The joy of life books and stories free download online pdf in Gujarati

જીવનની ખુશી

જીવનની ખુશી

ખીલતું ફૂલ બધાને સારું લાગે છે અને મુંઝાયેલું- કરમાયેલું ફૂલ સ્વીકારવાથી બધા આઘા ભાગે છે. બરાબર આ જ વાત આપણા જીવનને પણ લાગુ પડે છે. જ્યારે આપણે ખુશ હોઈએ છીએ પ્રસન્ન હોઈએ છીએ ઉત્સાહથી તાજામાજા અને સ્વસ્થ હોઈએ છીએ તો ખીલેલા ફૂલ જેવા હોઇએ છે. અને બધાને સારા લાગીએ છે પરંતુ જ્યારે આપણે નિરાશ, હતાશ, રુગ્ણ અને કમજોર હોઈએ છીએ તો મૂરઝાયેલા-કરમાયેલા ફૂલ જેવા હોઈએ છીએ. અને બધા આપણાથી દૂર ભાગે છે. આપણા જીવનની જે પરિસ્થિતિઓ છે, નિશ્ચિત પણે તે ક્યારેક આપણને હસાવે છે તો ક્યારેક રડાવે પણ છે ક્યારેક નિશ્ચિતતા આપે છે તો ક્યારેક ઘોર તનાવની ક્ષણોમાંથી પસાર કરે છે પરંતુ જો પરિસ્થિતિઓને કારણે જીવનની ખુશી હવાઈ જાય તો, જીવન ક્યારેય આનંદ સાથે જીવી શકાશે નહીં.

પરેશાનીઓ આપણા બધાના જીવનમાં છે આ ધરતી પર કોઈ પણ એવું નથી કે જે તકલીફમાં ન હોય પછી તે માલેતુજાર હોય કે રસ્તે જતો ભિખારી પણ હોય. આ તકલીફો મુસીબતો-પરેશાનીઓના મૂળ રૂપ અલગ-અલગ હોઈ શકે છે. પરંતુ તેનું કાર્ય એક જ હોય છે અને પરેશાની આપવી તેનાથી છૂટકારો મેળવવાનો એક જ ઉપાય છે કે ખુશ મન થી તેને દૂર કરવાનો પ્રયાસ કરવો. જો કે દુઃખી અને ઉદાસ મનથી પણ એ કરી શકાય છે પરંતુ તેમાં નુકસાન આપણને જ થાય છે.

પરેશાનીઓ નિશ્ચિત પણે ચહેરા પર કરચલી આપી જાય છે. પરંતુ એનો મતલબ એ તો નથી કે તેની સાથે સદાય નો સંબંધ કાયમ કરી લેવામાં આવે. અને તેને હંમેશ માટે અપનાવી લેવામાં આવે. થાય છે પણ એવું કંઈક કે સતત પરેશાન રહેવાથી ચહેરા પર કરચલીયારાવાળા ભાવ એટલા પ્રગટ થઈ જાય છે કે ચહેરો જોવાથી જ ખબર પડી જાય કે વ્યક્તિ કેટલી અને કેવા પ્રકારની પરેશાનીઓ માંથી પસાર થઈ ગઈ છે. હમદર્દી માટે તો એ બરાબર છે પરંતુ ખુદ માટે કે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી.

જીવનમાં થોડા વખત સુધી ઉદાસ રહેવામાં અને હંમેશાં નાખુશ રહેવા માં ઘણો ફરક છે. જો થોડા સમય માટે ઉદાસીનતા હોય તો હવાની તાજી લહેરખીની સાથે તે ઉડી જાય છે. ગાયબ થઈ જાય છે પરંતુ જો વ્યક્તિને નાખુશ રહેવાની આદત પડી ગઈ હોય તો પછી ગમે તે પ્રકારની સારી પરિસ્થિતિ કેમ ન હોય તે દુઃખી રહે છે. તેને ખુશ કરી શકાતી નથી આ વિશે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન કહેવું હતું કે ‘આપણે એટલા જ ખુશ હોઈએ છીએ, જેટલા પોતાને ખુશ રહેવા માટે તૈયાર કરીએ છીએ.’ ખુશીઓનો ગાઢ સંબંધ આપવાના ભાવ સાથે છે.

એકવાર એક કંપનીમાં પ્રશિક્ષણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રતિભાગીઓ (ભાગ લેનારા) ની કંઈક સકારાત્મક વિચાર આપવા માંગતા હતા. આમ વિચારીને તેમણે પ્રતિભાગીઓને એક સામૂહિક ગતિવિધિમાં ભાગ લેવાનું તેમણે દરેક વ્યક્તિને એક ફુગ્ગો આપ્યો અને માર્કર પેનથી તેના પર પોતાનું નામ લખવાનું કહ્યું, પછી બધા ફુગ્ગા ભેગા ભેગા કરીને તેમણે બીજા રૂમમાં મૂકી દીધા લોકો સમજી શકતા ન હતા કે તેઓ આમ કરીને શું સમજાવવા માગે છે ? શું હાંસલ કરવા માંગે છે ? કેટલાક લોકો તો તેમના કામમાં ખોટા કાઢવા લાગ્યા અને કહેવા લાગ્યા કે સમય બગાડવા માં આવી રહ્યો છે.

થોડીવાર પછી વક્તાએ બધાને રૂમમાં જઈને ૩૦ સેકન્ડની અંદર પોતાનું નામ લખેલ શોધી લાવવાનો કહ્યું આ સાંભળતા જ બધા લોકો દોડીને ભાગ્યા પરંતુ અરસપરસ ભટકાવવા લાગ્યા. એ રૂમમાં ઘોર અવ્યવસ્થા ફેલાઈ ગઈ. એ બધા લોકો પરેશાન હતા, કોઈને પોતાનો પોતાના નામ નો ફુગ્ગો મળ્યો ન હતો તો કેટલાક લોકો દોડાદોડી માં પડી પણ ગયા પરંતુ કોઈપણ વ્યક્તિ પોતાના નામનો ફુગ્ગો મેળવી ન શકી. લોકોને નિરાશા થઇ તેઓ વિચારવા લાગ્યા કે અમને આ કેવી રમત માં લગાડી દીધા છે ? પછી મુખ્ય વક્તા એ તેમને કહ્યું કે તેઓ એક એક કરીને રૂમમાં ગયા હોત અને કોઈપણ એક ફુગ્ગો લઈ આવે એ ફુગ્ગા પર જેનું નામ લખ્યું હોય તે વ્યક્તિને આપી દે. આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાથી તરત જ બધી વ્યક્તિઓને પોતાના નામનો ફુગ્ગો મળી ગયો હોત ને.

મુખ્ય વક્તા એ સમજાવતાં કહ્યું કે આપણા જીવનની પણ કંઈક આવી જ દશા છે. લોકો પાગલની જેમ પોતાની આસપાસ ખુશીઓની શોધ કરી રહ્યા છે પરંતુ તે તેમને મળી રહી નથી વાસ્તવમાં બીજાની ખુશીઓમાં જ આપણી ખુશી છુપાયેલી હોય છે જો આપણે બીજાને તેમની ખુશીઓ સોંપીએ તો પછી આપણને પણ આપોઆપ આપણી ખુશી મળી જાય છે કારણ કે અસલી ખુશી તો આપવામાં છે, મેળવવામાં નહીં.

એટલા માટે બીજાની મદદ માટે સદૈવ તત્પર રહેવું જોઈએ. એવું કંઈ પણ કાર્ય ન કરવું જોઈએ જેનાથી બીજાની ખુશી છીનવાઇ જતી હોય, અવરોધતી હોય. જ્યારે પણ આપણે બીજાને મદદ કરીએ છીએ ત્યારે આપણે આપણા પોતાનામાં શ્રેષ્ઠતા શોધવાની જરૂર નથી. અને તે આપણા ગુણોમાં આપોઆપ જ પરિલક્ષિત થવા લાગે છે.

જીવનમાં અનેક તક આવે છે. જો ભૂલ થી એક તક કે અવસર ચાલ્યો જાય તો તેના પર કોઈ પસ્તાવો કરવાને બદલે બીજી તરફ તકને હાથથી જવા ન દેવી જોઈએ, ટેને હાંસલ કરવી જોઈએ. આ અવસર ગુમાવવાનું સાચું પ્રાયશ્ચિત છે. આમ જોઈએ તો આપણું જીવન દરરોજ એક નવી તક લઈને આપણી પાસે આવે છે. અને આપણે આ આવેલ તકનો ભરપૂર ઉપયોગ અને લાભ પણ લેવો જોઈએ.

જો જીવનમાં ઈમાનદારીનું પાલન કરવામાં આવી રહ્યું હોય તો વ્યક્તિને નૈતિક બળની પ્રાપ્તિ થાય છે. મનમાં પ્રસન્નતા અને સંતુષ્ટિ થાય છે કે કાર્ય પૂરી ઈમાનદારીથી થઈ રહેલ છે. કોઈ આપણને જોઈ રહેલ છે કે નહી એ વાતથી બેપરવાહ થઈને પ્રત્યેક પરિસ્થિતિમાં યોગ્ય કાર્ય કરવું એટલે જ ઈમાનદારી હોવી. ઈમાનદારી થી કઆમ કરવાનું પરિણામ એ આવે છે કે આપણે સાચા અર્થમાં આપણા કાર્યની આત્મસમીક્ષા કરી શકીએ છે. આપણે આપણા મનના દર્પણમાં સ્વયંને જોઈ શકીએ છીએ. બીજા આપણા વીશે શું કહે છે એ વાત કરતાં વધારે મહત્વપૂર્ણ છે કે આપણે આપણા વીશે શું માન્યતા છે ? ખુદની નજરમાં ઊંચા ઊઠીને જ આપણે બીજાની નજરમાં સારા બની શકીએ છીએ ત્યારે આપણા વ્યક્તિત્વને સાચો આધાર મળે છે. એ આધાર ખોખલો હોય છે. જેમાં વ્યક્તિ બીજાની નજરમાં તો સાચો રહે છે. સાચો દેખાય છે. પરંતુ તેના કાર્યો પોતાની નજર સાથે નજર મેળવવા લાયક હોટ નથી. એટલે જીવનમાં ઈમાનદારી ખૂબ જરૂરી છે, ત્યારે આપણામાં આત્મવિશ્વાસ જાગે છે જે કોઈ પણ પરિસ્થિતિમાં આપણને ડગવા દેતાં નથી. અને પ્રત્યેક પરિસ્થિતિમાં ચહેરાનો મલકાટ જાળવી રાખે છે.

Dipakchitnis(DMC) dchitnis3@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED