રિયુનિયન - (ભાગ 7) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

રિયુનિયન - (ભાગ 7)

વાણી કિચન મા આવી પહોંચી હતી પરંતુ એની જાણ હિરવા અને નભય ને ન હતી.... એ બંને એકબીજા માં ખોવાયેલા હતા ....

હિરવા અને નભય ને એટલા નજીક જોઈને વાણી કિચન માંથી બહાર આવી ગઈ....અને બહાર આવીને બધા સાથે બેસી ગઈ ....

" અરે તું મદદ માટે ગઈ હતી ને વાણી...." ભવ્યા એ વાણી ને પૂછ્યું ....

"નભય એની મદદ કરે છે એ બંને બસ આવી જ રહ્યા છે ...." વાણી એ ભવ્યા ને કહ્યું...

એટલું બોલીને વાણી ઊંડા વિચાર મા જતી રહી ....

નભય ના હોઠ હિરવા ના ગાલ ને સ્પર્શ કરે એ પહેલા જ હિરવા એ નભય ને ધક્કો માર્યો અને ઠંડુ લઈને બહાર આવી ગઈ....

"જલ્દી લઈને આવ હિરવા બધા તારી રાહ જોઈ રહ્યા છે...."તાની બોલી...

હિરવા ને બહાર આવતા જોઈને વાણી ની નજર હિરવા ઉપર સ્થિર થઈ ગઈ હતી....

એની પાછળ પાછળ નભય પણ આવ્યો હતો...

"ચાલુ કર ...." આનવ એ ઈશારા થી નભય ને એની પાસે પડેલું સ્પીકર ચાલુ કરવાનું કહ્યું...

નભયે સ્પીકર ચાલુ કર્યું અને બધા એ ડાન્સ કરવાનો ચાલુ કર્યો....

નભય , સમીર , રાગ , આનવ અને પનવ બધા ડાન્સ કરી રહ્યા હતા...

વાણી , ભવ્યા , ધાની , તાની , અનીશા અને હિરવા એ બધાને ડાન્સ કરતા જોઈ રહ્યા હતા....

ધીમે ધીમે બધી છોકરીઓ પણ ડાન્સ માટે ઊભી થઈ રહી હતી.... અનીશા ને ખૂબ ડાન્સ કરવાનું મન હતું પરંતુ ડોક્ટર એ ડાન્સ કરવાની ના પાડી હતી એટલે એ બેઠા બેઠા ડાન્સ ની મજા માણી રહી હતી ...

મોડી રાત સુધી બધા એ ડાન્સ કર્યો...છેલ્લે છેલ્લે બધાની ના હતી છતાં અનીશા એ પણ ડાન્સ કર્યો હતો....

_________________________________________

બીજે દિવસે સવાર મા રાગ વહેલા ઊઠી ગયો હતો.... એ ધાની ના વિચારો માં ખોવાયેલો હતો....

ધાની ને કેટલા વર્ષો પછી રાગે જોઈ હતી....સ્કૂલ ના સમય પર એ હિરોઇન જેવી દેખાતી હતી ...આજે પણ એના ચહેરા ઉપર એ જ સાદગી દેખાઈ રહી હતી....પરંતુ એ જ્યારથી આવી છે ત્યારથી એના ચહેરા ઉપર એ ચમક હતી જ નહિ.... એ થોડી ઉદાસ દેખાઈ રહી હતી...એના ચહેરા ઉપર ની ખોટી સ્માઈલ રાગ ઓળખી ગયો હતો....પરંતુ એનું કારણ એ જાણતો ન હતો....

રાગ ને એના જૂના દિવસો યાદ આવી ગયા....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ધોરણ દસ પછી ધાની કોમર્સ માં હતી અને રાગ સાયન્સ માં હતો....

ધાની ખૂબ જ હોશિયાર હતી .....ધોરણ દસ માં એ સ્કૂલ મા બીજા નંબર ઉપર આવી હતી ....પરંતુ એ એક વકીલ બનવા માંગતી હતી એટલે એણે કોમર્સ લીધું હતું....

બીજી બાજુ રાગ સ્કૂલ માં પાંચમા નંબર ઉપર આવ્યો હતો...પરંતુ એ એક ડોક્ટર બનવા માંગતો હતો જેના કારણે એણે સાયન્સ લીધું હતું....

કોલેજ ના દિવસો માં પણ રાગ ધાની ને ખૂબ જ યાદ કરતો હતો....રાગ ની આસપાસ ઘણી એવી છોકરીઓ હતી જે રાગ ને પસંદ કરતી હતી પરંતુ રાગ ને તો ધાની જ પસંદ હતી....

પરંતુ ધાની ની કોલેજ પૂરી થયા બાદ રાગ ને જાણવા મળ્યું કે ધાની ના લગ્ન છે ....

ધાની ના લગ્નમાં આખુ ગ્રુપ પહોંચી ગયું હતું ...રાગ પણ એના લગ્ન મા આવ્યો હતો...

ધાની એના લગ્ન મા ખૂબ જ ખુશ હતી....

એના લગ્ન બાદ રાગે પણ થોડા દિવસો મા જ એના કોલેજ ની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા ....

_________________________________________

ધાની ના લગન પછી રાગ આજે પહેલી વાર ધાની ને મળી રહ્યો હતો....ધાની ખૂબ બદલાયેલી લાગતી હતી...

રાગ ધાની ના વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે એક એક કરીને બધા ઉઠીને બહાર આવ્યા....

આનવ બહાર આવતો હતો ત્યારે એની નજર તાની ઉપર પડી....

તાની ગાર્ડન મા ઊભી રહીને એના ધોયેલા વાળ સૂકવી રહી હતી....

ડેનિમ જિન્સ અને સફેદ ટી શર્ટ માં તાની ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી ....એના વાળ ની એક એક લટ માં પાણી ના ટીપાં હિંચકા ખાઈ રહ્યા હતા ....આનવ ની નજર તાની સામે સ્થિર થઈ ગઈ હતી....

"ભાઈ શું કરે છે...." સમીર આનવ પાસે આવીને ધીમેથી બોલ્યો...

સમીર નો અવાજ સાંભળીને તાની એની તરફ ફરી...

" કંઈ નઈ હું ....હું તો....." આનવ બોલે એ પહેલા તાની એની પાસે આવી...

" તાની તને આ જોઈ રહ્યો હતો ...." સમીરે આગ માં ઘી નાખવા માટે તાની ને કહ્યું...

તાની કઈ બોલે એ પહેલા આનવ બોલી ઉઠ્યો....

" અરે હું તો એ વિચારતો હતો કે સવાર સવાર મા આનું મોઢું જોઇને મે મારો દિવસ ખરાબ કરી નાખ્યો છે...."

" હા તો મારો દિવસ પણ કંઈ સારો નહિ જાય તારું મોઢું જોઈને...." તાની ખૂબ જ ગુસ્સા મા બોલીને ત્યાંથી જતી રહી....
સમીર હસતો હસતો બધા સાથે બેસી ગયો....

આનવ પણ તાની સામે મોઢું બગાડીને બેસી ગયો ....

ધાની બહાર આવી....

રાગ ની નજર તરત ધાની ઉપર આવી...

રાગે મન માં વિચાર્યું કે ધાની ને કઈક સમસ્યા છે જો એનું નિવારણ નહિ આવે તો ધાની આ રીતે જ ઉદાસ રહેશે....બધા ની સામે જ ધાની ને પૂછી લઈશ તો મારી સાથે સાથે બધા પણ એની મદદ કરશે...

" શું થયું છે .....ધાની....." રાગ બોલ્યો ત્યારે બધાં શાંત થઈ ગયા અને બધાની નજર રાગ અને ધાની ઉપર આવી..

" હું કાલ નો તને જોવ છું તું ઉદાસ લાગી રહી છે.....તારા ઘરમાં કઈ પ્રોબ્લેમ છે....તારી મેરીડ લાઈફ તો બરાબર છે ને...." રાગ ચિંતા મા આવીને ધાની ને પૂછી રહ્યો હતો...

આ સવાલો સંભળાતા ધાની ની આંખો માંથી આંસુ ની ધાર થઈ ગઈ અને એ રડવા લાગી....

તાની એ ધાની ને સહારો આપ્યો....

તાની ને ગળે વળગીને ધાની ખૂબ જ રડી રહી હતી....

ધાની ના રડવાનો અવાજ સાંભળીને બાકીના બધા પણ બહાર આવ્યા....

થોડી વાર પછી બધા એ ધાની ને શાંત કરીને પૂછ્યું ત્યારે.....

ધાની ભૂતકાળ માં જતી રહી હોય એ રીતે બોલી રહી હતી...

_________________________________________

કોલેજ ના સમય માં ધાની ને એવું લાગી રહ્યું હતું કે રાગ એને હવે પસંદ નથી કરતો અને એ એના કોલેજ ની છોકરીઓ ને પસંદ કરે છે...એટલે ધાની એ એને જોવા આવેલા પહેલા છોકરા ને હા પાડી દીધી હતી અને એની સાથે લગ્ન કરી લીધા....

પરંતુ લગન ના થોડા મહિના પછી એના સાસુ અને સસરા નું એક્સીડન્ટ થયું એટલે એ આ દુનિયા માં રહ્યા ન હતા....

ધાની ના પતિ એ પણ લગન ના છ મહિના પછી કૉલ ગર્લ ના ચક્કર માં બધા પૈસા વેડફી નાખ્યા....અને ગમે ત્યારે દારૂ ની બોટલો લઈને ઘરે આવતો.....ધાની એ એને સમજાવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ સમજવાને બદલે ધાની ને મારતો હતો ...

જેનાથી કંટાળીને ધાની એ છૂટાછેડા લઇ લીધા હતા....

એ અહી આવી રહી હતી ત્યારે એ વકીલ ની ઓફિસ માં જ હતી અને એણે વકીલ ની ઓફિસ માં જ નભય ને બોલાવ્યો હતો અને એને લઇ જવાનું કહ્યું હતું....

એના લગન પછી એની આવી પરિસ્થિતિ ને કારણે એ થોડી ઉદાસ અને વધારે શાંત થઈ ગઈ હતી....

_________________________________________

" સારું કર્યું છે તે ધાની ....તું ચિંતા ના કર અમે તારી સાથે છીએ...." તાની ધાની ને કહી રહી હતી...

બધાને આ રીતે સાથ આપતા જોઈને ધાની ખૂબ જ ખુશી અનુભવી રહી હતી....

" શું યાર ધાની .....તે તો ખૂબ જ ઉતાવળ કરી દીધી....એક વાર તો મને પૂછી લેવાઈ ને ....શું હતું શું નહિ...." રાગ ધાની ની આંખો માં જોઈને ધીમે ધીમે બોલી રહ્યો હતો ....

ધાની સિવાય રાગ ને કોઈ સાંભળતું ન હતું...બધા પોતપોતાની વાત મા મશગુલ હતા....

રાગ બોલતો બોલતો ઊભો થઈને ત્યાંથી જતો રહ્યો....

બધા વાતો કરી રહ્યા હતા.....કોઈનું ધ્યાન ધાની ઉપર ન હતું....

ધાની ઊભી થઈને રાગ ની પાછળ પાછળ ગાર્ડન મા આવી....

રાગ ની આંખો થોડી ભીંજાયેલી હતી...

"તું એવું શું કામ બોલ્યો હતો.....અંદર...." ધાની ને લાગી રહ્યું હતું કે રાગ એને કઈક કહેવા માંગે છે એટલે એણે રાગ ને પૂછ્યું ...

ત્યારે રાગે ધાની ને કહ્યું....

" સ્કૂલના સમય થી લઈને અત્યાર સુધી મે તને જ પ્રેમ કર્યો છે ....તારી સિવાય મારા જીવનમાં કોઈ બીજું ક્યારેય આવ્યું જ નથી....તારા લગ્ન થઈ ગયાં ત્યારે મને એવું લાગ્યું હતુ કે તું તો મને પ્રેમ કરતી જ ન હતી એટલે મે પણ ......"

રાગ એની વાત પૂરી કરે એ પહેલા ત્યાં હિરવા આવી અને વચ્ચે બોલી ઉઠી....

" એ જ તો પ્રોબ્લેમ છે તમારા બંને નો .....આખી સ્કૂલ ને આ વાત ની જાણ હતી.....તમને બંનેને જાણ હતી ....પરંતુ બસ એકબીજાને કહી ન શક્યા ....જેના કારણે તમે આજે ક્યાં છો એ તમે પણ નથી જાણતા..... બંને એ લગન તો કરી લીધા પણ......"

રાગ અને ધાની હિરવા ની વાત ને સાંભળી રહ્યા હતા....

" કંઈ નઈ છોડો એને.....ભગવાને જ તમારા બંનેની જોડી બનાવી છે......તમે બીજા સાથે લગન તો કરી લીધા પરંતુ એને સફળ ના થવા દીધા ......"

હિરવા બોલતી બોલતી અટકી ગઈ હતી....

"બંનેના લગ્ન ..?....ડિવોર્સ તો મારો થયો છે તો રાગ......" ધાની બોલતી અટકી ગઈ..

"યેસ ધાની બંનેના .....ડિવોર્સ ખાલી તારો જ નહિ રાગ નો ડિવોર્સ પણ થયો છે...." નભય ગાર્ડન તરફ આવતા આવતા બોલી રહ્યો હતો...


થોડા સમય પછી બધા અંદર આવીને બેઠા અને રાગે એની વાત ચાલુ કરી ....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ધાની ના લગન પછી રાગે પણ એના કોલેજ ની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા .... એ રાગ ને ખૂબ પ્રેમ કરતી હતી પરંતુ રાગ ક્યારેય ધાની ને ભૂલી જ ન શક્યો.... આ વાત ની જાણ એ છોકરી ને ન હતી....

લગન ના છ મહિના પછી એને જાણ થઈ કે રાગે ક્યારેય એને પ્રેમ કર્યો જ ન હતો ....

રાગ ને વિચાર આવ્યો આવી રીતે એ પેલી છોકરી સાથે રહીને એનું જીવન બગાડે એના કરતા એને આઝાદ કરીને એનું જીવન એને સારી રીતે જીવવા દે...

એટલે બંને એ સમજી વિચારીને એકબીજાને ડિવોર્સ આપી દીધો...

પછી રાગે બીજી વાર લગન કરવાનું ક્યારેય વિચાર્યું ન હતું....

_________________________________________

" હજી સમય છે તમારી પાસે .....જો તમે ...."તાની એટલું બોલીને અટકી ગઈ..

બધા રાગ અને ધાનીના બોલવાની રાહ જોઈ રહ્યા હતા...

ધાની અને રાગ એકબીજાને જોઈ રહ્યા હતા ....

દસ મિનિટ સુધી કોઈ કઈ બોલ્યું નહિ બધા એ બંનેને જોઈ રહ્યા હતા....

"હવે તો હદ થઈ ગઈ ..... આમ તો બધાને ભાષણ આપતા હોય છે પણ વાત એ બંનેની આવે તો બોલતી બંધ કેમ થઈ જાય છે ...." આનવ કંટાળીને બોલ્યો ...

બધા હસી પડ્યા ....

"ચાલો હવે નાસ્તો કરી લઈએ .....આ બંને તો કઈ નહિ બોલે....." અનીશા બોલી...

_________________________________________

બધાએ નાસ્તો કરી લીધો હતો....

નાસ્તા કરતા સમયે બધા એ સમીર અને ભવ્યા ના લગન ની ચર્ચા કરી હતી....

ધાની અને રાગ બંને એકબીજાને એના દિલ ની વાત કહેશે એમા ઘણો સમય થઈ જશે ....

એટલે એને બાજુમાં રાખીને....ભવ્યા અને સમીર ના લગન એક કાગળ ઉપર હસ્તાક્ષર કરીને થયા છે તો આપણે બધા મિત્રો મળીને સાચી વિધિ થી લગ્ન કરાવીએ....

લગન બે દિવસ પછી જ રાખી દીધા હતા ....

બે દિવસ લગન ની તૈયારીઓ કરવા માટે રાખ્યા હતા....

આ સાંભળીને સમીર અને ભવ્યા ખૂબ જ ખુશ હતા...

ભવ્યા ને ખૂબ ઈચ્છા હતી એ એના મમ્મી પપ્પા ની પરવાનગી લઈને લગ્ન કરે પરંતુ એવું ક્યારેય થવાનું ન હતું એ પણ જાણતી હતી....
_________________________________________

બધા લગ્ન ની તૈયારી ધૂમધામ થી કરી રહ્યા હતા ....

ગાર્ડન રંગબેરંગી પડદા, રંગબેરંગી ફૂલો વગેરેથી શણગારી રહ્યા હતા ....

પનવ, આનવ લાઈટિંગ નું કામ કરી રહ્યા હતા ...

ગાર્ડન ની વચ્ચે બેસીને અનીશા , તાની, ભવ્યા, ધાની દોરાથી પરોવી ને ફૂલો ની લાઈન બનાવી રહી હતી ....

ગાર્ડન ની ચારે તરફ સમીર ,નભય , વાણી ,રાગ, હિરવા રંગબેરંગી પડદા લગાવી રહ્યા હતા....

બધા કામ ની સાથે સાથે મસ્તી પણ કરી રહ્યા હતા.....

વાણી , નભય , સમીર ત્રણેય સફેદ રંગના પડદા લગાવી રહ્યા હતા...
બીજી બાજુ રાગ અને હિરવા આછા ગુલાબી રંગના પડદા લગાવી રહ્યા હતા...

લગ્ન મા સ્વાદિષ્ટ રસોઈ કરવાની હતી ....એની માટે જરૂર પુરતો સામાન લેવા માટે હિરવા અને નભય બહાર ગયા હતા ....

હિરવા અને નભય ને આવતા ઘણો સમય લાગી ગયો હતો....

_________________________________________

આજે સમીર અને ભવ્યા ના લગ્ન હતા....

સમીરે સફેદ શેરવાની પહેરી હતી... ભવ્યા આછા ગુલાબી રંગના દુલ્હન ના શણગાર માં પરી જેવી લાગી રહી હતી ...

નભય , વાણી અને હિરવા સિવાય બધા તૈયાર થઈને બહાર આવી ગયા હતા....

નભય તૈયાર થઈને બહાર આવ્યો ત્યારે એની નજર હિરવા ઉપર આવી...

વાણી હિરવા ને લઈને બહાર આવી રહી હતી....આજે વાણી એ હિરવા ને તૈયાર કરી હતી ....

હિરવા એ સફેદ ચણીયો અને એની ઉપર સફેદ રંગનું બ્લાઉઝ પહેર્યું હતુ એ બંને વચ્ચે એની પાતળી કમર પણ દેખાઈ રહી હતી....સફેદ રંગની નેટ ની લાંબી ચૂંદડી ગાર્ડન માં નીચે પણ ઢળી પડી હતી ....વાણી એ હિરવા ના વાંકડિયા વાળ મશીન થી સીધા કરી દીધા હતા ...વાળની વચ્ચે છુપાયેલી મોટી બુટી વારંવાર બહાર ડોકિયા કરી રહી હતી....એના ચેહરા ઉપર ના આછા મેકઅપ થી એ વધારે સુંદર દેખાઈ રહી હતી....વાણી એ બે ઇંચ વાળી સેન્ડલ પહેરાવી હતી જેના કારણે હિરવાથી સરખું ચલાતું પણ ન હતું ...

" કમ ઓન હિરવા....." બધા હિરવા ને માંડવા પાસે બોલાવી રહ્યા હતા ....

વાણી દોડીને બધા પાસે આવી ગઈ હતી....

નભયની નજર હિરવા ઉપર સ્થિર થઈ ગઈ હતી....

હિરવા એ પહેલી વાર આવા સેન્ડલ પહેર્યા હતા...એટલે એને ચાલતા પણ આવડતું ન હતું ... એનો ચણીયો બે હાથે પકડીને એ ચાલી રહી હતી ...ચાલતા ચાલતા એનો પગ સેન્ડલ ની સાથે થોડો ત્રાસો થયો એ પડવાની હતી ત્યારે નભય દોડીને એની પાસે આવ્યો અને હિરવાને કમરથી પકડી લીધી ....હિરવા એ એનો બચાવ કરવા એનો હાથ નભય ના ખંભા ઉપર મૂકી દીધો ....

બંને એકબીજાની આંખો માં જોઈ રહ્યા હતાં ...

હિરવા ના કરેલા સીધા વાળ ની લટ એના ચહેરા ઉપર આવી રહી હતી ....નભયે એ લટ ને ધીમે ધીમે એના કાન પાછળ કરી ...

નભય હિરવા ની આંખો ઉપર કરેલ આછો મેકઅપ ,એના મરુન રંગેલા હોઠ અને એના કાન ની મોટી બુટી માંથી નીકળી ગયેલી ઘૂઘરી ને જીણવટભરી નજર થી જોઈ રહ્યો હતો ..

બધા એ બંનેને જોઈ રહ્યા હતા ....

" વાંકડિયા વાળમાં તને જોઇને મને મેગી યાદ આવતી હતી....પરંતુ અત્યારે તને આ રીતે સફેદ કપડાં માં જોઈને મને....." નભય ધીમે ધીમે હીરવા ને કહી રહ્યો હતો...

" શું નભય .....આગળ બોલ....." હિરવા નભયની આંખો માં જોઈને બોલી રહી હતી..

"સફેદ કપડાં....તારા લાલ જેવા રંગેલા હોઠ.....અને આ સીધા વાળમાં.....બસ એક જ વસ્તુ નથી....." નભય હિરવા ની આંખો માં જોઈને બોલી રહ્યો હતો...

" એક વસ્તુ....?" હિરવા એ કહ્યું...

" હા એક વસ્તુ.... એ છે મીણબત્તી...." નભય બોલ્યો..

હિરવા એ નભય ને જોરથી ધક્કો માર્યો અને બોલી..
"મીણબત્તી..?"

"હા....મે કહાની માં વાચ્યું હતું જ્યારે એક ભૂતની આવે ત્યારે એ આવી જ લાગતી હોઈ ....." આટલું બોલીને નભય જોર જોરથી હસવા લાગ્યો...

નભય ની સાથે સાથે બધા હસી પડ્યા ....

"હિરવા તું અહી આવી જા.....નભયને શું ખબર પડે..... એ તને એવું જ કહ્યા કરશે...." તાની બોલી...

બધા ભેગા થઈ ગયા હતા...પંડિતજી પણ આવી ગયા હતા.... લગ્નની વિધિ ચાલુ થાય એ પહેલા એક અવાજ આવ્યો ...

" આ લગન સ્વીકારવામાં નહિ આવે....."

બધાએ પાછળ ફરીને જોયું ત્યારે ભવ્યા અને સમીરની આંખો પહોળી થઇ ગઈ હતી....

(ક્રમશઃ)