સંબંધોના વમળ - 11 Urvashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધોના વમળ - 11

ગતાંકમાં આપણે જોયું કે સ્વીટીના મમ્મી - પપ્પાની ગાડીનો અકસ્માત થાય છે. આ વાતની જાણ વિકીને થાય છે ત્યારે એ હોસ્પિટલમાં સ્વીટી પાસે પહોંચી જાય છે. ત્યાં એ સ્વીટીને દુઃખી અને હતાશ જોઈએને ખૂબ તકલીફ અનુભવે છે, તો સ્વીટી એને ગળે વળગીને ખૂબ રડવા લાગે છે અને વિકી એને સાંત્વના આપતા સ્વપ્ન વિહારમાં ખોવાઈ ગયો.


હવે આગળ..............


" એનું મન અને હૈયું બંને મારા તરફ ઢળી રહ્યા હોય એમ મને લાગી રહ્યું હતું. મને સમજાતું નહોતું આ શું થઈ રહ્યું હતું! એ ઘણી દુઃખી હતી એ હું જોઈ શકતો નહોતો. મને એટલું સમજાઈ ગયું હતું કે, એની ખુશી મારા માટે મહત્વની હતી. મેં એને ચેર પર બેસાડી હું પણ એની બાજુ બેઠો એણે મારો હાથ કસીને જોરથી પકડીને મારા ખભા પર માથું ઢાળી દિધું. હું એને સાંત્વના આપતો રહ્યો."

"તમારા મમ્મી - પપ્પા બંનેને ઘણું સારું છે એમને બે જ દિવસમાં રજા મળી જશે પણ આરામની જરૂર છે. તમારા પપ્પાને ખાસ, વધુ આરામની જરૂર છે." ડૉ. જણાવ્યું.

"અમે મળી શકીએ?" થોડી હળવાશથી એણે પૂછ્યું.

"હા ! કેમ નહીં! જરૂર." ડૉ. હસતાં ચહેરે બોલ્યાં. એ ઝડપથી ચાલવા લાગી એ એના મમ્મી - પપ્પાને જોવા - મળવા આતુર હતી. એ જેવી એના પપ્પાના રૂમમાં પવેશી કે હું બહાર જ ઉભો થઇ ગયો એણે પાછળ ફરીને મારા તરફ જોઈને મને બોલાવ્યો એટલે હું એ બેડ પાસે જઈને ઊભો રહયો. એના પપ્પા હજી હોશમાં નહોતા આવ્યા."

એમને કપાળમાં ભાગમાં વાગેલું હતું અને હાથમાં. એ સ્તબ્ધ થઈને અનિમેષ દ્રષ્ટિથી એના પપ્પાને જોઈ રહી અને એ જ સ્થિતિમાં એની આંખોમાંથી દડ - દડ આંસુ વહી રહયા હતા. મેં મૌન રહીને એને ખભે હાથ રાખીને સાંત્વના આપી.
એણે આંસુ લૂછયા અને જાણે ઠોડી સ્વસ્થ થઈ હોય એમ લાગ્યું એટલે મેં એને એની મમ્મી પાસે જવા કહ્યું. અમે બંને એની મમ્મીને મળવા ગયા હું ત્યાં પણ બહાર જ ઉભો રહ્યો. એની મમ્મીનો મને વધુ ડર હતો કેમ કે પેહલી મુલાકતમાં જ એમણે તો મારી સામે ગુસ્સામાં જોઈને મને ડરાવી દીધો હતો.

એ તો પાછી આવીને મારી સામે ગુસ્સામાં અને હકથી મને જોતી હોય એમ જોઈને મારો હાથ પકડીને એની મમ્મી પાસે લઈને ગઈ. એની મમ્મીની તબિયત સારી હતી એ અમારી
વારાફરતી અમારા બંનેની સામે જોઈ રહ્યા હતાં.

સ્વીટી તો એની મમ્મીને બે મિનિટ જોતી જ રહી પછી ભાવુક બનીને એમના ગળે લાગી ગઈ. એની મમ્મીએ એને વ્હાલથી માથે હાથ ફેરવતા અને વાળ સરખા કરતા કહ્યું
"જો અમને કાંઈ નથી થયું આમ દુઃખી નહીં થવાનું. આવતી કાલે ઘરે પણ આવી જઈશું."

"હા....... પણ તમને......... " એ આગળ કંઈ બોલે એ પેહલાં એની મમ્મીએ એને અટકાવી દીધી.

એની મમ્મીએ મને ચેર પર બેસવા ઈશારો કર્યો ને અનેક પ્રશ્નો એ સ્વીટી સામે જોઈ રહ્યા.

"મેં જ એને મદદ માટે બોલાવ્યો હું એકલી હતી માટે."
એ મારી સામે જોઇને બોલી. મને સમજાતું નહોતું કે એ ખોટું કેમ બોલી? ફોન તો મેં સામેથી કર્યો હતો." મેં ચૂપ રેહવું યોગ્ય ગણ્યું. એટલામાં જ ફોનની રિંગ વાગી એટલે હું બહાર ગયો. થોડીવારમાં એ પણ બહાર આવી. મૌન રહી એકધારું મારી સામે જોઈ રહી. "શું વિચારી રહી છે તું?" મેં થોડાં હસતાં ચહેરે એને પૂછ્યું.

"થેન્ક્સ!!!" હળવા સ્મિત સાથે એ બોલી. એનો ચહેરો આજે પણ મારી નજરોમાં સમયેલો છે, આંખો બંધ કરું છું ને એ દેખાય છે. એનું એ સ્મિત મને ખુશી આપી રહ્યું હતું. કેટલાય સમયથી એકાંતમાં તપતા મારા હૈયાંને ટાઢક આપી રહ્યું હોય એમ લાગતું હતું.

એના મમ્મી - પપ્પા ઘરે આવી ગયા અને ત્યારબાદ તો હું એના ઘરે પણ જતો. એના મમ્મી - પપ્પાની ખબર જોવા, એના પપ્પાને પણ ઓફિસના કામમાં મદદ કરતો. એમની સાથે પણ મારે સંબંધ કેળવાતો ગયો. હવે એ લોકો પણ જાણે મને પસંદ કરવા લાગ્યા હતા, પણ હજી અમે બંનેએ એકબીજાને મનની વાત જણાવી નહોતી. હું ક્યારેક એના ઘરે જતો તો જ્યારે પણ એ શોપિંગ કરવા જતી ત્યારે મને ફોન કરતી અને હું ફ્રી હોવ તો અમે અવશ્ય કોફી શોપ મળતા, ખૂબ વાતો અને હસી - મજાક થતાં, એકબીજાને કામમાં સલાહ - સુચન પણ આપતાં. બધા કામની વચ્ચે પણ હું ગમે તે થાય એના માટે ગુલાબના ફૂલ અવશ્ય લઈ જતો એ અમારી પેહલી મુલાકાતથી મીઠી યાદ બની ગયા હતાં, જાણે એના વગર તો હવે અમારી બંનેની મુલાકાત અધૂરી.

આ મુલાકાતોનો દોર વધતો ગયો, વાતો વધતી ગઈ, અમે નજીક આવતા ગયા. એ સમયમાં એણે એના ખાસ મિત્રો સાથે પણ મારી ઓળખ કરાવી એના મિત્રો પણ હવે સારી રીતે મને જાણવા લાગેલા.

એક સાંજે એનો ફોન આવ્યો "અરે વિકી! આવતી કાલે સાંજે આપણે મિલીના ઘરે જવાનું છે એણે અને સાહિલે બધા ફ્રેંડ માટે એક નાની પાર્ટી અરેન્જ કરી છે." એના અવાજ પરથી એ ખૂબ ખુશ હોય એમ જણાતું હતું.

"કેમ! અચાનક પાર્ટી? અને એ પણ મિલી અને સાહિલ બંનેએ મળીને..........?" મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.

"અરે સાહિલ અને મિલી બંને એકબીજાને ઘણા સમયથી પસંદ કરતાં હતાં. એકદિવસ મિલીની મમ્મી મિલીને ફોન પર "આઈ લવ યુ! સાહિલ!" એમ બોલતા સાંભળી ગઈ અને પછી એની મમ્મીએ એને જરાય લડયા કે ઝઘડ્યા વગર શાંતિથી પૂછ્યું એટલે એણે બધું જણાવી દીધું હતું આ તરફ સાહિલ પણ સારો છે, ફેમિલી પણ સારું પછી મિલીના મમ્મી - પપ્પાને શુ વાંધો હોય? અને એમ પણ મિલીના મમ્મી - પપ્પા કાયમ એ બંને બેહનો સાથે મિત્રની જેમ જ રહેતાં અને કોઈ બાબતે ક્યારેય દબાણ ન કરે, એટલે એ બંને બહેનો સહજતાથી પોતાની વાત રજૂ કરી શકતી. સામે પક્ષે એ લોકો પણ કોઈ વાત ન ગમે તો પણ શાંતિથી જ વાત કરતાં અને સમજાવતા માટે આ વાતમાં પણ એ સમજ્યા.

આજે અચાનક મિલીનો ફોન આવ્યો એણે જણાવ્યુ કે, "જ્યારે સાહિલના ઘરે એના સગપણ માટે વાત છેડાઈ અને એણે એ જ સમયે ના પાડી દીધી ને અમારા બંને વિશે ઘરમાં જણાવ્યું .એના મમ્મીને કાંઈ વાંધો નહોતો પણ એના પપ્પા પોતાની જીદ મુકવા રાજી નહોતા, પણ એ જયારે મારા પરિવાર ને મળ્યા અને યોગ્ય લાગ્યું એટલે માની ગયા છે માટે અમારા બંને તરફથી બધા ફ્રેંડને પાર્ટી." અને તારે પણ આવવાનું છે એમ કહ્યું છે એણે. તો તું મારા ઘરે આવી જજે આપણે સાથે જ જઈશું.

મેં હા પાડી. હવે મારા મનમાં અનેક રોમાંચક વિચારો ચલવા લાગ્યાં. મને થયું, "આજે હું પણ મારા મનની વાત એને જણાવી દઉં. આટલા નજીક આવી ગયા છે તો કહેવામાં આટલો સમય થઈ ગયો હવે વધુ નહીં. 'એને કેમ કરી કેહવું?' એ પ્રશ્ન મને વિચલિત કરવા લાગ્યો. અમારી મુલાકાતની ખાસ યાદ લાલ ગુલાબ તો લઈ જ જવાના હતા પણ એને કેમ કરીને કહિશ એ સમજાતું નહોતું.

આગળની સ્ટોરી આવતા ભાગમાં...........