આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-40 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-40

આઇ હેટ યુ
પ્રકરણ-40
નંદીની સુરત શરણમ સોસાયટી પાસે પહોંચી અને નવીનમાસાને જોયાં ઘરે ગઇ સામાન ઉતાર્યો અને મંમી-પાપાનાં અવસાનનાં સમાચાર કીધાં. વિરાટ US ભણવા ગયો છે એ જાણું અને તેઓ ચર્ચા કરી રહેલાં. નવીનમાસાએ કહ્યું તારી બીજો રહેવાની વ્યવસ્થા થાય ત્યાં સુધી અહીં રહી શકે છે અને નંદીનીની કંપની વિશે બધી માહીતી લીધી.
નંદીની વિરાટનાં US માં સ્કોલરશીપ પણ ભણવા ગયાંનાં સમાચાર સાંભળીને ખુશ થઇ ગઇ અને બોલી વાહ માસી. અને ત્યાં કમ્પાઉન્ડનો દરવાજો ખખડ્યો અને માસી બોલ્યાં આવ્યો પેલો...
નવીનમાસાએ કહ્યું અરે કંઇ કામ હશે આવવા દેને.. નંદીની ક્યાં અજાણી છે હવે. ત્યાંજ ચંપલ કાઢીને એક યુવાન ડ્રોઇગરૂમમાં આવી ગયો અને બોલ્યો અંકલ પેલો તમારો ચેક ભરાઇ ગયો છે અને બે ત્રણ દિવસમાં તો ક્લીયર પણ થઇ જશે. અને બીજું કંઇ લાવવાનું છે ? હું ઓલ્ડસીટી જઊં છું તો લેતો આવું અને આ છોકરી કોણ છે ?
સરલામાસીએ કહ્યું ના ના કંઇ નથી લાવવાનું આતો મારી બહેનની દીકરી છે રહેવા આવી છે. તરતજ નવીનમાસાએ કહ્યું અરે નીલેશ ચેક તો હું ભરવા ગેયલો મને ખબરજ છે કે 2/3 દિવસમાં ક્લીયર થશે. તું ઘરે જા કંઇ બીજું કામ નથી કામ હશે તો જણાવીશ.
નીલેશે કહ્યું અરે અંકલ તમે ભરવા ગયા હતાં પણ ત્યાં ડેસ્ક પરથી ચેક નીચે પડી ગેયલો મેં ઉઠાવીને ક્લીયરીંગ વાળાને આપ્યો એ લોકોનું ધ્યાનજ નહોતું.
નવીનમાસાએ કહ્યું ઓહો ઓકે થેંક્યુ નીલેશ સરલામાસીએ કહ્યું તમારાથી એટલું ધ્યાન ના અપાયું કે ચેક નીચે પડી ગયેલો. નવીનમાસાએ કહ્યું અરે બારીમાં એકવાર ચેક આપી દઊં પછી એ લોકોની જવાબદારી છે મારી નહીં પછી એ ચમક્યા અને નીલેશને પૂછ્યું તને ચેક નીચે પડ્યો છે કેમ ખબર પડી ? આ ડેસ્કની અંદર હોય છે બધુ નીલેશે કહ્યું હું અંદરની બાજુમાં હતો ત્યાંજ બેઠો હતો એટલે મારું ધ્યાન ગયું અંકલ મે 5 લાખની ધંધા માટે લોનનું એપ્લાય કર્યુ છે ને તો હું ત્યાં મળવા ગયેલો એટલે હું ત્યાં હતો. આતો સારુ થયું મારું ધ્યાન પડ્યું કંઇ નહીં તમે વાતો કરો હું તો પછી આવીશ અને કંઇ કામ હોય તો કહેજો બાય. એમ કહીને એ જતો રહ્યો.
નંદીની ક્યારની આષ્ચર્યથી એ નીલેશને જોઇ રહી હતી અને સાંભળી રહી હતી. સરલામાસીએ કહ્યું આ નીલેશ હતો. તારાં માસાની સગ્ગી બહેનનો દીકરો. માંડ માંડ ગ્રેજ્યુએટ થયો ક્યાંય નોકરી પર ટકતો નથી અને તારાં માસાની મેથી માર્યા કરે છે જોકે કામ અંગે ધક્કા એજ ખાય છે પણ મને એનું મોઢું જોવું નથી ગમતું નથી માસાને એ અહીં આવે એ ગમતું પણ સમય ક સમય જોવાં વિનાંજ ટપકી પડે છે.
નવીનમાસાએ કહ્યું હવે એને ધંધો કરવો છે ખબર નહીં શું કરવું છે. લાખનાં બાર હજાર કરવાનો છે. મારી બહેનનાં મોઢે મારાંથી કંઇ બોલાતું નથી વળી મને વિરાટ કહે તમે એકલાં છો એ ધ્યાન રાખે એમાં ખોટું શું છે ? થોડું ઘસારા સાથે પણ શાંતિતો ખરી હું ત્યાં નથી મને તમારી ચિંતા રહે છે. પછી મનમાંજ બબડ્યા કે મારાં કેટલાં પૈસા ઘસાય છે એ ક્યાં કોઇને ખબર છે ?
સરલામાસીએ કહ્યું મૂકો એની મોંકાણ આતો કાયમનું છે. બોલ નંદીની તું તારી વાત કર તારાં લગ્ન... હજી માસી આગળ બોલે પહેલાંજ નંદીનીએ કહ્યું માસી લગ્ન થયા ના થયા એવું છે છૂટા પણ થઇ ગયાં. ઘડીયા લગ્ન લેવાયાં હતાં ના કોઇ રજીસ્ટ્રેશન ના કોઇ બસ પાપાની ઇચ્છાને આધીન રહી એમનું મન રાખવા લગ્ન કરેલાં પણ અમારાં મન ના મળ્યાં છૂટા થઇ ગયાં.
વકીલનો જીવ ચૂપ ના રહ્યો. નવીનમાસા વકીલ હતાં એ બોલ્યાં કોઇ નોંધણી સર્ટીફીકેટ સાક્ષી ફોટા કંઇ નહીં ? નંદીનીએ કહ્યું ના કંઇ નહીં મોબાઇલમાં કદાચ ફોટાં હોય તો.. પણ મેં છૂટા થવાનું નક્કી કર્યું અને છૂટી થઇ ગઇ છું.
સરલામાસી બોલી ઉઠ્યાં "અરે નંદીની થોડાંક વરસોમાં તારાં ઉપર કેટ કેટલું વીતી ગયું ? તું ખૂબ મજબૂત છે દીકરાં. અને તમારો અમદાવાદનો ફલેટ ? એતો ખૂબ સરસ હતો.
નંદીનીએ કહ્યું માસી છે ને... એને લોક મારીને આવી છું મારું અહીં પ્રમોશન થયું છે વળી અહીંની બ્રાન્ચમાં કામ પણ ખૂબ છે એટલે મારે અહીં બદલી લેવી પડી એણે અસર કારલ ના બતાવ્યાં.
સરલામાસીએ કહ્યું કંઇ નહીં તું શાંતિથી ઘર શોધજે ત્યાં સુધી અહીં તું નિશ્ચિંતતાથી રહી શરે છે. સરલામાસીએ કહ્યું સાંજે તારે શું જમવું છે ? આખા દિવસથી થાકી હોઇશ. ઘણાં સમયે મારુ ઘર આજે મને ભરેલું લાગે છે. રાત્રે વિરાટનો ફોન આવશે તું પણ એની સાથે વાત કરજે એનાં માટે સરપ્રાઇઝ હશે. નંદીનીએ કહ્યું એતો કદાચ મને ઓળખશે પણ નહીં....
*********
નંદીનીએ બેગમાંથી જરૂરી કપડાં કાઢી બાથ લઇને ફ્રેશ થઇ ગઇ. કીચનમાં માસીને હેલ્પ કરી બધા સાથે બેસીને જમ્યાં. નંદીનીને મનમાં હાંશ થઇ ગઇ હતી ત્યાંજ એનાં મોબાઇલમાં ફોન આવ્યો એણે જોયું જયશ્રી છે એણે તરતજ ફોન ઉપાડ્યો.
જયશ્રી હાંય હું માસીનાં ઘરે છું હાં મકાન ના મળે ત્યાં સુધી અહીંજ છું કાલથી ઓફીસ જઇશ પછી બધી તપાસ કરીશ અને સ્કુટર ઓફીસનાં એડ્રેસ પર નહીં અહીં માસાનાં બંગલેજ મોકલાવી દેજે તો મારાથી અહીં આવવું જવું ફાવે માસાનું એડ્રેસ તને મોકલું છું બીજી કોઇ ચિંતા નથી કાલે ઓફીસ જઇને ફોન કરીશ. મનીષભાઇને યાદ આપજે બાય. કહીને ફોન મૂક્યો.
સરલામાસીએ કહ્યું સારુ થયું સ્કુટર અહીં મંગાવી લીધું. અહીં સચવાશે કાલથી તો ઓફીસ જવાની તું ત્યાં નવીનમાસાએ કહ્યું વિરાટનો વીડીયો કોલ છે એમ કહીને એમણે અને સરલામાસીએ વાત કરી પછી સરલામાસી કહે તારાં માટે એક જોરદાર સરપ્રાઇઝ છે વિરાટ.
વિરાટે કહ્યું મારાં માટે સરપ્રાઇઝ શું ? પેલા નીલેશે કંઇ નવું પરાક્રમ કર્યું છે ? માસીએ કહ્યું ના... ના.. એમ કહી નંદીની દેખાય એમ ફોન ધુમાવ્યો. નંદીની સ્ક્રીન પર આવી ગઇ જો આ સરપ્રાઇઝ બોલ આ કોણ છે ? વિરાટ નંદીનીને જોઇને ચૂપજ થઇ ગયો ક્યાંય સૂધી જોયા કર્યુ પછી બોલ્યો આમને ક્યાંક જોયાં છે પણ યાદ નથી આવતું હાય તમે કોણ છો મને યાદ નથી આવતું નંદીની ખડખડાટ હસી પડી પછી બોલી વિરાટ એમાં તારો વાંક નથી પણ તને જોઇને તું બરાબર યાદ આવી ગયો. વિરાટ હું નંદીની અમદાવાદ ગીરીજા માસીની દીકરી મારી અહીંયા બદલી થઇ છે એટલે હમણાં અહીં આવી છું ઘર મળી જશે એટલે ત્યાં શીફ્ટ થઇ જઇશ.
વિરાટ એને શાંતિથી સાંભળી રહ્યો પછી એનાં ચહેરાં પર આનંદ છવાઇ ગયો ઓહો નંદીની દીદી વાઉ કહેવું પડે તમે અહીં ક્યાંથી ? વાહ મંમીને તો મસ્ત કંપની ગઇ પણ તમે બીજું ઘર શા માટે શોધો છો ? અહીંજ રહોને માં પાપા સાથે....
નંદીનીએ કહ્યું ના ના એમ મારાથી ના રહેવાય પણ હું અહીં આવતી જતી રહીશ અહીંની ચા પીવા આવીશ ચોક્કસ. બાય ધ વે તારું ભણવાનું કેવું ચાલે છે ? ત્યાં ઠંડી કેવી છે ? જમવાનું બધુ ફાવે છે ?
વિરાટે કહ્યું લુક દીદી અહીં રહેવાનું તો ઘણુ સારુ છે જમવાનું ઘરે મળે એવું તો નાજ હોય હું હમણાં તો જાતે બનાવું છું ક્યારેક હું તો ક્યારે મારો રૂમ પાર્ટનર બનાવે પણ ચાલે છે. ભણવાનું સારુ ચાલે છે. પાપાએ મારી પાછળ ખૂબ ખર્ચ કર્યો છે પાપાને પૈસા પાછા આપવાનાં છે એમ કહીને હસવા લાગ્યો.
માસી બોલ્યા એવાં બધાં વિચાર વિના શાંતિથી ભણજે. ત્યાં સ્ક્રીનમાં વિરાટને કોઇ દેખાયું અને એણે વીડીયો કોલ બંધ કરી દીધો નંદીની નવાઇ પામીને જુએ...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-41