રિયુનિયન - (ભાગ 9) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિયુનિયન - (ભાગ 9)

લગ્ન ની ભાગદોડ અને ડાન્સ ના કારણે અનીશા આજે સવારથી થોડી બીમાર પડી ગઈ હતી...

બધા એની સાર સંભાળ લઈ રહ્યા હતા ...

પનવે એના દૂરના મામા નો છોકરો જે ડોક્ટર હતો એને બોલાવી લીધો હતો ...

ડોક્ટર નું નામ આદિત્ય હતું....આદિત્ય પનવ કરતા ચાર વર્ષ મોટો હતો...પરંતુ ડોક્ટર બનવા માટે એને લગ્ન વિશે ક્યારેય વિચાર્યું જ ન હતુ ...આદિત્ય ના લગ્ન થયા ન હતા...એની આંખો લીલી કાચ જેવી હતી ...પૂરેપૂરો છ ફૂટનો અને આકર્ષિત બોડી જોતા જ ગમી જાય એવી હતી....

વાણી અને તાની ની નજર આદિત્ય ઉપર જ રહેતી હતી... એ બંને આદિત્ય ની દીવાની બની ગઈ હતી...

સાંજ ના સમયે અનીશા ઉપરની રૂમ માં આરામ કરી રહી હતી ...બધી છોકરીઓ એની સાથે બેઠી હતી...બધા છોકરા અને આદિત્ય નીચે ગાર્ડન મા બેસીને વાતો કરી રહ્યા હતા...

તાની અને વાણી રૂમની બારીમાંથી નીચે ગાર્ડન મા બેઠેલા આદિત્ય ને સ્થિર નજરે જોઈ રહી હતી...સફેદ શર્ટ માં આદિત્ય ખૂબ જ આકર્ષિત લાગી રહ્યો હતો...

આનવ ની નજર ઉપર રૂમ ની બારી તરફ આવી ... તાની આ રીતે આદિત્ય ને જોઈ રહી હતી એટલે આનવ ને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ એ કંઈ બોલ્યો નહિ...

રૂમની અંદર બધી છોકરીઓ વાતો કરી રહી હતી....ત્યારે ત્યાં બધા છોકરાની હાજરી થઈ...

બધા વાતો કરી રહ્યા હતા...હસી રહ્યા હતા...એકબીજા ઉપર જોક્સ કરી રહ્યા હતા...

હીરવા ની નજર અનીશા ઉપર આવી ... અનીશા થોડી ઉદાસ દેખાઈ રહી હતી ... હીરવા એ એની ઉદાસી નું કારણ પૂછ્યું ...

અનીશા બોલી ...

" શું અત્યારના સમયમાં પણ એક છોકરી અને એક છોકરા વચ્ચે ભેદભાવ થાય છે ..."એટલું બોલી ત્યાં અનીશા ની આંખો માં આંસુ આવી ગયા...

કોઈને સમજાતું ન હતું કે અનીશા શું કહી રહી છે...

ત્યારે આદિત્યે જણાવ્યું કે...પનવ ના મમ્મી અનીશા પાસે એક છોકરા ના જન્મ ની અપેક્ષા રાખીને બેઠા છે...જો અનીશા એક છોકરીને જન્મ આપશે તો એને નહિ સ્વીકારે ...પનવના મમ્મી અનીશા ના ગર્ભનું ચેકઅપ પણ કરાવાના હતા અને જો છોકરી હશે તો એને કઢાવી નાખવામાં આવશે એવા કઠોર શબ્દ પણ જણાવી દીધા હતા...

અત્યારે અનીશા એ જ વિચારી ને ઉદાસ હતી કે જો એ એક છોકરીને જન્મ આપશે અને એને નહિ સ્વીકારે તો ...

પનવ અને અનિશા એ એના મમ્મી ને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ એના મમ્મી ન સમજ્યા...

થોડા સમય પછી બધાએ એ બંનેને સલાહ સૂચન આપ્યા અને ત્યાંથી છૂટા પડ્યા...

વાણી પાણીની બોટલ લેવા માટે કિચન તરફ આવી રહી હતી ત્યાં જ રસ્તા માં એ આદિત્ય સાથે અથડાઈ અને નીચે પડી ગઈ...આદિત્યે એના હાથ ના સહારે વાણીને ઉભી કરી ....બંને એકબીજાની નજીક ઉભા હતા...બંને એકબીજાની આંખો માં જોઈ રહ્યા હતા...

નભય એ બંનેની પાછળ હતો ...આવું દ્રશ્ય જોઈને એને ખૂબ જ હસુ આવી રહ્યું હતું....

નભયે ખોટેખોટી ઉધરસ ખાવાનો અવાજ કર્યો એટલે એ બંને છૂટા પડી ગયા...

" આંખો કી ...ગુસ્તાખીયા.....માફ હો...." નભય એ બંનેની બાજુમાંથી પસાર થતા થતા ગીત ગાઈ રહ્યો હતો અને એ હસી રહ્યો હતો ...

_______________________________________

વાણી સવારમાં ઉઠીને આદિત્ય વિશે વિચારી રહી હતી અને સ્માઈલ કરી રહી હતી....

એ ઊભી થઈને બારી પાસે આવી અને કાલે આદિત્ય સાથે અથડાઈ હતી એ દ્રશ્ય આંખો બંધ કરીને નિહાળી રહી હતી ....

બીજી બાજુ ગાર્ડન માં આદિત્ય કસરત કરી રહ્યો હતો ....એને જોવા માટે તાની ત્યાં આવી પહોંચી હતી...આનવ પણ જાણતો હતો કે આદિત્ય ને જોવા તાની ગાર્ડન મા જ હશે ...એટલે એ પણ ગાર્ડન મા આવ્યો હતો ...

આનવ ગાર્ડન મા આવ્યો ત્યારે આદિત્ય એ કાળા રંગના કપડા પહેર્યા હતા અને એ કસરત કરી રહ્યો હતો....એના શરીર ઉપરનો પરસેવો સૂર્યના તાપમાં ચમકી રહ્યો હતો....તાની એનાથી થોડી દૂર ઊભી હતી અને એ આદિત્ય ને જોઈ રહી હતી....

આનવ ને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો....નભય ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આનવ ને આ રીતે ઉભેલો જોઈને એ ગાર્ડન તરફ આવ્યો...

"આ ડોકટરે તો બધી છોકરીઓ ને એની દીવાની બનાવી દીધી છે હો...." નભય આનવ ના કાન પાસે આવીને બોલ્યો...

" બધી ની તો ખબર નહિ પણ બસ મારી તાની ને એના તરફ ના કરી લે..." આનવ નું ધ્યાન તાની તરફ જ હતું અને એ ગુસ્સાના ભાવથી બોલી રહ્યો હતો....

"મારી તાની ...?.." નભય આશ્ચર્યથી પૂછી રહ્યો હતો..

"છોડ ને ....તું કોણ બધી છોકરીઓ ની વાત કરે છે ....અહી તો ખાલી તાની જ છે...." આનવે વાતને બદલવા માટે પૂછ્યું...

"આ ઉપર જો...." નભયે આંખના ઈશારે ઉપર બારી માં ઉભેલી વાણી તરફ નજર કરીને કહ્યું...

વાણી આદિત્ય ને જોઈ રહી હતી...

આનવ અને નભય બંને હસી પડ્યા....પરંતુ આનવ હસવાનું નાટક કરી રહ્યો હતો ...

નભયને વિચાર આવી રહ્યો હતો કે આનવ તાની ને આ રીતે આદિત્ય ને જોતા કેમ નથી જોઈ શકતો...વાણી પણ આદિત્ય ને જોવે છે તો એનાથી નભય ને કોઈ ફર્ક પડતો ન હતો....

નીચેથી ખૂબ અવાજ આવી રહ્યો હતો એટલે વાણી દોડીને નીચે આવી....આ બાજુ ગાર્ડન માંથી નભય,આનવ બહાર આવ્યા...એની પાછળ પાછળ તાની અને આદિત્ય પણ બહાર આવ્યા...

પનવના મમ્મી નો ફોન આવ્યો હતો...ફરીથી એ વાત બહાર આવી હતી જેના કારણે પનવ એને સમજાવી રહ્યો હતો... અનિશાની આંખો માં આંસુ આવી ગયા હતા...

બધા એક સાથે ભેગા થયા....

આદિત્ય ડોક્ટર હોવાના કારણે એના હાથે આવું પાપ કરાવશે પનવના મમ્મી જેના કારણે આદિત્ય ખૂબ ડરી ગયો હતો...

હીરવા આગળ આવી અને પનવના હાથ માંથી મોબાઈલ લઈને બોલી...

"નમસ્તે આંટી....હું હીરવા... અનીશા અને પનવની ફ્રેન્ડ..."

" હા બેટા ....તને તો ઓળખું જ ને....તું તો સમજદાર છે કઈક સમજાવ અનીશા અને પનવ ને....પરિવાર ના વંશ ને આગળ વધારવા માટે ...એક વારસદાર તરીકે....ઘરની સંભાળ લેવા માટે....ગઢપણ માં વૃદ્ધ માતા પિતા ના સહારા માટે એક છોકરાનું શું મૂલ્ય છે...." પનવના મમ્મી બોલી રહ્યા હતા...એનો અવાજ થોડો ગુસ્સામાં તો થોડો ગળગળો હતો....

બધા પનવના મમ્મી ની વાત સાંભળી રહ્યા હતા...હિરવાએ ફોન સ્પીકર ઉપર કર્યો હતો...

" ના આંટી ...તમે મોટા છો મારે તમને આ ન કહેવું જોઈએ...પરંતુ સમજવાની જરૂર એ બંનેને નહિ તમારે છે...એક છોકરી અને છોકરા માં ભેદભાવ કરતા તમે ક્યારે શીખ્યા...શું તમે એ ભૂલી ગયા છો કે તમે પણ એક છોકરી જ છો...

તમે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને એક સ્ત્રીના જન્મ આપવા માટે આવું કંઈ રીતે કહી શકો છો....

મને તો એવું લાગે છે કે તમારા જન્મ પહેલા પણ તમારા પરિવારને આવો વિચાર કરવાની જરૂર હતી....

જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પનવને એક બહેન પણ છે...તો એના જન્મ ના સમય ઉપર તમે આવો વિચાર કેમ ન કર્યો....કાલે એના લગ્ન થશે એના સસુરાલ માંથી પણ એ જ કહેવામાં આવશે કે તમારી છોકરી છોકરા ને જન્મ આપશે તો જ એને સ્વીકારવામાં આવશે નહિ તો નહિ સ્વીકારે ...

હા હું સમજુ છું પરિવારના વંશ ને આગળ વધારવા ...એક વારસદાર તરીકે એક છોકરા ની જરૂર હોય છે પંરતુ એની સાથે એક છોકરીનું પરણવું પણ એટલું જ જરૂરી છે ...

તમારી જેવા જ બધાના વિચાર થઈ જશે તો આ દુનિયામાં છોકરીઓ રહેશે જ નહિ ....તો તમારા છોકરા ને પરણશે કોણ....તમારો વંશ કંઈ રીતે આગળ વધશે...

તમને ખાલી છોકરાનું જ મહત્વ સમજાતું હોય તો અનીશા અને પનવના છૂટાછેડા કરો ....પનવ એક છોકરો છે એ તમારો વારસદાર બનશે...ઘરની સંભાળ લેશે...ગઢપણ માં વૃદ્ધ માતા પિતા ની સંભાળ રાખશે....પરંતુ તમારી એક ઈચ્છા તો અધૂરી જ રહી જશે ...વંશ ને આગળ વધારવાની...

ચાલો હું એ પણ માનું છું કે અનીશા ને એક છોકરા ને જન્મ આપવો જોઈએ ....બીજા બધા પણ આવું જ વિચારીને ખાલી છોકરાને જન્મ આપશે તો આ દુનિયા ત્યાં જ અટકી જશે ...

દુનિયા ને આગળ વધારવા માટે છોકરા અને છોકરી બંનેની જરૂર હોય છે....તમારો છોકરો જે તમારો વંશ આગળ વધારશે....તમારી છોકરી જે એના સસુરાલ માં જઈને એનો વંશ આગળ વધારશે... બસ આ જ નિયમ છે આ દુનિયાનો...

છોકરી અને છોકરા માં ભેદભાવ કર્યા વગર જેનો જન્મ થાય એને ખુશી ખુશી ભગવાનની ભેટ સમજીને સ્વીકારવું જોઈએ....." હીરવા બોલી રહી હતી ...બધા ચૂપચાપ એને સાંભળી રહ્યા હતા ...પનવના મમ્મી વચ્ચે એક પણ શબ્દ બોલ્યા વગર સાંભળી રહ્યા હતા...

સામેના છેડેથી પનવના મમ્મી નો રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો...

પનવ અને અનીશા દોડીને હિરવા પાસે આવ્યા ...

ત્યારબાદ પનવના મમ્મી એ અનીશા અને બાકી બધા સાથે વાત કરી ... જેનો જન્મ થશે એનો ખુશી ખુશી સ્વીકાર કરશે એવું પણ એના મમ્મી એ કહ્યું....પનવના મમ્મી ને સમજાવવા માટે બધાએ હીરવા ને ધન્યવાદ કહ્યું હતું... અનીશા અને પનવ ખૂબ જ ખુશ થઈ ગયા હતા.... પનવના મમ્મી આજે એક છોકરી અને છોકરા નું મહત્વ સાચી રીતે સમજી ગયા હતા....ફોન મુકાઈ ગયો હતો...


આદિત્ય ને પણ ખૂબ શાંતિ મળી હતી ...એના હાથે પાપ થતા આજે હિરવાએ બચાવી લીધો હતો...આદિત્ય ખૂબ જ ખુશ થઈ ગયો હતો .... એ દોડીને હીરવા પાસે આવ્યો અને એને ઊંચકી લીધી...અને ગોળ ગોળ ફેરવવા લાગ્યો...

" વાહ... હીરવા ....તે તો મને ઊંડા કૂવામાંથી બહાર કાઢી લીધો હોય એવું લાગી રહ્યું છે આજે...." આદિત્ય જોર જોરથી બોલી રહ્યો હતો અને હિરવા ને ગોળ ગોળ ફેરવી રહ્યો હતો...

" મને છોડ નીચે ઉતાર આદિત્ય મને ચક્કર આવે છે ...." હીરવા બોલી...

બધા હસીને આ બંનેને જોઈ રહ્યા હતા....

આદિત્યે હીરવા ને નીચે ઉતારી અને એના ગાલ ઉપર હોઠનો સ્પર્શ કરીને ચુંબી લીધું...

વાણી આદિત્ય ને આ રીતે જોઈને ઇર્ષા અનુભવી રહી હતી...

તાની આદિત્યને જોઈને મલકી રહી હતી...આનવને તાની ને આ રીતે જોઈને ગુસ્સો આવી રહ્યો હતો...

નભય નો ચહેરો લાલચોળ બની ગયો હતો ....

"આદિત્ય...." નભય જોરથી બોલ્યો...

બધાનું ધ્યાન નભય તરફ આવ્યું...


(ક્રમશઃ)