હાઇવે રોબરી 16
જવાનસિંહને પ્રહલાદની વાત સાચી લાગી.
' તો શું કરીશું ? '
' કિટલી પર કામ લાગે એવા સાધન છે ? '
' કેવા સાધન ? '
' પિસ્તોલ તો તોડીને ફેંકી દીધી છે એટલે છરો , કે બીજું કઈક.'
' એવી જરૂર પડશે ? '
' બોસ , એક બાજુ ફાંસી છે. જો બચવું હોય તો એક જ રસ્તો છે. '
' છરી છે. ચાલશે ? '
' ચાલશે. '
જવાનસિંહે કિટલીની નીચેના કબાટનું તાળું ખોલ્યું. અંદર બે છરી હતી તે લઈ લીધી. કબાટ બંધ કર્યું. એક છરી પ્રહલાદે શર્ટ નીચે પેન્ટમાં ભરાવી. એક છરી જવાનસિંહે લઈ લીધી.
મોટરસાઇકલ રઘુના ગામ તરફ ચાલી. પ્રહલાદે જવાનસિંહને ગામની બહાર તળાવની સામેની સાઈડમાં આવેલ સ્મશાન પાસે ઉતાર્યો. રાતના લગભગ સાડ નવનો ટાઈમ થઈ ગયો હતો. પ્રહલાદ ગામની બીજી બાજુ આવેલ દારૂના અડ્ડા તરફ મોટરસાઇકલ લઈ ચાલ્યો ગયો.
સ્મશાનની અજીબ શાંતિમાં જવાનસિંહ એકલો પડ્યો. જવાનસિંહ માટે આ કોઈ નવી પરિસ્થિતિ ન હતી. પરંતુ જવાનસિંહને આજે પહેલી વાર એવું લાગ્યું કે જંગલના કે વગડાના ભેંકાર અને સ્મશાનના ભેંકારમાં આસમાન જમીનનો તફાવત હતો. અને આજે જવાનસિંહને આ ભેંકાર ડરામણો લાગ્યો. પણ એણે ઝડપથી પોતાના વિચારો પર નિયંત્રણ મેળવી લીધું.
ધીમે ધીમે જવાનસિંહની આંખો અંધકારથી ટેવાઇ ગઈ હતી. સ્મશાનમાં કોઇ ન હતું. કોઈ અજબ સન્નાટો વાતાવરણમાં હતો. અગ્નિસન્સકારમાટે એક લોખંડના એંગલનું સ્ટેન્ડ બનાવેલ હતું. વરસાદમાં અગ્નિસન્સકાર માટે એ સ્ટેન્ડ પર લોખંડની એંગલો પર પતરાની નાનકડી છત બનાવવામાં આવી હતી. સ્ટેન્ડથી દુર થોડા વધેલા લાકડાનો ઢગલો પડ્યો હતો.
પ્રહલાદ દારૂના અડ્ડાની નજીક પહોંચ્યો. એક ઝાડની પાછળ પ્રહલાદ ઉભો રહી ગયો. છુટા છવાયા કેટલાક લોકો ખુલ્લામાં જ દારૂની મહેફિલ કરી રહ્યા હતા. બધાને ધ્યાનથી જોવામાં જ પ્રહલાદને 15 મિનિટ જેવું થઈ ગયું. આખરે પ્રહલાદને રઘુ મળ્યો. રઘુ એના બે મિત્રો જોડે મહેફિલની મઝા લઈ રહ્યો હતો. જીવનના આવનારા તોફાનથી અજાણ. માનવ જીવનની આ જ વિશેષતા છે કે માણસ મોત સમક્ષ પણ બેફિકર રહી મહેફિલની મઝા માણી શકે છે.
રઘુને લગભગ પોણો કલાક રાહ જોવી પડી. એક સમયે તો રઘુ અકળાઈ ગયો અને એને ઈચ્છા થઈ કે સામેથી રઘુને મળી લે. પરંતુ એ એના પરિણામોથી વાકેફ હતો. આખરે પોણા કલાક પછી રઘુ ઉઠ્યો. અને સાઈડમાં મુકેલ એની મોટરસાઇકલ તરફ ગયો. પ્રહલાદ સમય બગાડ્યા વગર અંધકારમાં રઘુ તરફ લપકયો.
' રઘુ , હું પ્રહલાદ. તારું કામ છે. અવાજ કર્યા વગર મારી વાત સાંભળજે. '
અંધકારમાં આવેલો અવાજ એક પળ રઘુને ચમકાવી ગયો. પણ તરત જ એનું જાગ્રત અને અજાગ્રત મન સક્રિય થઈ ગયા. લૂંટના દિવસની એકાગ્રતા પાછી આવી ગઈ. પોતે હજી પોલીસ તપાસનો છેલ્લો પડાવ પસાર કરવાનો બાકી હતો. અને એ જાણતો હતો કે એ પડાવ પોતાના સાથીદારો જોડે મળીને પસાર કરી શકે તેમ હતો.
' અરે પ્રહલાદ અત્યારે , ક્યાંથી? બધું બરાબર તો છે ને ? '
' ના , થોડી ગરબડ છે. તું તળાવ કિનારે સ્મશાન પાસે આવ. હું તારી રાહ જોઉં છું. '
' તું જા , હું આવું છું. '
પ્રહલાદ અંધકારમાં જ પોતાની દૂર ઉભેલી બાઇક તરફ સરકી ગયો.
રઘુ એ બાઇક સ્ટાર્ટ કરી અને એના મિત્ર ને બેસાડી ગામ તરફ જતો રહ્યો.
પ્રહલાદ મોટરસાઇકલ ચાલુ કરી સ્મશાન તરફ ગયો. સ્મશાન તરફ દૂરથી મોટરસાઇકલના અવાજની સાથે આવતી લાઈટથી જવાનસિંહ સચેત થઈ ગયો. મોટરસાઇકલ આવીને અંધકારમાં ઉભી રહી ગઈ. જવાનસિંહની આંખો અંધકારથી ટેવાઇ ગઈ હતી. એણે જોયું બાઇક પર એક જ વ્યક્તિ હતો. મનમાં વિચાર આવ્યો કે રઘુ નહી મળ્યો હોય.
જવાનસિંહે ધીમેથી સિટી વગાડી. પ્રહલાદે એ તરફ જોયું અને સાદ આપ્યો.
' બોસ. ક્યાં ? '
' આ બાજુ. '
બન્ને એકબીજાની બાજુમાં આવ્યા.
' શું થયું , રઘુ મળ્યો ? '
' હા , થોડી વાર માં આવે છે. '
***************************
રઘુ એ એના મિત્રને એના ઘરે શેરીના નાકે ઉતારી દીધો. અને પોતાના ઘર તરફ વળ્યો. પણ પોતાનો મહોલ્લો આવતા ઘર તરફ જવાને બદલે ગામ બહાર જતા રસ્તા તરફ વળી ગયો.
લોકો પોતાના ઘરોમાં ટી.વી જોવામાં વ્યસ્ત હતા. અને જે ઘરડા લોકો પોતાના ઘરની બહાર બેઠા હતા. એમાંથી કોઈને પ્રહલાદમાં રસ ન હતો. પ્રહલાદ ગામની બહાર તળાવના છેડે આવેલા સ્મશાન તરફ ગયો.
અંધકારમાં રઘુને કશું દેખાતું ન હતું. પણ જવાનસિંહ અને પ્રહલાદને ઘણું દેખાતું હતું. સ્મશાનમાં એમના સિવાય કોઈ ન હતું. પ્રહલાદે સાદ કર્યો ,
' રઘુ. '
' પ્રહલાદ , બોલ શુ થયું ? '
પ્રહલાદે સિગારેટ સળગાવી અને એક એક સિગારેટ જવાનસિંહ અને રઘુને આપી. બાજુમાં મુકેલા એક તૂટેલા બાંકડા પર ત્રણે બેઠા.
' બોલ પ્રહલાદ , શું વાત હતી ? '
' લૂંટ સમયે અમરસિંહ ખતમ થયો. એ મશહૂર ડોન દિલાવરનો ભાઈ હતો. અને એ દિલાવરના માણસો આજે સવારથી તારો ફોટો લઈ તને શોધી રહયા છે.'
' પણ મારો ફોટો એમની પાસે ક્યાંથી આવે. '
' તારે એની સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની ખરી? '
' કોઈ નહિ. '
' એનો મતલબ એ જ થાય કે એ લોકો અમરના ચક્કરમાં જ તને શોધે છે. '
' પણ મારો ફોટો એમની પાસે ક્યાંથી ? '
' તારાથી ક્યાંક ભૂલ થઈ લાગે છે. '
' ક્યાંય એવું થયું હોય એવું લાગતું નથી. '
' લૂંટ દરમિયાન ક્યાંય એવું થયું છે કે કોઈ જગ્યાએ તારો ફોટો આવી શકે ? '
રઘુ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો.
' એક ચાન્સ લાગે છે. '
' કયો ? '
' પેલા સરદારજીને હું ઉતારવા ગયો , ત્યાંથી હું ઘનશ્યામ નાસ્તા હાઉસમાં નાસ્તો લેવા ગયો હતો. ત્યાં અંધારું હતું. અને ચહેરાને છુપાવવા માથે ટોપી પણ પહેરી હતી. કદાચ ત્યાં ગાડી માંથી ઉતરતા મારો ફોટો કોઈ કેમેરામાં આવ્યો હોય. '
' જો રઘુ તારી તપાસ ગામે ગામ થાય છે. બે ચાર દિવસમાં તું ચોકકસ પકડાઈ જઈશ. તારી પાસે એક જ રસ્તો છે. ક્યાંક દૂર ભાગી જા. '
મોટા ભાગના લોકો હોમ સિકનેસની બીમારીથી પીડાતા હોય છે. રઘુ પણ એમાંનો એક હતો. એને એનું ઘર અને ગામ છોડવાની કોઈ તૈયારી ન હતી. પણ છતાં એ તૈયાર થયો. પણ મનમાં એક વિચાર આવ્યો. પોતે ભાગીને ક્યાં જશે. અને કેટલો સમય ભાગતો ફરશે. કદાચ વર્ષો સુધી છુપાઈ પણ જાય પણ એ પકડાવાના ડરથી જીવેલી જીદંગી શુ કામની. એણે નક્કી કર્યું ભાગવું તો નથી જ.
' રઘુ , આ એક જ રસ્તો છે. તું ભાગી જા. '
' ના પ્રહલાદ , હું ભાગીશ નહિ. એમ આખી જીદંગી ડરી ડરીને ના જીવાય. એના કરતાં હું સામનો કરીશ. જે થશે એ જોયું જશે. '
' રઘુ , વિચારી લે , લૂંટની સાથે પાંચ ખૂનનો આરોપ છે , ફાંસીની પૂરી શકયતા છે. '
' કદાચ જન્મટીપ પણ થાય. ફિફટી ફિફટી ચાન્સ છે. '
' ઠીક છે , તારી મરજી. પણ જતા પહેલા અમારા તરફથી ગિફ્ટ છે તે લેતો જા. '
' ઓહ , શુ છે ગિફ્ટ માં. '
' જવાનસિંહ રઘુને ગિફ્ટ આપી દો. '
જવાનસિંહે રઘુને પાછળથી પકડી એનું મોં દબાવી દીધું. પ્રહલાદે સેંકડોમાં રઘુના પેટમાં છરીના ઉપરાછાપરી અસંખ્ય ઘા ઝીકી દીધા. રઘુનું શરીર થોડી વાર તરફડયું અને પછી શાંત થઈ ગયું.
રઘુના શરીરને નીચે નાખી દીધું. ચારે બાજુ બધું ચેક કર્યું અને શક્ય એટલી એમની નિશાનીઓને દૂર કરી. અને પ્રહલાદ જવાનસિંહની સાથે મોટરસાઇકલ લઈ ચાલી નીકળ્યો.
( ક્રમશ : )
29 મેં 2020