Gold nuggets books and stories free download online pdf in Gujarati

સોનાની નથળી

અમદાવાદની હોસ્પિટલમાં એક યુવાન ડોક્ટરે ખુબજ કડકતા અને ક્રૂરતાથી જવાબ આવ્યો,
"એક લાખ રૂપિયા પેલા ભરો અથવા બીજે લઈ જાવ"
ફરી એની એજ આજીજી કરતા રેવા રડમસ અવાજે બોલી ઉઠી,"સાહેબ મારા દીકરાને બચાવી લ્યો,તમારી પાઇ પાઇ ચૂકવી દઈશ"....
આનાથી આગળ રેવા કંઇ બોલી ના શકી,એ રડી પડી.
ડોક્ટરે તરતજ તેના દીકરાને અહીંથી લઈ જવા અને રૂમ ખાલી કરવાનો આદેશ આપી દીધો.
હોસ્પિટલની બહાર વરસાદ વાતાવરણને ઠંડુ બનાવી રહો હતો પરંતુ આ સ્ત્રીની આત્માને તેણે વધુ મુજવી,થકવી અને વ્યાકુળ કરી મૂકી.
હોસ્પિટલ ની બારે જીપોની નજીક જઈ એક જીપનાં ડ્રાઈવર ને બોલી,
"ભાઈ સવાંપુર જવું છે"
એને જોઈ જીપમાં બેસેલા આધેડ વયના આદમીએ બીડી પીતા પીતા જવાબ આપ્યો.
"બવ દૂર છે ૭૦૦૦રૂપિયા લાગશે"

રેવાએ રૂપિયા બાબતે કોઈ પણ પ્રકારની વાત ના કરી યુવાન હોવા છતાં વૃદ્ધથી પણ ખરાબ હાલતમાં રહેલા દીકરાને બે વોર્ડ બોયના સહારાથી જીપમાં સુવડાવ્યો અને પોતે તેના માથાને ઉંચું કરી ખોળામાં લઈ પાછલી શિટ માં બેસી.
આખા સફરમાં રેવાએ એક ક્ષણ માટે પણ દીકરાના ચેહરા માંથી નજર ના હટાવી ને જીપવાળાને એકજ વાતની ચિંતા સતાવતી રહી કે એ દીકરો જીપમાંજ ન મરી જાય....

આખરે એક ખુબજ સાંકડી ગલીમાં રાત્રે એ જીપ આવીને ઊભી રહી.દૂર બંધ થયાના આરે આવેલા થાંભલામાં રહેલી લાઈટના પીળા પ્રકાશે અને ગાંડા થયેલા વરસાદની વીજળીના ચમકારે દેખાતો રેવાનો દયનીય,ચિંતાતુર અને થાકેલો ચેહરો હવે દર્દની સીમા વટાવી ગયો હતો.
તેણે શેરીમાં સૌથી છેલ્લા ઘરનું તાળું ખોલ્યું જો કે આ ઘરને તાળાં ની જરૂર જણાતી નહોતી.ઘરમાં જઈને જીપ વાળા ને ભાડું આપવાનું હતું પણ એ જાણતી હતી પોતાની પાસે કે ઘરમાં એક રૂપિયો નથી.

જીપ માંથી એ આદમીએ બેહોશ જેવા જુવાન દીકરાને પોતાના ખભાઓનો સહાઓ દઇ ઘર સુધી સહારો આપ્યો.
ઘરના ખૂણા માં પોતાને લગ્ન વખતે મળેલા જૂના કટાઈ ગયેલા બક્ષામાં એ કઈક ગોતવા લાગી સૌથી છેલ્લે એને એક સફેદ રંગનું કપડું મળ્યું એ ખોલતા જ સોનાની નથણી અને તેના પાછળ ની કહાની આંખો સામે આવી.

બક્ષામાની એ નથણીને જોઇને એના ચિંતાતુર ચહેરામાં એક નવી રેખા ઉપસી આવી એકદમ નવી નકોર અને પચીસ વર્ષ જૂની નથણીને એક હાથમાં લઈ બીજા હાથેથી અડી ને એ પચીસ વર્ષ પહેલાં વિહાર કરવા લાગી...

*******

"ઓહો...શું લાગી રહી છે " અઢાર વર્ષની રેવાને તૈયાર કરતી એક છોકરીએ કહ્યું..

બીજી તરતજ અંગુઠો અને તેની બાજુની આંગળી ના ટેરવા મલાવી , આંખોના બ્રમણ ઉંચા કરી હસીને બીજી છોકરીઓને કહેવા લાગી.
"અપ્સરા..અપ્સરા"...
જાન આવી ગઈ છે....આ સાંભળતા જ રૂમમાં ની મોટા ભાગની સંખ્યા વર રાજા અને જાનૈયાઓ ને જોવા ચાલી ગઈ.
"મારે થોડા કપડાં ઠીક કરવા છે" પાનેતરને ઠીક કરવાનું નાટક કરતી રેવા બોલી.
તેથી મોટા ભાભીએ થોડી વારમાં બચેલી ભીડને પણ બારે જવા કહ્યું અને પોતે પણ બારે ગયા. હવે રૂમ ખાલી થયુ.

રેવાનું જ્યાં મન ચોંટ્યું હતું તે ત્યાં ગયું. તરતજ તેણે વાડામાં પડતો પાછળનો દરવાજો ખોલ્યો.
"સવારના સાત વાગ્યાનો અહીજ ઊભો છું " અંદર આવતા આવતા પ્રતીક્ષા થી થાકી ગયેલો દૂધ જેવો સફેદ ચેહરો ધરાવતો વીસ વર્ષનો કેવલ્ય એની આંખોમાં આંખો નાખી એકી શ્વાસે બોલી ગયો.
રેવા કંઇ ના બોલી...તે પણ આટલું બોલી આંખોમાં જોવા સિવાય કંઈ ના કર્યું.થોડી વાર માટે રૂમમાં બારે રહેલા લોકોનો જ અવાજ ગુંજી રહયો.
" બહુ સુંદર લાગી રહી છે"
આટલું કઈ તેણે આંખોથી ડાબી અને જમણી બાજુએ જોયું.રેવાના આંખમાં સવારના રોકાયેલા આશું પૂરની જેમ વહેવા લાગ્યા..
" જો આપડે એક નાત ના હોતતો....આજે..."
આટલું માંડ માંડ બોલી શકી
ત્યાં કેવલ્ય તેને અટકાવી બોલ્યો," તારે અમીર પણ બનવું પડત મારો બાપ ભારે દહેજ વગર પણ ના માનત "આટલું બોલી એ નિસાસો નાખી અટકી ગયો.
એની આંખો માં રહેલું દર્દ રેવા પારખી ગઈ તેણે તેને થોડો પ્રેમથી ધક્કો દઇ પાછળના દરવાજા સામે ઈશારો કરતા બોલી
"હવે જા કોઈ જોઈ જશે"
કેવલ્ય જવા માટે વળ્યો,ચાલ્યો,દરવાજા પાસે પહોંચ્યો અને ફરી પાછો વળ્યો.ફરી રેવા માત્ર એને તાકીજ રહી.
તે રેવાની સાવ નજીક આવ્યો ,રેવાની આંખો જુકી ગઈ..બંધ થઈ ગઈ તેણે રેવાનો એક હાથ હાથમાં લીધો અને બીજા હાથથી ખિસ્સામાંથી કઈક કાઢીને આપ્યું.
હાથમાં કંઇક વસ્તુનો આભાસ થતા ઈચ્છા ના હોવા છતાં એણે આંખો ખોલી હાથમાં મુકેલી લાલ, સફેદ અને લીલા કલરના નંગ વાળી સોનાની નથણી એ જોઈ રહી.
"મારા પપ્પાની દુકાનમાંથી પેલી વાર ચોરી કરી છે તારા માટે". આટલું કહી એણે રેવા નું કમળ જેવું મુખ છેલ્લી વાર મન ભરીને જોયું.
દરવાજે ટકોરા પડ્યા, બંને છુટા પડ્યા...

ભયંકર વીજળીના કડાકાથી રેવા જબકી ગઈ ફરી વર્તમાનમાં આવી.
વર્તમાનમાં કંઇજ ફેર પડ્યો ન હતો પહેલા કરતાં પરિસ્થિતિ વધુ કપરી લાગી રહી હતી.
રેવાએ વાટ જોતા જીપ ડ્રાઈવરને ભાડાના બદલામાં સોનાની નથણી આપી.
તે અસમંજસ માં આવી ગયો,બોલ્યો
"બેન રૂપિયા આપો"
રેવા શાંતિથી બોલી,
"ભાઈ આની કિંમત ૭૦૦૦ થી વધુ છે"

ડ્રાઈવર વિચારમાં પડી ગયો,પણ એ જાણતો હતો કે આ નથણી ની કિંમત ડબલ કરતા પણ વધારે છે તેથી અંતે તેણે નથણી લઈ લીધી.

*******

આ વાતને ૧૨ દિવસ પૂરા થઈ ગયા હતા,રેવાને એક ટપાલ મળી.અંદરથી એજ નથણી અને એક લાખ રૂપિયા નીકળ્યા.એક પત્ર પણ હતો,એમાં લખ્યું હતું.

"કેવો સયોગ કહેવાય નથણી મારી પાસેજ વેચાવા આવી, મને તારી આ કપરી ઘડી વિશે જાણવા મળ્યું,નથણી સાથે એક લાખ રૂપિયા અને મારા દીકરાનું નામ એડ્રેસ મોકલું છું.
મારો દીકરો ડોક્ટર છે,તારા દિકરાનો ફ્રી માં ઈલાજ થઈ જશે."

રેવાનાં આશુ રોકાતા ન હતા. તેને તે રાત યાદ આવી.તે રાતે જ તેનો દીકરો તડપી તડપીને મૃત્યુ પામ્યો હતો.આજે એનું બારમું હતું.
આશુ લૂછ્યા, ઝરમર આંખોથી એને એડ્રેસ અને ડોક્ટર નું નામ દેખાણું,એની આંખોમાં ફરીથી આશુઓનું પુર આવ્યું.તેના હદયના ઉંડાણમાંથી અવાજ આવ્યો, "પૌત્ર પણ તેના દાદા જેવો કંજૂસ નીકળ્યો"
હા, અમદાવાદની હોસ્પિટલનો એ ડૉક્ટર જેણે પૈસા ખાતર રેવાંના દિકરાનો ઈલાજ નહોતો કર્યો,એ કેવલ્યનો જ દીકરો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો