કાશ... Amita Amita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ...

Story (1)

રૂમમાં પડેલો ફોન રણકી ઉઠ્યો રસોડામાંથી નીકળી આરતીએ રેસિવ કર્યો,સામેથી ખુબજ દર્દ ભર્યા શબ્દોમાં ધૃતીએ ચાલુ કર્યું,
"હેલ્લો"
"હા" આરતીએ ખાલી એક અક્ષર માં જવાબ આપ્યો.
"શું કરે છે?" ધૃતીએ પૂછ્યું.
જવાબ મળ્યો "કઈ નહિ, તું બોલ શું કરે છે"
શરૂઆતની સામાન્ય વાતો કર્યા બાદ ધૃતિએ વાત શરૂ કરી,"યાર કૉલેજની ફી બાકી છે,બે દિવસ જ રહ્યા છે,શું કરું?"
થોડીવાર ધૃતિ કંઈ ના બોલી આરતીને ખબર જ હતી કે એ તેના પપ્પા વિશે બોલશે જ ત્યાં જ ધૃતિ એ ચાલુ કર્યું.
"મારી મમ્મી બિચારી ઘરના કામ કરી કરી ને...,તને તો ખબર જ છે ને?"
આટલું બોલતાંની સાથે એનો અવાજ ગળગળો થઈ ગયો, આરતીને આ છેડે ખબર પડી ગઈ કે એની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હશે.

"કાશ મારે પપ્પા હોત તો કેટલું સારું હોત."

હવે તેના હીબકા આરતીના કાને પડવા લાગ્યા.
"અરે ડોન્ટ વરી હુ ભરી દઈશ તારી ફી, તારી પાસે હોય ત્યારે મને આપી દેજે" આરતીએ ખુબજ શાંતિથી કહ્યું.
"પણ" સામેથી ધૃતિ આટલું બોલી, ત્યાં આરતીને પોતાના પપ્પા નો અવાજ આવ્યો એ મમ્મીને ઓફિસેથી આવીને ઢોરની જેમ મારી રહ્યા હતા. તેણીએ ધૃતિ ને કહ્યું,

"ઓકે બાય કાલે કૉલેજ માં મળીયે".
અને ફોન મૂક્યો.

આજે ફરીથી આરતીના પપ્પા કામનો બધો ગુસ્સો તેની મમ્મી પર નીકાળી રહ્યા હતા,તેની મમ્મીને જેમને તેમ ગાળો બોલી રહ્યા હતા. તેની મમ્મી રોઈ રહી હતી, આરતી માટે આ કઈ નવું ન હતું રોજનું થઈ પડ્યું હતું.
આરતી રૂમથી બહાર નીકળી, અને તેના પપ્પા સામે જોઇ પછી મમ્મીની સામે જોઈ મનોમન બોલી,
"કાશ મારે પપ્પા ના હોત તો કેટલું સારું હોત."

સમાપ્ત.


Story (2)

એક સવારે...


સવારનો ખુશનુમા સમય હતો, હું હિચકામાં બેઠી હતી. આંગળાની જમીનમાં પથરાયેલ ઘાસમાં ઝાકળ મોતીની જેમ ઝળકી રહી હતી. ઠંડી હવા ફૂલોને તાજગી આપી રહી હતી.

ચમેલીના ફૂલને મે હાથમાં લીધું, એમાં રહેલા બિંદુ રૂપી ઓસના મોતીને જોવા લાગી.પછી સૂરજ સામે તેને રાખીને તેમાંથી નીકળતી ચમકતી કિરણોને જોઈ કઈક અલગજ શાંતિ મહેસૂસ થઈ.

મને કોઈ જોતું હોય એવું લાગ્યું,મે પાછળ ફરીને જોયું તો કોઈ ઉભુ હતું.
એક મુસ્કાન સાથે એ બોલ્યો "છાપુ"
કુદરતના સૌંદર્ય માંથી હું ધીમેથી પાછી આવી.તેણે ફરીથી બોલવાનું ચાલુ કર્યું,
"તમે શું વાંચો છો?
મારા હાથમાં રહેલી જાડી સાયકોલોજીની બૂક જોઈ એણે એકી શ્વાસે પૂછી નાખ્યું.

છાપું લઈ એના સવાલનો જવાબ આપવા જતી હતી ત્યાં પાછળથી અવાજ આવ્યો.
"શ્રેયા બેટા ચા નાસ્તો કરી લે, પરીક્ષાનો સમય થઈ ગયો છે.પેલા પેપરમાં થોડું વેલું જાજે, ચાલ જલદી આવ."

કોઈ પણ જવાબ આપ્યા વગર હું પાછી વળી,હોલમાં ડાઇનિંગ ટેબલ પર બુક રાખી એક પછી એક ચાઈની ચુસ્કીઓ લેવા લાગી.
મનમાં એક ધારા નીકળવા લાગી,એની મુસ્કાન પાછળ કઈક દર્દ, વ્યથાં,ચિંતા મને દેખાણી હતી,એની ચમકતી આંખો અને ચેહરા પાછળ કઈક રહસ્ય હતું, જેમ ડોક્ટર શરીર ના લક્ષણો જોઇને રોગ જાણી જાય એમ હું એના ચેહરા અને આંખોમાં કઈક લક્ષણો જોઈ રહી હતી.મારે બસ હવે વાત કરીને એ કન્ફોમૅ કરવાનું હતું.

મમ્મી પૌઆ લઈને મમ્મી આવી,ડાઇનિંગ ટેબલ પર પ્લેટ રાખી.

આવતાની સાથેજ પપ્પાએ છાપું વાંચવા નું ચાલુ કર્યું,પપ્પા ને છાપું વચવાં નું વ્યસન હતું.જો એક દિવસ ના વાચે તો આપડો દિવસ જેમ ચા વગર જાય એમજ એમનો દિવસ જાય.છાપું વાંચતા વાંચતા પપ્પાએ પૂછ્યું,
"તારા પેપર ક્યારે પૂરા થાય છે"
"આવતા સોમવારે"
મને કોઈજ વાતમાં રસ નહતો,મારો પરિક્ષા નો સમય પણ થઈ ગયો તો તેથી હું જોઈતી વસ્તુ અને સ્કુટીની ચાવી લઈ નિકળી પડી.

ખબર નઈ કેમ એક કિલોમીટર ના રસ્તામાં મારા મગજમાંથી એના હસતા ચેહરા પાછળનું દુઃખ ઉછાળા મારતું હતું.
અંતે મે વિચાર્યું એક્ઝામ પૂરી થયા બાદ આરામથી તેને બધું પૂછી લઈશ. આ મારો psychologist તરીકે પહેલો કેસ હસે.
ઘરે બધાની ના હોવા છતાં પણ મે psychologist બનવાનો નર્ણય લીધો હતો.હું મારા મનને ખુબજ સારી રીતે જાણતી હતી,અને બીજાના મનને જાણવામાં હું પાવરધી હતી.આખરે પરિક્ષા પૂરી થઈ.
મંગળવારે સવારનો સમય હતો, હું હિચકમાં બેઠી હતી. આંગળામાં પથરાયેલ ઘાસમાં ઝાકળ મોતીની જેમ ઝળકી રહી હતી. ઠંડી હવા ફૂલોને વધુ સુગંધ આપતી હતી.
છાપા વાળો આવ્યો,પણ આજે બીજું કોઈ છાપું આપવા આવ્યું હતું.
મે પૂછ્યું,
"જે રોજ આવે છે છાપું આપવા એ......"
નવા છાપા વાળાએ કહ્યુ,
"મેમ સાબ એણે કાલે સાંજે જ પોતાનું જીવન ટૂંકાવી દીધું,બિચારાએ ગળે ફાસો ખાઈ લીધો,.."

(સમાપ્ત)