નીલગગનની સ્વપ્નપરી ... - 17 Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

નીલગગનની સ્વપ્નપરી ... - 17

નીલગગનની સ્વપ્નપરી ...17.

મિત્રો, આગળ જોયું કે ચેતનાબહેનના ભાઈ-ભાભીને અકસ્માત નડ્યો, તેમની સેવામાં ચેતનાબહેન સાથે સરસ્વતીબહેન દશ દિવસ કરમસદ રોકાયાં. હરિતા અને પરિતા બંને હર્ષમય બની હર્ષને પોતાનામાં તન્મય કરવા પ્રયત્નશીલ છે. હર્ષ પોતાના જીવનધ્યેયને જ મહત્ત્વ આપતો રહે છે. તે બંનેને પોતાની રીતે ખુશ રાખી ધ્યેય તરફ જ વાળવા પ્રયત્ન કરે છે. હવે આ બંને ગૃહિણી જીવનની ગુલામીને બદલે સ્વમાનભરી ગુલાબી જિંદગી તરફ આગળ વધી રહી હોય તેવો ભાસ હર્ષના પ્રત્યેક કારકિર્દી નિર્ણયને દિલથી સ્વીકાર
કરી પરીક્ષાની તૈયારી શરૂ થઈ તે પરથી લાગે છે.
હવે આગળ સોપાન ... 17 પર.
***************************************************

નીલગગનની સ્વપ્નપરી
સોપાન 17.

હર્ષના રૂમ એટલે હર્ષ, હરિતા અને પરિતા માટેનું અભ્યાસ ગૃહ. હરિતા અને પરિતા સંપૂર્ણ રીતે હર્ષના સૂચન મુજબ જ આગળ વધે. તે સમજાવે તે બાબત અનુસાર અભ્યામગ્ન બને. હવે તે હર્ષમય બન્યાં હતાં. અભ્યાસ પાઠ બરાબર ચાલતા અને ન સમજાય તેવી
બાબતો હર્ષ સમજાવતો. આમને આમ આજે 13મી જાન્યુઆરી, શાળાઓમાં આજથી ત્રણ દિવસ માટે રજા. હર્ષના પપ્પાએ ભાગળ ચાર રસ્તાથી હર્ષ માટે બે હજાર વાર દોરી તેમજ પતંગો પણ મંગાવી લીધી. ત્રણે જણ બપોર સધી અભ્યાસ મગ્ન રહ્યા. બાદમાં હર્ષ ઉત્તરાયણની તૈયારીમાં જોતરાયો. ઉત્તરાયણની બધી તૈયારી સાંજ સુધીમાં પૂરી થઈ.
બીજે દિવસે ઉત્તરાયણ, ફલેટના મોટા ભાગના પરિવારો સગાસંબંધીઓને ત્યાં ગયા હોવાથી ટેરેસ પર ખાસ ભીડ જમા નહોતી. હર્ષે ટેરેસ પર જતાં હરિતા અને પરિતા બંનેને જાણ કરી. આજે પવન પણ ખાસ જણાતો ન હતો. હરિતા અને પરિતા સાથે રુદ્ર અને કવિતા પણ આવ્યાં. એ બંને તેમના અલગ મૂડ સાથે અલગ ખૂણે. હરિતા અને પરિતાએ ફીરકી પકડવા બાબતે મનથી સમધાન કરી લીધું અને બંને વારાફરતી ફીરકી પકડીશું તેમ નક્કી થયું. હર્ષ આ બાબતે કંઈ બોલી શકે તેમ ન હતો જ નહિ. હાલના તબક્કે બંને તરફ હર્ષનો ઝૂકાવ સમભાવી રહ્યો. હર્ષે પતંગ ચડાવવાની તૈયારી કરી. પવન પણ સાનુકૂળ હોવાથી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. ચારે બાજુ ધાબા ઉપર ગીતોનો કલશોર હતો.
હર્ષનો પતંગ પણ તેની એક અનોખી અદા સાથે ઉપરની તરફ નીલગગનના સંમરાંગણમાં આગળ જ વધ્યે જતો હતો. વચ્ચે આવતી નાની અડચણો દૂર કરી તે એક મહારાજાની જેમ લહેરાવા લાગ્યો. ધીમે ધીમે તેણે સંગ્રામમાં ઝૂકાવ્યું અને જે વચ્ચે આવે તેના આધાર તોડી અલગ કરતો ગયો. આખું રંગબેરંગી આકાશ બે કલાકમાં શોકમય અવસ્થામાં આવી ગયું. જે પતંગ બાકી હતા તે હર્ષના પતંગથી દૂર ભાગતા.
એટલામાં એક પતંગ સડસડાટ આવ્યો, હર્ષની પતંગ સાથે પેચ લડાયા એટલે હર્ષે ઢીલ મૂકી. આ જોઈને સામેવાળાએ પણ ઢીલ મૂકી. થોડીવાર પછી હર્ષે જ પોતાની પતંગને ઊંચે લાવવા દોરી ખેંચી ત્યાં હર્ષની પતંગ ભાર દોરીમાં કપાઈ ગઈ. ચારે બાજુથી લોકોએ આનંદ વ્યક્ત કર્યો. પણ એમ કંઈ હર્ષ હારે. તરત જ બીજી પતંગ આકાશમાં વહેતી કરી. આ તો પહેલી કરતાં પણ વધારે સ્થિર હતી.
આ વખતે હરિતા નીચે નાસ્તો અને ચા લેવા ગઈ હતી. હર્ષે પરિતાને પતંગ પકડવા બોલાવી. પરિતાએ ફિરકીને સ્ટેન્ડ પર ગોઠવી તે હર્ષ પાસે ગઈ. હર્ષે તેના હાથમાં દોરી આપી તેની પાછળ ઊભો રહી ગયો. તે વારે વારે પરિતાને પતંગની દોરીવાળા હાથથી પોતાની તરફ પરિતાને દબાવે કે તરત જ પરિતા હર્ષ તરફ જ પાછે પગલે ખેચાતી, તેને પણ આ ગમતું હતું. હવે તો પરિતાનું સ્થાન પણ હર્ષના દિલે સ્થપાઈ ચૂક્યું હતું.
ત્યાં તો એક ધાબાના સ્પીકરમાંથી અવાજ લહેરાયો.

એ તો રાધાનો કાન એ તો મીરાંનો શ્યામ
એ તો રાધાનો કાન એ તો મીરાંનો શ્યામ
ભલે હૈયૈ કોરાણાં પ્રીતમનાં નામ
પણ પ્રેમ તો અધૂરો રહ્યો
પણ પ્રેમ તો અધૂરો રહ્યો
પ્રેમમાં ભગવાન પણ ભૂલો પડ્યો.

આ ગીત ચાલતું જ હતું ત્યાં હરિતા ચા-નાસ્તો લઈને આવી. હર્ષે પતંગ ઉતારી લીધી. ત્રણે સાથે મળી ચા અને. નાસ્તાની મજા માણી. આ વખતે હરિતા પતંગ ચગાવવા લાગી. હર્ષે હરિતાને પતંગ ચગાવતાં શીખવ્યું જ હતું એટલે પતંગ ચગવા લાગી. હરિતાએ ગીત ચાલું કર્યું ...

चली चली रे पतंग मेरी चली रे
चली बादलों के पार हो के दोर पे सवार
सारी दुनिया ये देख देख चली रे
चली चली रे पतंग ...

यूँ मस्त हवा में लहराये,
जैसे उडनखटोला उड़ा जाएं
ले के मन में लगन, जैसे कोई दुल्हन
चली जाए रे सांवरिया की गली रे
चली चली रे पतंग ...
આ ગીતમાં હરિતા ધ્યાનસ્થ હતી એટલે હર્ષ ઊભો થયો અને તેની પાસે જઈને કહ્યું કે ... "જરા ધ્યાન રાખ ... !! આ ડાન્સ કરવાનું બંધ કરી પાછળ જો કાપાઈ જશે તો કટી પતંગ થઈ જશે." આટલી વાત થઈ ત્યાં તો ... પરિતાએ ચીસ પાડી ... અરે ...અરે ... એ લપેટાઈ અને ત્યાં તો કપાઈ પણ ગઈ. હરિતા હર્ષને બાઝીને રડવા લાગી. હર્ષ તેને ખુરસી સુધી દોરી ગયો અને ખુરસીમાં બેસાડી. પરિતાએ તેને પાણી પાયું. થોડીવારે તે સ્વસ્થ થઈ. અંદાજે 02:00 વાગ્યા હશે. પવન પણ પડી ગયો હતો. માટે બધા જમવા માટે નીચે ગયા. ત્રણ સાડા ત્રણની આસપાસ હર્ષ ધાબા પર આવ્યો. તે હરિતા અને પરિતાની રાહ જોતો બેઠો હતો. પવન હતો નહી એટલે નિરાંત ધરી બેઠો હતો.
લગભગ ચાર વાગે પરિતા અને હરિતા ચા લઈને આવી. પરિતા નીચેથી જ ચા પીને આવી હતી એટલે હર્ષ અને હરિતા સાથે બેસી ચા પીતાં હતાં તો પરિતા એક પતંગને ફિરકીની દોરી સાથે બાંધી ઠુમકા લગાવી રહી હતી. સાંજ તરફ સૂર્ય ગતિમાન હતો તો આમ જ સમયે આકાશ પણ રંગબેરંગી પતંગોથી સજ્જ થવા લાગ્યું. એટલામાં ઉત્તરાયણની મજા માણવા એ ત્રણેની મમ્મી આવી. આકાશમાં પતંગો ઉડતી રહી, કપાતી રહી. સૌએ સાથે મળી ઉત્તરાયણને માણી. સરસ રહી તેમની આ ઉત્તરાયણ. આમ બીજા દિવસે તો વાસી ઉત્તરાયણ હતી. હર્ષને તેમાં ખાસ કોઈ રસ નહોતો. તેનું ધ્યેય ITS માં માસ્ટર્સ કરવાનું છે અને તેમાં તે સ્હેજ પણ ચૂક કરવા નથી માગતો. હર્ષ પોતે હરિતા અને પરિતાની કારકિર્દી માટે તે બંનેની મિશાલ હોવાથી તે પણ હર્ષે દર્શાવેલ માર્ગેથી પાછા હઠી શકે તેમ નથી.
તેઓ ત્રણેય પોતાના ધ્યેય તરફ જ આગળ વધી રહ્યા છે નવી દિશા અને નવા રાહની ખોજમાં. 30 જાન્યુઆરીથી હર્ષ અને હરિતાની બીજી કસોટી તથા પરિતાની પ્રિલિમ. પરીક્ષાની તૈયારી પૂર્ણતાને આરે પહોંચવાની તૈયારીમાં છે. તેઓએ26 જાન્યુઆરીના દિવસે પણ સ્કૂલે જવાનું ટાળ્યું. એમ જ પરીક્ષા પણ પૂરી થઈ. બધાએ હાશકારો લીધો.
હાશકારો નથી પરિતાને. તેની બોર્ડની પરીક્ષા 09 માર્ચથી શરુ થઈ 21 માર્ચના રોજ પુરી થનાર છે. તે
પોતાની તૈયારીમાં જ લાગેલી રહેતાં પરીક્ષા પછીના રવિવારે ડૂમસ ફરવા જવાનો પ્રોગ્રામ હર્ષે હરિતાને સમજાવી કેન્સલ કર્યો. હર્ષે પરિતાને ગણિત તેમજ વિજ્ઞાનમાં તથા હરિતાએ અંગ્રેજી અને સમાજમાં તૈયારી કરાવવાની જવાબદારી લીધી. ગુજરાતી અને સંસ્કૃતમાં પરિતાને તકલીફ ન હતી. આમ તો પરિતા હોશિયાર છોકરી હતી અને તે ખૂબજ આત્મવિશ્વાસ ધરાવે છે. એ તો સ્પષ્ટ પણે અટલ શ્રદ્ધાથી જણાવે છે કે પ્રિલિમ. પરીક્ષામાં 92 % આવશે જ.
28 ફેબ્રુઆરી સુધીમાં તો બધાનું પરિણામ આવી ગયું. પરિતા તેના અંદાજ મુજબ સાચી નિવડી. તે તેની શાળાના ધોરણ 10ના સાતે સાત ક્લાસમાં 92.87% સાથે પ્રથમ હતી. હર્ષ પણ તેની શાળાના ધોરણ 11ના છએ છ ક્લાસમાં 93.76% સાથે જ પ્રથમ સ્થાને હતો. રહી વાત હરિતાની. આ વખતે તે પણ પ્રગતિના પંથે હતી. તે તેના ધોરણ 11ના વર્ગમાં 86.45% સાથે પ્રથમ અને સમગ્ર શાળામાં સાતમા સ્થાને હતી. આ પરિણામથી બધા જ ખુશ હતાં. તો હરિતા અને પરિતા હર્ષનો આભાર માનતાં હતાં. હવે સૌની નજર પરિતાની બોર્ડની પરીક્ષા પર કેન્દ્રિત થઈ રહી હતી. પરિતાની શાળાને પણ પરિતા માટે ગૌરવ અને માનની લાગણી ઊભી. શાળા પણ તેના ગુણમાં વધારો થાય તે માટે મદદે આવી.
****************************************************
મિત્રો, આ સોપાન આપને ગમ્યું જ હશે. હવે તો આ વાર્તાએ મનોવૈજ્ઞાનિક મોડ ધારણ કર્યો છે. અહીં સ્નેહભીની લાગણીઓ સાથે પોતાના નિશ્ચિત ધ્યેયને સાથે લઈને જ ચાલશે. અહીં હવે તો પરિતા સર્વશ્રેષ્ઠ બનાવવા માટે હર્ષ અને હરિતા બંને તેના પડખે છે. આ સાથે એપ્રિલમાં આવનારી પોતાની ધોરણ 11ની પરીક્ષા માટે પણ પૂર્ણ રીતે તૈયાર છે.
હવે તો સોપાન 18 આવે તેની રાહ જોઈએ.

To be continued ...!!
****************************************************
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'. સુરત (વીરસદ)
મોબાઈલ : 87804 20985.
****************************************************