Reunion. - 10 books and stories free download online pdf in Gujarati

રિયુનિયન - (ભાગ 10)

"આદિત્ય...." નભય જોરથી બોલ્યો...

બધાનું ધ્યાન નભય તરફ આવ્યું...

બધાનું ધ્યાન એની તરફ આવતા નભયને ખ્યાલ આવ્યો કે એ થોડુક વધારે જ જોરથી બોલ્યો હતો...

હવે આગળ શું કહેવું એ એને સમજાતું ન હતું....

નભય આગળ બોલે એની બધા રાહ જોઈ રહ્યા હતા ...

"હા બોલને નભય....." બે મિનિટ થી બનેલી શાંતિ ને આદિત્ય તોડીને બોલ્યો...

" તમે બધા ચોંકી કેમ ગયા છો....મે તો અભિનંદન આપવા માટે આદિત્યને બોલાવ્યો હતો..." નભય શું બોલી રહ્યો છે એ પોતે પણ જાણતો ન હતો...પરંતુ વાત ને બદલવા માટે જે યાદ આવ્યું એ બોલી ગયો...

" અરે વાહ નભય ....આટલા મોટા અવાજથી અભિનંદન આપતા મે પહેલી વાર જોયું ...." સમીર હસતાં હસતાં બોલી રહ્યો હતો...

"આદિત્ય દૂર છે એટલે માટે મોટેથી બૂમ પાડવી પડી..." નભય વાત ને સમેટી લેવા માંગતો હોય એ રીતે બોલ્યો..

પરંતુ ત્યાં હાજર આદિત્ય સિવાય તમામ ને જાણ હતી નભયે આવું શું કામ કર્યું હતું એની...

અનિશા અને પનવ આજે ખૂબ જ ખુશ હતા....

આજની આ ખુશી માં બધાએ સાંજે ડાન્સ પાર્ટી રાખવાનું નક્કી કર્યું....

પાર્ટી ઘરે જ રાખી હતી....આદિત્ય પાર્ટી પછી અહીંથી રવાના થવાનો હતો પરંતુ બધાના કહેવાથી એ પણ હવે દસ દિવસ પૂરા થાય પછી જ નીકળવાનો હતો ...

પાર્ટી ની તૈયારી ધૂમધામ થી ચાલુ થઈ ગઈ હતી....

_________________________________________

આજની પાર્ટીમા બ્લેક ડ્રેસ પહેરવાની થીમ હતી...

બધા છોકરાઓએ એક સરખા કાળા સૂટ પહેર્યા હતા...જેના કારણે બધા વેઇટર જેવા લાગી રહ્યા હતા ...

બધી છોકરીઓ તૈયાર થઈને નીચે આવી...

ધાની એ ગોઠણ થી નીચેનું બ્લેક વન પીસ પહેર્યું હતું જેના કારણે એ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી... અનીશા એ બ્લેક સાડી પહેરી હતી જેમાં એ વધારે પાતળી દેખાઈ રહી હતી... ભવ્યા એ પગની પાની સુધી પહોંચી જાય એટલો લાંબો બ્લેક ગોળ ડ્રેસ પહેર્યો હતો જેને જોઈને દેખાઈ આવતું હતું કે ભવ્યા ના નવા નવા લગ્ન થયા હતા...તાની એ ગોઠણ ની ઉપર આવે એવું બ્લેક ફ્રોક પહેર્યું હતુ જેના કારણે તાની નાની ઢીંગલી જેવી લાગી રહી હતી...વાણી એ ગોઠણ થી ઉપરનું વન પીસ પહેર્યું હતું જેના કારણે વાણી એક બોલિવૂડ ની સેલિબ્રિટી લાગી રહી હતી....

બધા પોતપોતાના પ્રેમી ને જોઈ રહ્યા હતા...

આદિત્ય ની નજર વાણી સામે સ્થિર થઈ ગઈ હતી...વાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી ...

આનવ તાની ને જોઈ રહ્યો હતો....પંરતુ તાની આદિત્યને જોઈને મલકી રહી હતી...

નભયે આજુબાજુ નજર કરી પણ હિરવા ક્યાંય દેખાઈ નહીં...

બધી છોકરીઓ સોફા પાસે આવીને બેસી ગઈ...

એટલા માં જ બધાની નજર ઉપરની રૂમમાંથી નીચે આવતી હિરવા ઉપર આવી...

હિરવા એ ગોઠણ થી થોડું નીચે એવું બ્લેક ફ્રોક પહેર્યું હતુ...પંરતુ પાછળ પગની પાની થી પણ આગળ નીકળી જાય એટલું લાંબુ નેટ નું કાપડ ઢંકાયેલું હતું જે દાદરની સાફ સફાઈ માટે જ બનાવ્યું હોય એવી રીતે દાદર ઉપર ઢળી પડેલું હતું...હિરવાએ આવું અપ એન્ડ ડાઉન જેવું પહેલી વાર પહેર્યું હતું....બધા વાળ બાંધીને ઉપર લાડવા જેવું બન લઇ લીધું હતું... વાળમાંથી કાઢેલી બે લટ હિરવાના ચહેરા ઉપર પાણી ની જેમ લહેરાઈ રહી હતી...આછા મેકઅપ ના કારણે એ ગુલાબના ફૂલની જેમ ખીલી રહી હતી....

નભય ની સાથે સાથે બધાની નજર હિરવા ઉપર અટકી ગઈ હતી.... એ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી... નભયને હિરવા એની ડ્રીમ ગર્લ જેવી લાગી રહી હતી...

સમીરે ગીત ચાલુ કર્યું...

પનવે અનીશા સાથે, સમીરે ભવ્યા સાથે અને રાગે ધાની સાથે ડાન્સ કરવાનો ચાલુ કર્યું...

બધા ઇશ્ક વાલા લવ....ગીત ઉપર કપલ ડાન્સ કરી રહ્યા હતા...રૂમની લાઈટ ડીમ રાખી હતી જેના કારણે વાતાવરણ માં પ્રેમ ના તરંગો ઝૂલી રહ્યા હતા....

આદિત્ય વાણી ને જોઈ રહ્યો હતો વાણી સાથે ડાન્સ કરવા માટે એ વાણી તરફ આવી રહ્યો હતો...
બીજી બાજુ આનવ નું ધ્યાન તાની ઉપરથી એક સેકંડ માટે પણ ભટકતું ન હતું એ તાની સાથે ડાન્સ કરવા માટે એની તરફ આવી રહ્યો હતો...

આદિત્યે વાણી પાસે આવીને હાથ લાંબો કર્યો અને ડાન્સ કરવા માટે પૂછ્યું....વાણી તાની ની બાજુમાં બેઠી હતી...તાની એ એનો હાથ આદિત્ય ના હાથ ઉપર મૂકી દીધો એને ડાન્સ કરવા માટે ઊભી થઈ ગઈ...
બીજી બાજુ આનવે તાની તરફ કરેલો હાથ વાણી તરફ કરી દીધો અને એ એની સાથે ડાન્સ કરવા લાગ્યો...

હિરવા ત્યાં બેઠા બેઠા બધાને ડાન્સ કરતા નિહાળી રહી હતી...

નભય હિરવાને જોઈ રહ્યો હતો... એ હિરવા તરફ આવ્યો અને એના તરફ હાથ ધર્યો....હિરવાએ નાની એવી સ્માઈલ ની સાથે નભયના હાથ માં એનો હાથ મૂક્યો...

નભય અને હિરવા ડાન્સ કરી રહ્યા હતા.... બંને એકબીજાની આંખો માં જોઈ રહ્યા હતા ....હિરવાનો એક હાથ નભય ના ખંભા ઉપર ઢળેલો હતો અને બીજો હાથ નભયે પકડી રાખ્યો હતો...નભયે એનો એક હાથ હિરવાની કમરે રાખ્યો હતો અને બીજા હાથથી હિરવાનો હાથ પકડી રાખ્યો હતો ....

તાની આદિત્ય સાથે ડાન્સ કરી રહી હતી એને ખૂબ જ ખુશ થવું જોઈએ પરંતુ એ વાણીને આનવ સાથે જોઈને ખુશ ન હતી....

આનવનું ધ્યાન તાની તરફ હતું અને વાણી નું ધ્યાન આદિત્ય તરફ હતું ...

તાની થાક લાગ્યા ના બહાને બેસી ગઈ ....આદિત્ય વાણી અને આનવ પાસે આવ્યો અને વાણી સાથે ડાન્સ કરવાની પરવાનગી લીધી....વાણી એ આનવનો હાથ છોડીને આદિત્ય નો હાથ પકડી લીધો ....

આનવ તાની પાસે આવ્યો અને એની સાથે ડાન્સ કરવા માટે તાની ને પૂછ્યું ...તાની ખૂબ જ ગુસ્સા મા બેઠી હતી ... એ જોરથી બોલી...

"મારી સાથે શું કામ ....તું વાણી સાથે ડાન્સ કર ....."

" તું પણ આદિત્ય સાથે કરતી હતી ને...." આનવ ખૂબ ગુસ્સામાં આવીને બોલ્યો ...

તાની ઊભી થઈને ઉપર ની રૂમ તરફ ચાલી ગઈ...

આનવ પણ ગાર્ડન તરફ ચાલવા લાગ્યો.... આનવનો હાથ કાચના ગ્લાસ સાથે અથડાતા એ નીચે પડી ગયો....

ગ્લાસ પડતા ના અવાજ થી અને એ બંનેના જોરથી બોલાયેલા શબ્દોથી બધાનું ધ્યાન એ તરફ આવી ગયું હતું....

હિરવા તાની પાછળ જઈ રહી હતી પરંતુ નભય ના કહેવાથી એ ત્યાં જ ઊભી રહી ગઈ ...

"હું આવ્યો છું ત્યારથી જોઉં છું આ બંને વચ્ચે ઝઘડો જ ચાલતો હોય છે....પહેલીથી જ બંને આવા છે ?..." આદિત્યે પૂછ્યું ..

બધાને હસુ આવી ગયું...

આદિત્યને આ બંનેની કહાની જાણવાની ઉત્સુકતા જાગી હતી...બધા બેસી ગયા અને એક એક કરીને બધાએ તાની અને આનવની કહાની કહેવાની ચાલુ કરી...

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

તાની ગોળમટોળ જેવી દેખાતી હતી.... એ ભણવામાં ખુબ જ હોશિયાર હતી... એને ક્યારેય કોઈ છોકરા પસંદ આવતા જ ન હતા...ડ્રીમ ટીમ ગ્રુપ માં બધાની જોડી બનાવી હતી એમાંથી એક જોડી તાની અને આનવ ની હતી પરંતુ તાની ને આનવ પસંદ ન હતો....

આનવ જેના વાળ ક્યારેય સરખા ન હોય જેના કારણે એ ખૂબ જ બદસૂરત દેખાતો હતો ....તાની ગોળમટોળ હોવાને કારણે આનવને તાની પસંદ ન હતી ...

આ ગ્રુપ માં આ બંને એકબીજાના પાક્કા દુશ્મનો હતા...એક દિવસ એવો ન હોય જ્યારે આ બંને વચ્ચે ઝઘડો થયો ન હોય...

જ્યારે પણ બંને ઝઘડો કરે ત્યારે બધા એક ફિલ્મ જોઈ રહ્યા હોય એ રીતે ગોઠવાઈ ગયેલા હોય...

ધોરણ દસ પછી બંને એ સાયન્સ રાખ્યું હતું ...પરંતુ બંને એક સ્કૂલમાં અને એક ક્લાસ માં જ હતા જેના કારણે બંને વચ્ચે ઝઘડો કરવાનું ચાલુ જ હતું...

ધોરણ બાર પછી પણ બંને એ કોલેજ માટે એડમિશન અલગ અલગ કોલેજ માં લીધું હતું પરંતુ ખરાબ સંજોગે ને કારણે આનવ ની કોલેજ બંધ થઈ ગઈ અને એ કોલેજ ના વિદ્યાર્થીઓને તાની ની કોલેજ માં ફેરવી દીધા હતા જેના કારણે પાછા બંને એક ક્લાસ માં આવ્યા હતા...

કોલેજ ના સમયમાં તાની પાતળી થઈ ગઈ હતી એ ખૂબ જ સુંદર દેખાવા લાગી હતી ...બીજી બાજુ કોલેજ ના દિવસોમાં આનવે એના વાળ ની સ્ટાઈલ ફેરવી નાખી હતી જેના કારણે એ હીરો જેવો લાગતો હતો ...પરંતુ બંને વચ્ચે ઝઘડો કરવાની ટેવ છૂટી ન હતી...

કોલેજના દિવસો પૂરા થયા ત્યારબાદ બંને ખૂબ જ ખુશ હતા...હવેથી એ બંને સાથે રહેવાના ન હતા...પરંતુ ભગવાનની ઈચ્છા કઈક અલગ જ હતી...

તાની એના પપ્પાના કહેવાથી એના પપ્પાના ફ્રેન્ડ ની કંપની મા જોબ કરતી હતી...પરંતુ એના પપ્પા ના ફ્રેન્ડ આનવ ના પપ્પા છે એની જાણ તાની ને ન હતી....જેના કારણે બંને એક જ કંપનીમાં જોબ કરતા હતા...કંપનીમાં પણ બંને વચ્ચે ઝઘડવાનો રિવાજ ચાલું જ રહ્યો...

આજે પણ એ બંને ઝઘડી જ રહ્યા હતા ....કોઈ કારણ હોય કે ના હોય બંને ઝઘડો ન કરે તો બંનેના દિવસો પસાર થતા ન હતા....

_________________________________________

"એ બંને વચ્ચેનો ઝઘડો નથી એ પ્રેમ છે...." આદિત્યે જૂના કિસ્સા સાંભળીને કહ્યું..

"પ્રેમ....?" બધા એક સાથે બોલ્યા..

સમીર આનવને ગાર્ડન માંથી બોલાવી લાવ્યો...

આદિત્યે આનવને કહ્યું...

" તને તાની પસંદ નથી ...તો તું તાનીને બીજા સાથ કેમ નથી જોઈ શકતો ...."

આનવની સાથે સાથે બધા દંગ થઈને સાંભળી રહ્યા હતા...

"એ તાની પ્રત્યેનો તારો પ્રેમ છે...." આદિત્ય બોલી રહ્યો હતો પરંતુ કોઈના ગળેથી આ વાત નીચે ઉતરતી ન હતી...

આનવને ક્યાંક ને ક્યાંક એ વાત સાચી લાગી રહી હતી...
અત્યાર સુધી તાની ને કોઈ છોકરો પસંદ ન આવતો પણ આદિત્ય એને પસંદ આવી ગયો હતો ....આદિત્ય સાથે તાની ને જોઈને આનવ ગુસ્સે થતો હતો...પણ શું કામ ગુસ્સો આવતો હતો એ વાત એને સમજાતી ન હતી ...જ્યારે પણ તાની કંપનીમાં ન આવતી ત્યારે એની સાથે ઝઘડ્યા વગર આનવને મન લાગતું ન હતું ....

આ બધું જે એની સાથે થઈ રહ્યું હતું એ જ તાની પ્રત્યેનો પ્રેમ હતો એની જાણ આજે આદિત્યે આનવને કરાવી હતી....

પણ આ વાત તાની નહિ સમજે એ પણ બધા જાણતા હતા એની માટે એક યોજના વિચારી અને તાની ને સમજાવીને હિરવા નીચે બોલાવી લાવી...

તાની ને પણ સમજાવ્યું પણ એ આ વાતને માનવા તૈયાર જ ન હતી...
જ્યારે એ કંપનીમાં ન જાય કે આનવ ન આવે ત્યારે એને પણ ન ગમતું એનું કારણ એટલું જ હતું કે આનવ સાથે ઝઘડવાની આદત થઇ ગઇ હતી બીજું કંઈ પણ ન હતું એવું તાની ને લાગતું હતુ....

આનવે તાની ને પ્રપોઝ કર્યું પરંતુ તાની એ હા ન પાડી...

આ વાતને અહી જ પૂરી કરીને ફરીથી બધાએ ડાન્સ ચાલુ કર્યો...

ભવ્યા અને સમીર ની સાથે સાથે રાગ અને ધાની ડાન્સ કરી રહ્યા હતા ...આનવ ઊભો થયો અને વાણી સાથે ડાન્સ ચાલુ કર્યો....આદિત્ય તાની સાથે ડાન્સ કરી રહ્યો હતો ...

આનવ વાણી ની ખુલ્લી પીઠ ઉપર હાથ ફેરવી રહ્યો હતો.... એ બંને ખૂબ જ નજીક હતા ....

તાની નું ધ્યાન વારંવાર વાણી અને આનવ તરફ જઈ રહ્યું હતું...

આનવે વાણી ના હાથ ઉપર ચુંબન કર્યું ...વાણી શરમાઈ ગઈ...

તાની એ આદિત્ય નો હાથ છોડી દીધો અને વાણી પાસે આવીને આનવનો હાથ એના હાથ માં લઈને ડાન્સ ચાલુ કરી દીધો...

બધા એને જ જોઈ રહ્યા હતા અને ધીમું ધીમું હસી રહ્યા હતા ...

"તો તારી હા છે..?" આનવે તાની ના કાન પાસે આવીને ધીમેથી પૂછ્યું...

તાની શરમાઈ ગઈ અને આનવના ખંભે માથું રાખી દીધું....

આનવે એના હાથનો અંગૂઠો બતાવીને બધાને જણાવી દીધું કે તાની એ હા પાડી દીધી છે...

વાણી અને આદિત્ય બંને એકબીજા સાથે ડાન્સ કરવામાં ખોવાઈ ગયા હતાં... બંને ખૂબ જ નજીક રહીને આમથી તેમ ડોલી રહ્યા હતા...

અનાયાસે આદિત્યના હોઠ અને વાણી ના હોઠના સ્પર્શ થઈ જવાના હતા ત્યારે આદિત્યને યાદ આવ્યું કે વાણી નભયની ગર્લફ્રેન્ડ છે....

આદિત્ય વાણી થી દુર થઇ ગયો ....

વાણી બોલી...

"શું થયું..."

"તું તો નભય ની ગર્લફ્રેન્ડ છે ....હું તારી સાથે આવું કંઈ રીતે કરી શકું..." આદિત્ય બોલ્યો..

એની બાજુમાં ડાન્સ કરી રહ્યા રાગ અને ધાની એ આ સાંભળ્યું હતુ...

વાણી દોડીને ઉપરની રૂમ તરફ ચાલી ગઈ...

આદિત્ય પણ સૂવાના બહાને અંદર ચાલ્યો ગયો...

બંનેને અચાનક આ રીતે પાર્ટી છોડીને જતા જોઈને બધાએ એકબીજાને પૂછવાનું ચાલુ કરી દીધું....

આદિત્ય અને વાણી વચ્ચે જે થયું એની ચર્ચા રાગે બધા સાથે કરી...

બધા ખૂબ થાકી ગયા હોવાથી આ વાત કાલે સવારમાં કરવાનો નિર્ણય લઈને બધા છૂટા પડ્યા ...

નભય ત્યાં જ બેસીને વિચારી રહ્યો હતો....વાણી પથારીમાં પડી પડી વિચારી રહી હતી....હિરવા બારી પાસે ઊભી રહીને ચાંદને જોઈને વિચારી રહી હતી...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો