આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-39 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-39

આઇ હેટ યુ
પ્રકરણ-39
નંદીનીએ ગોપાલ ડ્રાઇવરને ગોપીપુરા વિસ્તારમાં આવ્યા પછી કહ્યું ભાઇ શરણમ સોસાયટી લઇ લો. ત્યાંજ નંદીનીની નજર કાળા કોટવાળા નવીનમાસા પર પડી. નવીનમાસા ઝભ્ભા ઉપર કાયમ કાળો કોટ પહેરતાં. અને નંદીનીએ બૂમ પાડી નવીન માસા...
નવીનમાસાએ બૂમ તરફ નજર પડી ટેક્ષીમાં બેઠેલી નંદીનીને જોઇ પણ તરીકે કંઇ રીએક્ટ ના કર્યું. એમને નંદીની ઓળખાઇ જ નહોતી. નંદીનીએ ગાડી ધીમી કરવા કહ્યું અને કાચ ઉતારીને ફરીથી કહ્યું નવીનમાસા હું નંદીની... વડોદરાથી... ત્યાંજ નવીન માસાએ ઓળખી અને બોલ્યા નંદીની તું ? એકદમ ? નંદીનીએ કહ્યું માસા હું નંદીની વડોદરાથી... મારે મારી બદલી થઇ છે એટલે અચાનક આવવાનુ થયું. અરે તમે ટેક્ષીમાં આવી જાવ હું આપણું ઘરજ શોધતી હતી. નવીનમાસા અવઢવમાં પડ્યાં શું જવાબ આપવો ? એમણે કહ્યું અહીં ક્યાંથી ? એમણે ફરી પૂછ્યું....
નંદીનીએ કહ્યું શરણમ સોસાયટી શોધતાં હતાં અને તમે દેખાઇ ગયાં. નવીનમાસાએ કહ્યું ભાઇ આજ સોસાયટી જમણીબાજુ ત્રીજો બંગલો ત્યાં લઇ લો એ પછી નંદીની તરફ હજી આષ્ચર્યથી જોઇ રહેલાં.
નંદીની સમજી ગઇ કે નવીનમાસાને આધાત અને આષ્ચર્ય બંન્ને ખૂબ થયું છે પણ અત્યારે એને વધારે વિચારવાની શક્તિ નહોતી એક વારતો ઘરમાં જવુંજ પડે એવું હતું. એણે કહ્યું માસા તમારો ફોન નંબર શોધવા ખૂબે પ્રયત્ન કર્યો પણ સ્પષ્ટ વંચાતોજ નહોતો એડ્રેસ પાકુ હતું એટલે ખબર કર્યા વિના આવી ગઇ.
નવીન માસાએ ઔપચારીક્તા બતાવતાં કહ્યું કંઇ નહીં અને ટેક્ષીવાળાને કહ્યું ભાઇ બસ બસ આવી ગયું આ ગેટ પાસે ઉભી રાખો અને નવીનમાસા ઉતર્યા પાછળને પાછલ નંદીની નંદીનીને ખૂબ સંકોચ થતો હતો પણ બીજો કોઇ ઉપાય પણ નહોતો. નવીનમાસાએ ગેટ ખોલ્યો અને કહ્યું બાઇ સામાન અંદર લઇ લો.
ગેટનો અવાજ સાંભળીને અંદરથી સરલામાસી દોડી આવ્યાં. અરે કોણ છે ? અરે નવીન તમારી સાથે આ મહેમાન કોણ છે ? નંદિનીએ પરિસ્થિતિ જોઇને તરતજ શરણમાસીનાં પગે પડી આશીર્વાદ લીધાને કહ્યું માસી હું નંદીની અમદાવાદથી ગીરીજાની દીકરી.. મારે અચાનક આવવાનું થયું એટલે...
સરલામાસી થોડીવાર નંદીની સામે જોઇ રહ્યાં અને ઓળખી ગયાં બોલ્યાં અરે નંદીની તું તો બહુ મોટી થઇ ગઇ પણ આમ અચાનક કેમ આવવાનું થયું ? અને ગીરજા અને બનેવી બધાં મજામાં છે ને ?
ત્યાં પેલાં ટેક્ષીવાળાએ બધો સામાન વરન્ડામાં મૂકી દીધો અને નંદીનીએ કહ્યું ગોપાલભાઇ મનીષભાઇ એ કહ્યુંછે એ પ્રમાણે તમારાં પૈસા ટ્રાન્સફર કરી દીધાં છે વડોદરા આવતાંજ થઇ ગયાં તમે ચેક કરી લેજો. થેંક્યુ ગોપાલભાઇ અને ગોપાલે કહ્યું એ આવજો બહેન જય શ્રી કૃષ્ણ.. એમ કહીને એ નીકળી ગયો.
સરલામાસીને થોડાં સમયમાં જાણે બધી વાત સમજાઇ ગઇ હોય એમ બોલ્યાં બેટા નંદીની આ સામાન ઘરમાં લઇલે તું ચા કોફી જે પીવું હોય એ પીલે પછી શાંતિથી વાત કરીએ છીએ. ઓ રમેશે રમેશ.. આ બહેનનો સામાન અંદરનાં રૂમમાં હમણાં મૂક અને પછી તરતજ તારાં સાહેબ મારાં માટે અને નંદીની બહેન માટે ચા મૂક એમ કહીને એમણે નંદીનીને અંદર દિવાનખંડમાં લીધી.
અત્યાર સુધી નવીનમાસા નંદીની અને સરલાબેનને સાંભળી રહેલાં એમની દૂરની બહેનની દીકરી નજીકની સગાઇ બતાવી આજે એમનાં ઘરે આવી હતી એ એનાં સંબંધ અને એનાં માંબાપને યાદ કરી રહેલાં કે છેલ્લે આ લોકોને ક્યારે મળ્યો હતો ?
નંદીની થોડાં સંકોચ સાથે દિવાનખંડમાં આવીને બેઠી. રમેશે બધી બેગ અંદરનાં રૂમમાં લઇ લીધી. સરલમાસીએ કહ્યું નંદીની તું પહેલાં અહીં બાથરૂમ છે જઇને ફ્રેશ થઇને આવ પછી ચા પી અને બધી વાતકર જા લાંબા પ્રવાસથી આવી છે.
નવીનમાસા સરલામાસી તરફ પ્રશ્નાર્થ નજરે જોઇ રહેલાં એમની આંખોનાં ભાવથી પૂછી રહેલાં આ બધું શું છે ? સરલાબહેને આંખોથીજ ધીરજ રાખવા જવાબ આપી દીધો. નંદીની અંદરનાં બાથરૂમમાં ગઇ અને થોડીવારમાં, ફ્રેશ થઇને આવી. નંદીની અંદરથી વિચાર કરીનેજ આવી હતી. ત્યાં રમેશ ચા લઇને આવી ગયો. એણે ટીપોય પર ચા મૂકી દીદી અને અંદર ગયો. નંદીનીએ ચા નાં કપ લઇને એક કપ માસાને એક માસીને અને એક પોતે લીધો. માસીમાસા એકબીજાની સામે જોઇ કંઇક સમજી રહ્યાં.
નંદીનીએ ચા ની સીપ લીધી એને કંઇ હાંશ થઇ એણે કહ્યું નવીનમાસા, સરલામાસી હું અચાનક અહીં આવી ગઇ ના તમને કોઇ સમાચાર મોકલ્યા કે ખબર કરી. જોકે મારી પાસે માત્ર એડ્રેસ હતું ફોન નંબર આછો પાતળો હતો બાકીનો ભુલાઇ ગયેલો હતો. મારી ઓફીસમાંથી અહીં સુરત બદલી થઇ ગઇ અને મારે અહીં આવવું પડ્યું. મારે બીજી કોઇ ઠેકાણું નહોતું એટલે ક્યા હકથી અહીં સીધી આવી ગઇ ખબર નથી પણ હું મારું મકાન શોધી લઇશ મને ઓફીસમાંથી પણ મકાન શોધી આપવા કહ્યું છે.
આપ લોકોને મળે ઘણાં વર્ષ થઇ ગયાં. પાપા-મંમી તમારાં સંપર્કમાં રહેતાં હતાં કે નહીં ખબર નથી પણ હું અને વિરાટ તો નાનાં હોઇશું ત્યારે મળ્યાં હોઇશું બીજી વાત એ છે કે પાપાને 7 વર્ષ પહેલાં બ્લડ કેન્સર થયું હતું અને એ...
ફરીથી માસામાસી એકબીજા સામે જોઇ રહ્યાં માસી બોલી ઉઠ્યાં ઓહનો અમને તો કંઇ ખબરજ નથી બનેવીલાલ ને આવી બિમારી હતી... હવે કેમ છે ?
નંદીનીએ કહ્યું પાપા ને ગૂજરી ગયે 6 મહિના ઉપર થઇ ગયું મંમી પણ એમની પાછળ ગઇ એને આજે મહીનો થશે. માસીતો સોફામાંથી ઉભા થઇ ગયાં અરે નંદીની આતું શું કહે છે ? હાય હાય બેન બનેવી બંન્ને ગયાં ? ભલે દૂરની સગાઇ હતી પણ સગાઇ હતી મારી બેન હતી એમની આંખમાં પાણી આવી ગયાં. નંદીની નંદીની કરીને એ વળગી પડ્યાં. અમે અમારી નાની ને ત્યાં ભેગાં થતાં ત્યારે ખૂબ સાથે રમતાં. મારાં લગ્ન થયાં અને હું સુરત આવી ગઇ એ અમદાવાદ ધીમે ધીમે સંપર્ક ઓછો થતો ગયો બધાં પોતપોતાની જીંદગીમાં વ્યસ્ત થઇ ગયાં મને યાદ છે છેલ્લો વિરાટને લઇને તારાં ઘરે અમે લોકો આવેલાં ત્યારે તારાં પાપા અમને બધે ફરવા લઇ ગયેલાં ખાસ તો વિરાટને... ખૂબ મજા આવી હતી સાવ ઓછી યાદો છે પણ સરસ છે. બહુ દુઃખ થયું આવાં સમાચાર જાણીને.
નવીનમાસાએ પૂછ્યું તારી કંપનીનું શું નામ છે ? અને અહીં સુરતમાં ક્યાં છે ? ક્યા વિસ્તારમાં ? નંદીનીએ કહ્યું મારી કંપનીનું નામ ઓમેગા હાઇટેક પ્રા.લી. અને અહીં પારલે પોઇન્ટ પર છે. હવે અમારી કંપનીનો IPO આવનો છે થોડાં સમયમાં એટલે પબ્લીક લીમીટેડ થઇ જશે એમનું અહીં અને ઓવરસીઝમાં કામ છે. અહીના મારાં બોસનું નામ મી. બંસલ ભાટીયા છે. નંદીનીએ એક શ્વાસે જવાબ આપી દીધાં.
નવીનમાસાએ કહ્યું ઓકે. હાં દીકરી તું અહીં જેટલાં દિવસ રહેવું પડે રહેજો તારાં મકાનની વ્યવસ્થા થાય પછી અહીંથી જજે. તું અહી રહીશ તોય અમને ગમશે.
નંદીનીએ કહ્યું થેંક્યુ માસા હું ઝડપથી મારું ઘર શોધી નાંખીશ કાલથી તો હું બધું શોધવા માંડીશ. મારે ગુરુવારથી મારી ઓફીસ જોઇન્ટ કરવાની છે.
સરલામાસી ક્યારનાં સાંભળી રહેલાં એ વચ્ચે કંઇ બોલ્યા નહીં પછી એમણે કહ્યું ગુરુવાર સારો દિવસ છે તું કોઇ ચિંતા વિના જજે શાંતિથી ઘર શોધજે.
ત્યાંજ નંદીનીએ કહ્યું અરે માસી બધી વાતોમાં હું વિરાટનું પૂછવાનું ભૂલી ગઇ ? વિરાટ ક્યાં છે ? હવે તો એ પણ મોટો થઇ ગયો હશે ? ક્યાં જોબ કરે છે ? કે ભણે છે ?
સરલામાસીએ કહ્યું વિરાટ ખૂબ સારુ ભણયો છે એને સ્કોલરશીપ મળી સ્કોલરશીપ પર USમાં ભણે છે અને ત્યાં જોબ પણ કરે છે 1 વર્ષ થયું એને ગયે. નંદીનીએ કહ્યું વાહ... ત્યાં દરવાજો ખખડ્યો અને માસા બોલ્યાં...આવ્યો...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-40