yam no vahem books and stories free download online pdf in Gujarati

યમ નો વહેમ

યમ નો વહેમ

જોર થી સંભાળતા અટ્ટહાસ્ય થી ચિત્રગુપ્ત ની તંદ્રા તૂટી. આંખો ચોળી ને જોયું તો એક વિશાળકાય આકૃતિ અટ્ટહાસ્ય વેરી રહી હતી. તેના મુક્ત નૃત્ય થી જાણે આખું યમલોક ડોલી રહ્યું હતું. કઈ સમજે એ પેહલા એ વિશાળકાય આકૃતિ ચિત્રગુપ્ત ની નજીક આવી. ચિત્રગુપ્ત ધ્યાનથી જોયું તો સ્વયં યમરાજ તેની સમક્ષ હતા.

“શું થયું પ્રભુ ?” “આટલા અધીર કેમ ?” લાંબા સમય કર્મ નાં લેખાજોખા કર્યા બાદ શાંતિ થી આવેલી મીઠી ઊંઘ ખંખેરી ચિત્રગુપ્તે પ્રશ્નાર્થ કર્યો .

“સમય આવી ગયો ....હવે સમય આવી ગયો...આ અસીમિત માનવો ને તેની સીમા દેખાડવાનો સમય આવી ગયો....” યમરાજા એ પ્રચંડ નાદ સાથે અટ્ટહાસ્ય કર્યું.

“ પ્રભુ... ધીરજ ધરો ... આ માનવો છે. દેવતાઓને પણ મનુષ્ય યોની માં અવતરવા ની લાલસા હોઈ એ આ બુદ્ધિશાળી માનવજાત છે. હા ,તમારી વાત વ્યાજબી છે આ કોરોના મહામારી એ પૃથ્વી પર સમગ્ર માનવજાતનું દમન કર્યું છે ખરા ..પણ જરૂર આનો ઉકેલ શોધી લેશે પૃથ્વીવાસીઓ ....”

“ચિત્રગુપ્ત ...વિરામ લે ...હવે શક્ય નથી આ મહામારી અટકવાની નથી .કરોડો લોકો નો ભોગ લેશે. ઉચિત દંડ ...ઉચિત દંડ ....” આમ કહી યમરાજા એ એનો દંડ ઉગામ્યો .ક્રોધે ભરાયેલી લાલ આંખો જોઈ ચિત્રગુપ્ત વિસામણ માં પડ્યા અને કહ્યું .

“ પ્રભુ ,તમે ઈતિહાસ ભૂલી ગયા આ મનુષ્યો એ દેવતાઓ અને ઈશ્વર ને પણ એની મરજી માટે રીજ્વ્યા છે .એ ઉકેલ શોધી લેશે જુઓ ...”

“ નાં ...નાં ..આ મહામારીનો કોઈ ઉકેલ નથી અને ભૂલ માં ..તું યમલોક માં છે .પૃથ્વી પર નહિ ...નહિ તો આ દંડ કોઈનો ભલો થશે નહી...”

“હા ,પ્રભુ ....આવનારા સમયને જુઓ ..” એમ કહી ચિંતિત સ્વરે ચિત્રગુપ્તે યમરાજાને પ્રણામ કર્યા.

થોડા દિવસો બાદ....

યમરાજા નો દરબાર ઠસોઠસ ભરેલ હતો. ખુબ આત્મા દયનીય બની અહી આવી રહી હતી. પણ... એક દિવસ...

એક વૃદ્ધ યમરાજ સમક્ષ આવ્યા.યમરાજાને પ્રણામ કર્યા ...

“ શું થયું ? દંડ મળ્યો ને માનવ ?” યમરાજા એ ગોરવવંત ચેહરા પર સ્મિત રેલાવતા કહ્યું .

“હા ,પ્રભુ... કોરોના મહામારી એ વિશ્વ ને હલાવી દીધું છે ...પણ આપ પણ સમજી લો ...એવી કોઈ મુશ્કેલી નથી જેનો ઉકેલ માનવજાત નાં કરી શકે.”

“યથાર્થ ...” ચિત્રગુપ્તે ટાપસી પુરાવી.

“નાં ....હવે મનુષ્યો નું કામ નહિ ..હવે મળશે દંડ ફક્ત દંડ ...ઉન્ચ્છલ જીવનશેલી અને સ્વાર્થ થી ભરેલા મનુષ્યો નહિ લાવી શકે કોઈ ઉકેલ ..”

યમરાજા એ વળી અટ્ટહાસ્ય કર્યું.

“પ્રભુ ...માનવો નાં પ્રયત્ન ,સમર્પણ અને દ્રઢ વિશ્વાસ ને હજુ તમે જોયા નથી ...” દ્રઢ સ્વરે એ વ્યક્તિ એ કહ્યું .

“કઈ રીતે ?” યમરાજા નાં ભવા ઊંચા થયા .

“આપ દિવ્ય ચક્ષુઓ થી જુઓ પૃથ્વી પર શુ ચાલી રહ્યું છે આપને આપોઆપ જ સમજાઈ જશે...ચિત્રગુપ્ત અને યમરાજા એ પૃથ્વી પર ચાલતી ગતિવિધિ ની નજર કરી ...

“સેવા –શુશ્રુષા માં જોડાયેલા લાખો આરોગ્ય કર્મીઓ ,દિન રાત પુરષાર્થ માં લીન વૈજ્ઞાનિકો ,માનવતા ને મેહકાવતા પરોપકારી લોકો અને દાનવીરો ...બસ બધે જ આ જોવા મળ્યું. યમરાજા એ હવે વિસ્તાર થી જોવાનું ચાલુ કર્યું .કોરોના સામે જંગે ચડેલા પૃથ્વીવાસીઓને ...ટેસ્ટ, નિદાન, અનુશાસન અને ખાસ કોરોના ની રસી...

યમરાજા આ બધું જોઇને મંત્રમુગ્ધ થયા ...

“ આટલાં પ્રયત્નો ,આટલો પુરુષાર્થ અને સમર્પણ ...ખરેખર ...યમરાજાની તો જાણે આંખો ખુલી ગઈ.

લોકો ની આરોગ્ય કેન્દ્રો , હોસ્પિટલો પર આટલી ભીડ. શું કરી રહ્યા છે પૃથ્વીવાસીઓ ..” તેઓ ખુબ અચરજ પામ્યા.

"રસી લઇ રહ્યા છે પ્રભુ ...કોરોના પછી અડશે પણ નહિ ...” વૃદ્ધે આત્મવિશ્વાસ થી કહ્યું..આમ માનવજાતનું દમન નહિ થાય ..

મજબુત છે ઈરાદાઓ ,ને દ્રઢ છે સંકલ્પ ...

હારશે કોરોનાને હમેશા માટે ને જીતીશું અમે શાન થી ...

યમરાજા એ જોયું કે લાખો કરોડો લોકો વેક્સીન લઇ સુરક્ષિત થઇ રહ્યા છે અને હજુ કાર્ય ચાલુ જ છે .

“ ખરેખર ,ખંતીલા છે આ માનવો.. આવી મહામારી ને પણ કાબુ માં કરવા કોઈ કચાશ રાખી નથી. મારો પણ આ વહેમ ભાંગ્યો.. એમ કહી યમરાજાએ મંદ સ્મિત કર્યું.અને ચિત્રગુપ્ત એ હકાર માં વિશ્વાસ ભેર માથું ધુણાવ્યું ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED