તરુણાવસ્થા નાં દર્શન Dhinal Ganvit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરુણાવસ્થા નાં દર્શન

આપણું જીવન એક એવો પ્રવાસ છે જેમાં આપણે કેટલીક ભૂલો પણ કરીશું અને સફળ પણ બનીશુ. આપણા મન માં લાગણીઓ પણ જન્મ લેશે અને એક સમયે લાગણીઓ મૃત્યું પણ પામશે. કોઈક જગ્યા એ આપણું અપમાન પણ થશે અને કોઈક જગ્યા એ આપણા વખાણ પણ થશે. કોઈક જગ્યા એ સમય ની રાહ રાખી ને વિચારો પણ મજબૂત રાખવા પડશે. અને જો જીવન માં સહનશીલતા નામનો "બેસ્ટ ફ્રેન્ડ" નહિ બનાવીએ આ જીવન નો અદ્ભુત પ્રવાસ કરવાની અનુમતિ મળતી જ નથી. વધારે ઊંડાણ માં ના ઉતરી ને હું જણાવું તો આજે જીવન માં થતી ભૂલો વિશે કંઇક લખવાનું મન થયું તો જીવનમાં થતી ભૂલો ની શુરૂઆત તરુણાવસ્થા થી ગણાવવું મારા મતે ખોટું નથી. દરેક વ્યક્તિ ના જીવન માં તરુણાવસ્થા ના દર્શન સમયે કોઈક બનાવ બનેલ હોય જ છે. એ આપણી વિચારશકિત પર આધાર રાખે છે કે આપણે આપણી તરુણાવસ્થા ના દર્શન કઈ રીતે કરી રહ્યા છે. કારણ કે તરુણાવસ્થા પરથી જ આપણું જીવન કેવા પ્રકાર નું હશે તે નક્કી થતું હોય છે.

તરુણાવસ્થા એ આપણા જીવન ના પ્રવાસ નો પ્રથમ સ્થળ હોય છે. તરુણાવસ્થા એ ભગવાન ની એ ભેટ છે. જેમાંથી આપણે ઘણું બધું આપણા જીવન માં શીખીએ છીએ અને આપણા જીવન ના પ્રવાસો પણ તરુણાવસ્થા નામના સ્થળ પરથી જ નક્કી થતાં હોય છે. જીવન ના આજ સ્થળ માં આપણે જાણતા- અજાણતા માં સમજણ - અણસમજ માં એવા પ્રસંગો ને આપણે જીવન માં સ્થાન આપી દઈએ છીએ જે સ્થાન આપણા જીવન વેડફવાની શુરુઆત કરી દેતું હોય છે.

તરુણાવ્થામાં આપણું મન ખાસ રીતે ચંચળતા થી ભરેલું, શરીર માં રૂપ - રંગ નો ઘમંડ, અભિમાન, તેમજ મન તેની મર્યાદા થી વધુ દયાળુ તેમજ માયાળુ બની જનારું હોય છે. તરુણાવસ્થા માં થતાં આવા મન સાથે જીવન માં પ્રેમ ના રૂપ માં આકર્ષણ નામની વસ્તુ નું આગમન થાય તો જીવન નો પ્રવાસ તો જોખમ માં મુકાય જ જાય છે. જીવન માં પ્રેમ નામના શબ્દ ની સમજણ પણ ના હોય અને જીવન માં આવી ને બાધા મૂકે એ સમય તરુણાવસ્થા નો હોય છે.

આજના યુવાનો- યુવતીઓ એકબીજા ની દેખાદેખી ના અભાવે તેમજ રૂપ - રંગ, બોલાયેલા બે મીઠા શબ્દો ને જોઇને પ્રેમ નામના શબ્દ નું નામ આપી દે છે. ઘણી વખત તો આપણે આપણા જીવન માં આકર્ષણ ના અભાવે કંઇક એવું કરી જતા હોઇએ છીએ જેનાથી આપણા માતા પિતા ને શરમ નામના શબ્દ આગળ નીચું જોવું પડે છે. આ પ્રેમ નથી હોતો પરંતુ તમારી તરુણાવસ્થા નું તમારા જીવન ના પ્રવાસ માં આગમન થતું હોય છે. તરુણાવસ્થા ના પ્રવાસ દરમિયાન જો તમે તમારી સહનશીલતા નહિ રાખો તો આજના યોવાનો જીવન નો અદ્ભુત સફર કરી જ નથી સકતા. જીવન નો આ હેતુ જો તરુણાવસ્થા માં જ સમજાય જાય તો જીવનનો પ્રવાસ સારો જ થશેે.

વૈજ્ઞાનિક રીતે જો જણાવું તો તરુણાવસ્થા નો સમય 12-13 વર્ષ થી લઈને 19 વર્ષ સુધીનો હોય છે. તરુણાવસ્થા ના સમયમાં આપણા શરીરના મગજ માંથી નીકળતો ઓક્સીટોસિન નામનો હોર્મોન આપણા જીવન માં પ્રેમ ની લાગણી ઉત્પનન કરે છે. તરુણાવસ્થા દરમિયાન જ ઓક્સીટોસિન નામનો હોર્મોન વધુ ઉત્પનન થતો હોય છે કારણકે આપણું શરીર આ સમયે પુખ્તતા માં પરિવર્તન લેતું હોય છે અને આજ કારણે ઓક્સીટોસિન હોર્મોન ના વધુ પડતાં પ્રવાહ ને લીધે આપણને કોઈ વસ્તુ, કોઈ પ્રાણી અને ખાસ કરીને કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થતું હોય છે.

આજે હું જીવન ની તરુણાવસ્થા નો એક પ્રસંગ વર્ણવી ને એક પ્રયત્ન કરીશ કે આજના યુવાનો તેમજ યુવતીઓ કંઇક પોતાના જીવનમાં, પોતાની તરુણાવસ્થા માં ભૂલો ના કરે તેવી વિશેષ કાળજી લેય એજ મારા આ લખાણ નો હેતુ છે.

શાળા નો એક સમય હતો. માનસી નામની એક વ્યક્તિ લગભગ ૧૫ વર્ષ ની હતી. નાની ઉંમરે ઘણી બધી શાળાઓમાં એવા નિયમો તો હોય જ છે કે આપણા ગુરૂજીઓ જે સ્થાને બેસાડે તે સ્થાને જ આપણે બેસવા પડતું હોય છે. માનસી જીવન માં પણ આજ થયું હતું પરંતુ માનસી ની તે છોકરી સાથેની મિત્રતા વધુ પાક્કી થઈ ગઈ હતી. માનસી ની આ સહેલી નું નામ દિપ્તી હતું. માનસી અને દિપ્તી ની મિત્રતા વધવાનું કારણ એક એ પણ હતું કે દિપ્તી નું ઘર અને માનસી ના ઘર વચ્ચે અંતર ઓછું હતું. મિત્રતા વધી અને શાળા ની બહાર ફરવાનું નક્કી થયું. દિપ્તી અને માનસી ની બીજી બે સહેલીઓ સાથે દરિયા કિનારે ફરવાનું નક્કી થયું. દિપ્તી એના "બોય ફ્રેન્ડ" સાથે ફરવા આવે છે. અને માનસી ના મન માં છોકરા સાથેની દોસ્તી થી પણ નફરતો હતી. દરિયા કિનારે દિપ્તી ના બોય ફ્રેન્ડ સાથે ની એક મુલાકાત નો એહસાસ થી માનસી ના મન માં છોકરા ઓ પ્રત્યે ની નફરત ઓછી થાય છે કારણ કે દિપ્તી નો બોય ફ્રેડ માનસી નો પણ સારો મિત્ર બની ગયો હતો.

દિપ્તી અને તેના બોય ફ્રેન્ડ વચ્ચે ખૂબ સારો સબંધ હતો કારણ કે બંનને ના મન માં એકબીજા માટે લાગણીઓ તેમજ માન સન્માન હતું. આ બધું જોઈને માનસી ના મન માં પણ એક ઈચ્છા જન્મે છે કે એક દોસ્તી તો કરીને જોવું જ જોઇએ. માનસી ના સબંધો દિપ્તી સાથે દિલ થી જોડાયેલા હતા તેથી માનસી પોતાની આ ઈચ્છા ને દિપ્તી આગળ વ્યક્ત કરે છે. દિપ્તી માનસી ની ઓળખાણ તેની દોસ્તી માં જ રેહતો એક રવિ નામના વ્યક્તિ સાથે કરાવે છે. તે પછી માનસી અને રવિ ના સંવાદો શરૂ થાય છે.

માનસી રવિ ને કોઈક પણ રીતે જાણતી ન હતી. રવિ કઈ બાબતે ખુશ થશે, કઈ બાબતે ગુસ્સો કરશે, છોકરી નામના શબ્દ ની મર્યાદા જાળવે છે કે નહિ જેવી અનેક વાતો થી માનસી રવિ થી અજાણ હતી. રવિ સાથે ની માત્ર બે દિવસ ની મિત્રતા માનસી ને રવિ ના જબરજસ્તી ના અભાવ થી માનસીને "હું પણ તને પ્રેમ કરું છું"- વાક્ય બોલવા પર મજબૂર કરી દીધું હતું કારણ કે રવિ ની જીદ હતી કે તે ખાવાનું ત્યાગશે. અહીં માનસી નું મન ભોળું અને અજાણ પડે છે અને રવિ ની જીદ પૂર્ણ થાય છે. રવિ સાથે એક વાર શિવમેળા માં મુલાકાત થાય છે અને રવિ માનસી ના સામે નજર માં હોય તેમ છતાં માનસી ને તેના મનમાં મિત્રો અને રવિ વચ્ચે કંઇક ફરક જ ના લાગતો હતો.

રવિ સાથે ના સંવાદો થોડા સમય માટે બંધ થાય છે કારણ કે રવિ ની બોર્ડ ની પરીક્ષા હોય છે. રવિ ની યાદ ના લીધે માનસી રવિના મિત્ર પરથી રવિ સાથે વાત કરવા માટે પ્રયત્નો કરે છે ત્યારે જ તેના મિત્ર પરથી માનસી ને જાણ થાય છે કે રવિ નું પરીક્ષા આપવા જતા દરમિયાન અકસ્માત થાય છે. ભગવાન ની કૃપા થી રવિ ને કઈ થતું નથી પણ માનસી નાં મન માં દુઃખ તો હતું જ કે રવિ જોડે આ ઘટના ના થવી જોઈતી હતી પરંતુ રવિ ની પરિસ્થિતિ સાંભળી ને માનસી ની આંખો શા કારણે ભીની નહિ થઈ? હું તો એને જ પ્રેમ કરું છું તો એના માટે આસુ શા માટે નથી? જેવા પ્રશ્નો માનસી ના મન ને ઘેરી વડે છે.

માનસીએ રવિ સાથે વાતો કરીને એની ખબર તો પૂછવી જ હતી માત્ર ધીરજ રવિની બોર્ડ ની પરીક્ષા પુર્ણ થાય ત્યાં સુધીની હતી. રવિ ની બોર્ડ ની પરીક્ષા પૂર્ણ થવાને દિવસ નજીક જ હતા. જયારે પરીક્ષા નો અંતિમ દિવસ આવે છે ત્યારે રવિ નો મિત્ર માનસી ને જાણ કરે છે અને જણાવે છે કે રવિ તેના સાથે મિત્રતા રાખવા નથી માંગતો. માનસી વિચારો માં મુકાય જાય છે કે કયા કારણોસર રવિ આવું બોલી રહ્યો છે. રવિ કહે છે કે મને તારી સાથેની મિત્રતા થી મારા મન માં કોઈ જ લાગણી ઓ નથી જન્મી આજ કારણો થી હું મિત્રતા નહિ રાખી શકું. રવિ ના આ શબ્દો સાંભળી ને માનસીનું મન જાણે માનવા ઇચ્છતું જ નથી કે રવિ એ મિત્રતા ની શુરુઆત માં બતાવેલ પ્રેમ અને આજના દિને રવિ ના આવા વિચારો. પરંતુ રવિ આ બધી વાતો માનસી ને ભગવાન ના મંદિરમાં બેસી ને જણાવતો હોય છે આથી માનસી પણ રવિ ને તેના જીવન માંથી રજા આપે છે.

રવિ સાથેની મિત્રતા પૂરી થઈ એ દરમિયાન પણ માનસી ના મન માં મિત્રતા તુટી એ વાતનું દુઃખ હતું પરંતુ માનસી ની આંખો માં આંસુ ની હાજરી તો શૂન્ય જ હતી. કારણ કે રવિ એ માનસી ના જીવન માં કોઈ પણ ક્ષણે પ્રેમ નું સ્થાન લીધું જ ના હતું. રવિ સાથેની આ મિત્રતા માનસી ને એહસાસ અપાવે છે કે રવિ ની એક જીદ પર એનો જિંદગી માં સાથ આપવાની વાતો કરી બેઠી હતી પરંતુ મને મારી જિંદગી આપવાવાળા મારા માતા પિતા નામના ભગવાન તો આ જાણી ને કેવી દુઃખદ પરિસ્થિતિ માં મુકાય જાત. આ વસ્તુ નું ભાન માનસીને તેના જીવન માં રવિ ના જવા પછી જ થાય છે. માનસી ઉપર વાળા ભગવાન ને કહે છે કે મારી જિંદગી બચાવવા માટે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું.

જીવન ના પ્રવાસ માં જયાં આપણે પ્રેમ શબ્દ નો મતલબ પણ ના જાણીને માત્ર આકર્ષણ ના અભાવે ભૂલો કરી બેસીએ છીએ પરંતુ તરુણાવસ્થા માં થતી આ ભૂલો ના લીધે જીવનનો પ્રવાસ માં ક્યારેય જોખમ માં મુકાય જતો હોય છે. તરુણાવસ્થા માં થતી ભૂલો ને સહન કરી ને જીવન ના આવનારા પ્રવાસ ના સ્થળો ને સવારવા નો પ્રયત્ન કરવા જોઈએ. આજ આપણા સંસાર નો નિયમ છે. તરુણાવસ્થા માં જ આપણી બુદ્ધિ નું પ્રમાણપત્ર આપણ ને જિંદગી તરફ થી મળતું હોય છે. પ્રમાણપત્ર ભૂલો કર્યા પછી પણ મળશે પરંતુ ભૂલો સમજી અને સહન કરી ને આગળ નહીં જ વધીશું તો આ સંસાર નો ત્યાગ જ કરવો પડે છે. આપણા ભગવાન સમાન માતા પિતા પણ એમની તરુણાવસ્થા ના દર્શન કરીને જ આપણી જિંદગી નું નિર્માણ કરતાં હોય છે. ચાલો આપણે સૌ આપણી તરુણાવસ્થા નું પ્રમાણપત્ર આપણી જિંદગી પાસેથી મેળવીએ.

(પુર્ણ)