા ગુસ્સામાં વારાફરતી વારે વિદ્યાર્થીઓને એક પછી એક પ્રેક્ટીકલ લેબની બહાર મોકલતા જોઈને મારો ડર મને ખાઈ રહ્યો હતો. હું એ મારી સહેલી ને પૂછતી હતી કે હું શું કારણ આપીશ જ્યારે જયશ્રીબેન મને પ્રશ્ન કરશે? મારી સખીઓ એ તો એમના મતે કારણો આપ્યા. પણ આમાંથી મને કંઈ પણ જયશ્રીબેનના ગુસ્સાને સાચવી શકે એવું યોગ્ય કારણ મને ના મળ્યું.
દરેક વિદ્યાર્થીના પૂર્ણ થયા પછી જયશ્રીબેન ના પ્રશ્નો નો જવાબ આપવાનો મારો સમય આવ્યો. જયશ્રીબેન ના આગળ હું પ્રસ્તુત થઈ. જયશ્રીબેન ને પૂછ્યું કે કેમ ના લાવ્યા તમે ઘરકામ. સમય જતો રહેલો હતો અને આમાં સત્ય કહેવા જે સિવાય મારા પર કોઈ રસ્તો જડે એમ ન હતો. આથી જે પણ ઘટના હકીકત હતી એ મેં જયશ્રીબેનના આગળ રજૂ કરતા કહ્યું કે "ટીચર..! તમે જ્યારે વર્ગખંડમાં અનાઉન્સમેન્ટ કરી હતી ગૃહકાર્યના વિશેની ત્યારે મારાથી જ ધ્યાન આપવામાં ચૂક થઈ ગઈ હતી. અને એના જ લીધે મારું ઘરકામ બાકી રહ્યું છે. હવે પછી મારી આવી ભૂલ ના થાય તેની હું કાળજી લઈશ"
મારું આ કથન સાંભળતા જ શિક્ષક જયશ્રીબેન એ કહ્યું કે કંઈ વાંધો નહીં હવે પછી વર્ગખંડમાં એનાઉન્સમેન્ટ થાય ત્યારે ધ્યાન રાખવાનું. અને તું એ એકમાત્ર વિદ્યાર્થીનીએ તારી ભૂલ સ્વીકારી ને મને સાચો જવાબ આપવાની હિંમત કરી છે. અને તું સાચું બોલી છે એટલા માટે જ આજે તને હું પ્રેક્ટીકલ કરવા માટે હું તને અનુમતિ આપું છું અને તારી ભૂલોને માફ કરું છું. સ્ટુડન્ટ હંમેશા તારા જેવા જ હોવા જોઈએ. એમ કહી જયશ્રીબેન એ તો મને મારા જગ્યા પર પ્રેક્ટીકલ કરવા માટે મોકલી દીધી.
જયશ્રીબેન ના આ કથનો સાંભળતા મારી ખુશી નો પાર ન રહ્યો. કારણકે જયશ્રીબેનના ગુસ્સા આગળ દરેક વિદ્યાર્થીઓ ઘરકામ ન કર્યાની સજા ભોગવી રહ્યા હતા. અને જ્યારે એકમાત્ર હું એક એવી હતી જે સાચું કારણ આપવા પર પ્રેક્ટીકલ કરી રહી હતી.
જયશ્રીબેન ના ટેબલ થી થોડે નજીક બેસેલી વિદ્યાર્થીનીઓ જયશ્રીબેન પાસેથી મારા ગયા પછીના જયશ્રીબેન ના કથનો બીજા શિક્ષકને બોલતા સાંભળી રહ્યા હતા અને પછી વર્ગખંડમાં રિસેસ દરમિયાન એ જ વિદ્યાર્થીઓ આવીને મને કહે છે કે જયશ્રીબેન કહેતા હતા કે "આ છોકરીની હિંમતની તો દાદ આપવી પડે છે."
"ખરેખર નાનપણથી આવું શીખવવામાં આવ્યું હતું કે જો સાચું બોલશો તો જીત તમારી જ થશે પણ આ વસ્તુ જિંદગી એ અનુભવ કરાવી દીધું હતું."
આથી જ જીવનમાં કોઈપણ વ્યક્તિને મળો, તમારા અને એમની સાથે જે પણ કોઈ સંબંધ હોય. દરેક સંબંધમાં હંમેશા સાચું બોલવું અનિવાર્ય છે. અને આમ કરવાથી જ તમારામાં સારા વ્યક્તિત્વનું ઘડતર થાય છે.