Reunion. - last part books and stories free download online pdf in Gujarati

રિયુનિયન - (અંતિમ ભાગ )




બધા એક જ વિચાર માં હતા... હિરવાના નામથી રીયુનિયન નું આયોજન કરીને બધાને ભેગા કોણે કર્યા હતા...

" મે બોલાવ્યા છે તમને બધાને ..." પાછળ થી અવાજ આવ્યો બધાએ પાછળ ફરીને જોયું...

દરવાજા પાસે વાણી ઊભી હતી...

"વાણી તું...?" સમીર અને ભવ્યા બંને સાથે બોલ્યા..

"હા ,મે તમને બધાને અહી બોલાવ્યા છે .." બધાની નજર વાણી તરફ સ્થિર થઈ ગઈ હતી...

એટલું બોલીને વાણી નીચે તરફ જવા લાગી..બધા એની પાછળ પાછળ નીચે આવ્યા...

નભય બહાર આવ્યો... હિરવા કિચનમાંથી બહાર આવી...

વાણી એ એની વાત કહી ...ત્યારે બધાને જાણ થઈ કે સાયન્સ અને કોમર્સ ના ઝઘડા ના કારણે કોઈ અહી આવવા તૈયાર નહીં થાય પરંતુ જો હિરવા નું નામ હશે તો બધા આવશે...બસ એવા વિચારથી વાણી એ આ રીયુનિયન નું આયોજન કર્યું અને કાર્ડ માં હિરવાનું નામ લખ્યું ...જેના કારણે આજે બધા અહી સાથે હતા....

આ સાંભળીને બધાના મનમાં શાંતિ થઈ હતી ...પરંતુ હિરવાના મનમાં હજી સવાલો ફરી રહ્યા હતા...

" મારા નામ થી તે બધાને અહી ભેગા કર્યા એ સમજાય ગયું ...પરંતુ શું કામ કર્યા એ ન સમજાયું...." હિરવા બોલી..

વાણી એ બધા તરફ એક એક નજર ફેરવી ..છેલ્લે હિરવા અને નભય તરફ જોઇને બોલી...

"હિરવા અને નભય ના કારણે મે આ આયોજન કર્યું છે..."

બધાના ચહેરા ઉપર સવાલોનો દરિયો ઉછળી રહ્યો હતો...

હિરવા અને નભય વાણી ને ધ્યાન થી સાંભળી રહ્યા હતા...

વાણી બધાને ભૂતકાળ તરફ લઈ ગઈ હતી ...

___________________________________________

વાણી ને જોઇને હિરવાએ નભયને ધક્કો મારીને દૂર કર્યો...

આ દ્રશ્ય વાણી એ જોયું હતું એ હેરાન હતી આ જોઇને...એની યોજના મુજબ એ બંને વચ્ચે ઝઘડો થવો જોઈએ અને અહી તો કંઇક અલગ જોવા મળ્યું હતું...

" તો એ નભય છે ....?" વાણી બોલી...

"હા એ નભય છે મને તો પહેલેથી જ શંકા હતી કે આવું વાહિયાત કામ આની સિવાય કોઈ ન કરી શકે..." હીરવા બોલી રહી હતી પરંતુ નભયને કંઈ સમજાતું ન હતું...

" હું પણ તારી જેમ જ મસ્તી કરતી હતી એ શાયરી માં લખેલી એક એક લાઈન ખોટી હતી..." હીરવા ની આંખો થોડી ભીની થઈ ગઈ હતી...

નભય હિરવાને જોઈ રહ્યો ...થોડા સમય પહેલા જે હિરવા હતી એ અને અત્યારે જે છે એમાં એટલો બધો તફાવત કેમ આવી ગયો....

" તે આવું શું કામ કર્યું મારી ફ્રેન્ડ સાથે...મે તને પ્રેમ કર્યો છે એટલે તને વધારે નહિ કહી શકું પરંતુ તે જે કર્યું છે એ ખોટું છે...એની માટે તને હિરવા તરફથી ક્યારેય માફી નહિ મળે..." હિરવા અને નભયની વચ્ચે આવીને વાણી બોલી...

નભયનું ધ્યાન વાણી પાછળ ઉભેલી હિરવા તરફ હતું...એને હજી પણ કંઈ સમજાતું ન હતું....

"એક મિનિટ તમે બંને પહેલા મને કહો કે થયું છે શું...." નભય બોલ્યો...

વાણી એ સ્કૂલમાં જે શાયરીની કોપી ઝેરોક્ષ હતી એની કહાની નભયને જણાવી...

નભયના ગુસ્સાનો પારો ખૂબ ઊંચો આવી ગયો...

" જેણે આ કર્યું છે એને હું નહિ છોડુ..." આટલું બોલીને નભય ત્યાંથી સ્કૂલ તરફ ના રસ્તા ઉપર ચાલવા લાગ્યો...

વાણી ખૂબ ડરી ગઈ હતી ...એ કંઇક બોલે એ પહેલા હિરવા દોડીને નભય પાસે ગઈ અને કંઇક બોલી ...

ત્યારપછી નભય પૂરેપૂરો બદલી ગયો હતો...

નભયે હિરવાને મોટે મોટેથી બૂમ પાડીને કહ્યું ...કે એ શાયરી પણ એણે લખી હતી અને એની ઝેરોક્ષ કરાવીને એણે જ આખી સ્કૂલમાં લગાવ્યા હતા કાગળ...

ત્યારબાદ એ બંને વચ્ચે ચાલી રહ્યો ઝઘડો વાણી દૂર ઉભી રહીને જોઈ રહી હતી..એના મનમાં ચાલી રહ્યું હતું કે આ એણે સારું નથી કર્યું એ બંને વચ્ચે ઝઘડો પૂરો કરવા જઈ રહી હતી ત્યાં નભય એની પાસે આવ્યો અને બોલ્યો...

" તે મને કાલે પ્રપોઝ કર્યું હતું એનો જવાબ આપવાનો સમય પૂરો થઈ ગયો છે...?"

" ના..." વાણી ને કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે..

" તો મારી હા છે...મે તને જ્યારથી જોઈ છે ત્યારથી મે તમે પ્રેમ કર્યો છે...પરંતુ હિરવાને એની હોશિયારી નો ખુબ ઘમંડ હતો બસ એ દૂર કરવા મે આ કામ કર્યું હતું..." નભય બોલ્યો..વાણી ખૂબ ખુશ થઈ ગઈ...અને સાચું એ હિરવાને નફરત કરતો હશે જેના કારણે એ કોપી વાળા કાગળનું પણ એની ઉપર લઇ લીધું હતું....

હિરવા ત્યાંથી દોડીને જતી રહી...

___________________________________________

" બસ મારી ભૂલને કારણે મે આ બંને ને અલગ કર્યા હતા ...એની ભૂલ મને ઘણા વર્ષ પછી સમજાઈ..." વાણી બધાને કહી રહી હતી ...

" એવું શું થયું હતું જેના કારણે તને જાણ થઈ કે એ તારી ભૂલ હતી ..." સમીર બોલ્યો...

(ગ્રુપ માં બધાને જાણ હતી કે નભય અને હિરવા એકબીજાને પ્રેમ કરે છે અને આ વાત વાણી ને પણ ખબર છે એ પણ બધા જાણતા હતા...પરંતુ આ કહાની કંઈ રીતે ચાલતી હતી એ કોઈને જાણ ન હતી...

નભય અને વાણી ની નવી નવી રીલેશનશીપ ચાલુ થઈ હતી ...ત્યારે પણ નભય હિરવાને પ્રેમ કરતો હતો પરંતુ એ વાણી સામે દર્શાવતો ન હતો ...વાણી એમ સમજતી હતી કે નભય હિરવાના પ્રેમ ને ધીમે ધીમે ભૂલી જશે અને એ વાણી ને પૂરી રીતે સ્વીકારી લેશે ...પરંતુ કોલેજ પછીના દિવસોમાં પણ નભય એવો જ રહ્યો હતો...એ વાણી સાથે હિરવા સિવાય બીજા કોઈની વાત ન કરતો..ત્યારે વાણી ને સમજણ થઈ કે એ નભયની ગર્લફ્રેન્ડ તો છે પરંતુ નભયના દિલમાં એની માટે જગ્યા ન થઈ.... આજે પણ એ બંને એકબીજાને પ્રેમ કરે છે પરંતુ વાણી માટે અલગ રહે છે...

બસ ત્યારપછી વાણી એ હિરવા અને નભયને નજીક લાવવા માટે આ આયોજન કર્યું હતું...

"આ કારણથી તે રીયુનિયન નું આયોજન કર્યું પરંતુ એના લીધે આજે આ બધાની પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગઈ છે...." આદિત્ય બોલ્યો..

" અને સાથે સાથે વાણી ને એનો સાચો પ્રેમ પણ મળી ગયો ..." તાની ઉભી થઈને બોલી...

બધા તાનીને જોઈ રહ્યા...પછી બધાએ એકસાથે આદિત્ય તરફ જોયું અને વાણી તરફ જોયું... બંને શરમાઇ ગયા...

નભય અને હિરવા ખૂબ જ ખુશ હતા...

બધાનું ધ્યાન વાણી અને આદિત્ય ઉપર હતું...ત્યારે નભય ઊભો થયો અને હિરવાનો હાથ પકડીને એને ગાર્ડન તરફ લઈ ગયો ...

વાણી એ નજર કરી એને હિરવા અને નભય ક્યાંય જોવા ન મળ્યા એટલે એ ગાર્ડન તરફ બંનેને શોધવા આવી...

હિરવા અને નભય એકબીજાને ગળે વળગીને ઉભા હતા ...બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા ...

વાણી એ ખોટી ઉધરસ ખાવાનું નાટક કર્યું ...

હિરવા અને નભય અલગ પડ્યા... હિરવા શરમાઇ ગઇ...

" તમે બંને એકબીજાને પહેલેથી પ્રેમ કરો છો તો નભયે મને શું કામ ગર્લફ્રેન્ડ બનાવી...." વાણી ના મનમાં આ છેલ્લો સવાલ ફરી રહ્યો હતો એ પણ પૂછી લીધો...

નભય અને હિરવા બંનેએ એકબીજાને જોઇને હસી લીધું...અને વાણી ને કહ્યું...

ત્યારે હિરવાના ખૂબ કહેવાથી નભયે હિરવા સાથે ઝઘડો કરવાનું નાટક કરીને એક નવુ જીવન ચાલુ કરવા તૈયાર થઈ ગયો હતો પરંતુ એ હિરવાને ક્યારેય ભૂલી ન શક્યો...

"તમને ખબર છે એ કોપી કોણે કરી હતી..." વાણી આજે બધું સાચું કહી દેવાના મૂડમાં હતી...

હિરવાએ વાણી નો હાથ પકડીને કહ્યું ...

" હું જાણું છું પરંતુ એમાં તારી કોઈ ભૂલ ન કહેવાય ત્યારે તું પ્રેમ માં હતી જેના કારણે તે એવું કર્યું અને આજે તે અમને આ રીતે મળાવીને તારી બધી ભૂલ માફ કરાવી દીધી છે...."

"તમે અહી શું કરો છો ચાલો હવે તૈયાર થઈ જાવ ....યાદ છે ને આપણી પાસે આ બે દિવસ જ છે..." અનિશા પાસે આવીને બોલી..

" આપણે બહાર જઈએ છીએ...." ભવ્યા અંદર આવી અને બોલી...

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

બધા સાથે મળીને ઘણા એવા સ્થળો ઉપર જઈ આવ્યા હતા....દિલ્હી (આગ્રા) ના તાજમહેલ સામે ઊભા રહીને આનવે તાની ને પ્રપોઝ કર્યું હતું...એની સાથે સાથે નભયે હિરવાને અને આદિત્યે વાણીને પ્રપોઝ કર્યું હતું.... બધા ખૂબ જ ખુશ હતા ...છેલ્લા બે દિવસ ખૂબ મોજ મસ્તી કરીને બધા છૂટા પડ્યા હતા...

બે વર્ષ પછી...

આજે રીયુનિયન પૂરું થયું એને બે વર્ષ થઈ ગયા હતા....

રીયુનિયન પછીનું બધાનું જીવન બદલાઈ ગયું હતું....

રાગ અને ધાની ને એક બાળક પણ હતું એ બંને એના જીવનમાં ખૂબ ખુશ હતા...

અનીશા એ છોકરીને જન્મ આપ્યો હતો ...પનવના મમ્મી પપ્પા ખૂબ ખુશ હતા એ એની ખૂબ સારી રીતે કાળજી લેતા હતા...

તાની અને આનવ એના લગ્ન જીવનમાં ખૂબ ઝઘડો કરતા હતા પરંતુ બંનેને એકબીજા વગર પણ ગમતું ન હતું... તાની એ બે જોડ્યા બાળકોને જન્મ આપ્યો હતો...

ભવ્યા અને સમીર ના બંને પરિવારે લગ્ન સ્વીકારી લીધા હતા જેને કારણે આજે બંને ખૂબ ખુશ હતા...

રીયુનિયન ના થોડા દિવસ પછી આદિત્ય અને વાણી ના લગ્ન કરી દેવામાં આવ્યા હતા...એ બંને સાથે ખૂબ ખુશ રહેતા હતા...

હિરવા એક મોટી વકીલ બની ગઈ હતી...નભય સારી એવી મોટી કંપની નો માલિક બની ગયો હતો...એ બંને એના જીવનમાં ખૂબ વ્યસ્ત રહેતા હતા છતાં બંને એકબીજા માટે સમય ફાળવતા હતા અને એની એક વર્ષની છોકરીની પણ ખૂબ સારી રીતે કાળજી લેતા હતા...

વેકેશન ના દિવસો માં બધા સમય કાઢીને એકબીજાને મળવા ભેગા થઈ જતા હતા....

એમના જીવનનું પહેલું રીયુનિયન કોઈને ક્યારેય ભૂલાયું ન હતું કારણકે એના કારણે આજે બધા ખૂબ જ ખુશ હતા...

(સમાપ્ત )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED