સંબંધોના વમળ - 4 Urvashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધોના વમળ - 4



મમ્મી - પપ્પા એ લોકોની આગતા - સ્વાગતામાં લાગી ગયા. હું રસોડામાં હતી પણ મારા હૃદયની ધડકનો તેજ થઈ ગઈ હતી. અચાનક યાદ આવતા હું ચા અને નાસ્તાની તૈયારીમાં લાગી પણ મારું ધ્યાન એ લોકોની વાતોમાં જ હતું.

"તેં બધી તૈયારી બરાબર કરી લીધી ને???" આ પ્રશ્ન સાથે મમ્મી મારી સામેં જોઈ રહી.

"હા બધું બરાબર છે." મેં કહ્યું એટલે મમ્મી ચાના કપ ટ્રે માં ગોઠવવા માંડી. અમે ચા અને નાસ્તો આપ્યા. હું પપ્પાની બાજુમાં બેઠી. મારી નજર નીચી જ હતી. મેં કોઈના પણ ચહેરા સામે જોયું નહોતું. એ લોકો એ અમને વાત કરવા માટે સમય આપ્યો. કંઈ ખાસ મેં પૂછ્યું નહીં. જેમ કાયમ દરેક પૂછે એવા સામાન્ય પ્રશ્નો એણે પૂછ્યા.

એ દેખાવે તો ખાસ નહોતો પણ એનો હસતો ચહેરો સારો લાગતો હતો. અમારી વાત - ચીત પુરી થઈ એટલે અમે લિવિંગ રૂમમાં ગયા. ત્યાં વડીલોની વાતચીત ચાલી રહી હતી.
વાતચીત પત્યા પછી એ લોકોએ વિદાય લીધી.

"બેટા!!! વાતચીતમાં તને કેવું લાગ્યું??? કેવો છે છોકરો???" એ લોકોના ગયા પછી તરત જ મને પપ્પાએ પૂછ્યું.

"અત્યારે આટલી વાતમાં શું સમજાય???" આમ કહીને હું મારા રૂમમાં ચાલી ગઈ. મેં ફોન ચેક કર્યો તો દિવ્યેશના બીજા મેસેજ હતા.

"કેમ તું કંઈ બોલતી નથી?? મારા મેસેજનો રીપ્લાય આપ!!! પ્લીઝ! મારે ઘણુંબધું કેહવું છે તને." આ ઘણાબધા રેડ રોઝ અને હાર્ટ શેપ વાળા ઇમોજી ચીપકાવેલા મેસજ હતા.

"અરે દિવ્યેશ !!! ગેસ્ટ હતા ઘરે અને કામ પણ હતું માટે રિપ્લાય ન કર્યો પણ હા!!! હું તને રીપ્લાય કરું શા માટે??? તને યાદ છે?? મેં ઘણાં મેસેજ કરેલાં તો પણ તેં રીપ્લાય આપેલો???" મેં દિવ્યેશને ગુસ્સાવાળા ઇમોજી ચીપકાવીને મેસેજ સેન્ડ કર્યો.

"અરે એ તો મારી પાસે સમય નહોતો અને સાચું કહું? તો........ પણ હવે મને થાય છે કે, આપણે સાથે........"

એણે રાહ જોવડાવ્યા વગર મને મેસેજ સેન્ડ કર્યો. મને આશ્ચર્ય થયું કે આને શું થયું છે??

"શું કહે છે??? કંઈ સમજાય એમ બોલ!!!" મેં એને કહ્યું.

"મારે તને મળવું છે. તું આવીશ???" એણે સ્માઇલી વાળા ઇમોજી સાથે પૂછ્યું.

મને અણગમો થયો અને ગુસ્સો પણ આવ્યો. "ના મારે નથી મળવું." મેં મોઢું બગડતા કહ્યું.

"પણ કેમ???" એણે પૂછ્યું.

મેં એના પ્રશ્નનો કંઈ જવાબ ન આપ્યો અને મારા કામમાં લાગી ગઈ. મેં ફ્રેશ થઈને વિકીને ફોન કર્યો. એનો ફોન વ્યસ્ત આવતો હતો. ત્યારબાદ થોડાં - થોડાં સમયના અંતરે મેં અને ત્રણ ફોન કર્યા પણ હજી પણ વ્યસ્ત આવતો હતો. હવે મારી બેચેની વધી. મારા મનમાં અનેક શંકાઓ સ્થાન લેવા માંડી. એકસાથે અનેક વિચારોએ મને ઘેરી લીધી.

જમીને મમ્મી - પપ્પા સાથે બેથી અને થોડીવાર ટી. વી. જોઈ. મારી નજર ઘડિયાળ તરફ ગઈ દસ થવા આવ્યા હતા. મારો રોજનો સુવાનો સમય એટલે હું બેડરૂમમાં આવી ગઈ. પણ મનને ચેન નહોતું. એકદમ શાંત આ રાત્રિ જાણે મને કોરી ખાતી હોય એમ લાગતું હતું.

વિચારો મારો પીછો મુકતા નહોતા. સવાર કયારે થાય અને હું વિકીને મળું એની જ જાણે રાહ જોઈ રહી હતી. હું પડખા ફરી રહી હતી મને કંઈ સમજાતું નહોતું. ઘણાં પ્રશ્નોના જવાબ જોઈતાં હતા.

મેં હવે સમય પસાર કરવા ફોનમાં મુવી જોવાનું યોગ્ય માન્યું પણ મારુ મન તો વિકીમાં જ હતું. મેં થોડીવાર મુવી જોઈને બંધ કરી મોબાઈલ ફોન સાયલન્ટ મોડ પર રાખીને હું સુવા માટે ની મથામણમાં લાગી. મેં સમય જોયો તો બે અને ત્રીસ મિનિટ થઇ હતી.

સવારે ઉઠીને એલાર્મ બંધ કર્યું. સમજાયું જ નહીં કે પછી રાત્રે હું ક્યારે સુઈ ગઈ. હું હવે કોલેજ જાવા માટે તૈયાર થઈને મમ્મી પાસે ગઈ. મારા માટે કોફી તૈયાર જ હતી. ફોફી પીને હું ઘરેથી નીકળી. જયાં કાયમ વિકી મારી રાહ જોતો પણ આજે એ ત્યાં હતો નહીં. મેં એને ફોન કર્યો એણે રિસીવ કર્યો.

"કાલ રાતથી ક્યાં છે તું??? તું આજે કેમ ન આવ્યો??" મેં ગુસ્સે થઈને પૂછ્યું.

"કંઈ નહીં હું કામમાં થાકેલો હતો. અને મારી રાહ ન જોઇશ હું નહીં આવી શકું. હા તું મોડા ઘરે જતી વખતે ફોન કરજે આપણે મળીશું." એણે એકદમ થાકેલા અને ચિન્તામાં હોય એવા અવાજમાં કહ્યું.

મેં કંઈપણ બોલ્યા વગર ગુસ્સામાં ફીન કટ કરી દીધો.

મેં કોલેજ પુરી થયા પછી વિકીને ફોન કર્યો રિંગ પુરી થઈ એટલે મેં ફરી ફોન કર્યો તો "હેલ્લો !!!" એના ફોન પર કોઈ ગર્લ હતી. હું શું બોલું મને સમજાયું નહીં એટલે મેં કટ કરી દીધો. હવે મને ખુબ ગુસ્સો આવી રહ્યો હતો.

હું ઘરે જવા માટે ઑટો તરફ જઈ રહી હતી ત્યાં જ દિવ્યાંશ મારી સામે આવીને ગાડી ઊભી રાખી.

* * * * * * * * * *


આગળની સ્ટોરી આવતા ભાગમાં 🙏