બળ અને બુદ્ધી DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બળ અને બુદ્ધી

બળ અને બુદ્ધી

એકત્રિત કરવામાં આવેલ ભોજન પૂરું થવા આવેલ હતું ત્યારે બધી કીડીઓએ સમુહમાં બીજા ભોજનની શોધમાં નીકળવાનો નિર્ણય કર્યો.

રાત્રિનો સમય થવાની સાથે બધી કિડીઓ ભેગી થઈ એક સાથે એકજ લાઈનમાં સરળ રીતે ચાલી નીકળી એકની પાછળ એક ચાલી રહેલ હતી. તેમાં બે કેપ્ટન કીડીઓ હતી તે બધાથી આગળ ચાલી રહેલ હતી. ખરેખર આ બે ચેક કેપ્ટન કિડીઓને જાણ થયેલ હતી કે, નજીકના રસોઈઘરમાં બહુ મોટા જથ્થામાં મીઠાઈ બનાવવાનું કાર્ય રહેલ છે, અને તેની મીઠી સુંદર સોડમ પણ આવી રહેલ હતી. બધી કિડીઓ તેમની કેપ્ટન કિડીઓની જાણકારી સાંભળી ખુશીથી ઉછળી ગયેલ હતી, અને બે કેપ્ટન કીડીઓએ અન્યને એમ પણ જણાવ્યું હતું કે બાજુમાં જયાં રસોઈઘરમાં મિઠાઈ થઇ રહેલ છે તે બહુ મોટા પ્રમાણમાં તેમજ અલગ અલગ પ્રકારની મીઠાઇ તૈયાર થઈ રહેલ છે, આ બધું સાંભળી બધી કીડીઓ ભેગી થઈ અને મસલત કરીને કતારબંધ બંધ રીતે મીઠાઇ બની રહેલ રસોઇઘરની દિશામાં પ્રયાણ કરી રહેલ હતી.

આ કીડીઓના મેળાવડામાં ચિન્ટુ નામની એક નાની કીડી હતી, જે સૌથી નાનીમાં નાની હતી અને થોડી નાસમજ પણ હતી, અને પરિણામે તેની સુરક્ષાનું ધ્યાન અન્ય મોટી કિડીઓ દ્વારા રાખવામાં આવી રહેલ હતું. નાની કિડી ચિંન્ટુ તેના નટખટ સ્વભાવને કારણે વારંવાર તે લાઈનમાંથી બહાર અલગ થઈ જતી હતી. અને ક્યાં તો તે લાઈનમાંથી આગળ પાછળ થઇ જતી હતી.

તેની આ હરકત બાબતે મોટી કિડીઓએ તેને વારંવાર સમજાવતી હતી. તારે આમ ન કરવું જોઈએ ભોજનની શોધમાં તું અમારી સાથે આજે પહેલીવાર ઘરની બહાર નીકળી છું જેને કારણે બની શકે કે તું આગળ પાછળ ક્યાંક રસ્તો ભૂલી જવું. તેમ બની શકે આમ સમજાવવા છતાં ચિંન્ટુ તે બધી વાતો પર કોઈ ધ્યાન ન આપતી અને તેના સ્વભાવ મુજબ ધીરે ધીરે કરતા લાઇનમાંથી છે પાછળ રહેવા લાગી.

બહુ દૂર સુધી ચાલ્યા બાદ લાઈનમાં બધાથી પાછળ રહી ગઈ હતી. જેને કારણે હવે તો તે પણ ભયની મારી આગળ પાછળ દોડી રહી હતી.

આ દરમ્યાન એકાએક કિડીઓના જુથમાં ભારે હોહા મચી ગઈ. આપણી નાનકી ચિન્ટુ ક્યાંય દેખાઇ રહી નથી. બધાએ જોયું તો તે લાઈનમાં બધાથી છેલ્લે પણ કયાંય નજર આવી રહેલ ન હતી.

બધી કિડીઓ ચિન્ટુની ભાર ન મળવાના કારણે ભારે ચિંતિત થઈ ગઈ હતી. લાઈનમાં જે મુખ્ય કેપ્ટન કિડીઓ હતી તેમણે હુકમ કર્યો કે, કોઈપણ રીતે કોઈપણ પ્રકારે આપણી નાનકી ચિન્ટુની તપાસ કરવી પડશે, અને કેપ્ટન કીડીઓના હુકમ સાંભળી આઠ-દસ મોટી કિડીઓ ચિન્ટુની તપાસમાં નીકળી પડી. આજુબાજુ બધે તપાસ કરી પરંતુ ક્યાંય ચિન્ટુ કયાંય નજર આવતી ન હતી.

ત્યાં જ અચાનક થોડા સમયમાં થોડે દૂરથી ચિન્ટુની ચીખ સંભળાણી. આ ચીખ સાંભળી ને ચિન્ટુને શોધવા નીકળેલ આઠ-દસ સૈનિક કિડીઓ જે બાજુથી ચીખ સંભળાયેલી હતી, તે દિશામાં દોડી તેમણે જોયું તો, ચિન્ટુ કિડી એક સાકરના મોટા દાણાની નીચે દબાઇ ગયેલ હતી. આઠ-દસ કેપ્ટન કિડીઓએ તેને સાકરના દાણાને હટાવીને ચિંન્ટુને સહી-સલામત બહાર કાઢી. ચિન્ટુ બહુ રડી રહેલ હતી. સાકરના મોટાદાણા નીચે દબાઈ જવાને કારણે તેને થોડી ઘણી શારીરીક ઈજા થયેલ હતી, જેને કારણે તે વારંવાર રડી રહેલ હતી, જેથી તે ચાલી પણ શકતી નહોતી.

જે આઠ-દસ સૈનિક કિડીઓ તેને બહાર કાઢી હતી. તેમણે ચિંન્ટુને ઉચકીને જે બીજી બધી કીડીઓ હતી ત્યાં લઇ ગયા. ભીડમાં પહોંચતા જ તે તેની માને શોધીને માની સોડમાં લપાઇને જોરજોરથી રડવા લાગી.

થોડા સમય પછી જ્યારે ચિન્ટુ થોડી શાંત થઈ ત્યારે તેની માએ તેને કેવી રીતે અલગ થઈ ગયેલું તેનું કારણ પુછ્યું. ચિન્ટુએ બહુ જ દુઃખી થઈને બોલી હું જ્યારે લાઈનમાં ચાલી રહેલ હતી ત્યારે મને સાકરનો બહુ મોટો દેખાયો મેં વિચાર્યું કે દાણાને ઉઠાવીને લઈને આવીશ અને તમને બધાને આશ્ચર્યચકિત કરી દઈશ અને તમે બધા મને શાબાશી આપશો. પરંતુ સારુ કરવા જતાં બધુ ઉલટુ થઇ ગયું.

ચિન્ટુની માતાએ તેની વાત સાંભળીને મનમાં ને મનમાં હસી રહી હતી. તેણે ચિન્ટુને સમજાવ્યું જો બેટા કોઇપણ કાર્ય બહુ ઉત્સાહમાં ન કરવું જોઈએ. અને તેમાંય એવું કામ તો બિલકુલ ન કરવું જોઈએ કે જે પોતાની શારીરિક તાકાત કરતા વધુ હોય. તે જે સાકરનો દાણો ઉઠાવાની કોશીષ કરેલ હતી તે સાકરનો દાણો તારી શારીરિક ક્ષમતા કરતાં વધુ મોટો હતો. કયારેય પણ એક વ્યક્તિ તેના વજનથી વધુ વસ્તુઓ ઉઠાવી ન શકે. તારી ઉંમર પ્રમાણે સાકરનો દાણો તો ઘણો મોટો હતો, જે કોઇ સંજોગોમાં તારાથી ઉઠાવી શકાય તેમ ન હતો. એટલા માટે તે જો બીન જરૂરી કોશીષ કરી અને તને ઇજા થઇ. આવા કામમાં બળનો નહીં પણ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. તે જે દાણો જોયો હતો, તે જોયા પછી બીજાને બોલાવેલ હોત અને તેમનો સહયોગ મેળવ્યો હોત તો તારુ કામ બીલકુલ સરળ થઇ જતું. આજે તને આવો હેરાન થવાનો વારો ન આવતો ને, અને તારું તે વિચારેલ કાર્ય પણ સરળતાથી પુર્ણ થઇ શકત.

હવે પછી આ વાત જીંદગીમાં કાયમને માટે યાદ રાખજે. હજી તો તારે બહુ લાંબી મજલ કાપવાની છે.

ચિંન્ટું તેની માતાની વાતો ધ્યાન પુર્વક સાંભળી રહેલ હતી, અને માની વાતોમાં માથુ હલાવી સંમતિ આપીને હસતાં હસતાં માની સોડમાં છુપાઇ ગઇ.

------------------------------------------------------------------------------------